Prem ke Pratishodh - 27 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 27

પ્રેમ કે પ્રતિશોધ-27


(આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રમેશ બીજા બે કોન્સ્ટેબલ સાથે રાજેશભાઈના ઘરે પહોંચે છે. ત્યાં તેમને જાણવાં મળે છે કે પ્રેમનું તો 6 મહિના પહેલા અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ રાજેશભાઈ સાથે આ વિષયે વાતચીત કરી રહ્યા હતા....)

હવે આગળ....


રાજેશભાઈએ પોતાની અધૂરી વાત આગળ વધારતા કહ્યું, “ મે વિચાર્યું કે પ્રેમના મિત્રો જોડે આ બાબતે વાત કરું, પણ મારી પાસે પ્રેમના એક પણ મિત્રના કોંટેક્ટ નંબર નહોતા એટલે મે પ્રેમને કહ્યા વગર એના મોબાઇલમાંથી નંબર લઈ વાત કરવાનું વિચારી એને જાણ ન થાય એ રીતે એનો મોબાઈલ લઈ કોંટેક્ટ લિસ્ટ ચેક કરી એના કોલેજના અમુક મિત્રોના નામ મે ઘણી વખત તેની પાસેથી સાંભળેલા હતા પણ આશ્ચર્યની વાત તો એ હતી કે તેમાં એની કોલેજમાથી એક પણ ફ્રેન્ડનો નંબર નહોતો.... મતલબ કે એને એના મિત્રો પ્રત્યે એટલો બધો રોષ હતો કે નંબર પણ ડિલીટ કરી નાખ્યા, પછી મે પ્રેમ સાથે પણ વાત કરી.”
“તો પ્રેમે તમને કઈ જણાવ્યુ?” રમેશે પૂછ્યું.
રાજેશભાઈએ પ્રત્યુતર આપતાં કહ્યું, “ હા એક દિવસ સાંજે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે પ્રેમ ગાર્ડનમાં બેઠો હતો. એટલે હું પણ તેની બાજુમાં જઈને બેસી ગયો.”
*******
પ્રેમે પૂછ્યું,“ પપ્પા તમે કેમ આજે વહેલા આવી ગયા?”
“કેમ હું વહેલા ઘરે ન આવી શકું.....”
“ઓબિયસ્લી, આવી જ શકો ને તમારું જ ઘર છે.”
“પ્રેમ, મે તારા કોલેજના પ્રાધ્યાપક જોડે વાત કરી, ત્યારે મને જાણવા મળ્યું કે....”
પ્રેમે તેમને વચ્ચે અટકાવતાં કહ્યું, “ પપ્પા પ્લીઝ, મારે એ બાબતે વાત નથી કરવી.”
“ જો પ્રેમ, આમ મનમાં ને મનમાં ઘૂંટાયા કરીશ તો તું ક્યારેય પણ એમાંથી બહાર નહી આવી શકે.”
“ના ના પપ્પા એવું કઈ નથી, તમે ખોટું ટેન્શન ન લો..”
“પ્રેમ, તું કોલેજેથી આવ્યો ત્યારનો ડિસ્ટર્બ છો, અને મે તને કહ્યુંને કે મને કોલેજમાં શું થયું તેની બધી માહિતી મળી ગઈ છે. એક કામ કરીએ આપણે બંને કોલેજે જઈએ. હું બધુ બરાબર કરી દઈશ.”
“હું હવે કોલેજે તો નહી જ જઈશ, અને એ લોકોને પણ ક્યારેય....”
“પણ પ્રેમ તું ગુસ્સામાં બોલે છે. તે બધા તારા ફ્રેંડ્સ જ છે. અને ફ્રેંડ્સમાં તો આવી મજાક-મસ્તી થતી જ હોઈ! એમના નાનકડા મજાક ને તું આમ સિરિયસ ન લે!”
પ્રેમની આંખોમાં ગુસ્સો ઉતરી આવ્યો,“તમે મજાક કહો છો પપ્પા, આખી કોલેજ સામે મને તમાચો માર્યો અને ત્યારે આખી કોલેજના સ્ટુડન્ટ્સ મારી હાંસી ઉડાવી રહ્યા હતા.”
“પણ, હું કહું છુ ને કે એ બધા તારી માફી માંગશે અને એ પણ આખી કોલેજ સામે...”
“એવું કરવાથી ભૂતકાળમાં જે થયું તે તો પરિવર્તિત નહી થાય ને.....” આટલું કહી પ્રેમ ચાલતો થયો.
“અરે પ્રેમ સંભાળ તો ……”રાજેશભાઈ એ પાછળથી બૂમ પાડી પણ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.
*********
“ઓફિસર,આટલા વર્ષોમાં પહેલી વખત એવું બન્યું કે એણે મારી કોઈ વાત નો જવાબ ના આપ્યો હોઈ!” રાજેશભાઈના સ્વરમાં પુત્ર પ્રત્યેની લાગણી છલકતી હતી.
અર્જુને પૂછ્યું, “તો પછી તમે પ્રેમ માટે કઈ વિચાર્યું, મતલબ કઈ રીતે એને સમજાવવો કે?”
“પછી તો મે ઘણી વખત પ્રયાસ કર્યા, પણ પ્રેમ એક નો બે ન થયો તે ન જ થયો. મને એમ હતું કે થોડોક સમય વિતશે એટલે બધુ આપમેળે પહેલા જેવુ થઈ જશે, લગભગ બે અઠવાડીયા વિત્યા તો પણ પ્રેમમાં કોઈ પરીવર્તન જોવા ના મળ્યું. એટલે મે સુરત મારા મિત્રને ફોન કરીને પ્રેમને થોડા દિવસો માટે ત્યાં મોકલવાનું વિચાર્યું, મારા મિત્રને પણ એક દીકરો હતો અને એ પ્રેમનો સારો એવો ફ્રેન્ડ હતો એટલે એની સાથે થોડોક સમય ત્યાં રહેશે તેમજ કઈક વાતાવરણ પરીવર્તન થશે તો પ્રેમની મનોસ્થિતિમાં સુધારો થશે.”
સમશેરે કહ્યું, “તો તમે પ્રેમને તમારા મિત્રને ત્યાં સુરત મોકલ્યો....”
“હા, અને એ જ મારી સૌથી મોટી ભૂલ કે મેં તેને ત્યાં મોકલ્યો...”
અર્જુને પૂછ્યું, “ કેમ ત્યાં શું થયું?”
રાજેશભાઈએ નિરાશ થઈને કહ્યું,“ એવી ભૂલ કે મે મારા પ્રેમને કૂવામાંથી કાઢીને ખાઈમાં ધકેલ્યો...”

વધુ આવતાં અંકે..............
*******
મિત્રો, સમય મર્યાદાના કારણે આ પાર્ટ થોડો ટૂંકો લખવો પડ્યો, એ બદલ માફી ચાહું છું.
અને આગલો પાર્ટ વધારે લાંબો તેમજ પ્રેમની મૃત્યુના રહસ્યને ઉજાગર કરનારો હશે.....

આપના સહકારથી જ આ સ્ટોરી આગળ વધી છે. એટલે આગળ પણ આપ સર્વેનો સહકાર મળશે તેવી આશા સાથે...............
આભાર.
વિજય શિહોરા- 6353553470


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED