પ્રકરણ : 18
પ્રેમ અંગાર
વિશ્વાસનું હવે છેલ્લું સેમેસ્ટર પુરુ થવા આવ્યું હવે ફાઈનલ પરીક્ષાઓ ઘણી નજીક છે. એણે ભણવામાં ખૂબ જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આસ્થા સાથે મુલાકાત થોડી ઓછી થઈ છે પણ મોબાઈલ દ્વારા સતત સંપર્કમાં રહે છે. એ રાત્રી જાગી નથી શકતો પણ સવારે બ્રહ્મમૂહૂર્તમાં ઉઠી વાંચીને બધી જ તૈયારી કરી લેતો. આજે કોલેજથી પરવારીને એ સાંજે ઓફીસથી નીકળતા પહેલાં ડૉ. વસાવા પાસે ગયો અને કેબીનમાં પ્રવેશ એમની પાસે બેસીને કહ્યું “સર હું આજે ખાસ આપને જ મળવા આવ્યો છું હવે મારી Exams શરૂ થશે અને પછી મારે આગળ ભણવા અંગે વિચારવાનું છે આપની સલાહ લેવા આવ્યો છું તો એનાં માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી શકુ. મારા જીવનમાં આપ ભણતર અને કાર્યક્ષેત્રનાં પ્રથમ ગુરુ છો. તમારા માર્ગદર્શન પ્રમાણે આગળ વધવા ઇચ્છું છું મને ખાત્રી છે તમારી સલાહથી જ હું મારી જીવનનો સાચો નિર્ણય લઈ શકીશ. તમે આપલી તક અને તમારી પાસેથી જે શીખવા મળ્યું છે એ ખૂબ જ અગત્યનું જ છે. “ડૉ. વસાવાએ ડૉ. જાડેજાને પણ બોલાવ્યા. વિશ્વાસે એમને પણ નમસ્કાર કર્યા. ડૉ. વસાવાએ કહ્યું “દિકરા તું ખૂબ જ મહેનતી અને હોંશિયાર છોકરો છે. ઘણાં કામ કરે છે કંપનીમાં પણ તારી વાત જ અલગ છે તારી પ્રગતિ કોઈ જ રોકી નહીં શકે. હા એકવાત નક્કી અહીં પુરુ કરીને આગળ ભણવા મુંબઈ કે બેંગ્લોર જવાનું પસંદ કરે છે તારા સગા પણ છે અને બેંગ્લોર માટે હું પણ તને મદદ કરી શકીશ. તારું ભણવાનું પુરુ થાય પછી આપણે નક્કી કરીશું એ વખતે મારી પાસે આવજે.” વિશ્વાસે થેંક્યુ કહી પગે લાગ્યો અને ડૉ. વસાવાએ ગળે વળગાળીને આશીર્વાદ આપ્યા. ડૉ. જાડેજાએ પણ એને શુભેચ્છા આપી.
ઓફીસથી નીકળી સીધો એ આસ્થાને સમય આપેલો સીધો બાઈક લઈને બસ સ્ટેન્ડ પહોંચ્યો. હજી આસ્થા આવી નહોતી એટલામાં જ સામેથી આસ્થા આવતી નજરે પડી અને આસ્થા એની પાસે આવી ગઈ “ક્યારનાં આવી ગયા છો ?” વિશ્વાસ કહે ના જસ્ટ હમણાં જ આવ્યો અને ઘરની સ્ત્રીઓ રોડ ઉપર કે આમ બસ સ્ટેન્ડ પર એકલી ઉભી રહે બિલકુલ પસંદ નથી સારું છે હું મોડો નથી પડ્યો. હું તને ક્યારેય ક્યાંય રાહ નહીં જ જોવરાવું.
