આર્યરિધ્ધી - ૨૬ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૨૬

રિધ્ધી : તું અને તારું નામ પંક્તિસંગ્રહ ની સાતમી કવિતા આપની સમક્ષ રજૂ કરું છું.

નથી માત્ર એક નામ તું
લેખન કરવા નું કારણ છે તું

કવિતા લખવાનું કારણ છે તું
વાર્તા રચવા ની પ્રેરણા છે તું

દરેક સવાલ નો જવાબ છે તું
મુશ્કેલી નું સમાધાન છે તું

નથી સામાન્ય સ્ત્રી તું
દૈવી અંશ નો વિસ્તાર છે તું

દોસ્તી નું પ્રતીક છે તું
પ્રેમ નો અર્થ છે તું

કલી ની હાર નું કારણ છે તું
માટે આર્યવર્ધન નો પ્રેમ છે તું

રિધ્ધી એ પૂછેલા સવાલ થી મેગના એકદમ ડઘાઇ જ ગઈ. મેગના નો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો. એ જોઈ રિધ્ધી હસી પડી અને બોલી," રિલેક્સ હું તો મઝાક કરું છું."

પણ આ વાત મેગના ને ગળે ઉતરી નહીં એટલે રિધ્ધી ને તેણે કહ્યું દીદી તમે મઝાક કરો છો કે સાચું કહો છો? એટલે રિધ્ધી ફરી થી હસી પડી પછી તેણે કહ્યું, હું સાચું કહું છું હું મઝાક કરતી હતી અને હું આર્યવર્ધન વિશે એક જણાવવા માંગતી હતી.

રિધ્ધી ને હસતી જોઈ ને મેગના ને લાગ્યું કે રિધ્ધી ચોક્કસ મઝાક કરતી હશે. મેગના ને રિધ્ધી ની વાત સાંભળી થોડી રાહત થઈ પણ તેના મનમાં થોડો સંશય રહી ગયો.

પણ રિધ્ધી આર્યવર્ધન વિશે શું કહેવા માંગતી હતી તે પૂછ્યું ત્યારે રિધ્ધી એ જવાબ આપ્યો, "હું આર્યવર્ધન ને પસંદ કરવા લાગી છું."

આર્યવર્ધને બધું કેમિકલ દૂધના પેકેટ માં ઇન્જેકટ કરી દીધા પછી સિરિન્જ, બોટલ અને આગલા દિવસે વાપરેલી બોટલ ને ટોયલેટ નાખીને માં ફ્લસ કરી દે છે. પછી રાજવર્ધન ને કોલ કરી પોતાના રૂમ માં બોલાવે છે.

એટલે રાજવર્ધન આર્યવર્ધન ના રૂમ માં આવે છે. આર્યવર્ધન રાજવર્ધન ને અત્યાર સુધીની બનેલી ઘટના નો ચિતાર આપે છે. એટલે રાજવર્ધન આર્યવર્ધનને પૂછે છે, તો હવે આગળ શું પ્લાનિંગ કર્યું છે ? જવાબ માં આર્યવર્ધન ફાઇલ અને દૂધનું પેકેટ બતાવે છે.

રાજવર્ધન આર્યવર્ધન ને બેસ્ટ ઓફ લક કહી ને ત્યાં થી નીકળી જાય છે. આર્યવર્ધન દૂધનું પેકેટ લઈને રિધ્ધી ના રૂમ માં જાય છે. આર્યવર્ધનરિધ્ધી ના રૂમ નો દરવાજો ખોલે છે પણ તે રૂમ માં જાય તે પહેલાં જ રિધ્ધી મેગના ને કહેતી હોય છે કે તે આર્યવર્ધન ને પસંદ કરવા લાગી છે.

