રાહુલ અને કાનજી બંને કાનજી ના ઘેર છત પર બેઠા હતા.
"કાના! યાર! પણ મને બીક એ વાત ની છે કે, મારા અધા ને કહીશ શું? મતલબ એમ કે, હું ઘેર થી બહાર શા માટે જઈ રહ્યો છું? આટલા દિવસ ક્યાં જઈશ? આ બધા સવાલ ના જવાબ શું આપવા?" રાહુલ એ પ્રશ્ન કર્યો.
"રાહુલિયા! વાતતા તારી હાચી શે. પણ, મારા ભેગો મારા કાકા ના ઘેર હાલશ એવું કહી દેજે. કઈ દેજે બે ત્રણ દી રોકાશું! આગળ શું કરવું? શું ન કરવું? એય વિચારવું પડશે ને? અને શ્રુતિ શું કેશે? એય ચિંતા."
"શ્રુતિ તો જે કહેવાની હશે એ કહેશે. પણ આ વખતે મારે એને કઈ જ દેવું છે. અને ઓમેય એ મને પ્રેમ કરે જ છે ને! પછી બીક શેની? શ્રુતિ તો હાજ કહેશે."
"હા યાર! મોટા થયાં તો આ બધી ટેન્શન. નનકા હતા તઈએ કેટલી મોજ હતી નઈ? આપણે બેય નિશાળે જાતા. પાંચ વાગે રજા જડતી. સાહેબ અને બેનના કામ કરતા. તને ગુજરાતીની વાર્તાઓ બઉ ગમતી. સાહેબ ના આપણે બેય વાલા વિદ્યાર્થીઓ હતા. આ મોટા કેમ થઈ ગયા?"
"હા યાર! મોટા થશું ત્યારે આ કરશું, તેમ કરશું અને થયું શું? અરે, પ્રેમ કરો યાર. ડરો નહીં. પણ અમે બંને મળી શકીશું? કાના! તું ગમે તેટલું પોઝિટિવ રેવાનું કેતો હોય. પણ મારું મન નથી માનતું. શ્રુતિ તો માની જશે. પણ એના બાપા? પાછા સરપંચ છે ગામના. એમ કંઈ તેની દીકરી ને પરણાવી દે? અરે, એક વ્યક્તિ તરીકે તેઓ નો મોટો નામ છે. અને આમેય તેઓ ધારાસભ્ય પદ માટે લડવા ના છે ને? શું થશે યાર?"
"તુંય હાચો શો! તારી ચિંતા પણ હાચી શે. પણ તારો મગજ લડાવ યાર! તું હોશિયાર શો. તને હું સલાહ આપું? મારી સલાહ તને ના ખપે યાર. તું ટોપ વ્યક્તિ છે."
"હા યાર! પણ તારી સલાહ જ મને કામ આવે. તું મારાથિય હોશિયાર છો. કારણ કે, તારી પાસે આ બાબત નો વધારે અનુભવ છે." રાહુલ એ હલકી મુસ્કાન સાથે ઉત્તર આપ્યો.
"હા! હા! શેરમાં તું રે ને અનુભવ મને? તું ટોપ વ્યક્તિ નઈ એક નંબર માણસ છે એવું કેતો તો." કાનજી એ પણ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો.
આમ, બંને મિત્રો આ ટેન્શન ના માહોલ ને થોડું હળવું કરવા માંગતા હતા. મજાક કરી અને તેઓ આ ટેન્શન ને થોડા સમય માટે દૂર કરી. સવાર પડી. રાહુલ તેના ઘેર પહોંચ્યો. નહાઈ, તૈયાર થઈ, બધી જ તૈયારીઓ કરી, અને રાહુલ બેગ લઈ બહાર ની તરફ જવા માટે નીકળ્યો. તેના પિતા એ તેને રોક્યો. રાહુલ એ તેના પિતા ના બધાજ સવાલો ના જવાબ પણ આપ્યા. આમ, તેના પિતા એ રાહુલ ને જવા માટે ની પરવાનગી આપી.
"હાલ, લ્યા! બસ આઈ જશે. કાનીયા કેટલી વાર? આટલી વાર હોય?ચાલ હવે. તને તા તૈયાર થવાનો શોક બોરો! જાણે તું કોઈને મળવા જતો હોય ને. મળવાનું મારે શે લ્યા!" રાહુલ એ કહ્યું.
"અરે! ભાભી ને લેવા જવાનું શે. તૈયાર તા થાવો પડે ને! અને શું ખબર? મને પણ મળી જાય." કાનજી એ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો.
આમ, બંને બસમાં બેઠા. બસ વડોદરા માટે રવાના થઈ. રાહુલ નો સફર શુરું થયો. રાહુલ હેડફોન લગાવી અને મધુર સંગીતનો આનંદ માણતો હતો.
"એય! આ શું કાનમાં ભૂંગરા નાખ્યા શે? અને ગીત કા હાંભરશ રયો? મને ટેન્શન શે ને તું? અને આ ગીત આ ઓજ ગાયક શે ને જે બધે ને રોવરાવે? મારો મતલબ કે પ્રેમીઓ ને રોવરાવે? અજિત કે શું નામ એનો?" કાનજી એ પ્રશ્ન કર્યો.
"અરે, ગીત સાંભળીએ તો મન ને આનંદ મળે. માઈન્ડ ફ્રેશ થાય. અને અજિત નહીં. અરીજીત નામ છે. અને હા આ એજ છે. જે પ્રેમીઓ ને રડાવે હો! તુંય સાંભળ. મજા આવશે."
"હું ના હાંભરુ! આ ગાયક મને ત્રીજા ધોરણ વારી વિધિ ની યાદ દેવરાવે શે. એની યાદ આવી જાય મને તા. એનો ઓ ગીત સાંભળ્યો હમણાં. એનો ગુજરાતી માં તબદીલ કરવાનો પ્રયત્ન કર્યો પણ ન થયો. ગીત હતો કે, ન વિચારું તોય પણ તારો જ વિચાર આવે. પણ આના પછી મને હાચે વિચાર જ ન અયો બોલ!"
"અરે, મારા ભોળા મિત્ર! અને તે મને કીધો નહીં કે, વિધિ તને ગમતી? મને તા કહેવાય ને. કહેતો હોતો આજેય મડાવી દઉં! બોલ મડાઉ?"
"એય, ના ભાઈ! આભાર હો! પેલા તારું કરીએ? પછી મારો જોજે. હવે દે હુંય એક ભૂંગરો નાખું લે."
"તું નહીં સુધરે નઈ?"
"આઈ એમ ઓમેય નોટ બગડેલા હો!"
"તું ને તારી ઈંગ્લીશ બાપા!"
આમ, બંને મિત્રો ની આ નાનકડી એવી મજાક ના કારણે માહોલ થોડો શાંત પડ્યો. અને હા અરીજીત સિંહ ના કારણે કાનજી ભાઈ ને બાળપણ નો પ્રેમ યાદ આવ્યો. હવે તમારો મનપસંદ સિંગર કયો? એ હું પછી ક્યારેક જાણીશ. પરંતુ, આગળ શું થવાનું છે? એ જાણવું તમારા માટે ઈમ્પોર્ટન્ટ છે. તો વાંચતા રહો.
ક્રમશઃ