Gruhini no afsos books and stories free download online pdf in Gujarati

ગૃહિણી નો અફસોસ

#ગૃહિણી_ના_અફસોસ

આજે એલાર્મ વાગ્યા પછી પાંચ મિનિટ સુવા ગઈ ત્યાં મોડું ઉઠાયું. બાળકને રોજ ગરમ નાસ્તો જ મોકલતી પણ અફસોસ આજે કોરો નાસ્તો લઈ જવો પડ્યો. :(

સાસુ સસરા માટે ચા બનાવવા તપેલી માં દૂધ ગરમ કરવા મૂક્યું પણ અફસોસ દૂધ બગડી ગયું. સસરા ને ઉઠી ને તરત ચા જોઈએ તે થોડી મોડી મળી. :(

પતિ માટે નાસ્તો બનાવ્યો પણ અફસોસ પૂછવાનું જ ભૂલી ગઈ કે નાસ્તો શું કરશો તેમાં ઓછો ભાવતો નાસ્તો કર્યો. :(

પતિ ને ઓફિસ જવા તૈયાર થવા ગયા જે શર્ટ પહેરવા કાઢ્યો તેમાં ખબર નહીં ક્યાં થી કાટ લાગી ગયા હશે. અફસોસ એમનો ગમતો શર્ટ બગડી ગયો. :(

બપોરના બા ને દવા આપવાની હતી જમી ને પણ એક ફોન આવ્યો તેમાં સાવ ભૂલી ગઈ અફસોસ બા એ આજ દવા જ ન ખાધી :(

બપોરે જમવાનું બનાવવામાં આમ તો બધાના ભાવતા ન ભાવતા નું ધ્યાન રાખી ભોજન બનાવતી હું આજે બે શાક પણ દાળ એક જ બનાવી શકી અફસોસ દેવરજી ને આ દાળ નથી ભાવતી એટલે આજે દાળ ખાધા વગર રહ્યા :(

બાળક તો સ્કુલ બસ માં આવે પણ તે આવે ત્યારે દરવાજો હું જ ખોલું અને આજે પ્લેટફોર્મ સાફ કરતી હતી ત્યાં અફસોસ દરવાજો ખોલવામાં વાર લાગી ને દાદા એ દરવાજો ખોલ્યો. :(

ઓહ સવારે યાદ હતું કે આજે લાઈટ બિલ ની છેલ્લી તારીખ છે પણ મોડું ઉઠયું તેમાં બધું કામ ડામાં ડોળ થઈ ગયું અફસોસ હવે પેન્લટી સાથે ભરવું પડશે. :(

આજે સાસુમા બેઠાં હતાં મારે ખૂબ બધા કામ બાકી હતાં ત્યાં રાતના જમવાની વાત કાઢતાં અફસોસ મારા થી સામો જવાબ અપાય ગયો. :(

આજે મારી મિત્ર બહાર ગામ થી આવી છે મારે મળવા જવું હતું તો હું નીકળી ગઈ અફસોસ આજે ડિનર માટે પાર્સલ લઈ જવું પડશે. :(

આખો દિવસ નીકળી ગયો કોઈ ની ખબર પૂછવાની હતી કે કોઈ ને જન્મદિવસ કે લગ્ન દિવસ ની શુભેચ્છા માટે ફોન કરવાનો હતો તે અફસોસ ભુલાઈ ગયો. :(

આજે મારે નોકરી એ જવાનું મોડું થયું અને હવે આવવાનું પણ મોડું થશે અફસોસ બાળકો સાથે ઓછો સમય મળશે. :(

આવું લીસ્ટ બનાવશું તો આખી મોટી ચોપડી બનશે....
અફસોસ શબ્દ દરેક ગૃહિણી ના જીવનમાં એવો વણાયો છે કે જેમાં અફસોસ કરવાનો જ ન હોય તેમાં પણ અફસોસ આપણે કરતાં હોઈએ છીએ. સવારે જો મોડું ઉઠાય તો વાંધો નહિ ક્યારેક બાળક ને કોરો નાસ્તો આપી જ શકાય. ક્યારેક રસોઈમાં ૧૯ ૨૦ થાય તેમાં શું તમે ગૃહિણી છો કોઈ હોટેલ ના શેફ નહીં કે તરેલ વ્યંજન સ્વાદિષ્ટ જ બને. ભૂલવાનો હક તમને પણ છે તમે કોઈ ભગવાન નથી કે ભૂલા ન પડાય. પોતાના માટે સમય કાઢવો જ જોઈએ પોતાને ગમતાં ભોજન પણ કરવા જ જોઈએ એમાં અફસોસ શા માટે કરવાનો. દરેક દિવસ એક સરખાં ન હોય તબિયત સારી ન હોય તો ઘર ના કામમાં આડું અવળું થઈ જાય તમે કોઈ ગુનો નથી કર્યો. હા તમે આખા ઘરનો ભાર લઈ ફરો છો અને દરેક જવાબદારી ખૂબ ધીરજ , ત્યાગ અને સહનશીલ બની સમજણપૂર્વક નિભાવો છો . પણ ક્યારેક સમજશક્તિ ની હડતાળ થાય તો શું થયું? અફસોસ શા માટે કરવાનો તમે જે કરો છો તે કોઈ વ્યક્તિ ની તાકાત નથી કે તે કરી શકે. તમે બેસ્ટ છો. ઘરના સાથે પોતાની જાત પ્રત્યેની જવાબદારી પણ તમારે એટલાં જ ઉત્સાહ અને લગન થી નિભાવવી જોઈએ. પહેલાં જાતને ગમે તે કરો પછી બીજાના ગમા અણગમા ધ્યાનમાં રાખો. (#MMO)
પોતાની જાત ને અણગમતી કરી બીજાને ગમતાં રહેવું ત્યાગ નથી.. સહનશકિત નો ઉપયોગ કરો. ખોટું સહન કરી તેનો દુરુપયોગ ન કરો. સ્ત્રી તો દેવી છે તે ભૂલી જાવ તમે સામાન્ય વ્યક્તિ જ છો તે યાદ રાખો પછી ક્યારેય અફસોસ નહીં થાય.

#તમારા_અફસોસ_ની_વાત_અહીં_શેર_કરી_હળવા_થશો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED