સાહો મુવી રિવ્યુ Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાહો મુવી રિવ્યુ

સાહો મુવી રિવ્યુ

બાહુબલી ફિલ્મની ભવ્ય સફળતા બાદ ભારતભરમાં જાણીતાં થયેલાં બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ સાહોનાં રિલીઝ થવાનો દરેક સિનેરસિક આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો..તો ફાઇનલી 30 સપ્ટેમ્બરનાં રોજ આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને આ ફિલ્મ દર્શકોની અપેક્ષા ઉપર ખરી ઉતરી છે કે પછી ઠગ્સ ઓફ હિંદુસ્તાન ની માફક ખાલી નામ બડે ઔર દર્શન છોટે સાબિત થઈ છે એ જાણીશું આ રિવ્યુમાં.
ડિરેકટર અને લેખક:-સુજીથ
પ્રોડ્યુસર:-ભૂષન કુમાર (ટી સિરીઝ)
ડાયલોગ:-અબ્બાસ દલાલ અને હુસૈન દલાલ
લંબાઈ:-170 મિનિટ
સ્ટાર કાસ્ટ:-પ્રભાસ,શ્રદ્ધા કપૂર,મંદિરા બેદી, નિલ નીતિન મુકેશ,મહેશ માંજરેકર,અરુણ વિજય, જેકી શ્રોફ,ચંકી પાંડે,મુરલી શર્મા,એલી અવરામ,જેકવેલીન ફર્નાન્ડિઝ.
સ્ટોરી:-
ફિલ્મની શરૂઆત થાય છે ટીનુ આનંદનાં વોઇસ ઓવર સાથે..ટીનુ આનંદ વાજીદ નામનાં એક કાલ્પનિક ક્રાઈમ શહેરનો માફિયા ડોન ઋતુરાજ હોય છે.જે પોતાનાં પુત્ર દેવરાજ(ચંકી પાંડે) ને પોતાનો વારસદાર બનાવવાનાં બદલે આ ગાદી માટે યોગ્ય એવાં પોતાનાં વફાદાર રોય(જેકી શ્રોફ)ને પોતાનો વારસદાર બનાવે છે.
આગળ જતાં રોય પોતાની બુદ્ધિ અને શક્તિનાં જોરે પોતાનું સામ્રાજ્ય ભારત સુધી વિસ્તારે છે.પણ હવે આ બધું સીધે-સીધું ચાલે તો એને ફિલ્મ કઈ રીતે કહેવાય..રોયનું એક અકસ્માતમાં મૃત્યુ થતાં ની સાથે જ શરૂ થાય છે વાજીદ શહેરની ગાદી નો વારસદાર બનવાની ગંદી રાજરમત.
આ તરફ ભારતમાં એક સિરિયલ રોબરી કેસમાં પોલીસનાં હાથ કંઈપણ ના આવતાં રોબરને પકડવા અંડર કવર કોપ અશોક ચક્રવર્તી(પ્રભાસ) ને બોલાવવામાં આવે છે..પોતાની ડ્યુટી પર જ અશોક ની મુલાકાત થાય છે પોલીસ ઓફિસર(અમૃતા નાયર) જોડે..અશોક અને અમૃતા વચ્ચેનો રોમાન્સ આગળ વધતી પોલીસ તપાસ નાં આધારે વધતો બતાડવામાં આવ્યો છે.
આગળ જતાં એક બ્લેક બોક્સ નામની વસ્તુનો ઉલ્લેખ થયો છે જે પાસવર્ડ છે વાજીદ સિટીમાં મોજુદ મિલિયન ડોલર જેમાં મોજુદ છે એ લોકર નો..આ બ્લેક બોક્સ ને મેળવવાં ની કહાની અને પોલીસ દ્વારા ચોર ને ધર દબોચવાની કોશિશ સાથે-સાથે ચાલુ રહે છે..ઈન્ટરવલ આવતાં આવતાં ફિલ્મ એક નવાં ટ્વીસ્ટ સાથે પુરી થાય છે જે દર્શકો ને અચંબામાં મુકતી જાય છે.
ઈન્ટરવલ પહેલાં જે અધૂરી સ્ટોરી રાખવામાં આવી હતી એને તબક્કાવાર ઈન્ટરવલ પછી પૂર્ણ કરવામાં આવી છે.ઈન્ટરવલ બાદ જે એક્શન દ્રશ્યો છે એ હોલીવુડ ફિલ્મોની યાદ અપાવે એવાં છે..ફિલ્મનો 30 મિનિટ લાંબો ક્લાઈમેક્સ એક નવાં ટ્વીસ્ટ સાથે પૂરો થાય છે.
એક્ટિંગ:-રોયનાં નાનકડાં રોલમાં જેકી શ્રોફ જામે છે.કલ્કિ નાં પાત્રમાં મંદિરા બેદી અને પ્રિન્સ નાં રોલમાં મહેશ માંજરેકર નું કામ પણ ઠીકઠાક કહી શકાય એવું છે.નિલ નીતિન મુકેશે પણ પોતાનાં ભાગે આવતું કામ યોગ્ય કરી બતાવ્યું છે.
આટલાં બધાં નેગેટિવ શેડ નાં પાત્રો હોવાં છતાં આ બધાંમાં પોતાનાં અભિનય નાં જોરે ચંકી પાંડે અલગ તરી આવે છે..ખરેખર ચંકી ની એક્ટિંગ માણવાલાયક ખરી.જેકીશ્રોફ નાં દીકરા નાં રોલમાં અરુણ વિજય સારી પસંદગી છે..બાકી મુરલી શર્મા અમુક અમુક જગ્યાએ દર્શકોને હસાવવામાં સફળ થાય છે.
ફિલ્મમાં મુખ્ય પાત્રો ની વાત કરીએ કે પ્રભાસ પોતાની મારધાડ એક્ટિંગ નાં જોરે દર્શકોની તાળીઓ અને સિટીઓ એકઠી કરવામાં સફળ તો થાય છે પણ બાહુબલી નાં પોતાનાં પાત્ર જેટલી છાપ દર્શકોનાં મનમાં છોડવામાં નિષ્ફળ જાય છે એમ કહેવું ખોટું નથી..આમ છતાં એક એક્શન ફિલ્મ માટે જેવું જરૂરી છે એવું માચોમેન ફિઝિક અને એક્શન દ્રશ્યો માટે કરવાં પડતાં સ્ટંટમાં મહારથ હોવાથી પ્રભાસ ને ઓન સ્ક્રીન જોવાની મજા આવશે.હિન્દી ડબિંગ માટે પ્રભાસે જાતે હિન્દી શીખ્યું અને પોતાનાં રિયલ વોઈસમાં ડબિંગ કર્યું જે પ્રભાસ નું પોતાનાં કામ પ્રત્યેનું ડેડીકેશન દર્શાવે છે.
પોલીસ ઇન્સ્પેક્ટર અમૃતા નાયરનાં રોલમાં શ્રદ્ધા કપૂરની એક્ટિંગ અમુક જગ્યાએ સારી લાગે છે તો અમુક જગ્યાએ એને ફક્ત ફિલ્મમાં ગ્લેમર માટે કાસ્ટ કરવામાં આવી હોય એવું લાગે છે.આ સિવાય ફિલ્મમાં એક આઈટમ ડાન્સ માં જેકવેલીન પણ બે-ચાર ઠુમકા લગાવી ઓડિયન્સ નું મબોરંજન કરે છે.એલી અવરામ ફિલ્મમાં કેમ છે એ ભગવાન જાણે અથવા તો ફિલ્મ ડિરેકટર સુજીથ.
મ્યુઝિક:-ફિલ્મમાં પહેલાં એ.આર.રહેમાન મ્યુઝિક આપવાનાં હતાં પણ તરીખોની સમસ્યા નાં લીધે એ શક્ય ના બન્યું..ફિલ્મમાં જે ગીતો નું લોકેશન સરસ છે પણ ગીતો ઠીક ઠાક છે.એમાં પણ દરેક ગીત ને વધારામાં ઘુસેડવામાં આવ્યું હોય એવું લાગે છે.તનીસ્ક બાગચીનું મ્યુઝિક એવરેજ છે.
ફિલ્મનું સૌથી સારું જમા ફિલ્મનાં એક્શન દ્રશ્યો..350 કરોડ જેટલાં મોટાં બજેટની ફિલ્મ હોવાથી આ પ્રકારનાં એક્શન સિક્વન્સ જોવાં મળશે એવી ગણતરી તો ફિલ્મનાં ટ્રેઈલર ને જોતાં ની સાથે જ હતી..ફિલ્મમાં હોલીવુડ નાં ઘણાં બધાં એક્શન ડિરેકટરનો ઉપયોગ કરાયો છે એ જોતાં વેંત જ સમજી શકાય છે.આમ છતાં ફિલ્મનાં વિઝ્યુઅલ અને સ્પેશિયલ ઈફેક્ટ અપેક્ષા કરતાં ઘણી નિમ્ન સ્તરની છે..ઘણી હોલીવુડ ફિલ્મોનાં એક્શન સીન ની કોપી કરાઈ હોવાનું પણ એક્શન દ્રશ્યો જોતાં લાગશે.

