Aryriddhi - 25 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૨૫

રિધ્ધી : તું અને તારું નામ એ મારો પ્રથમ પંક્તિસંગ્રહ છે. તેની છઠ્ઠા ક્રમની કવિતા આપની સમક્ષ રજૂ કરું છું

નથી માત્ર એક નામ
વર્ધન છે આર્ય ખાતર તારા નામ

વર્ધનવંશ ની પ્રથમ સ્ત્રી એ તારું નામ
વીરવર્ધન ની જનેતા એ તારું નામ

અષ્ટાંગલક્ષ્મી નો પ્રથમ અંશ એ તારું નામ
ગરુડ ની દીકરી એ તારું નામ

શક્તિ અંશ ની સખી એ તારું નામ
સપ્તમ મુક્તિ એ તારું નામ

નાગ પ્રિય છે એ તારું નામ
ખુદ વર્ધન છે ધર્મ ખાતર તારા નામ

તું નથી માત્ર એક નામ
તું છે આર્યવર્ધન ના પ્રેમનું નામ

આગળના ભાગમાં જોયું રિધ્ધી ના પગે ઇજા થઇ હોવાથી આર્યવર્ધન ડોક્ટર ને બોલાવે છે. ડોક્ટર રિધ્ધી ના પગની તપાસ કરી ને બે દિવસ આરામ કરવા માટે કહે છે. હવે આગળ.

આર્યવર્ધન તેના રૂમ માં પ્રવેશીને તાળી ને જોરજોરથી હસે છે પછી તેના ફોન રિસીવ કોલ લિસ્ટ ઓપન કરે છે. તેમાં થોડી વાર પહેલાં જે નંબર પર થી કોલ આવ્યો હતો તે નંબર પર ફરી કોલ કરે છે. સામે કોઇ કોલ રિસીવ કરતું નથી એટલે આર્યવર્ધન કોલ કટ કરી દે છે. અને કપડાં બદલી નાઈટડ્રેસ પહેરીને સુઈ જાય છે.

બીજા દિવસે સવારે આર્યવર્ધન જાગી ને ફોનનું એલાર્મ બંદ કરે છે ત્યારે તેની નજર મિસકોલ ની નોટિફિકેશન પર પડે છે. એટલે તે નોટિફિકેશન ચેક કરે છે તો તેણે જે નંબર પર કોલ કરેલો એ જ નંબર પર થી મિસકોલ આવ્યો હતો.

એ જોયા પછી આર્યવર્ધન ફોન મુકીને નહાવા માટે જતો રહે છે. બીજી બાજુ રિધ્ધી હજી થોડી વાર પહેલાં જ જાગી હોય છે પણ તેની તબિયત બગડી હોય એવું તેને લાગી રહ્યું હતું. તે જાગી ત્યાર થી તેનું માથું દુઃખી રહ્યું હતું.

રિધ્ધી એ બેડ પર બેઠી થઈને આજુબાજુ જોયું તો તેની બાજુનો બેડ ખાલી હતો અને મેગના તેને ક્યાંય દેખાઈ નહીં. એટલે રિધ્ધી બેડ પાસે મુકેલા ટેબલ પર તેનો ફોન લેવા ગઈ ત્યાં તેની નજર ટેબલ પર મુકેલા બાઉલ અને તેની બાજુમાં મુકેલા કપડાંના ટુકડા પર પડી.

ત્યારે જ મેગના દવાઓ મુકવાની ટ્રોલી લઈ ને રૂમ માં આવી. રિધ્ધી ને જાગેલી જોઈ મેગના એ એક સ્માઈલ સાથે કહ્યું, તમે જાગી ગયા. મેગના જોઈ રિધ્ધી એ પૂછ્યું, આ બધું શું છે ? મેગના એ હસી ને કહ્યું, આ તમારો નાસ્તો અને દવાઓ છે. તમને અત્યારે ખૂબ જ માથું દુઃખી રહ્યું છે ને ?

રિધ્ધી એ હા પાડીને કહ્યું, તને કઈ ખબર પડી કે મને માથું દુખે છે. આગળ મેગના એ જવાબ આપ્યો, તમને આખી રાત તાવ હતો પણ મેં ડોક્ટર ને કોલ કર્યો પણ ડોક્ટર ને કોલ લાગ્યો નહી એટલે હું આખી રાત તમને કપાળે ભીંના કપડાં મૂકતી રહી ત્યારે સવારે પાંચ વાગે તાવ ઓછો થયો.

પણ તમે ઊંઘી રહ્યા હતા એટલે હું પણ સુઈ ગઈ. એક કલાક પહેલા જાગી ને તમારો તાવ ચેક કર્યો ઘણો ઓછો થઈ ગયો હતો. એટલે મેં મારા રૂમ માં જઈ તમારા માટે બ્રેકફાસ્ટ ઓર્ડર કર્યો પછી શાવર લીધો પછી ચેન્જ કરી ને તમારા માટે દવાઓ લઈને આવી.

હવે રિધ્ધી ને મેગના તરફ માન વધી ગયું. રિધ્ધી વિચારવા લાગી કે હજી ગઈ કાલે સાંજે જ તેમનો પરિચય થયો અને આજે મેગના ની વાત સાંભળી ને એમ લાગ્યું કે તે એકબીજા ને વર્ષો થી ઓળખે છે. ત્યાં જ મેગના એ તેને બૂમ પાડી, શું વિચારો છો ?

રિધ્ધી એ કહ્યું, બસ આપણે હજી ગઈ કાલે જ મળ્યા પણ હવે તારી સાથે મને જરા અજાણ્યું લાગતું નથી. એવું લાગે છે કે જાણે આપણે એકબીજા વર્ષો થી ઓળખીએ છીએ.

મેગના રિધ્ધી ની વાત સાંભળી ને હસી પડી. પછી તે બોલી, દીદી હવે તમે શાવર લઈ લો ત્યાં સુધી હું તમારા ડ્રેસ કાઢી રાખું છું.

મેગના રિધ્ધી ને ટેકો આપી ને બાથરૂમ સુધી લઈ જાય છે. પછી રિધ્ધી ની બેગ માં થી રિધ્ધી માટે એક ડ્રેસ અલગ મૂકીને બેગ પાછી મૂકી દે છે. રિધ્ધી ના આવવાની રાહ જોવે છે.

બીજી બાજુ આર્યવર્ધન તેના રુમ માં તૈયાર થતો હોય છે ત્યારે ફરી તેના ફોન પર એ નંબર પર થી કોલ આવે છે જેના પર તેણે આગલા દિવસે રાત્રે વાત કરી હતી. આર્યવર્ધન ના ચહેરા પર એક મુસ્કાન આવી જાય છે સ્ક્રિન પર તે નંબર જોઈને.

આર્યવર્ધન કોલ રિસીવ કરે છે, એટલે ફરી તેને એને જ મદહોશ કરનાર અવાજ સંભળાય છે, સામે થી કોલ કરનાર સવાલ પૂછે છે કામ થયું કે નહીં. આ સાંભળી ને આર્યવર્ધન જોરજોરથી હસે છે. એટલે કોલ કરનાર પણ થોડું હસે છે, અને બોલે છે કામ પાર પાડી દીધું ને?
એટલે આર્યવર્ધને જવાબ આપ્યો, આવનારા બે કલાક માં કામ પૂર્ણ થઈ જશે અને તેના થોડા સમય પછી આપણા મકસદ ને અંજામ પણ મળી જશે. આટલું કહીને આર્યવર્ધને કોલ કાપી નાખ્યો અને તેણે ટેબલના ડ્રોવર માં થી ફાઇલ અને કેમિકલ ભરેલી બોટલ બહાર કાઢી.

રિધ્ધી એ બાથરૂમ માં બહાર આવી પછી મેગના એ આપેલો ડ્રેસ પહેરીને ડ્રેસિંગ ટેબલ માં રહેલા અરીસા માં પોતાને એક વાર ધ્યાન થી જોઈ. રિધ્ધી પોતાને જોઈ ને શરમાઈ ગઈ.તેને લાગ્યું કે પહેલી વાર પોતે આટલી સારી લાગે છે.

રિધ્ધી જે ડ્રેસ પહેર્યો હતો તે ડ્રેસ તેને પાર્થે ગિફ્ટ માં આપ્યો હતો પણ એ ડ્રેસ ગ્રીન કલર નો હતો પણ રિધ્ધી ને ગ્રીન કલર પસંદ નહોતો પણ તે પાર્થ ને ખોટું ના લાગે એટલે ડ્રેસ લઈ લીધો પણ આજે પહેલી વાર ડ્રેસ પહેર્યો હતો.

આર્યવર્ધને હોટેલના કોફીશોપ માં કોલ કરી દૂધના બે પેકેટ ઓર્ડર કર્યા પછી તે ફાઇલ માં રહેલા પેપર્સ વાંચવા લાગ્યો. પાંચ મિનિટ પછી એક વેઈટર આર્યવર્ધન ને દૂધ ના બે પેકેટ આપી ગયો. આર્યવર્ધને બંને પેકેટ ટેબલ પર મૂકીને ફાઇલ વાંચવા લાગે છે.


બંને પેકેટ ટેબલ પર મૂકીને ફાઇલ વાંચવા લાગે છે.
વીસ મિનિટ પછી આર્યવર્ધન બધા પેપર્સ વાંચી લે છે. એટલે તે ફાઇલ ને પાછી ડ્રોવર માં મૂકી દે છે. દૂધ નું એક પેકેટ તોડી ને દૂધ એક ગ્લાસમાં ભરે છે ગ્લાસ ભરાઈ જતાં થોડું દૂધ વધે છે. એટલે એ દૂધ ને બીજા ગ્લાસમાં ભરે છે.

આર્યવર્ધન થોડી વાર પછી બંને ગ્લાસ માં રહેલું દૂધ પી જાય છે. ત્યાર પછી તેની બેગ માં થી એક ઇન્જેક્શન બહાર કાઢે છે. બોટલ માં રહેલું કેમિકલ તે ઇન્જેક્શન માં લે છે. તે કેમિકલ ઇન્જેક્શન વડે દૂધ ના પેકેટ માં દાખલ કરી દે છે.

રિધ્ધી મેગના બ્રેકફાસ્ટ કરતાં હોય છે. ત્યારે રિધ્ધી મેગના ને કહે છે, મેગના આર્યવર્ધન વિશે મારે તને કઈક જણાવવું છે. મેગના એ સવાલ કર્યો, શું જણાવવું છે? રિધ્ધી એ ગંભીર થઇ ને કહ્યું, આર્યવર્ધને મારા માતાપિતા અને તેના માતાપિતા ની હત્યા કરી છે.

આર્યવર્ધને દૂધના પેકેટ ક્યું કેમિકલ દાખલ કર્યું હતું ? રિધ્ધી ની વાત સાંભળી ને મેગના શું પ્રતિક્રિયા આપશે? શું મેગના આર્યવર્ધન વિશે બીજું કંઈ જાણતી હતી ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED