પ્રેમ અંગાર - પ્રકરણ : 19 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અંગાર - પ્રકરણ : 19

વિશ્વાસ કાકુથ પાસે જઈને વંદન કર્યા અને વસુમાંની તબીયત અંગે પૂછ પરછ કરી. કાકુથ એકદમ સ્વસ્થ હતા એમણે કહ્યું “ગઇકાલે બપોરે લઈ આવ્યા એને સવારથી ઠીક નહોંતુ એણે એટલે આશુને કોલેજ જવા પણ ના પાડેલી પણ બપોરે દુઃખાવો વકર્યો એનાંથી સહન ના થયું એટલે જસભાઈની ગાડીમાં લઈ આવ્યા ડોક્ટરે કહ્યું એમને સીવીયર હાર્ટએટેક છે. પણ દિકરા વસુને કંઇ નહીં થાય અને ઘરે લઇને આવીશું પાછા જ થોડા નરમ થયા ભીના અવાજે બોલ્યા અમારું એના સિવાય કોઈ છે નહીં એ ઉપરવાળાને ખબર છે ભલે છોકરાઓને વહેલા લઈ લીધા આને તો જીવાડશે અમારા માટે “અને આંખમાં આસું આવી ગયા. પાછા સ્વસ્થ થયા કહે “અંદર બધાને જવા નથી દેતા પણ આશુ એકલી છે બે જણાનો વાંધો નથી મળી આવ. આશુ જાણશે પણ ખરી તમે આવ્યા છો. અહીં કમ્પાવાળા બધા જ હાજરને હાજર છે જસભાઈ, નવિનકાકા, રામભાઈ, ગોવિદંને માંડ સમજાવીને ઘરે મોકલ્યા આમ કમ્પાવાળા બધા નીચે બેઠા છે કોઈ ખસતા નથી કહે વસુમાં ને હોશ આવે બોલે પછી જઈએ ગઈકાલનાં અહીં જ બેસી રહ્યા છે કોઈ જમવા ઘરે ગયું નથી. અહીં ચા પીને ચલાવ્યું છે. જા દીકરા અંદર જઈ આવ જો વસુને ભાન આવ્યું છે આંખો ખોલી છે ?”

વિશ્વાસ અંદર ગયો અને આસ્થાએ જોયો અને દોડીને વળગી પડી. છાતીવર માથુ મુકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. વિશ્વાસે આસ્થાને મન મૂકીને રડવા દીધી. એનાં માથે હાથ ફેરવ્યો આસ્થાને આશ્વાસન આપ્યું પછી થોડી સ્વસ્થ થઇ એટલે આંખોમાં આંસુ લૂછવા વિશ્વાસે કહ્યું. “આશું ચિંતા ના કર વસુમાંને કાંઇ જ ના થાય એટલામાં બિછાનામાં પડેલા વસુમાંના શરીરે સળવળાટ કર્યો આસ્થા અને વિશ્વાસ એ તરફ વળ્યા. વસુમાઁએ ધીમે રહીને આંખો ખોલી. આસ્થાએ વસુમાંનાં માથે હાથ ફેરવ્ય. એમની આંખોમાં જોવા લાગી આસ્થાની આંખોમાંથી આંસુઓની ધાર વહી રહી છે. વસુમાંએ આછુ સ્મિત આપ્યું અને પછી આંખો મીચીં દીધી. આસ્થા વિશ્વાસને ત્યાં મૂકી બહાર દોડી ગઈ કાકુથને વળગી ગઈ કાકુથને કહ્યું માઁ એ આંખો ખોલી એ ખૂબ જ ખુશ હતી કાકુથનો આંખોમાં જળજળીયા આવી ગયા આસ્થાને ગળે વળગાવી દીધી કાકુથે કહ્યું દિકરા હવે કોઈ ચિંતા નથી મારા વ્હાલાએ અરજ સાંભળી લીધી હવે વસુને ઘરે લઇને જઈશું. તું ચલ અંદર બન્ને અંદર રૂમમાં આવ્યા. કાકુથ વસુમાને જોઈ રહ્યા એમની આંખોમાંથી પણ અશ્રુધાર વહી રહી હતી. એમને વસુમાંના કપાળ હાથ મૂક્યો. વસુમાએ ફરીથી આંખ ખોલીને કાકુથ સામે જોયું અને આંખોમાં વાત કરી લીધી. કાકુથને જાણે આસ્વસ્ત કર્યા. કાકુથનાં મોં પર ખુશી ફરી વળી એમણે આસ્થાને માથે હાથ ફેરવી કહ્યું હવે વસુમાંને હોંશ આવેછે એટલામાં જ નર્સ દોડી આવી અને વિશ્વાસ નર્સને વાત કરી નર્સ દોડીને પછી ડોક્ટરને બોલવવા ગઈ. ડોક્ટર આવીને ચેક કર્યા કહ્યું આવો ખૂબ સરસ હવે આપણે જોખમ ટળી ગયું છે. નિશ્ચિંત રહો. હવે બે દિવસ ઓબ્જર્વેશનમાંરાખીશું પછી ઘરે લઇ જવા માટે વિચારીશું કાકુથનાં જીવમાં જીવ આવ્યો અને વિશ્વાસને કહે “દિકરા તું આવ્યો ને જાણે વસુમાં પાછા આવી ગયા.” આસ્થા વિશ્વાસ સામે જોઈ રહી.

વિશ્વાસનું રીઝલ્ટ આવી ગયું એ ફરીથી ટોપર બન્યો છે આખી કોલેજમાં પ્રથમ આવ્યો છે. કોલેજનું અને પ્રાંતનું ગૌરવ બની ગયો. પ્રિન્સીપાલ ખૂબ ખુશ હતા. વિશ્વાસને કહ્યું હીરાનું તેજ છુપુ નથી રહેતુ અને હીરો પારખવામાં ભૂલ નથી કરી. ડૉ. વસાવા પણ કોલેજ પર આવી ગયેલા એમણે વિશ્વાસને ખૂબ અભિનંદન આપ્યા. પ્રિન્સીપાલે ડૉ. વસાવાને કહ્યું તમે હીરાને બરાબર તરાશ્યો છે તમારા માર્ગદર્શન અને પ્રેક્ટીકલ અનુભવે એને ખૂબ તૈયાર કર્યો છે. વિશ્વાસ એમને પગે લાગીને આશીર્વાદ લીધા. ડૉ. વસાસા કહે પછી તું શાંતિથી મને મળજે ભવિષ્યનું નક્કી કરવું આગળ શું કરવું ? વિશ્વાસે કહ્યું “હાં હું માઁ ને મળી આશીર્વાદ લઈને આપને રૂબરૂ મળવા આવી જઈશ.”

વિશ્વાસ તરત જ આસ્થાને ફોન કર્યો અને રીઝલ્ટની જાણ કરી આસ્થા તો સાંભળીને ઉછળી પડી. વિશ્વાસે જેવો ફોન પર જ વળગી પડી. કહે “કોન્ગ્રેચ્યુલેશન મારા વિશ્વાસ મારા મહાદેવ હું ખૂબ જ આનંદમાં છું દુનિયાની સૌથી સુખી જીવ છું મારો આનંદ સમાઈ નથી રહ્યો. તમે જલ્દી આવો મારી પાસે કાકુથને મળવા આવી જાઓ.” વિશ્વાસે કહ્યું “હા માઁ ને મળી આશીર્વાદ લઈ તરત જ આવું છું.”

વિશ્વાસ ઘરે ગયો. માઁ નાં પગમાં પડીને આશિષ લીધા. માઁ ને પોતાનું રીઝલ્ટ જણાવ્યું સૂર્યપ્રભાબહેનની આંખોમાં હર્ષાશ્રુનાં તોરણ રચાયા ખૂબ ખુશ આનંદમાં હતા. વિશ્વાસ દેવસેવામાં માઁ સાથે ગયો દર્શન કર્યા માઁ એ ખૂબ આશીર્વાદ આપ્યા કહ્યું “બસ જીવનમાં આમ જ ખૂબ પ્રગતિ કર અને ખૂબ સુખ આનંદમાં રહે એ જ આશિષ. વિશ્વાસ માઁ નું કપાળ ચૂમીને બહાર આવ્યો આવીને આભ તરફ મીટ માંડીને જોઈ રહ્યો પોતાનાં બન્ને હાથ ઉપર કરીને આભાર માન્યો અને વંદી રહ્યો.”