ફિલ્મ જોવી કે નહીં..?
હવે જો તમે આ ફિલ્મ બાહુબલી ફેમ પ્રભાસની હોવાથી એની તુલના બાહુબલી જોડે કરો તો એ સરખામણીમાં આ ફિલ્મ તમારી અપેક્ષા પર ખરી નહીં ઉતરે..બાહુબલી એક માસ્ટર કલાસ હતી જે દાયકામાં એકાદ વાર જ બને તો પ્રભાસ ની ફિલ્મ હોવાથી સાહોની સરખામણી બાહુબલી સાથે કરવી યોગ્ય નથી.
ફિલ્મ સંપૂર્ણપણે ડાયરેકટર સુજીથની નબળી સ્ટોરી,નબળાં ડાયરેક્શન અને ઢીલાં સ્ક્રીનપ્લે નાં લીધે ફિલ્મ અમુક જગ્યાએ ફાસ્ટ છે તો અમુક જગ્યાએ વધુ પડતી ધીમી લાગે છે.આજ કારણે ઊંચી દાલ,ફિકા પકવાન જેવો ઘાટ સાહો સાથે સર્જાયો છે.
જો તમને એક્શન ફિલ્મો ગમતી હોય અને તમે પ્રભાસ તથા શ્રદ્ધા કપૂરનાં ફેન હોય તો આ ફિલ્મ એકવાર તો જોવાં જેવી ખરી.હું આપું છું આ ફિલ્મને 5 માંથી 2.5 સ્ટાર.બાકી તો એકસાથે 5 ભાષાઓ અને 10,000 સ્ક્રીન પર રિલીઝ થઈ હોવાથી રોકાણ જેટલી રકમ તો આ ફિલ્મ એકઠી કરી જ લેશે એમાં નવાઈ નથી.
P square movieplax,ગોતા,અમદાવાદ
-જતીન.આર.પટેલ (શિવાય)