આ વાત આર્યવર્ધન સાંભળી ને થોડું હસે છે પછી રૂમ માં જાય છે. રિધ્ધી અને મેગના આર્યવર્ધન ને જોઈ વાત કરવા નું બંધ કરી દે છે. રિધ્ધી અત્યારે તેના બેડ પર ઓશિકાનો ટેકો લઈ પગ લાંબા કરીને બેઠી હતી અને મેગના તેની બાજુ માં બેઠી હતી.

આર્યવર્ધન દૂધનું પેકેટ મેગના એ લાવેલી ટ્રોલી પર મૂકે છે અને એક ખુરશી લઈ રિધ્ધી પાસે બેસે છે. રિધ્ધી ને પગ પર બાંધેલો પાટો છોડી નાખે છે અને ઇજા થઇ હતી તે ભાગ પર ધીરે ધીરે હાથ ફેરવે છે. રિધ્ધી ને પીડા થાય છે એટલે તેના થી સિસકારો નીકળી જાય છે.

એટલે આર્યવર્ધન રિધ્ધી નો પગ છોડી દે છે. આર્યવર્ધન રિધ્ધી ને પૂછે છે, હજી વધારે દુખાવો થાય છે. ત્યારે રિધ્ધી ના પાડે છે. આર્યવર્ધન મેગના ને ડોક્ટરે આપેલી ક્રીમ લાવવા માટે કહે છે.

મેગના ટેબલના ડ્રોવર માંથી ક્રીમ કાઢીને આર્યવર્ધન ને આપે છે. આર્યવર્ધન ખૂબ જ ધીરેધીરે રિધ્ધી ના પગ પર ક્રીમથી માલિશ કરે છે. રિધ્ધી ને તેનાથી તકલીફ થાય છે પણ આર્યવર્ધન ની હાજરી તેને હૂંફ આપે છે એટલે તે પોતાની બધી તકલીફ ભૂલી જાય છે.

દસ મિનિટ સુધી માલિશ કર્યા પછી આર્યવર્ધન ફરી થી રિધ્ધી ના પગ પર પાટો બાંધી દે છે. અને રિધ્ધી ને આરામ કરવા માટે કહે છે. આર્યવર્ધન મેગના ને રિધ્ધી માટે દૂધ લાવવા કહે છે પણ મેગના દૂધ લાવી નહોતી એટલે એ આર્યવર્ધન ને કહે છે કે એ દૂધ નું પેકેટ લાવી નથી.

એટલે આર્યવર્ધન મેગના ને પોતાનું લાવેલું દૂધનું પેકેટ તોડવા માટે કહે છે. એટલે મેગના આર્યવર્ધન નું લાવેલું દૂધનું પેકેટ તોડી ને દૂધ ના બે ગ્લાસ ભરે છે. તેમાં થી એક ગ્લાસ આર્યવર્ધન રિધ્ધી ને દુધ પીવા માટે આપે છે.

પણ રિધ્ધી જોવે છે કે હજી દૂધ ભરેલો બીજો ગ્લાસ એમ જ ભરેલો છે. એટલે રિધ્ધી આર્યવર્ધન ને બીજા ગ્લાસ માં થી દૂધ પીવા માટે કહે છે. આ સાંભળી ને આર્યવર્ધન ચોંકી જાય છે. આર્યવર્ધને બહાનું કાઢ્યું, મને દૂધ પસંદ નથી. તેનાથી મને એલર્જી છે એટલે હું દૂધ પીતો નથી.

આર્યવર્ધન ની આ સાંભળી ને રિધ્ધી દૂધ પીવા ની ના પાડી દે છે. એટલે આર્યવર્ધન નછુટકે દૂધ પીવા માટે તૈયાર થાય છે. રિધ્ધી આર્યવર્ધન ને પહેલાં દૂધ પીવા માટે કહે છે.

આર્યવર્ધન મેગના પાસે દૂધનો બીજો ગ્લાસ લઈ ને તેમાં થી દૂધનો એક ઘૂંટ પીવે છે પણ તે તરત ઊભો થઈ ને બાથરૂમ માં દોડી ને જાય છે અને બાથરૂમ માં વામીટ કરે છે. આ જોઈ રિધ્ધી અને મેગના હસી પડ્યા.

આર્યવર્ધન બાથરૂમ માં બે ત્રણ વખત કોગળા કરી ને બહાર આવ્યો પછી રિધ્ધી ને કહ્યું, હું આ કારણ થી દૂધ નથી પીતો. દૂધ પીવાથી મને વોમિટિંગ થાય છે. રિધ્ધી એ આર્યવર્ધન ની વાત માની લીધી. પછી તેણે બધું દૂધ એક જ ઘૂંટમાં પૂરું કરી દીધું.

આર્યવર્ધને એક બાજુ એ જઈ ને રાજવર્ધન ને કોલ કાર્યો. રાજવર્ધને કોલ રિસીવ કર્યો એટલે આર્યવર્ધન બોલ્યો, પાર્સલનું પેકીંગ થઈ ગયું છે તેને પહોંચાડવા ની તૈયારી કરી દે. રાજવર્ધને ok કહીને કોલ કટ કરી દીધો.

બીજી બાજુ રિધ્ધી એ દૂધ પી લીધું એટલે આર્યવર્ધન ના ચહેરા પર એક કાતિલ સ્માઈલ આવી ગઈ. થોડી વાર આર્યવર્ધને દૂધમાં જે કેમિકલ મિક્સ કર્યું હતું તેની અસર થવા લાગી. એટલે રિધ્ધી ની આંખો ભારે થવા લાગી અને માથામાં અસહ્ય દુખાવો થવા લાગ્યો.

રિધ્ધી એ મેગના ને બૂમ પાડી એટલે મેગના ઝડપથી તેની પાસે ગઈ પણ મેગના કઈ કરે તે પહેલાં જ રિધ્ધી બેડ પર જ એક બાજુ પડી ગઈ. મેગના એ રિધ્ધી ને બૂમ પાડી પણ રિધ્ધી એ આંખો ખોલી નહીં એટલે મેગના એ રિધ્ધી ના ચહેરા પર પાણી ના છાંટા નાખ્યું પણ તેની કોઈ અસર થઈ નહિ.

મેગના એ રિધ્ધી ને ઢંઢોળી જોઈ પણ તેની પણ કોઈ અસર થઈ નહિ. એટલે મેગના એ રિધ્ધી ની નાડી અને હૃદય ના ધબકારા ચેક કર્યા ત્યારે તેને ખબર પડી રિધ્ધી ના નાડી અને હૃદય ના ધબકારા ધીમા પડી રહ્યા હતા.

ત્યારે મેગના એ આર્યવર્ધન સામે જોયું ત્યારે આર્યવર્ધને આંખ મારી ને મેગના ને ઈશારા માં કહી દીધું કે આ તેણે કર્યું છે. મેગના ઊભી થઈ ને આર્યવર્ધન પાસે ગઈ. નેપકીન થી કપાળ પર થયેલો પરસેવો લૂછતાં મેગના બોલી, તમે તો મને ડરાવી જ દીધી હતી.

આર્યવર્ધન હસી ને બોલ્યો, સોરી Dear પણ સંજોગો જ એવા થઈ ગયા છે એટલે. આર્યવર્ધન ની વાત સાંભળી નેમેગના હસી પડી. તેણે હસતા હસતા રિધ્ધી તરફ નજર કરી અને કહ્યું, તો હવે આનું શું કરવાનું છે.

આર્યવર્ધન હસી ને બોલ્યો, એ પછી વિચારીશું એ પહેલાં રાજવર્ધન ને કોલ કરીને અહીં તો બોલાવ.

શું આર્યવર્ધને રિધ્ધીને દૂધમાં ઝેર આપ્યું હતું? મેગના આર્યવર્ધન ના પ્લાન વિશે જાણતી હતી ? આર્યવર્ધન રાજવર્ધન ને કયા પાર્સલ ની વાત કરતો હતો જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...