“દાદુ વિશ્વાસ આવ્યા છે આસ્થાએ કહ્યું અને કાકુથ આરામખુરશીમાં બેઠાં બેઠાં નીંદરમાં સરી ગયેલા... અને આંખો ખોલી વિશ્વાસ આવીને એમનાં પગમાં જ બેસી ગયો અને પ્રણામ કર્યા. કાકુથનાં મોં પર એકદમ આનંદ છવાઈ ગયો એમણ વિશ્વાસને ઉભો કરીને વ્હાલથી ભેટી પડ્યા અને કહ્યું” મને આસ્થાએ તારા રીઝલ્ટનાં સમાચાર આપ્યા મને તારા નામ જેવો પાકો જ વિશ્વાસ હતો જ તું કઇક અલગ જ માટીનો છે તારા ઉપર ઉપરવાળાનો હાથ ચોક્કસ છે. તારી મહેનત ચોક્કસ છે. તારા ઇરાદા ઊંચા છે અને ઈશ્વરનાં આશીર્વાદ છે. ખૂબ આગળ વધ. નિરંકુશ તારી પ્રગતિ થશે જ ખૂબ સુખ આનંદમાં જીવો. વિશ્વાસે કહ્યું. “કાકુથ આપનો હાથ મારા મસ્તક પર એ જ ઇશ્વરનો હાથ બસ તમારા આશીર્વાદ હું તરસું છું તમારી પાસેથી જ સાચું જ્ઞાન અને આશિષ મળ્યા છે. કાકુથ બોલ્યા” હવે દિકરા આગળ શું વિચાર્યું છે ? અત્યાર સુધી આસ્થા જાણે ગુરુ શિષ્ય સંવાદ સાંભળ્યા કર્યો અને હવે વિશ્વાસનાં ઉત્તર સાંભળવા તત્પર થઈ !

વિશ્વાસે કહ્યું તમારા આશીર્વાદ જોઈએ. મનમાં ઘણાં વિચાર છે નક્કી નથી કરી શકતો હજી. મારા જે બોસ છે ડૉ. વસાવા એમની સાથે ચર્ચા કરીશ માર્ગદર્શન લઈશ પછી નક્કી કરીશ પરંતુ આગળ ભણવા અને તૈયાર થવા કદાચ ગુજરાત છોડવું પડશે. એ જ વિચારે થોડો પાછો પડુ છું. માઁ અહી એકલા મૂકવા પડશે અને બધું બધાને છોડીને જવુ એ થોડું દુષ્કર છે. મારા નિર્ણયને નબળો કરે છે.

કાકુથ કહે “દિકરા પ્રગતિનો પથ છે ઘણો તેજવાન પણ સાથે સાથે અઘરો પણ છે બધાને છોડીને આગળ વધવું પડે છે જેને છોડો છો એ તમારાં જ છે અને છોડીને જવાનો અર્થ ભૂલવું થોડું છે ? થોડાક સમયનો વિરહ તારી પ્રગતિ ના રોકી શકે. મનોબળ મજબૂત કરી જે નિર્ણય કરવો પડે કરવાનો જ. જેને છોડીને જશો એ તારી પ્રગતિ માટે જ આશાવંત અને પ્રાર્થના કરશે. વિશ્વાસે એક નજર આસ્થા તરફ કરી અને પછી કાકુથને સાંભળવા લાગ્યો. કાકુથની નજરે બહું માણી લીધું. પછી આગળ કહ્યું વિશ્વાસ તારું જીવન જે રીતે આગળ વધી રહ્યું છે એ પ્રગતિને કોઈ અવરોધ નહીં નડે અને સૌ તને ખૂબ આગળ વધતો જ જોવા માંગીએ છીએ. આસ્થા પણ વિના સંકોચે તારી આ પ્રગતિનાં દોરને સાથ આપશે જ. તમે છોકરાઓ વાતો કરો હું વસુમા પાસે જઈને બેસું હવે જો કે એમને ઘણું સારું છે.” વિશ્વાસ કહે હું પણ માઁ ના આશીર્વાદ લઈ લઉં કહી બધા અંદરના ઓરડામાં વસુમાં પાસે ગયા કાકુથે વસુમાંને વિશ્વાસના રીઝલ્ટની વાત કરી અને વસુમાંના ચહેરા પર આનંદ છવાઈ ગયો. અશક્ત શરીરમાં જાણે લોહી દોડી આવ્યું અને વિશ્વાસનાં મસ્તકને ચૂમી આશીર્વાદ આપ્યા. કહ્યું “દિકરા તું ખૂબ આગળ વધીશ બહુ મોટું કામ કરીશ મારા આશીર્વાદ સદાય તમારી સાથે છે અને આસ્થાને પણ સાથે વ્હાલ કહ્યું. કાકુથે કહ્યું “આસ્થા, દીકરા વિશ્વાસનું મોં મીઠું કરાવ અને મંદિર દર્શન કરી આવો.”

