" એક તરફી પ્રેમ. "
ભાગ :- 4
મિત્રો સાથે હીરોની ચર્ચાઓ પતી, પછી એ ઘરે ગયો, દિવસભરનો થાક હતો, એટલે એ તરત ઘરે જઇ સુઇ ગયો, સવારમાંથી એનો એજ ક્રમ ચાલુ થઈ ગીયો ઘરથી ઓફીસ અને ઓફીસથી ઘર.,
પછી એક રાત એ મોબાઈલમાં કઇક સર્ચ કરી રહ્યો હતો, ત્યારે એને એક મિત્રએ આપેલી પોર્ન સાઇટ યાદ આવી, તેના પર એણે કઇક સર્ચ કરવા માંડી, તેમાં ઘણી પોર્ન સામગ્રીઓ હતી,એક પછી એક એ વીડિયો જોઇ રહ્યો હતો, ત્યાં એમાં તેને એક વીડિયો નજરમાં આવ્યો, જોયું તો તેમાં રહેલી એ છોકરી પરિચિત જેવી લાગી, થોડોક વીડિયો આગળ જોયો તો તેના હોશકોશ ઉડી ગીયા.,
એ તે વીડિયોમાં દેખાય રહેલી છોકરી પેલી તેની જુની સોસાયટી વાળી પ્રેયસી જેવી જ લાગતી હતી, તેને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો, તેણે એ વીડિયો ફરીવાર, ફરીવાર, એમ દસવાર જોઈ નાખ્યો.,
એ વીડિયો જોતાંજોતાં તેનું ઉત્તેજિત થયેલું શરીર જાણે એકદમ શિથીલ થઇ ગયું, હાથ પગ ઠંડા પડવા લાગ્યા, એનું મન શુન્યાંવકાશમાં ગરકાવ થઇ ગયું, જેટલીવાર એણે એ વીડિયો જોયો એટલીવાર તેના મનમાં શંકા ઘેરાતી ગઇ, અને વિશ્વાસ મજબૂત થતો ગયો કે , કે તે વીડિયોમાં અનાવૃત અવસ્થામાં દેખાતી એ છોકરી, એ છોકરી પોતાની જ ભુતકાળમાં રહેલી પ્રેયસી છે.,
હવે ઘડિયાળમાં રાત્રીના દોઢ વાગ્યાનો સમય થઇ રહ્યો હતો, મોબાઈલની બેટરી પણ હવે જવાબ દઇ રહી હતી, હીરો થોડો સમય હવે શાંતિથી બેઠો, પણ તેનું મન શાંત નહોતું થતું,
તેની ઊંઘ હવે હરામ થઇ ચુકી હતી, એણે મોબાઈલને ચાર્જમાં મુક્યો , અને પછી માઇન્ડસેટ ચેન્જ કરવા માટે એ એક સિગારેટનું પાકીટ લઇને ઉપર ધાબા પર ચડી ગીયો.,
ત્યાં ધાબા પર ખુંલ્લા આકાશ નીચે તે એક ખુરશી લગાવીને બેઠો, થોડીકવાર પછી પેન્ટના ખિસ્સામાંથી એણે સિગારેટનું પાકીટ કાઢ્યું, અને એ પાકીટમાંથી એક સિગારેટ કાઢીને સળગાવી, અને બે ચાર કસ લગાવ્યા,
તેને રડવાનું મન થતું હતું, પણ મનમાં વિચાર્યું , શું કામ ?, તે હવે મારી છેજ કોણ ?, હવે મારે તે ખૂબસૂરત પરી સાથે શું સંબંધ ?,
મનમાં આ ખૂબસૂરત પરીનો વિચાર આવતા, એ હવે વિચારોના વમળમાં ડૂબવા લાગ્યો ,
એકતરફ સિગારેટ ના કસ ફુકાઇ રહ્યા હતા, અને બીજી તરફ તેના ચિત્ત પર વિચારોનું અતિક્રમણ થઇ રહ્યું હતું .,
અને એ નિકળતા સિગારેટના ધુવાડાના વર્તુળ વલયોને જોતાં જોતાં એ હવે જીવનના ફ્લેશબેક પર સરી પડ્યો.,
અને એ નિકળતા સિગારેટના ધુવાડાના વર્તુળ વલયોને જોતાં જોતાં એ હવે જીવનના ફ્લેશબેક પર સરી પડ્યો.,
( હવે અહીથી આગળ. )
આમનેઆમ આખી રાત વીતી ગઇ , અને વિચારોમાં જ સિગારેટનું પાકીટ ખાલી થઇ ગયું, પછી ઘડિયાળમાં ટાઈમ જોયો તો સવારના પોણા છ વાગ્યા હતા, એટલે એ હવે પોતાના વિચારોની પ્રક્રિયાને કાબુમાં લઇ ખુરશીમાંથી ઊભો થીયો.,
ત્યાં ધાબા પરથી તેણે નીચે નજર કરી તો સોસાયટીના લોકો મોર્નીગવોકમાં નીકળી પડ્યા હતા, પછી નીચેથી એના મમ્મીએ અવાજ કર્યો, એટલે એ ફટાફટ નીચે ઉતર્યો, મમ્મીએ થોડાક સવાલો કર્યા, ત્યાં ઉપર શું હતું ?, તબિયત તો સારી છે ને?, આ તારી આંખો કેમ આટલી લાલ થઇ ગય છે?
