" એક તરફી પ્રેમ "
ભાગ :- 1
એ તેને સાવ ભુલી જ ગયો હતો.,
એ તેનો પહેલો જ પ્રેમ હતો, તેને ભૂલવું તેના માટે સહેલું નહોતુ , પણ આ સમય કમબખ્ત કાયમ એટલો નિર્દય નથી હોતો.,
એ સમય ના આ વહેણમાં વહેતો ગયો , અને તેને ભૂલતો ગયો.
પણ તેને હમણાં એ છોકરી ફરી યાદ આવી છે,
તેના જીવનમાં, આજ વર્ષો પછી એક ઘટના ઘટી છે, અને આવી ઘટના વિશે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.,
એ ઘટના પણ દુર્ઘટના જેવી , જે દુર્ઘટનાથી આજ તેનું મન વિચલિત છે,
એ દુર્ઘટના તેના હ્રદય ને ચીરીને જાણે આરપાર નીકળી છે,
કદાચ એટલે જ એ છોકરી આજ તેના દિલ દીમાગમાં હાવી થઇ રહી છે.
રાત્રી નો સમય છે, લગભગ દોઢ વાગ્યા ની આસપાસ,
હીરો તેના ઘરના ધાબા પર ખુલ્લા આકાશ નીચે એક ખુરશી લગાવીને બેઠો છે,
થોડીક વાર પછી તેણે સિગારેટ ના પાકીટમાંથી એક સિગારેટ કાઢી , અને સળગાવીને બે ચાર કસ લગાવ્યા.,
તેને રડવાનું મન થતું હતું, પણ પછી મનમાં વિચાર્યું , શું કામ ? , અને તે હવે મારી છેજ કોણ ?, હવે મારે એ ખૂબસૂરત પરી સાથે શું સંબંધ ?
મનમાં આ ખૂબસૂરત પરીનો વિચાર આવતા જ હવે તે અહીં વિચારો ના વમળમાં ડુબવા લાગ્યો, એક તરફ સિગારેટ ના કસ ફુકાઇ રહ્યા હતા, અને બીજી તરફ તેના ચિત્ત પર વિચારો નુ અતિક્રમણ થઇ રહ્યું હતું.,
અને અહીં એ નિકળતા સિગારેટના ધુવાડાના, એ વર્તુળ વલય જોઈ રહ્યો હતો, એ જોતાં જોતાં જ હવે હીરો અહીં જીવનના ફ્લેશબેકમાં સરી પડે છે.,
એ સમય તેના જીવનનો સૌથી શ્રેષ્ઠ, સૌથી સુંદર સમય હતો, અને એટલે જ કદાચ હીરોને એ દરેક ઘટનાઓ યાદ રહી ગઇ હતી,
અને એ સુંદર ઘટનાઓ તેના હ્રદયમાં અંકિત થઇ ગઇ હતી.,
હા, હા તે ખૂબસૂરત પરીના એ સાયલેન્ટલી એકતરફી પ્રેમમાં હતો, અને અહીં મજાની વાત એ છે , કે એ છોકરીને પણ હીરોના આ પ્રેમ ની જાણકારી છે.,
છોકરીઓને કદાચ તેની આસપાસ ના માહોલ, અને ત્યાંથી મળતા છોકરાઓના સિગ્નલો , અને એ દિલના તરંગોની જાણ થઇ જતી હોય છે.,
હીરોની અહીં કઠણાઇ એ છે, કે એ હજુ
તે છોકરીની સામે કોઈ પ્રેમ પ્રસ્તાવ કે , આધુનિક જમાનાનું પ્રપોઝ, હજુ સુધી કરી શક્યો નથી, અહીં બસ સાયલેન્ટલી, એક તરફી પ્રેમ છે.,
એનું કારણ ના પુછો, દુનિયાના પ્રેમશાસ્ત્રીઓ કહે છે, કે પ્રેમની ઘટનાઓમાં કોઇ નિશ્ચિત કારણ નથી હોતું, બસ ક્યારેક નજરોથી નજરના પેચ લાગે છે , અને દુર્ઘટના ઘટી જાય છે, અને દુનિયાના દરેક પ્રેમીઓને તેની પ્રેયસી ખૂબસૂરત પરી જેવી જ લાગતી હોય છે.,
એ ખૂબસૂરત પરી સાથેની પહેલી મુલાકાત કોઇ ખાસ નહોતી , પણ ખાસ તો હતીજ.,
એ ઉતરાયણ નો દિવસ હતો,
હીરો પોતાની ટેવ પ્રમાણે સૌથી પહેલાં સવાર સવારમાં જ ધાબા પર ચડી ગીયો હતો,
અને તેની પહેલાં તેના મિત્રો પણ ધાબા પર પહોંચી ગીયા હતા, તે લોકોએ તો પતંગો ચકાવવાનું શરુ કરી દીધેલુ, ત્યાં એના ધાબા પર સોસાયટી ના ઘણા મિત્રો પણ હતા.,
તે સોસાયટીમાં ઉતરાયણની મજા કઇક અલગ જ હતી, ઘરે ઘરે ધાબા પર લાઉડ સ્પીકરોમાં ગીતો વાગતા, કોણ કોની ઘરે?, કોણ કોના ધાબા પર હોય ? , કઇ ખબર ના પડે.,
હવે સવારની બપોર થવા જઇ રહી હતી , તડકો પણ તેની હાજરી પુરાવી રહ્યો હતો, અને એ હવે તેની ચરમસીમાંએ પહોંચી રહ્યો હતો,
અને સાથે સાથે ઉતરાયણ ની મજા પણ હવે તેની ચરમસીમાંએ પહોંચી રહી હતી, આકાશમાં જાણે દિવસે રંગબેરંગી તારાઓ દેખાઇ રહ્યાં હતા.,
એવામાં અચાનક, અચાનક ત્યાં હીરોના ધાબા પર એક રમઝમમ રમઝમ અવાજ કરતી એક છોકરી આવી, હીરોએ તે અવાજ તરફ ધ્યાન આપ્યું, એણે જોયું તો કોઈ અપરિચિત છોકરી હતી, તે કોઈ નાની બેબીને અહીં સાથે લઇ ને આવી હતી.,
અને તે છોકરીએ પગમાં કદાચ પાયલીયા પહેરી હતી, પછી એ થોડીક નજીક આવતા,
હીરોએ જોયું તો તેની સાથે આવેલી પેલી નાની બેબી એની પરિચિત હતી,
એ તો તેના પાડોશીની જ બેબી હતી,
પણ એ રમઝમ રમઝમ કોણ? , કદાચ એ કોઇ તેની કઝીન સિસ્ટર હતી.,
હીરો તો અહીં પતંગ ચકાવવામાં વ્યસ્ત હતો, અને એ છોકરી અહીં થોડેક દુર ઉભી હતી, પછી એ છોકરીએ પેલી નાની બેબીને આંગળીથી ઇશારો કરીને દુર આકાશમાં ચકતી એ પતંગો દેખાડી, એ કદાચ ત્યાં ઉતરાયણ જોવા જ આવી હતી.,
એ નાની બેબી હીરો થી પરિચિત હતી, એટલે હીરોએ એ બેબીને તેના હુલામણા નામથી બોલાવી, પણ નાની બેબીએ કોઇ રીસ્પોન્સ ના આપ્યો, પણ પેલી રમઝમ રમઝમ મોટી બેબીએ ધ્યાન આપ્યું, અને એ થોડીક નજીક આવી.