વિશ્વાસ અને આસ્થા વાડીનાં મંદિર દર્શન કરવા ગયા. બન્નેએ સાથે એકબીજાની હથેળી મિલાવીને નમસ્કાર મુદ્રા બનાવીને એક સાથે દર્શન કર્યા અને પ્રભુનો આભાર માન્યો. આસ્થાએ ઇશ્વરની સાક્ષીમાં જ વિશ્વાસને ચુંબન કરીને પરિણામની વધાઈ આપી વિશ્વાસે આસ્થાને એની બાહોમાં લઈને આસ્થાની આંખો ચૂમી લીધી અને આસ્થાને મીઠું ચુંબન કરી સામે વધાવી.

આસ્થા કહે “વિશુ તમે આગળ શું વિચારો છો ? દાદુ કહે તમને બહાર જવા હું નહી કહું હું તમારા વિના રહી જ ના શકું મારા શ્વાસ જ નહીં રહે. વિશુ તમે ક્યાંય ના જાવ. મારું શું થશે ? હું અહીં એકલી શું કરીશ ? તમારી પ્રગતિ માટે જરૂરી છે સમજું છું પરંતુ હું શું કરીશ એ વિચાર આવતા એ કલ્પના મને બાળી મૂકે છે. એ વિરહ મારાથી નહીં સહેવાય. કહેતી આંખમાં નમી સાથે આસ્થા વિશ્વાસને વળગી ગઈ. વિશ્વાસે આસ્થાની આખોમાં જોયું આંખોમાં આંખો પરોવી અને આસ્થાને કહ્યું. “વિરહ આપણાં બન્નેનો હશે. તારામાં હું સમર્પિત થઈ ગયો પછી મારું અસ્તિત્વ જ તારામાં સિમીત થઈ ગયું છે જીવનમાં આગળ જવા મારે અહીંથી બહાર જવું પડશે. પરંતુ તારાથી ક્યારેય દૂર નહીં થઉ. સ્થળ, ધરતીમાં અંતર હોય છે માપ દૂરી હોય છે મારા “અંતરમન”માં ક્યારેય “દૂરી” નહીં હોય. આસ્થા તું મારી પ્રિયતમા મારી સખી બધું તું જ છે સરસ તૈયાર થઈને હું પાછો આવીશ કાકુથ પાસે તારો હાથ ગૌરવથી માંગીશ તારી માંગ ભરીને તને પ્રેમ અને સન્માનથી મારા ઘરે... આપણાં ઘરે લઈ આવીશ. થોડો વિરહ આપણે બન્નેએ સહેવો પડશે. પરંતુ હું એવું માનું છું કે શરીરનાં પ્રેમ કરતાં આત્માનો પ્રેમ ઊંચો અને મહાન છે. શરીર જેમ જેમ સમય જાય વૃધ્ધ થઈ અને છેવટે નાશ પામે છે પરંતુ આત્માંના પ્રેમનું વિરહમાં બળ વધે છે. પાત્રતા વધે છે એક પવિત્ર ઓરા નિર્માણ પામે છે જે હંમેશા... મૃત્યુ પથી પણ સાથ સાથ રહીને વધુને વધુ પ્રકાશિત થાય છે. મને કાકુથે પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તારાં પ્રેમમાં મેં કાયમ ઇશ્વરનાં દર્શન કર્યા છે. તું એટલી પવિત્ર છે કે તારી જુદાઈમાં કદાચ મારું તેજ ઓછું ના થઈ જાય. આસ્થાએ વિશ્વાસનાં મોં ઉપર હાથ મૂકી કહ્યું મારા વિશ્વાસનું તેજ અજર અમર છે. તમારો પ્રેમ પામીને હું જ તેજ પામી ગઈ. આપણા પ્રેમનો ઓરા જ તમારા પ્રેમથી તેજોમય અને જળહળતો છે. ક્યારેય આપણાં ઓરાનું તેજ ઓછું ના થાય તમે કહ્યું એમ અંતરનો આનંદ વધશે, અંતરનાદ પ્રેમઆલાપ કરશે. ભલે શરીર દૂરી ભોગવશે એવો આત્માં થી આત્માનો સંબંધ વધુ દઢ થશે. દાદુ સમજાવે છે એમ આપણા બે જીવોનું સૂક્ષ્મ તત્વ સાવ એકબીજામાં જ ભળી ગયું છે આપણા શરીરનાં કણ કણમાં અને જીવનાં સૂક્ષ્મથી સૂક્ષ્મ પારામાં વણાઇ ગયું છે. તમે ખૂબ સરસ કરજો ખૂબ આગળ વધજો આ તમારી જોગણ તમારી રાહ જોશે જ્યારે તમે આવશો ત્યારે મારાં આત્માનું પ્રણ છૂટશે મારો જીવ મારા તમારા માટેનાં પ્રેમચક્ષુથી આંખો પ્રસારીને તમારા અવાગમનની પ્રતિક્ષા કરશે.

