Prem ke Pratishodh - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 7

પ્રેમ કે પ્રતિશોધ-7


(આગળ તમે જોયું કે વિનય કેફે શોપની બહાર એક મહિલાને જોઈ છે પણ એના વિશે કોઈને જાણ ન કરવાનું નિર્ણય કરે છે. બીજા દિવસે કોલેજે જઈ તેના મિત્રોને અર્જુને બતાવેલ વિડિઓ વિશે વાત કરે છે.રમેશ અને દિનેશ વૃદ્ધ મહિલા વિશે તપાસ કરતાં કરતાં એક પાનવાળા પાસે પહોંચે છે.)

હવે આગળ....  

પાનવાળાની વાત સાંભળીને બંને ને આશ્ચર્ય થાય છે.
દિનેશ પૂછે છે,“રહેતા હતા એટલે?"
પાનવાળાએ જવાબ આપ્યો,“સાહેબ, રહેતા હતા એટલે કાલે સાંજે જ તેમનું અવસાન થયું. તેમના પરિવારમાં કોઈ ના હોવાથી આજુબાજુના લોકોએ જ તેમનું અંતિમ સંસ્કાર કર્યું."
તેની વાત સાંભળી રમેશ અને દિનેશ વિસ્મયતાથી એકબીજા સામે જુવે છે.
રમેશે પૂછ્યું,“આમ અચાનક અવસાન વાત કઈ ગળે ન ઉતરી ભાઈ!"
“એમાં શું સાહેબ માજી વૃદ્ધ હતા. લગભગ એંશી થી નેવુંના વચ્ચે તો પછી ક્યાં સવાલ જ છે."-પાનવાળાએ મહિલાની ઉંમરનો અંદાજ લગાવતા કહ્યું.

રમેશ અર્જુનને ફોન કરી જાણકારી આપે છે. અર્જુન તે મહિલા વિશેની જાણકારી અને તેના ઘરે જઈ તપાસ કરવાનું કહે છે.
તે દરમિયાન દિનેશ પાનવાળા પાસેથી મહિલા વિશેની વધારે જાણકારી મેળવવા પૂછે છે,“તું ઓળખતો હતો તેમને?"
પાનવાળાએ કહ્યું,“હું નઈ સાહેબ આજુબાજુના બધા તેમને ઓળખે છે. પણ સાહેબ તમે આટલું કેમ પૂછો છો અને એ પણ એક વૃદ્ધ મહિલા વિશે?"
અર્જુન સાથે વાત કરી રમેશ પણ પાનવાળાની વાત સાંભળી રહ્યો હોય છે. એટલે તેણે પાનવાળાને ઉદ્દેશીને કહ્યું,“એ તો અમારે કામ છે, અને તારે જાણવાની પણ જરૂર નથી. એટલે તું એમના વિશે જેટલું જાણે છે તેટલું કહે બાકીનું અમે તેના ઘરે જઈને જોઈ લઈશું."
રમેશની વાત સાંભળી પાનવાળો કદાચ થોડોક પોલીસના રૂઆબથી ભયભીત થયો હોય તેમ પોપટની જેમ કથા શરૂ કરી,“સાહેબ, આ મજીનું નામ જીવી બેન હતું. અમે બધા તેમને માજી કહીને જ સંબોધતાં હતાં. પરિવારમાં તો કોઈ નહોતું. અહીં થોડે દુર આવેલા વૃદ્ધાશ્રમમાં જ સમય વ્યતીત કરતાં હતાં. જમવાનું તો ત્યાંજ થઈ જતું બાકી ક્યારેક કોઈ અમીર માણસ દયા ખાઈને જે આપતા તે લઈને તેનો ઉપયોગ કરતા. વધારે તો કોઈ સાથે વાતચીત કરતા નહી અને છેલ્લા દસેક વર્ષથી તો હું એમને અહીંયા જ જોવ છું. મને બસ આનાથી વધારે ખબર નથી."

દીનેશે પાનવાળાને પૂછ્યું“અને આ માજીનું અવસાન કેવી રીતે થયું?"
પાનવાળાએ જવાબ આપ્યો,“સાહેબ, એતો ખબર નહીં, કારણ કે હું મારી દુકાન બંધ કરીને જતો હતો અને હું માજીના ઘરની બાજુમાંથી પસાર થયો ત્યારે દરવાજો ખુલો હતો એટલે મને એમ કે માજી કદાચ દરવાજો બંધ કરવાનું ભૂલીને સુઈ ગયા છે. હું દરવાજો બંધ કરું એ પહેલાં માજી અંદર છે કે કેમ એ જોવા મેં અંદર જોયું તો માજી પલંગ પર સૂતાં હતા. એમનો એક હાથ પલંગ પરથી લટકતો હતો એટલે મેં નજીક જઈને જોયું તો શ્વાસોચ્છવાસની ક્રિયા પણ બંધ હોય એવું લાગ્યું અને ખરેખર થયું પણ એમ જ પછીમેં આજુબાજુ વાળાને એકઠા કર્યાને માજીના શરીરની અંતિમ વિધિ પણ કરી." 
“તેમનું ઘર ક્યાંછે? બાકીની તપાસ ત્યાં જઈને અમે કરી લઈશું."તેની વાત પૂરી થતાં રમેશે કહ્યું.
પાનવાળાએ બાજુમાં ઉભેલા એક વ્યક્તિને માજીનું ઘર બતાવવા કહ્યું. એટલે એ વ્યક્તિ રમેશ અને દિનેશ સાથે જાય છે. થોડુંક આગળ ચાલી એક ગલીમાં જઈ એ વ્યક્તિએ આંગળી ચીંધીને કહ્યું,“આ ગલીનું છેલ્લું ઘર"
“ok આભાર, તમે જઈ શકો છો."
રમેશ અને દિનેશ જીવીબેનના મકાન પાસે પહોંચે છે.

ઘરની સ્થિતિ જોતા જ એવું લાગતું હતું કે આમાં રહેનારા વ્યક્તિ અત્યંત ગરીબ હશે.
દીનેશે રમેશને પૂછ્યું,“સર સાથે શું વાત થઈ?"
જવાબમાં રમેશે અર્જુન સાથે કરેલ વાત વર્ણવી.
“તો સરે ઘરની તલાશી લેવાનું કહ્યું છે.એમને"
“હા."
“ચાલો ત્યારે"
આટલું બોલતા દીનેશે ઘરનું મુખ્ય દરવાજો ખોલ્યો જે ખાલી સ્ટોપરથી બંધ કરેલ હતું.
બંને ચારેતરફ નજર ફેરવે છે. ઘરમાં એક પલંગ, એક જર્જરિત કબાટ, થોડા વાસણો, કપડાં અને ઓઢવા માટેના જુના ગોદડા સિવાય કંઈ નહોતું.
બંને ધીમે ધીમે એક પછી એક વસ્તુ બારીકાઈથી ચેક કરે છે. કેમ કે તેવો જાણે છે કે જો કોઈ ભૂલ કરી તો અર્જુન સર બધાની સામે ઝાટકણી કાઢશે.
વચ્ચે વચ્ચે બંનેનો સંવાદ ચાલુ હતો.
“અરે આ લોકોએ માજીનું અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યું એટલે હવે એમના મૃત્યુનું ચોક્કસ કારણ તો જાણવા જ નઈ મળે."દીનેશે તેનો તર્ક રજૂ કર્યો.
“હા એ બને કદાચ આ માજીનું કુદરતી મૃત્યુ નહીં પણ કોઈષડયંત્ર પણ હોઇ શકે."રમેશે મૃત્યુ ની સંભાવના દર્શાવતા કહ્યું
દીનેશે કહ્યું,“રમેશ, મને આ વિનય પર પણ શક જાય છે. તને શુ લાગે?"
રમેશે જવાબ આપ્યો,“ના યાર, અર્જુન સર એમ જ કોઈને ના છોડે."
“આ માજીને પણ વિનયે જોયા હતા. એટલે કદાચ આમાં એનો કોઈ પ્લેન હોય એવું પણ બને ને!"
“તારા મગજને વધુ જોરના આપ, અત્યારે જે કામ કરવાનું છે તેમાં ઘ્યાન આપ."રમેશે રમુજી ભર્યા અંદાજે કહ્યું.
આમ પણ બંનેની મિત્રતા એવી હતી એટલે આવી વાતો તો કામ કરતી વખતે બંને વચ્ચે ચાલુ જ રહેતી.
બંને કર્તવ્યનિષ્ઠ હતા.
અને અર્જુનના આવ્યા પછી તો બંનેને જાણે યોગ્ય માર્ગદર્શક મળ્યો હોય તેવા ખંતથી કાર્ય કરતા.
રમેશે જુના કબાટનું લોકર ખોલ્યું.
કાટ લાગવાથી કર્કશ ભર્યો અવાજ ઉદ્દભવ્યો.
તેમાં હાથ નાખી ને આમ તેમ ફેરવ્યો એટલે એના હાથમાં કાગળ જેવો સ્પર્શ તેણે અનુભવ્યો, હાથમાં તે વસ્તુ લઈ હાથ બહાર કાઢીને દરવાજા પાસે આવીને દિવસના તડકાના પ્રકાશમાં રમેશે જોયું તો એક કવર હતું.

સાવચેતી પૂર્વક કવરને ખોલીને જોયું તો તેમાં પાંચસો રૂપિયાની લગભગ પાંચેક નવી નોટો હતી. એનાથી અચરજ જેવી તો કોઈ વાત નહોતી કારણ કે કદાચ માજીએ ભવિષ્યમાં ઉપયોગ માટે કવરમાં રાખ્યા હોય!
રમેશે કવરમાં ધ્યાનથી જોયું તો એક ફોલ્ડ કરેલી નાનકડી ચિઠ્ઠી જેવું કઈક હતું.
રમેશે તે વસ્તુ કવરની બહાર કાઢી ખરેખર તે ચિઠ્ઠી જ હતી.
બંનેએ ધ્યાનથી જોતાં જોતાં એ ચિઠ્ઠી ખોલી.
ખરો અચરજ હવે તેમને થયો. ચિઠ્ઠી વાંચીને બંનેના ચહેરાનો રંગ બદલી ગયો.
બંને માંથી એક પણ એકબીજા સામે જોયા સિવાય કંઈ બોલી શક્યા નહી.
કારણ કે કદાચ તે બે માંથી એકને પણ આવો અંદાજ નહોતો.
થોડીવાર પછી રમેશે કહ્યું,“ચાલો ફટાફટ આ તો હવે અર્જુન સરને અત્યારે જ બતાવવું પડશે......"

વધુ આવતા અંકે.......

એવું તે શું હતું તે ચિઠ્ઠીમાં કે બંને આશ્ચર્યચકિત થઈ ગયા?
શું માજીનું મૃત્યુ થયું હતું કે હત્યા?
શિવાનીના મર્ડર કેસની ગુંથી ક્યાં જઈને ખુલશે?
કઈ ઘટના હતી જેનાથી રાધી ભયભીત થઈ ગઈ હતી?

જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર......

********

આપનો અભિપ્રાય ચોક્કસ આપશો.
તેવી આશા સાથે.
આભાર.
વિજય શિહોરા-6353553470

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED