" એક તરફી પ્રેમ. "
ભાગ :- 5
અને ફરી એજ સવાલો તેના મગજ ઉપર ઘેરાવા લાગ્યા, એ વીડિયોમાં છોકરીના ચહેરા પર સ્માઇલ દેખાઇ રહી હતી, અને એ તેની મરજીથી પોઝ આપી રહી હતી,
એટલે છોકરીને કદાચ એ જાણ હશે કે તેનો વીડિયો બની રહ્યો છે, પણ તેને એ જાણ નહીં હોય ? , કે આવા વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ શકે છે, તે છોકરી આટલી મુર્ખ તો ક્યારેય નહોતી, તેને તો મોબાઈલ અને કેમેરાનુ જ્ઞાન હતુ જ.,
હવે એને માનવ સહજ ઇર્ષાઓ થવા લાગી,
હીરોએ આ પહેલાં તે છોકરીને ક્યારેય અનાવૃત અવસ્થામાં નહોતી જોઈ, ક્યારેક તેનો દુપટ્ટો હવાના જોકે સરકતો ત્યારે એની નજર તેની ક્લિવેજ પર પડતી,અને ત્યારે એ છોકરી બન્ને હોઠને દબાવીને જમણી બાજુએ ખેચીને કઈક વિચિત્ર મોઢું બગાડતી, અને આંખના ઇશારે ઠપકો આપતી, ત્યારે તો તેનું બગાડેલુ મોઢું પણ સુંદર લાગતું, અને આજે આ વીડિયોમાં તેનો હસતો ચહેરો પણ કુરુપ લાગી રહ્યો છે.,
હીરોની કલ્પના પણ તેના વસ્ત્રો સુધી જ સિમિત રહી હતી, પણ આજે તે આ વીડિયોમાં સંપૂર્ણ અનાવૃત દેખાય રહી છે, વસ્ત્રોમાં જે એને ખૂબસૂરત લાગતી હતી , એ આજે એને બદસૂરત લાગે છે, આજે તે આ કામિનીના રૂપમાં વિક્રુત લાગે છે, તેના પર જાણે કોઇ પોર્નસ્ટારની આત્મા સવાર થઇ હોય, અને તેની છાતીના ઉછળતા વર્તુળો આજે કદરુપા લાગી રહ્યા છે.,
કદાચ એણે આ છોકરીને હદ કરતા પણ વધુ પ્રેમ કર્યો હતો, એટલે એને આવા નોન્સેન્સ વિચારો આવી રહ્યા છે, હીરોએ મોબાઈલ બંધ કર્યો, સમય જોયો તો રાત્રીના બાર વાગ્યા હતા, હવે એ થોડોક માઇન્ડસેટ ચેન્જ કરવા ફરી ઉપર ધાબા પર ગયો, ત્યાં ખુરશી લગાવીને બેઠો, ફરી પાકીટમાંથી એક સિગારેટ કાઢી અને સળગાવી,
ફરીએજ ધુવાડાના વર્તુળ વલયમાં વિચારોની પ્રક્રિયા ફરી શરૂ થઇ, એ છોકરી અને વીડિયો વાળો પુરુષ પાર્ટનર એકબીજાના પ્રેમમાં હશે?, તો શું આને પ્રેમ કહેવાતો હશે?, આવો વીડિયો બનાવવાનો ઉદ્દેશ્ય શું હશે?, પોતાને જોવાનો હશે? , કે બીજાને દેખાડવાનો હશે?, કે પછી દુનિયાને દેખાડવાનો?, જો એ બીજાને દેખાડવાનો હોય, તો પછી તેનો પ્રેમ અને નિષ્ઠા કોની તરફ કહેવાય?
કે , કે પછી હવે આ નવા આધુનિક યુગમાં આ નવી પ્રેમરીત ડેવલપ થઇ રહી છે, હવે આ નવા યુગમાં " આઇ લવ યુ" જેવા શબ્દો નો ઉપયોગ થતો હશે કે નઇ?, એ વ્યક્તિએ સંબંધની શરુઆત કરતાં પહેલાં કે પ્રપોઝ માટે આ " આઇ લવ યુ " જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હશે? અને જો કર્યો હશે, તો પછી હવે કદાચ આ નવા આધુનિક યુગમાં આ " આઇ લવ યુ " શબ્દનો ઉપયોગ સેક્સ માટે કે પછી વીડિયો બનાવવા માટે જ થતો હશે.,
અને હવે આ નવા યુગમાં આ " આઇ લવ યુ " શબ્દનો ઉપયોગ કદાચ માત્ર અને માત્ર એક
" ચાવી " ની જેમ થતો હશે, કે જે ચાવીથી સેક્સ રુપી તાળુ ખુલે છે, અને સ્વાર્થ સિધ્ધ થાય છે.,
સિગારેટનું પાકીટ હવે ખાલી થઇ ગીયુ હતું, એક છેલ્લી સિગારેટ સળગાવી અને બે ચાર કસ લગાવ્યા, અને એ ધુવાડા,અને તેના વર્તુળ વલયોમાં રાત પસાર થઇ ગઇ, અને હીરોની તો ત્યાં ધાબા પર જ ખુરશી પર બેઠા બેઠા આંખ લાગી ગઇ.,
સવાર સવારમાં કઇક ઘોંઘાટ શરૂ થતા હીરોની આંખ ખુલી, આકાશ તરફ જોયું તો રંગબેરંગી પતંગો ચકી રહી હતી,
મોબાઈલ જોયો તો આજે 14 તારીખ છે.,
ત્યાં એક બાજુથી લાઉડ સ્પીકરમાં કોઇ મધુર સંગીતમાં ગીત વાગી રહ્યું હોય છે,
( દિલ હોતે જો મેરે સીને મેં દો, દુસરા દિલ ભી, મે તુમ્હે દેતા તોડને કો...,
હો સાના આઆઆ.. હો સાના આઆઆ... )
આ ગીત સાંભળીને હવે હીરોના ચેહરા પર આખરે થોડીક સ્માઇલ આવે છે, પણ ત્યાં તો નીચેથી કોઇ ઉપર આવતું હોય એવું લાગે છે, એટલે હીરો અહીં એનું સિગારેટનું પાકીટ છુપાવી દે છે.,
પછી અવાજ તરફ ધ્યાન આપ્યું તો કોઇ શુઝનો અવાજ હતો, ત્યાં તો સ્કાઇ બ્લુ કલરનું જીન્સ, અને પીન્ક શર્ટ પહેરેલી એક છોકરી એની સામે આવી ને ઊભી રહી, તે શહેરની કોઇ મોર્ડન યુવતી હતી, એક હાથમાં ઘડિયાળ અને બીજા હાથમાં બ્રેસલેટ પહેરેલુ, અને સાથે હાથમાં આધુનિક મોબાઈલ.,
તેણે હાઇ કહીને ઇશારો કર્યો, એટલે હીરોએ ધ્યાન આપ્યું, પછી તે યુવતીએ હવે વાત આગળ વધારતા કહ્યું , તમે મને જોવા આવવાના હતા, એ પહેલાં હું તમને જોવા, આઇ મીન્સ વાત કરવા આવી ગઇ છું, તમારા મમ્મીએ મને કહ્યું કે તમે અહીં છો, સોરી સોરી તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને??
લેખક :- ?️ મનોજ માંડલીયા. ( ઉત્પાત. )
( વધુ હવે એક લાંબા અંતરાલ બાદ. )