મારી આસ્થા ખૂબ વ્હાલી આસ્થા કહીને વિશ્વાસે આસ્થાને બાહોમાં લીધી અને કસીને પોતાની છાતી પર ભીંસ આપીને દબાવી જાણે બે શરીર પણ બે આત્માની જેમ એક થવાના હોય... આસ્થા પણ વિશ્વાસને વળગી પડી જાણે ફરી ક્યારે આવો મિલન સમય આવશે વિશ્વાસની આંખોમાંથી અશ્રુ વહી રહ્યાં આસ્થાનાં ખભા પર અશ્રુબિંદુ ટપકી રહ્યા અને આસ્થાને ભીજવતા રહ્યા. આસ્થા વિશ્વાસની છાતી પર અશ્રુ વહાવીને રડતી રહી. બન્ને જણાં એકબીજામાં પરોવાઈને ખાસા સમય સુધી આમ રડતા રહ્યા પ્રેમાશ્રુ વહાવી રહ્યા.

વિશ્વાસે આસ્થાને આસ્તેથી અળગી કરીને એની સામે જોયું એના અશ્રુ લૂછ્યા અને એનાં ગાલ, આંખ, કપાળ અને હોઠ પર ચૂમીઓ લીધી ખૂબ પ્રેમ કર્યો પછી કહ્યું આસ્થા હું આજે અહીં મંદિરમાં અબઘડી ઇશ્વરની સાક્ષીમાં તને મારી પ્રિયતમા પત્નિ તરીકેનો સ્વીકાર કરું છું. હું ઈશ્વરની સાક્ષીએ તને વચન આપુ છું સદાય તારો જ રહીશ. પાછો આવીને તરત તારી સાથે વિધીપૂર્વક લગ્ન કરીશ અને આપણાં પ્રેમના ઉચ્ચ સન્માન આપીશ. આસ્થા કહે વિશ્વાસ મારું વચન છે તમે મને તમારી બનાવો-વિધીપૂર્વક સ્વીકારો લગ્નથી પુરસ્કૃત કરો ત્યાં સુધી તમારી પૂરી પવિત્ર પાત્રતાથી તમારી રાહ જોઈશ મારો જીવ શરીર ત્યાગશે પણ પવિત્રતા કદી નહીં. મારો શ્વાસ, મારો જીવ ફક્ત તમારો જ થયો. તમને જ સમર્પિત થઈ. આજથી હું તમને વરીચૂકી હવે જગમાં બધા જ મારા પિતા, ભાઈ અને પુત્ર સમાન છે. મારો પ્રમ એજ મારી પાત્રતા. વિશ્વાસે આસ્થાનાં હાથમાં હાથ મિલાવી માઁના ચરણોમાં રહેલ કંકુ લઈને આસ્થાની માંગમાં ભરી દીધું અને કહ્યું “આજથી ઇશ્વરસાક્ષીએ તું જ મારી પત્નિ તું જ પ્રિયતમા.” ગાંધર્વલગ્ન કરીને આજે આપણે એક થયા. સંસારનાં અને શરીરનાં કોઈપણ સુખ હવે તારી સાથે લગ્ન કરીશ પછી જ ભોગવીશ ત્યાં સુધી આપણે આપણી પાત્રતા નિભાવીશું.

આશુ હું અહીંથી ઘરે જઈશ પછી મારા સાહેબ સાથે ચર્ચા કરીશ. મામા સાથે વાત કરીશ પછી જે કાંઇ નક્કી થાય એમ તને પહેલાં જણાવીશ. જે નિર્ણય હશે સાથે મળીને નક્કી કરીશુ ફરી તને મળવા આવીશ હવે આપણે એક જ છીએ ને ? માત્ર લગ્નની જ ઔપચારીકતા બાકી જે પછીથી ઉજવીશું આમ કહી વિશ્વાસ આસ્થાને વ્હાલ કરીને ભીની આંખે આસ્થાથી જુદો થઈ રડતી આસ્થાને મૂકીને ઘર તરફ આવવા નીકળ્યો. આસ્થા સમજી જ ના શકી વિશ્વાસ ક્યારે આવ્યો ક્યારે ગયો ? એક વંટોળ આવ્યો અને વિરહનો વરસાદ વરસાવી ચાલ્યો ગયો.

પ્રકરણ : 19 સમાપ્ત

પ્રકરણ : 20 માં વાંચો વિશ્વાશ હવે શું નિર્ણય લઇ આગળ વધે છે.