એ મોટી બેબી , એટલે એ છોકરી થોડીક નજીક આવીને , થોડેક દુર ઉભી રહી, કદાચ એ કોઇ અસમંજસમાં હતી, અહીં આ હીરો સાથે તેનો કોઇ પરિચય નહોતો, એ છોકરીએ તો અહીં બસ દુરથી, પેલી નાની બેબીને આકાશ તરફ આંગળી કરીને હીરોની ચકતી એ વ્હાઈટ બે આંખો વાળી પતંગ દેખાડી, અને સાથે સાથે હવે હીરોના કાનમાં પણ એ છોકરીનો ધીમો ધીમો મધુર અવાજ સંભળાયો.,
એટલે પછી હીરોએ તેની પતંગને થોડેક આકાશમાં ઉચે સ્થિર કરીને એ છોકરી સામે જોયુ, અને એજ ક્ષણે એ છોકરીએ પણ હીરોની સામે નજર કરી.,
પેલી નાની બેબી તો ઉચે આકાશમાં ઉડતી એ પતંગો જોવામાં જ વ્યસ્ત હતી, અને એટલીવારમાં જ અહીં હીરો અને હીરોઈન ની આખ મળી ગઇ, અને એક દુર્ઘટના ઘટી ગઇ.,
એક તરફ નજરથી નજર નો પેચ લાગ્યો, અને એટલામાં ત્યાં ઉપર આકાશમાં ચકતી હીરો ની પતંગ પણ કપાઇ ગઇ.,
હાથમાં હવે પતંગનો વજન ન લાગતા, હીરોને અહીં એ ગંભીર પરિસ્થિતિ નો ખ્યાલ તો આવી ગીયો, કે પતંગ હવે કપાઇ ગઇ છે, એટલે હીરો ટેવ પ્રમાણે બોલ્યો , એ ગઇ આપણી કપાણી.,
આ સાંભળીને એ છોકરીએ મીઠું મીઠું મંદ હસતાં હસતાં કહ્યું, કે સાચવીને ચકાવતા હોય તો?, અને હીરો એ શરમાતા જવાબ આપ્યો , એ પતંગ જ નહોતી બરાબર, એટલે કપાઇ ગઇ.,
એ છોકરીએ પછી ત્યાં નીચે પડેલી એક સુંદર પતંગ લીધી, અને હીરોને અંબાવતા કહ્યું , લ્યો આ લો આ મસ્ત પતંગ છે., હીરોએ દુરથી જ હાથ લંબાવીને એ પતંગ લીધી, અને એ પતંગ ને ચેક કરવાની પણ કોઇ જરૂર ના સમજી.,
બસ આ ચાલતુ હતું ત્યાં પેલી નાની બેબીનો કઇક મુડ બગડ્યો , અને એણે રડવાનુ ચાલુ કર્યુ, એ છોકરીએ તેને ચુપ કરાવવાના ખૂબ પ્રયાસ કર્યા, પણ તે બેબી ચુપ નાજ થઈ , તેણે તો કઇક અલગ ઇરાદા સાથે જ રડવાનુ ચાલુ કરેલું.,
એટલે પછી છોકરીએ કહ્યું, કે હું આને એના મમ્મી પાસે મુકી ને આવુ , ત્યારે હીરો કઇ બોલ્યો નઇ,પણ છોકરી તેનો અવ્યક્ત ઇશારો સમજી ગઇ, ને ફરી વાર કહ્યું, હું હમણાં જ આવું,એમ કહી તે સડસડાટ સીડીઓ ઉતરતી ઉતરતી એ જતી રહી .,
અને હીરો તેના કામે લાગી ગીયો, તેણે વળી પતંગ તો ચકાવી પણ પાછી કપાઇ ગઇ, એમ બીજી, ત્રીજી , ચોથી, એમ દરેક પતંગો કપાવા લાગી , તેને કઇ સમજાણુ નઇ, કે આ થઇ શું રહ્યું છે?
કદાચ હવે તેનું મન જ અસ્થિર થઇ ગયુ હતું, એટલે પતંગને સ્થિર થવાનો હવે કોઇ ઉપાય નહોતો, એ છોકરીની હીરોએ ખૂબ રાહ જોઈ, એની નજર વારંવાર એ સીડીઓ તરફ જઇ રહી હતી, પણ એ છોકરી નાજ આવી.,
આખરે સાંજ પડી ગઇ, અને આકાશમાં ટીમ ટીમ ગુબ્બારા દેખાવા લાગ્યા,અને આકાશ ગુબ્બારાઓની રોશનીથી શોભવા લાગ્યું,અને એ ગુબ્બારાઓ જોતાં જોતાં, હીરો આકાશમાં જ એ છોકરીના વિચારોમાં ખોવાઈ ગીયો.,
એ પછી 15 જાન્યુઆરીની સવાર થઈ, અને જીવન ફરી રાબેતા મુજબ એનાએજ ક્રમમાં શરૂ થઇ ગીયું, એનોએજ સમય અને એજ કોલેજના ચક્કર , જીવન ફરી વર્તુળાકારે ફરવા લાગ્યું.,
લગભગ અઠવાડિયા સુધી હીરોને પેલી છોકરી ક્યાંય નજરમાં ના આવી, પણ એક દિવસ અચાનક, અચાનક એ છોકરીના ફરી દર્શન થયા, દિવસ એ રવિવારનો હતો, અને હીરો સવાર સવારમાં જ કઇક શેમ્પુ કે સાબુની ખરીદી કરવા નિકળ્યો હતો, અને સામેથી પેલી
રમઝમ રમઝમ કરતી છોકરી ચાલી આવતી હતી.,
આ વખતે એ કઇક નવા જ લુકમાં હતી, મસ્ત યલો કલરનું ટોપ અને વ્હાઇટ ચુડીદાર સલવાર પહેરી હતી, અને તેના એ કાળા ભમ્મર વાળની લટો હવામાં લહેરાઇ રહી હતી , કદાચ શેમ્પુથી માથું ધોયુ હશે, વાળ તેના કર્લી વળાંક વાળા હતા, અને તેની ચાલવાની અદા પણ કઇક અલગ પ્રકારની હતી.,
હીરોએ દુરથી તેના પગ તરફ જોયું, તો તેણે સેન્ડલ પણ ઉચી હીલ્સ વાળા પહેરેલા,
કેટકેટલીક કન્ફ્યુજનો સાથે લઇને એ ચાલી રહી હતી, એક તરફ તેની રેશમી લટોને કાબુમાં રાખવાની હતી, અને બીજી તરફ તેના વ્હાઇટ દુપટ્ટાને , અને ત્રીજી તરફ એ ઉચી એડીના સેન્ડલ.,
હીરોને મનમાં શરારત સુજી , તેણે ચાલવાની દીશા બદલી, અને દીશા બરાબર તે છોકરીની સામેની તરફ કરી, પણ ત્યાં નજીક આવતા જ હવે એ છોકરીનુ ધ્યાન પણ હીરો પર પડ્યું.,
હવે છોકરીની ચાલવાની ગતિ ધીમી પડી ગઇ હતી, અને ફરી નજરથી નજર ટકરાણી , આ વખતે એ છોકરીને હવે તેની ઉચી હીલ્સના સેન્ડલે દગો આપ્યો, અને ચાલવામાં તે એક સ્ટેપ ભુલી ગઇ, અને ગોથુ પણ ખાધું, પણ પછી શરમાતા શરમાતા, તેણે તેની જાતને સંભાળી લીધી.,
આવી રીતે એકદમ ધીમે ધીમે, સ્લો મોશનમાં બન્ને જણા એકબીજાની નજીકથી પસાર તો થયા, પણ એકબીજાને મનભરી જોઇ લેવાના ચક્કરમાં મોઢામાંથી કોઈ શબ્દો ન નીકળ્યા., બસ એકબીજાને ફરી ફરીને જોતાં જ રહ્યાં.,
થોડા દિવસો પછી હીરોને ખબર પડી કે એ ખૂબસૂરત છોકરી તો તેના પાડોશમાં જ રહે છે,
એટલે , " ઘર સે નીકલતે હી કુછ દુર ચલતે હી રસ્તે મે હે ઉસકા ઘર.,
" વધુ આવતા અંકે."