એક તરફી પ્રેમ - 2 Manoj Mandaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

એક તરફી પ્રેમ - 2


" એક તરફી પ્રેમ."

હવે બસ આવી રીતે જ સ્પીચલેસ મુલાકાતોનો સિલસિલો શરૂ થયો, ક્યારેક ઔપચારીક કેમ છો કેમ નઇ એવું બન્ને એકબીજાને પુછી લેતા,
હીરોને હવે એ છોકરી બવ ગમવા લાગી હતી, હવે તે એને જોવાના અને તેની સાથે વાત કરવા ના, હમેશાં મોકાની તલાશમાં જ રહેતો,

એ છોકરીને જોવાના તો અવારનવાર ચાન્સ મળતા રહેતા, પણ તેની સાથે એકાંતમાં વાત કરવાનો ચાન્સ હજુ સુધી નહોતો મળ્યો, હીરો ક્યારેય પોતાની ફીલીંગ્સ, અને પ્રેમ શબ્દોમાં વ્યકત ના કરી શક્યો,બસ એ ખૂબસૂરત છોકરીની સુંદરતા નિહાળતો રહ્યો.,

ખરેખર એ ખૂબ જ સુંદર પરી હતી, ભલે એ રંગે થોડીક શ્યામ હતી, તેની હાઇટ સામાન્ય હતી કોઇ મોડલ જેવી ઉચી નહોતી , પણ તેની ગરદન હમેશા ગર્વ થી ઉચી જ રહેતી,
તેનો શ્યામ વર્ણ જાણે તેની સુંદરતામાં જ વિલીન થઈ જતો.,

તેની ચાલવાની અદા પણ અનોખી, એ એક અલગ જ પ્રકારનું અભિમાન લઈ ને ચાલતી ,
તેનો દુપટ્ટો તો બસ ઔપચારીક જ રહેતો,
જ્યારે એ ચાલે ત્યારે એ દુપટ્ટો હવા સાથે જ વાત કરતો , અને લહેરાયા કરતો.,

તેની આંખ , એ કાળી ભમ્મર આંખ, અને એ આંખના ઊંડા ભવરમાં એક અફીણી નશો હતો, એ આંખનો નશો એવો કે એના ઊંડા ભવરમાં ડૂબ્યા બાદ કોઈ વોડકાનો નશો પણ ઉતરી જાય, અને એ અફીણી આંખનો નશો ચડી જાય.,

અને એનું અભિમાન, ઈગો પણ એવો કે, શું કહેવું? , ગુસ્સો તો જાણે એનું આભૂષણ , અને એ આભૂષણ તેને ખૂબ જ શોભતુ, અને એ જ્યારે વ્હાઇટ ચીકનવર્કનું ટોપ, અને ઓરેન્જ ચુડીદાર સલવારનો પંજાબી ડ્રેસ પહેરતી ત્યારે ,
ત્યારે તો, તે એક ધરતી પરની અપ્સરા લાગતી, અને હીરો માટે તો કોઈ અપ્સરાનો મતલબ એટલે આ તેની ખૂબસૂરત પરી.,

ક્યારેક હીરોની નજર એને એકીટશે ટગર ટગર જોઈ રહી હોય, ત્યારે એ ગુસ્સો તેના નાક પર દેખાતો, અને ત્યારે એ તેની આંખથી જાણે ઠપકો આપતી.,

જ્યારે પણ એ એની આગવી સ્ટાઇલમાં ઠપકો આપતી, ત્યારે એ તેના બન્ને હોઠોને દબાવી, જમણી બાજુએ ખેચતી, અને એક અલગ પ્રકારનુ મોઢું બગાડતી, આ, આ એક એની અદા હતી , અને એ અદાથી ગુસ્સામાં આપેલ એ ચેતવણી રહેતી, આવી ચેતવણી મળ્યા બાદ, હીરોને તેનો એક આદેશ સમજીને નજરને જુકાવીને ફેરવી લેવી પડતી, એ પછી હીરોની આ આંખોની ગુસ્તાખી માફ થતી.,

આવી રીતે ઇશારો ઇશારોમાં , દિવસ કપાઈ રહ્યા હતા , અને લગભગ ત્રણેક વર્ષનો સમય આવી પ્રેમ મસ્તીમાં જ વીતી ગયો.,

એમની બન્ને વચ્ચે પર્સનલ વાતચીત તો શક્ય ના બની, યુગ તો આ મોબાઈલનો જ હતો, પણ પરિસ્થિતિઓએ આ બન્ને પાસે લવલેટરો જ લખાવ્યા, હા ક્યારેક પ્રેમ ચીઠ્ઠીઓ લખાતી, અને એ સોસાયટીની ગલીઓમાં તેની છુપચુપકે ચાન્સ જોઇને આપ લે થઈ જતી, ચીઠ્ઠીઓમાં પણ કેમ છો ?, શું કરો ?, તમે મને બવ ગમો, બસ આવા સવાલ જવાબો જ થતા રહેતા.,

પણ એકવાર હીરોએ હિંમત ભેગી કરી, અને એ પણ વેલેન્ટાઇન ડે ના અવસરે, અને એક લવલેટર લખ્યો , નહી તૈયાર કર્યો, એમાં મસ્ત મસ્ત રંગબેરંગી અક્ષરોથી, વેલેન્ટાઇન વાળા દીલની આક્રૃતિ દોરીને તેમાં લાગણીઓના રંગ પુરેલા, અને એના દીલના અરમાનોને હીરોએ
એ ચીઠ્ઠીમાં બહુ સાચવીને મૂકેલા.,

પછી એ લેટરને વાળીને એના ખીસ્સામાં મુક્યો, અને એ ઘરની બહાર નીકળ્યો તેના ચહેરા પર તે દિવસે મસ્ત મજાની સ્માઇલ હતી , અને સાથે સાથે તેની આંખોમાં એક ઇંતજારની બેચેની પણ હતી.,

મૌસમ પણ એ દિવસે ખૂબ રોમેન્ટિક હતું, ગઇ રાત્રે વરસાદ પણ મન મૂકીને ધીમો ધીમો વરસ્યો હતો, એ મૌસમમાં જાણે ઠંડી હવાઓનું મધુર સંગીત વાગી રહ્યું હતું, વૃક્ષો અને પક્ષીઓ આ મધુર સંગીતના સહારે એ હવાઓ સાથે રોમાન્સ કરી રહ્યાં હતા.,

હવે ત્યાં એની પ્રેયસીના આગમનનો એ નિશ્ચિત સમય થઇ રહ્યો હતો, હીરો નવા કપડાં પહેરીને એ ગલીના ખૂણે ઉભો રહ્યો, પછી સામે થોડેક દુરથી તેની પ્રેયસી ચાલીને આવી રહી હતી, અને દુરથી જ તે ખૂબ સુંદર લાગી રહી હતી.,

પછી નજીક આવતા હીરોએ એના ખીસ્સામાંથી એ ચીઠ્ઠી કાઢી , અને થોડેક દુરથી તેના હાથ તરફ ઘા કરી,પણ ચીઠ્ઠી નીચે વરસાદી પાણીના ખાબોચીયામાં પડી.,

એ છોકરીએ પેલી ઘા કરેલી ચીઠ્ઠી તરફ જોયું, પણ એ તે ચીઠ્ઠી ખાબોચીયામાંથી લઈ ના શકી, એના મમ્મી પાછળ એ ગલીમાંથી આવી રહ્યા હતા એટલે, એના મમ્મીએ તેને એની સાથે ચાલવાનું કહ્યું, કદાચ કોઈ કામ માટે એ બજારમાં જવાના હશે, પછી એ છોકરી તેના મમ્મી સાથે ચાલી નીકળી, તેની મમ્મીની હાજરીમાં તેણે એ ચીઠ્ઠી ઉપાડવાની હિંમત ના કરી, એ છોકરી ફરી ફરીને એ ચીઠ્ઠી સામે અને હીરોની સામે જોતી રહી.,

આ દ્રશ્ય જોઇને હીરો ખૂબ નિરાશ થયો, તેણે એ ચીઠ્ઠીમાં તેના દીલના અરમાન, અને પ્રેમનો પ્રસ્તાવ લખેલો હતો, હીરોએ પછી એ ખાબોચીયા પડેલ ચીઠ્ઠી તરફ જોયું, એ ખાબોચીયાનું પાણી રંગબેરંગી થઇ રહ્યું હતું,
જાણે તેના બધા જ અરમાનો એ પાણીમાં ઓગળી રહ્યા હતા, એ ચીઠ્ઠીમાં એની લાગણીઓથી પુરેલા એ રંગો, એ રંગો હવે પાણીમાં કઇક નવુજ વિક્રૃત સ્વરૂપ લઇ રહ્યા હતા, હીરો આ દ્રશ્ય બસ જોતો રહ્યો, અને દીલમાં ને દીલમાં રડતો રહ્યો.,

તો પણ આ હીરોએ હિંમત ના હારી, તેણે ફરીવાર એ લવલેટર તૈયાર કર્યો, પણ પછી તેને એ લેટર પહોચાડવાનો કોઇ અવસર ના મળ્યો, ત્રણેક મહિના જેવો સમય પસાર થઇ ગીયો, એ લેટર તેના ખીસ્સામાં જ પડ્યો રહ્યો, દિવસો ઉપર દિવસો પસાર થતા ગયા,પણ પછી એ છોકરી ક્યાંય સોસાયટીની ગલીઓમાં નજર ના આવી.,

હીરોની હાલત હવે પેલા લવ બર્ડ જેવી થઇ હતી, જે પક્ષીઓનું એક જોડુ હોય, એ બે પક્ષી જીવનભર આકાશમાં સાથે જ પ્રવાસ કરે છે, ક્યારેય પણ ગમે તેવી પરિસ્થિતિઓમાં જે એકબીજાનો સાથ નથી છોડતા, પણ જ્યારે કુદરત એની નીયત નીયતીના આધારે ફીક્સ કરે છે, અને એ બેમાંથી એક પક્ષી મૃત્યુ પામે ત્યારે બન્નેની જોડી ખંડીત થતા બીજુ પક્ષી પણ તેના સાથીના વિરહમાં ભુખ્યુ તરસ્યુ કઇ ખાધા પીધા વગર મૃત્યુ પામે છે.,

હીરોના દિવસો હવે આવી બેચેનીમાં પસાર થઈ રહ્યાં હતા, તેનું મન ક્યાય કામમાં લાગતું નહોતું, ભુખ તરસ ઓછી થઈ ગઇ હતી, નવા નવા કપડાં પહેરવાનું હવે મન નહોતું થતું.,

એવામાં, આવી પરિસ્થિતિઓમાં હીરોને ક્યાકથી સમાચાર મળ્યા, કે એ છોકરીના હમણાં લગ્ન થવાના છે, તેની સગાઈ હમણાં જ અઠવાડિયા પહેલાં જ થઈ.,

આવા સમાચાર મળતા હીરોને જબરદસ્ત શોક લાગ્યો, તેને આ વાત માનવામાં ના આવી, અને માનવામાં આવે તેવી પણ નહોતી,
એ છોકરીની ઉંમર જ હજુ શું હતી, તેણે તો હજી હમણાં જ યુવાનીમાં પગ મુક્યો હતો, હજુ તો તેને એ આઝાદી માણવાની પણ બાકી હતી, એ તો હજી ભણવામાં જ વ્યસ્ત હતી, આ ઉંમરમાં એ સગાઈ કેવી રીતે કરી શકે ? , આ ઉંમરમાં એ લગ્ન વિશે કેવી રીતે વિચારી શકે ? , મનમાં આવા ઘણા સવાલો ઉઠ્યા.,

પછી મનમાં ઉઠતા આવા સવાલો સાથે તેણે એ છોકરીના પરિવારના તેના એક પરિચીત વ્યક્તિ પાસેથી જાણકારી લીધી, અને એ વાત સાચી હતી, હવે માનવા સિવાય છુટકારો નહોતો, હજી તો એ પ્રેયસીને પ્રપોઝ કરવાનો પણ બાકી હતો, મનભરીને વાતો કરવાની બાકી હતી.,

હીરોના મનમાં તો એક તમન્ના હતી, કે તેની એ ખૂબસૂરત પરી જેવી પ્રેયસીને, બસ ક્યાંક દુર કે જ્યાં ખામોશીનો મેળો હોય, ત્યાં લઈ જવી હતી, અને એ શાંત મેળાના મોટા ચકડોળમાં તેને બેસાડવી હતી, અને એ બન્ને સિવાય બીજુ કોઇ એ ચકડોળમાં ના હોય, અને બસ સામસામે બેસીને એ તેની ખૂબસૂરત પરીને જોયા જ કરવી હતી, અને એ ખૂબસૂરત સમય પછી ત્યાંજ સ્થિર થઇ જાય.,

તો શું આ સ્વપ્નો , હવે સ્વપ્નો જ રહી જશે ?,
" વધુ આવતા અંકે."