હીરોએ માથું હલાવીને જવાબ આપ્યો,
કઇ નથી બસ રાત્રે મોડો સુતો એટલે આંખો લાલ છે, મમ્મી પાસે ખોટું બોલીને એ સીધો બાથરૂમમાં ગીયો, અને ફ્રેશ થઇને નાસ્તો કરી ઓફીસ જવા માટે નીકળી પડ્યો.,
હીરોએ ઘરની બહાર નીકળી સીધી સીટીબસ પકડી, અને એક કોર્નરની સીટમાં બેસી ગીયો , તે બસમાં પણ રાતના જોયેલા વીડિયો વિશે જ વિચારતો હતો, એ વીડિયો ઇન્ટરનેટ પર કોણે વાયરલ કર્યો હશે?, એ વીડિયોમાં પુરુષ પાર્ટનરનો ચહેરો નહોતો દેખાતો, એટલે કદાચ ઇરાદા પુર્વક ફકત છોકરીને ટારગેટ કરી એ વીડિયો બનાવવામાં આવ્યો હશે?, કોણ હશે એ વીડિયો બનાવનાર?
આ વીડિયો જ્યારે એ છોકરીએ જોયો હશે ત્યારે તેના પર શું વીતી હશે?,અને તેના માં બાપે જોયો હશે તો તેના પર શું વીતી હશે?,
કે પછી , તેને જાણ થઇ ગઇ હશે?,અને એટલે જ એ છોકરીના તાત્કાલિક લગ્ન કરી દેવામાં આવ્યા હશે?,તેના પતિને એ જાણકારી હશે?, અને હશે તો તેનું વર્તન કેવું હશે?,
આવા હજારો સવાલો હીરોના મનમાં ઉપસ્થિત થયા, અને એ સવાલો સાથે એ ઓફીસે પહોંચી ગીયો, તેણે કામકાજ શરૂ કર્યું, પણ તેનું મન કોઈ કામમાં ન લાગ્યું, એ રજા લઇ ઓફીસની બહાર નીકળી પડ્યો, પછી એક પાનના ગલ્લેથી ફરી સિગારેટનું પાકીટ ખરીદ્યુ, અને તે ક્યાંક શહેરના બગીચામાં જઇને બેઠો.,
ત્યાં એણે બેઠા બેઠા એક સિગારેટ સળગાવી, અને ફરી એજ તેની પ્રેયસીના વિચારોમાં ડુબી ગીયો, એ વીડિયોમાં રહેલ પુરુષ તેનો પ્રેમી હશે? , કે પતિ હશે?, પણ કોઇ પ્રેમી કે પતિ પોતાની પ્રેમીકાના આવા અંગત વીડિયો વાઇરલ તો ના કરે, તો પછી એ છોકરી કેવી રીતે તેના જાળમાં ફસાઈ હશે?, હીરોના મનમાં સવાલો ઘણા હતા, પણ તેના કોઈ જવાબ નહોતા.,
કઇ પણ ખાધા પીધા વગર ત્યાં માત્ર ધુવાડામાં જ સિગારેટનું અડધું પાકીટ ખાલી થઇ ગીયુ , સાંજ પડવા આવી , એ હવે ઘર તરફ જવા નીકળ્યો, હવે તે સીટીબસને બદલે ઘર તરફ ચાલતો જ થીયો , આજે એ વહેલો ઘરે પહોંચી ગીયો હતો.,
ત્યાં ઘરમાં જોયું તો કોઈ મહેમાન આવેલા હતા, અને તેની સાથે મમ્મી પપ્પા વાતો કરી રહ્યા હતા, એટલે હીરોએ બધી ઔપચારીકતા પુરી કરી, કેમ છો કેમ નઇ ?, અને ઘરે આવેલા મહેમાને પણ તેનું ઇન્ટરવ્યૂ શરૂ કર્યુ , સવાલો પુછ્યા, હીરોએ જવાબ આપ્યા, તે લોકો કદાચ કોઈ છોકરીનુ માંગુ લઇને આવેલા.,
હીરો હવે સીધો ઉપર એના રૂમ તરફ ગયો, અને બેડ પર લંબાવીને સુઇ ગયો, તેના મમ્મી મહેમાનોને વળાવી સીધા ઉપર તેના રૂમમાં આવ્યા, અને ફરી એજ સવાલો પુછ્યા,
કેમ આજે વહેલો આવ્યો બેટા ?, હીરોના માથા પર તેની મમ્મીએ હાથ મૂકીને ફરી પુછ્યુ, બેટા તબિયત તો સારી છે ને?,આ માથુ પણ થોડુંક તપે છે, આ તારી આંખો પણ સવારની લાલ થઇ ગઇ છે.,
અને હીરોએ માથું હલાવીને હામાં જવાબ આપ્યો, મમ્મીએ રૂમની બહાર નીકળતા હીરોને કહ્યું બેટા કોઈ ડોકટર ને બતાવી જો, અને હા કાલે ફરી મહેમાન આવવાના છે એટલે ઘરમાં જ રહેજે, પણ હીરોએ એ વાતમાં કોઈ ધ્યાનના આપ્યું, તેણે ફરી મોબાઈલમાં એજ વીડિયો જોવાનું ચાલું કર્યુ.,
"વધુ હવે આવતા અંકે."