વાર્તા :-
" એક તરફી પ્રેમ "
ભાગ :- 3
અહીં હીરો તો હજુ તેના સ્વપ્નમાં, તેના વિચારોમાં હતો, અને ત્યાં બીજી તરફ ખૂબ જ ઝડપથી પરિસ્થિતિઓ બદલાઈ રહી હતી.,
હીરોને હજી કાઇ સમજમાં નહોતુ આવતું,
એનું મન વ્યાકુળ થઇ રહ્યું હતું, એણે આવી પરિસ્થિતિની ક્યારેય કલ્પના પણ નહોતી કરી, તે એ છોકરી ને કઇક સમજાવવા માંગતો હતો, પણ એની પાસે તે છોકરીની નજીક જવાનો કે વાત કરવાનો કોઇ ઉપાય નહોતો,
તે છોકરીનો પરિવાર મધ્યમવર્ગી, અને અતિ રુઢીચુસ્ત હતો, એટલે તેની પાસે મોબાઈલ હોવો શક્ય જ નહોતું.,
અને પછી એક દિવસ તેના ઘરે પણ કંકોત્રી આવી પહોંચી, હા એ લગ્નની કંકોત્રી, હા એ તેની પ્રિય પ્રેયસીના લગ્નની કંકોત્રી, હીરોએ ભારે હૈયે એ કંકોત્રી વાચી, તેમાં એ છોકરીના ભાવી ભરથારનું નામ પણ વાચ્યુ , લગ્નની તારીખ પણ વાંચી, એ કંકોત્રી કદાચ તેના પાડોશી વ્યવહારના કારણે આવી હતી.,
પછી એના ઘરમાં પણ એ છોકરીના લગ્નમાં જવાની ચર્ચા થઈ, ચર્ચામાં હીરોને પૂછવામાં આવ્યું લગ્ન અને જમણવારમાં જવા માટે,
હીરોએ કોઇ ઉત્તર ના આપ્યો, હીરોના પરિવારજનો તેના સાયલેન્ટલી પ્રેમથી પરિચિત નહોતા.,
અને સાથે સાથે એક બીજી ચર્ચા પણ ચાલતી હતી ઘરમાં, ઘર છોડીને બહાર જવાની, હીરોના ફાધરની બદલી થવાની હતી, એટલે બહાર ગામ શિફ્ટ થવાની ચર્ચા થઈ રહી હતી, એ ચર્ચામાં હીરોને રસ પડ્યો એટલે મમ્મીને પુછ્યુ , ક્યાં ગામ રહેવા જઇશુ ? , હીરોના મમ્મીએ કોઈ અપરિચીત શહેરનું નામ કહ્યું, અને ચર્ચા ચાલતી રહી.,
એક તરફ હીરોની પ્રેયસીના લગ્ન થયા, અને તે ક્યાંક દુરદેશ જતી રહી,અને આ બાજુ હીરોનો પરિવાર પછી એ ઘર , એ સોસાયટી અને તેના પ્રેમની સાક્ષી બનેલ એ ગલીઓને છોડીને હમેશાંને માટે ક્યાંક દુર બીજા શહેરમાં વસી ગયાં.,
હીરો હવે નવા શહેર, નવા માહોલમાં હતો, એ નવા શહેરમાં પણ ઉતરાયણો આવી, અને પતંગો પણ ખૂબ ચકી, પણ હીરો હવે માત્ર સાક્ષી બનીને રહી ગયો, તેનાથી હવે પછી પતંગો ના ચકી, આકાશમાં એ હવે પતંગો ના પેચ ના લાગ્યા, અને કોઇ બીજી છોકરી સાથે એ નજરથી નજરોના પેચ પણ ના લાગ્યા.,
નવા શહેરના નવા માહોલે તેને જુની પ્રેમની યાદોને ભુલવામાં થોડીક મદદ કરી, હવે તેનો અભ્યાસ પણ પુરો થઇ ગીયો હતો, લાંબી સ્ટ્રગલ અને લાંબી તલાશ બાદ, હીરોને એક સારી નોકરી મળી ગઇ, પગાર પણ સારો કહી શકાય તેવો મળતો હતો, હવે તેના પરિવારમાં તેના લગ્ન વિશે પણ વાતો થવા લાગી હતી.,
હીરોના મમ્મીએ પછી હીરોને એક દિવસ યોગ્ય સમય જોઈને, પાસે બેસાડીને પ્રેમથી પુછી લીધું કે, કે દિકરા તું હવે પેલી આપણી જુની સોસાયટી વાળી છોકરીને ભુલીજા, આ શબ્દો મમ્મી પાસેથી સાંભળી ને હીરોને આશ્ચર્ય તો થયું, પછી હીરોએ જોયું તો મમ્મીની આંખમાં પણ એક ચિંતા અને એક પીડા હતી, મમ્મીએ તરત બીજો સવાલ કર્યો, અહીં તને નવા શહેરમાં કોઇ છોકરી ગમે છે ? , કોઇની સાથે પ્રેમ છે ?, હીરોએ શરમાતા મોઢું મલકાવતા ફક્ત ના મા માથું હલાવીને જવાબ આપ્યો, અને પછી એ નોકરી પર જવા નીકળી ગીયો.,
હીરો હવે સીટી બસમાં બેઠા બેઠા આખા રસ્તે વિચારતો રહ્યો, કે મમ્મીને પેલી મારા તે છોકરી સાથે ના સંબંધ ની જાણ કેવી રીતે પડી.,
કદાચ એ અજાણ હતો કે, કે દુનિયાના સૌથી મોટા રહસ્યોમાંનુ, એક આ પણ રહસ્ય છે, કે દુનિયાની દરેક " માં " પોતાના સંતાનોનું દુઃખ દર્દ, સુખ, આ બધું દુરથી પણ સમજી લેતી હોય છે.,
પછી હીરો સાંજે નોકરીમાંથી છુટીને સીધો બજારમાં પહોચ્યો, એને એક નવો મોબાઈલ લેવાનો હતો.,
મોબાઈલ તો તેની પાસે હતો, પણ એ મોબાઈલ ફક્ત વાતચીત પુરતો સીમિત હતો, હવે બદલાતા યુગમાં તેને નવા મોબાઈલની જરૂર પડી, કે જે નવી નવી આધુનિક ટેકનોલોજીથી લેસ હોય.,
બજારમાં તે અલગ અલગ દુકાનો પર રખડ્યો , પછી તેણે પસંદ કરેલ એક નિશ્ચિત મોબાઈલ શોધી કાઢ્યો, મોબાઈલ થોડો મોંઘો હતો, પણ હવે તેની પાસે નોકરી હતી, એ થોડુંક, પણ હવે કમાતો થઇ ગયો હતો, એટલે મોબાઈલ ખરીદવાનું જંગી સાહસ તેણે કરી નાખ્યું, મોબાઈલ લઇને એ ઘર તરફ જવા નીકળ્યો.,
હીરોએ તાત્કાલિક સીટી બસ પકડી, આજે ખૂબ મોડું થઇ ગયું હતું, આઠવાર તો ઘરેથી મમ્મીના ફોન આવી ગીયા હતા, મમ્મીને તેણે ફોન પર મોબાઈલ ખરીદીની વાત તો કરી હતી, પણ પછી મમ્મીએ કિંમત પુછી તો હીરોએ વાત ટાળી દીધી હતી.,
હવે તે આખા રસ્તે વિચારતો હતો, કે આટલા મોંઘા ફોનની ખરીદી તો કરી છે, તો હવે ઘરે બહાનું શું આપવું?, ચિંતા એને તેના પપ્પાની હતી, મમ્મીને તો પટાવી લેવું બવ સહેલું હતું,
ગમે તેવી પ્રોબ્લેમ હોય પણ , મમ્મી તો તેના પક્ષમાં જ રહેતી.,
હીરો હવે ઘરે પહોંચી , ટેવ પ્રમાણે એ બાથરૂમ તરફ ફ્રેશ થવા માટે જતો હતો, ત્યાં મમ્મીએ એને રોક્યો , અને નવો મોબાઈલ બતાવવાનું કહ્યું, હીરોએ બોક્સમાંથી મોબાઈલ કાઢ્યો, અને સીમકાર્ડ ફીટ કરીને ચાલું કર્યો, ત્યાં પછી મમ્મીએ મોબાઈલને આશ્ચર્યથી જોતાં હીરોને ઠપકો આપ્યો,આટલો મોંઘો ફોન?, અને કહ્યું તારા પપ્પાને શું જવાબ આપીશ?, તે વડશે તો?,
હીરોએ એ વાતમાં બવ ધ્યાન ન આપ્યું, અને એ મોબાઈલમાં મમ્મીને લાંચ રીશવત તરીકે તેના ફેવરિટ હીરો એવા જીતેન્દ્રના વીડિયો ગીત દેખાડ્યા,અને પપ્પાને મનાવવાનું, અને તેના ગુસ્સાથી બચાવવાનું વચન માંગી લીધું,
મમ્મી હવે જીતેન્દ્રના વીડિયો ગીત જોવામાં વ્યસ્ત થઇ ગીયા, ઘરમાં ગીતનો અવાજ ગુંજી રહ્યો હતો, તાથૈયા તાથૈયા હો., અને હીરો ફ્રેશ થવા બાથરૂમમાં પહોંચી ગીયો.,
હીરો માટે હવે મોબાઈલમાં એક નવી દુનિયા ખુલી ગઇ હતી, તેણે ઝડપથી સોશિયલ નેટવર્કીંગ સાઇટ પર એકાઉન્ટ બનાવી લીધા, તે મોબાઈલમાં હવે વ્યસ્ત રહેવા લાગ્યો,
મિત્રો પણ ખૂબ બનાવ્યા, અને મોબાઈલમાં તો હવે અડધી દુનિયા, અને દુનિયાભરનું જ્ઞાન આવી ચુક્યુ હતું, એટલે તેને અવનવા વિવિધ જ્ઞાનની શોધ માટે મદદ પણ મળી, અને તેનો શોખ પણ પુરો થયો.,
આ નવા શહેરમાં એણે નવા મિત્રો પણ બનાવ્યા હતા, એમાં થોડાક ભણેલા ગણેલા એજ્યુકેટેડ પણ હતા, એ લોકોએ હીરોને નવા શહેરમાં સેટ થવામાં ઘણી મદદ પણ કરેલી, ક્યારેક રજાના દિવસોમાં એ મિત્રો સાથે મળી , રાત્રે મોડે સુધી ક્યાંક બેઠા બેઠા સિગારેટ પીતો, અને ગપ્પા પણ મારતો, એમાં અમુક મિત્રો મોબાઈલ વિશે નવી નવી જાણકારી પણ આપતા, આવી રીતે તેના એક મિત્રએ, ઇન્ટરનેટ પર કઇક પોર્ન સામગ્રી જોવા માટે અમુક સાઇટો વિશે માહિતી આપી.,
" વધુ આવતા અંકે."