પ્રેમ કે પ્રતિશોધ Vijay Shihora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે પ્રતિશોધ

આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવામાં ઘણો બધો સમય લાગ્યો. માતૃભારતી પર પ્રકાશિત થતી ધારાવાહિક અને નવલકથાઓ માંથી પ્રેરણા મેળવી આજે તમારી સમક્ષ મારી પ્રથમ ધારાવાહિક પ્રેમ કે પ્રતિશોધ નો પ્રથમ ભાગ મુકવા જઈ રહ્યો છું.
આ ધારાવાહિક સામાન્ય જિંદગી જીવતા એક કોલેજમીત્રોના સમૂહની જિંદગીમાં આવતી અસાધારણ સમસ્યાઓ અને તુફનોનો સામનો કેવી રીતે કરે છે તેના પર આધારિત છે.

*********
પ્રેમ કે પ્રતિશોધ-1


અમદાવાદ એટલે જાણે ગુજરાતનું હૃદય,ગાંધીનગરની રચના બાદ ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું હાલ માં પણ અમદાવાદ શહેરનું મહત્વ હતું તેનાથી જરા પણ ઓછું નથી થયું.
અમદાવાદ પોલીસ સ્ટેશન સવારના 9 વાગ્યાનો સમય થયો હતો. એક પોલીસ જીપ આવી અને ઉભી રહી તેમાંથી ઇન્સપેક્ટર અર્જુન ઉતરી અને સીધા પોલીસ સ્ટેશનમાં પોતાની કેબીન તરફ ચાલ્યા.
અર્જુન અત્યારે માથે પોલીસ ટોપી પહેરીને બહાર આવ્યો. ફિટ બોડી, આકર્ષક દેખાવ અને ક્લીન શેવ ચેહરા પર અણીયારી મૂછ એને હીરો જેવો લૂક આપી રહી હતી.
ઇન્સપેક્ટર અર્જુન ની બદલી 6 મહિના પહેલા જ અમદાવાદમાં થઈ હતી. આમ પણ બદલી અને અર્જુન ને જૂનો નાતો હતો. છેલ્લે વડોદરામાં પોતાના કામ થી અર્જુન લોકો માં ખૂબ ફેમસ હતો. પણ એક પ્રામાણિક માણસ હંમેશા સમાજ ના વગદાર લોકો ને આંખ ના કણ ની જેમ ખૂંચતો જ રહેતો હોય છે. અર્જુન ના લીધે જ મોટા મોટા વેપારીઓ ના ૨ નમ્બર માં ધંધા બંધ થઈ ગયા હતા એટલે એમને નેતાઓ ને રજુવાતો કરી અર્જુન ની બદલી અહીં અમદાવાદમાં કરાવી દીધી હતી.

અર્જુન પોતાની કેબીનમાં પ્રવેશ્યા કે તેમની પાછળ કોન્સ્ટેબલ દિનેશ અને સંજય અંદર જવા માટેની પરવાનગી મેળવી. અર્જુને તેમને પોતાના ટેબલની સામે ની ખુરશી પર બેસવા માટે ઈશારો કર્યો.
બંને કોન્સ્ટેબલ ખુરશીમાં બેસી આગળ કઈ બોલે તે પહેલાં જ અર્જુને ઉત્સુકતાથી પૂછ્યું,“કઈ બોલ્યો કે નહી"
દીનેશે જવાબ આપ્યો,“ના, સાહેબ કાલ સાંજથી અમે તેની પૂછપરછ કરીએ છીએ પણ કઈ જાણવા મળ્યું નથી બસ એટલું જ કહે છે કે મને કંઈ ખબર જ નથી"
સંજય વચ્ચે બોલ્યો,“સાહેબ, મને લાગે છે કે આમ આપણું કામ નહી થાય તેના પર પણ બીજા કેદીઓની જેમ ત્રીજું રતન અજમાવવું પડશે."
બંનેની વાતો સાંભળી અર્જુને રમેશને સંબોધીને કહ્યું,“સંજય, તું પેહલા મારા માટે એક સરસ મજાની કડક ચા લઈ આવ પછી આગળ વિચારીએ શું કરવાનું છે તે"
અર્જુનની વાત સાંભળી સંજય અને દિનેશ કેબિનની બહાર ચાલ્યા ગયા થોડી વાર પછી સંજય અર્જુનના ટેબલ પર ચા નો કપ મૂકી ગયો.
અર્જુન ચા નો ખાલી કપ ટેબલ પર મૂકી ખિસ્સામાંથી સિગારેટના પાકીટ માંથી એક સિગારેટ કાઢી, સળગાવી અને લાંબો કસ લેતા વિચારમાં પડ્યો.......
થોડા સમય પછી સિગારેટ ને એશ ટ્રેયમાં પધરાવી લોક અપ નો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો....
તેની પાછળ દિનેશે લોક અપમાં જઈ ગિરફ્તાર કરેલ યુવાન ઊભો કરી અર્જુનની સામે એક ખુરશી રાખી તેમાં બેસાડ્યો
થોડી વારમાં લોક અપના શાંત વાતાવરણ નો ભેદ કરતા અર્જુન એ યુવાનના મુખત્રિકોણ સામે નજર કરી કુનેહ પૂર્વક બોલ્યો,“જો ભાઈ જે હોય તે સાચે સાચું જણાવી દે, તો કદાચ હું તારી મદદ કરી શકું અને તને ઓછામાં ઓછી સજા થાય તેના પ્રયત્ન પણ કરીશ."
અર્જુનની વાત સાંભળી યુવાને જવાબ આપ્યો,“સર, મને કંઈ પણ ખબર નથી. હું નિર્દોષ છું અને મે શિવાનીનું ખુન નથી કર્યું."
અચાનક જ લોકઅપના શાંત વાતાવરણમાં ફટાક એવો અવાજ આવ્યો, અર્જુનને એક તમાચો તે યુવાનના ગાલ પર ચોળી દીધો.
અર્જુને કીધું,“જો ભાઈ તારા મિત્રો એ પણ કબુલી લીધું છે કે એ ફેશન શો માં શિવાની માટે સેન્ડલ તું જ લાવ્યો હતો અને સેન્ડલ માં રહેલ તિક્ષ્ણ પિન દ્વારા શિવાનીના શરીરમાં ઝહેર પ્રસરતા તેનું મૃત્યુ થયું છે."
અર્જુનની વાત સાંભળી એ યુવાન ગળગળો થઈ ગયો અને બોલ્યો.... ......

વધુ આવતાં અંકે

શું ખરેખર શિવાનીનું ખુન તે યુવકે કર્યું હતું?
તે યુવક કોણ હતો? શિવાની કોણ હતી?
શિવાની અને તે યુવકનું શુ સબંધ હતું?
..........જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર

*****************************************