આસ્થા કહે “હવે મારા જીવમાં મારાં રોમ રોમમાં બસ તમેજ વસેલા છો હવે આ શ્વાસ પણ તમારાં જ લઉં છું તમારા વિના જીવી જ ના શકુ” આસ્થા વધુ કંઇ કહે એ પહેલાં જ વિશ્વાસે કંઇ પણ વિચાર કર્યા વિના જ આસ્થાનાં હોઠ પર હોઠ મૂકી દીધા. આસ્થાની આંખો બંધ થઈ ગઇ બન્ને પ્રેમસમાધીમાં લીન તઈ ગયા. એટલામાં કોઈ કારનું હોર્ન જોરથી વાગ્યું અને મર્યાદા ભંગ થયા અને એકબીજાની આંખોમાં હસી રહ્યા. કાર આવીને પસાર થઈ ગઇ. આસ્થા કહે “બસ આ સમય અહીં જ થંભી જાય તો કેવું સારું” આપણે એકબીજામાં જ રહીએ. ખૂબ પ્રેમ કરીએ. વિશ્વાસ કહે બસ મારી કેરીયરમાં સેટ થઈને ક્યારે કાકુથ પાસે આવીને તારો હાથ માંગી લઊં બસ એ પળની રાહ જોઊં છું. ત્યાં સુધી હું કોઈ મર્યાદા નહીં ઓળંગુ. પુરી પાત્રતા કેળવીને તારી પાસે આવીશ. આસ્થા કહે મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે વિશું. તમે જ મારા ઇશ્વર છો. હું સંપૂર્ણ તમને જ સમર્પિત છું. મારું દીલ, મન, શરીર બસ તમારું જ છે ક્યારેય એ વિચાર-વર્તન સ્વપ્નમાં પણ નહીં જ અભડાય. તમને વારી ચૂકી છું સંપૂર્ણ તમારી જ થઈ ચૂકી છું આ મન-શરીર-આત્મા બસ તમારી જ રાહ જોશે ભલે જે સમય લાગે. તમે મને અંગિકાર કરવા આવશો એ જ પળની કોઈપણ સંજોગોમાં રાહ જોઈશ. તમે ખૂબ સરસ ભણી ગણીને તૈયાર થાવ હું સંપૂર્ણ તમારા સાથમાં બધી જ રીતે મારા અંગે નિશ્ચિત રહેજો હવે આ જીવ ફક્ત તમારો જ મોક્ષ સુધી તમારી જ હમસફર તમારા નામમાં જ મારું નામ અસ્તિત્વ ભેળવી દીધું કંઇ મારું નહીં જ આસ્થા બસ વિશ્વાસની જ.”
વિશ્વાસ કહે “સાચે જ મને કુદરતે, ઇશ્વરે કોઈ અદભૂત જીવ વ્યક્તિત્વ પ્રેમિકા આપી જે મારી જ પત્નિ બનશે મારી જ અર્ધાંગિની બનશે બસ તું જ એજ મારો નિર્ણય એજ મારું અફર વચન છે. માબાબા પિતૃ કુળદેવી દેવતા, ગુરુ બધાને જ સાક્ષી માની તને વફાદાર રહીશ તને જ સ્વીકારીશ તું જ મારી સર્વસ્વ તું જ પ્રિયતમા તું જ પરિણિતા.....” કહી વિશ્વાસે ફરી આસ્થાને બાહોમાં લીધી અને પ્રેમ વરસાવવા લાગ્યો.
વિશ્વાસે આસ્થાને કહ્યું, “આશુ આ છેલ્લુ સેમેસ્ટર પતાવીને નિર્ણય કરીશ આગળ શું અને ક્યાં ભણવાં જઉં હું કેરીયર બનાવું. છતાં એ તને જણાવીશ પૂછીશ પછી નિર્ણય લઇશ.’ આસ્થા કહે “હું તમને ક્યાંય નહીં જવા દઊં કહી વળગી જ ગઈ વિશ્વાસે વ્હાલથી હાથ ફેરવતા કહ્યું હું અવારનવાર આવતો રહીશ ફોનથી સતત સંપર્કમાં રહીશ જ તારું પણ ભણવાનું સરસ પુરુ કરજે. કાકુથ પાસેથી તો પુષ્કળ શીખવા સમજવા મળશે અને મારી વ્હાલી આશુ હજી વાર છે. કાકુથને મળીશ વાત કરીશ પછી નક્કી કરીશું “વિશ્વાસ કહે “ચલ આશુ નીકળીએ. હું તને કમ્પા ઉતારીને ઘરે જઈશ. “આસ્થા પાછળ બેસી ગઇ અને વિશ્વાસે બાઇક મારી મૂકી....
વિશ્વાસની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઇ. એને વિશ્વાસ હતો કે એણે ખૂબ મહેનત કરી છે એ સરસ રીતે પાસ થશે જ સાથે સાથે એ જ લાઈનમાં પ્રેકટીકલ અનુભવ મળી રહ્યો હતો. કોલેજનાં એવાં અભ્યાસ અંગે પણ ડૉ. વસાવા સાથે ચર્ચા કરી માર્ગદર્શન લઈ લે તો એટલે અભ્યાસમાં પણ એને ખૂબ જ સારું રહેતું બસ થોડાક જ સમયમાં રીઝલ્ટ આવી જશે અને એણે નિર્ણય કરવો પડશે આગળ અભ્યાસ કરવા અંગે અને કાર્યક્ષેત્ર કરવા અંગે. એણે આજે આસ્થાને ફોન કરીને બોલાવી છે મળવા અંગે એમની કાયમની જ જગ્યા કોલેજ પાસેનું બસસ્ટેન્ડ એ બાઈક એક બાજુ પાર્ક કરીને રાહ જોઈ રહ્યો છે. આસ્થાનાં આગમન પહેલાં જ આસ્થામય બની ગયો છે. આસ્થા જે રસ્તેથી આવે છે એ જ રસ્તે આંખો પાથરીને રાહ જોઈ રહ્યો છે. એનો કાયમનો ક્રમ છે આસ્થાથી હંમેશા વહેલો પહોંચી જતો આસ્થા રસ્તા ઉપર કે બસ સ્ટેન્ડ એની રાહ જોઈ ઊભી રહે એને ગમતું જ નહીં આમને આમ ખાસો સમય થઈ ગયો આસ્થા આવી નહીં એણે ફોન કર્યો તો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવ્યો એને નવાઈ લાગી. એણે નક્કી કર્યું થોડી વાર રાહ જોશે પછી એ કમ્પે ઘરે જ સીધો જઇને મળશે. કાકુથને પણ મળી શકશે.
થોડીવાર રાહ જોઈને કમ્પા તરફ જવા નીકળી ગયો. કમ્પે પહોંચીને જોયું ઘરમાં લોક છે. ભાગીયો ગોવિંદ પણ ક્યાયં દેખાયો નહીં એ વધુ ચિંતામાં પડ્યો. એણે ફરીથી આસ્થાનો નંબર લગાયો. ફોન સ્વીચ ઓફ જ હતો. એ ચિંતાગ્રસ્ત મને ઘરે જવા નીકળ્યો.
આજે વિશ્વાસને ચેન જ નથી પડી રહ્યું ઘરે આવ્યા પણ કંઇ મૂડ જ નહોતો એણે માઁ ને બૂમ પાડી કીઘું “મને પેટમાં ઠીક નથી માઁ હું જમીશ નહીં “કહી સૂવા માટે જવા લાગ્યો. સૂર્યપ્રભાબહેને કહ્યું” દીકરા કેમ શું થયું કેમ જમવું નથી ? આખો દિવસ દોડા દોડ કરે છે. સાંજે શાંતિથી જમી લેને.” વિશ્વાસ કહે” માઁ ચિંતાના કરો મને ભૂખ લાગશે તો હું જાતે લઈ જમી લઈશ તમે સૂવા જાવ આરામ કરો. સારુ પણ ભૂખ લાગે મને જ ઉઠાડજે હું તને જમાડીશ.” આમ કહી તેઓ પોતાનાં રૂમ તરફ ગયા. વિશ્વાસ ફળીયામાં ખાટલામાં લંબાવીને પડ્યો. એને વિચાર આવવા લાગ્યો કેમ શું થયું હશે ? આસ્થા હવે રીઝલ્ટ આવશે મારે ક્યાંક ને ક્યાંક બહાર ભણવા જવું જ પડશે તારો વિરહ વેઠવો પડશે આજે મારે તને મળવું હતું બધી વાત કરવી હતી નક્કી કોઈ નિર્ણય લેવો હતો. એ આભ તરફ મીટ માંડીને જોઈ રહ્યો વાતા પવનને કહી રહ્યો મારી આશુ ક્યાં છે કહો મને કેમ શું થયું છે ? કંઈ બહાર ગયા હશે ? કાકુથ આમ સાંજ સુધી ક્યાંય નથી જતા. કંઈ તબીયતનું હશે.હજાર વિચાર આવવા લાગ્યા. એ સ્વગત બબડતો રહ્યો. જાણે કેટલાય સમયનો વિહર હોય એમ તડપી રહ્યો અને કહેતો રહ્યો....
“વિના આસ્થા જીંદગી થઈ શૂન્ય બની નિર્જીવ...
વિના પ્રેમ તારા ધડકન ધબકાર વિના બની નિર્જીવ...
ભરી સિસ્કીઓ ખૂબ સૂકાયા આંસુ આંખો બની નિર્જીવ...
કરી કરી યાદ તને વિચાર શૂન્ય થયું મન નિર્જીવ...
ક્યાં જઈ શોધું મળું રસ્તા થયા બધા જ નિર્જીવ...
ક્યાં જઈ ટેકવુ માથા વિનવું કોને દેવ થયા નિર્જીવ..
બન્યો પાગલ “વિશ્વાસ” તારો પ્રેમમાં કેમની થઈ નિર્જીવ.”
આમ ભાવાવેશમાં એ મુક્ત અને મુક્તક બોલતો ગયો આસ્થાને યાદ કરતા કરતા ઘેરી નિંદ્રામાં સરી ગયો. સૂર્યપ્રભાબહેન અંદરથી જોયું વિશ્વાસ સૂઇ ગયો એ પણ આવીને સૂઈ ગયા.
સવારે આંખ ખૂલતા તરત જ વિશ્વાસે સૌ પ્રથમ આસ્થાને ફોન કર્યો. રીંગ વાગી હાશ થઈ આસ્થાએ ફોન ઉપાડ્યો. વિશ્વાસ કહે “આશુ ક્યાં છું ગઈ કાલનો તારી રાહ જોઊં ફોન કરું રૂબરું આવ્યો પણ કોઇ નહોતા ફોન કેમ ના ઉપાડે ?“આસ્થાએ એકી શ્વાસે બોલી પહેલા વિશ્વાસ ને તો સાંભળ્યો અને રડી જ પડી. “વિશુ ગઇ કાલે બપોરે દાદીની તબીયત ખૂબ જ બગડી એમને શ્વાસ ભરાતો હતો. ગભરામણ થતી હતી કાકુથ બાજુનાં ગામમાં ગયા હતા. હું સવારથી એમનેઠીકનહોતુ એટલે ક્યાંય નીકળી જ નહોતી સીધી તમને મળવા જ આવવાની હતી પરંતુ કાકુથને ફોન કરી બોલાવ્યા અને દાદી જાણે..” અને ફરીથી રડી પડી..”.દોડધામમાં મારો ફોન હાથમાંથી પડી ગયો અને બંધ થઈ ગયો મને સમજ જ ના પડી શું કરું ? કાકુથ હિંમતનગર હોસ્પિટલ લઈ ગયા. ત્યાં તાત્કાલિક સારવાર અપાવી. કાકુથ મને કહે ચિંતા ના કરીશ તારી દાદીને ઘરે પાછા લઈને જ આવીશું ફરીથી આ ઘરમાં હરતી ફરતી હશે. તું રડીશ નહીં. દાદીને આઇ.સી.યુમાં રાખી છે. ને દાદી પાસેથી બિલકુલ ખસી જ નથી. કાકુથદાદીની પાસે જ બેસી રહ્યા છીએ કંમ્પેથી બધા આવી ગયા છે. ગોવિંદકાકુ પણ અત્યારે જ કંપે પાછા ગયા. વિશુ તમે આવી જાવ અહીં.” વિશ્વાસ કહે “આશું હમણાં જ નીકળીને હું આવું છું. કાકુથને કહે જે કોઈ ચિંતા ના કરે. તારે મને કોઈપણ રીતે મને ફોન કરવો જોઈએ ને આસ્થા કહે “સોરી વિશુ એ સમયે કંઇ સમજ જ ના પડી અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા.” વિશ્વાસ કહે ચલ ફોન મૂક હું તરત જ પરવારીને ત્યાં પહોંચું છું.”.
વિશ્વાસ ઝડપથી પરવારી તૈયાર થઈને હિંમતનગર હોસ્પીટલ જવા નીકળી ગયો. હોસ્પીટલ પહોંચીને તરત જ એ આઇ.સી.યું તરફ લપક્યો અને જોયું તો સૂમસામ લોબીમાં બહાર બેંચ ઉપર કાકુથ એની જ રાહ જોઈને બેઠા છે.
પ્રકરણ 18 સમાપ્ત…..
વિશ્વાશ હવે શું કરશે 19 રસપ્રદ અંકો આગળ વાંચો….. ….