whatsup નો લાસ્ટસીન Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

whatsup નો લાસ્ટસીન

" Whatsup નો લાસ્ટ-સીન"

હાલ ના યુગ માં જો એવો સવાલ કરો કે એવી કઈ વસ્તુ છે જેના વગર તમને ના ચાલે તો મોટાભાગ ના લોકો નો એક જ જવાબ હશે.. "મોબાઈલ". એમાં પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ફેસબૂક, whatsup, ઇન્સ્ટાગ્રામ ના જમાના એ તો મોબાઈલ નું રીતસર નું લોકો માં વળગણ લગાડી દીધું છે.

દરેક ની જીંદગી ની ઘણી સોનેરી પળો મોબાઈલ ના લીધે આવે છે અને ઘણી દુઃખદ પળો આપવામાં પણ મોબાઈલ આગળ પડતો ભાગ ભજવે છે. ક્યારેક નવા બાળક ના જન્મ ના તો ઘણી વાર કોઈ અંગત ને ગુમાવવા ના સમાચાર મળે.. ક્યારેક પ્રેમ નો સ્વીકાર કરવાનો મેસેજ આવે તો કયારેક બ્રેકઅપ કરવાનું જણાવવાનો મેસેજ.. આવા જ મોબાઈલ થી શરૂ થતી અને મોબાઈલ પર જ પૂર્ણ થતી એક સુંદર લવસ્ટોરી ની શરૂવાત કંઈક આ રીતે થઈ.

રીતુ અને કેતુલ ની લવસ્ટોરી ના પ્રથમ પગથિયાં માં હતી એક ફેસબૂક માં મોકલવામાં આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ.. રીતુ પોતાના આલીશાન ઘર માં પોતાના બેડરૂમ માં મખમલી પલંગ માં પડી પડી યુ ટ્યુબ પર ન્યુ હોલીવૂડ મૂવીઝ ના ટેઇલર જોઈ રહી હતી એવા માં એના મોબાઈલ માં વાયબ્રેશન થયું અને ફેસબુક નોટિફિકેશન ટોન વાગી.. શું નોટિફિકેશન હતી એ જોવા રીતુ એ મોબાઈલ હાથ માં લીધો અને લોક ખોલી ફેસબુક ઓપન કર્યું.

ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ વાળા બટન પર એક ન્યુ રિકવેસ્ટ આવી હોય એવો આઈકન હતો.. રીતુ એ ખોલી ને જોયું તો કેતુલ ની રિકવેસ્ટ હતી.. કેતુલ ઉર્ફે કેતુ એની કલાસ માં જ અભ્યાસ કરતો સીધો સાદો યુવાન હતો.. રીતુ કોલેજ ના પ્રથમ વર્ષ માં જ અભ્યાસ કરતી હતી અને કોલેજ માં સ્ટડી શરૂ કરે હજુ ચારેક મહિના નો જ સમય વીત્યો હોવા થી કલાસ માં વધુ લોકો ને ઓળખતી નહોતી. કેતુલ સાથે ત્રણ ચાર વખત ફોર્મલ વાત થઈ હતી એમાં કેતુલ નો વ્યવહાર રીતુ નો માફક આવ્યો હતો.

રીતુ એક પૈસાદાર કુટુંબ માં થી આવતી છોકરી હતી, છતાંપણ લજ્જા અને મર્યાદા ને રીતુ પોતાનું ઘરેણું માનતી હતી.. કદ કાઠી માં રીતુ ની કાયા પ્રમાણ માં પાતળી કહી શકાય એવી હતી.. પણ અત્યારે છોકરી ઓ ફિગર પ્રત્યે વધુ સભાન હોવાથી વજન વધારતી જ નથી.

રીતુ નો ચહેરો જેનેલિયા ડિસુઝા ને મળતો આવતો હતો. દાડમ જેવા દાંત ની સાથે પેઢાં દેખાય એવી ખુલ્લા હૃદય ની મુસ્કાન એ રીતુ નું આભુષણ હતું. નાક પર સાનિયા મિર્ઝા ના જેવી રિંગ એના આકર્ષક ચહેરા ને વધુ ખીલવતી હતી. ડ્રેસિંગ સેન્સ એવું ગજબ નું કે એવું લાગે કે ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એના રોજ પહેરવાના કપડાં નક્કી કરતો હશે.

રીતુ એ કેતુલ ની રિકવેસ્ટ ઍક્સેપ્ટ તો કરવી હતી પણ એ પહેલાં એની કેતુલ ની પ્રોફાઈલ ચેક કરવાનું વિચાર્યું. કેતુલ ના જુના ફોટો જોયા જેમાં એ સાવ બબુચક જેવો લાગતો હતો.. ચહેરા પર ચશ્માં અને તેલ નાંખી ઓળવેલ વાળ જોઈ રીતુ ને હસવું આવી ગયું.. ક્યાં અત્યાર નો સ્માર્ટ અને હેન્ડસમ કેતુલ અને ક્યાં આ ચંપુ કેતુલ.. !!

રીતુ એ આગળ જોયું તો અબાઉટ માં પર્સનલ ડિટેલ માં કેતુલ બર્થડેટ જોઈ.. બર્થડેટ જોતાં જ રીતુ ના મોઢે થી બોલાઈ ગયું.. " કાલે કેતુલ ની બર્થડેટ છે..

તરત જ માઉસ નું લેફ્ટ સાઈડ નું બટન ને પોતાના મુલાયમ હાથ ની નાજુક આંગળીઓ નો સ્પર્શ કરાવી રીતુ એ કેતુલ ની રિકવેસ્ટ સ્વીકારી લીધી.. અને એને જન્મદિવસ ની શુભેચ્છા આપતો મેસેજ કરવાનું વિચાર્યું.. પણ એનું ધ્યાન ઘડિયાળ પર પડ્યું તો હજુ રાત્રી ના બાર વાગવામાં અડધો કલાક વાર હતી.. એટલે એને અડધો કલાક પછી મેસેજ કરવાનું નક્કી કરી યુટ્યુબ ઓપન કર્યું અને સોન્ગ સાંભળવા લાગી.

"છુપાના ભી નહીં આતા, જતાના ભી નહીં આતા...

હમેં તુમસે મોહાબત હૈ બતાના ભી નહીં આતા.. "

એક પછી એક ચાર પાંચ ગીતો સાંભળ્યા પછી એકજેક્ટ રાત ના બાર વાગે રીતુ એ કેતુલ ને મેસેજ કર્યો..

"Dear ketul, happy birthday with many many happy returns of the day.. God bless you dear.. All your wish come true this year.. "

મેસેજ કરી કોમ્પ્યુટર બંધ કરી, મોબાઈલ નો ડેટા ઓફ કરી રીતુ તો સુઈ ગઈ પણ એક બિચારો છોકરો એ મેસેજ વાંચી રાતભર સુવાનો નહોતો એ નક્કી હતું.

જેવી રીતુ એ રિકવેસ્ટ એસેપ્ટ કરી એ સમયે કેતુલ ઓનલાઈન જ હતો.. કેતુલ માટે તો રીતુ દ્વારા સ્વીકાર કરવામાં આવેલી એની ફેસબુક રિકવેસ્ટ ખુબ આનંદ આપનારી પળ સમાન હતી. આ ઉપરાંત જ્યારે રીતુ એ એકજેક્ટ બાર વાગે રીતુ એ પોતાને જન્મદિવસ ની વિશ કરી એતો એની અત્યાર સુધી ની સૌથી મોટી ગિફ્ટ હતી.

ચહેરા પર એક મસ્ત મજા ની સ્માઈલ સાથે કેતુલ પલંગ માં તો પડ્યો પણ કાલે રીતુ ને કઈ રીતે thanks કહીશ એ વિચારવામાં ઊંઘ તો જોજનો દુર હોય એવું લાગતું હતું. કાલે રીતુ મળશે ત્યારે શું કરીશ એ વિચારવા માં ઘણો સમય નીકળી ગયો આમ પણ..

"ઉન નૈંનો મેં નીંદ કહાઁ.. જીન નૈંનો મૈં ખ્વાબ બસે હો... "

***

આજે કેતુલ બ્લેક કલર નું નેરો જીન્સ.. નાઈક ના શૂઝ અને ડેનીમ ના બ્લુ શર્ટ માં ખૂબ સોહામણો લાગી રહ્યો હતો. સવારે એ વહેલો કોલેજ આવીને રીતુ ની રાહ જોઈને ઉભો હતો.

સવારે કોલેજ માં રીતુ ના પ્રવેશતા ની સાથે જ કેતુલ હાથ માં ડેરીમિલ્ક સિલ્ક ની મોટા માં મોટી ચોકલેટ લઈને ઉભો હતો.. એ રીતુ સામેં લંબાવતા કહ્યું.. "thanks રીતુ"

"Haapy birthday ketul.. "ચોકલેટ નો સ્વીકાર કરતા રીતુ એ કહ્યું..

આગળ વધુ શું બોલવું એ કેતુલ ને સૂઝ્યું નહીં એટલે દાંત વડે હોઠ ને દબાવતાં, હાથ વડે પોતાના ચહેરા ની ખુશી છુપાવતાં કેતુલ એટલું જ બોલ્યો"રીતુ.. મારા ઘરે સાંજે બર્થડેટ ની પાર્ટી છે, શું તું આવીશ?"

"ઓફકોર્સ.. વ્હાય નોટ.. વી આર ફ્રેન્ડ અને ફ્રેન્ડ ની દરેક ખુશી અને દરેક દુઃખ માં સાથ આપવો એ તો ફ્રેન્ડશીપ નો નિયમ છે.. અરે યાર તું બધા ને આવડી મોટી ચોકલેટ આપે છે?" ચોકલેટ બતાવતાં રીતુ એ કહ્યું.

"સાચું કહું તો ના.. ખાસ તારા માટે જ લાવ્યો હતો... "અચકાતા અચકાતા કેતુલ બોલ્યો.

"પણ મારા જેમ બીજા ઘણા તારા ફ્રેન્ડ છે તો ફક્ત મારા માટે.. કોઈ ખાસ કારણ?" બંને આંખો ની ભ્રમર ને ઉંચી કરી રીતુ એ સવાલ કર્યો.

"હમમમમમ.. યાર શું કહું... પણ તારા જેમ કોઈએ મને રાતે એકજેક્ટ બાર વાગે વિશ નથી કરી.. એ બધા ફ્રેન્ડ છે તો તું સ્પેશિયલ ફ્રેન્ડ"કેતુલ ની વાત સાંભળી રીતુ હસી પડી.

સાંજે કેતુલ માં ઘરે ભવ્ય પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું.. રીતુ સમયસર પહોંચી ગઈ.. આછા ગુલાબી રંગ ના અનારકલી ડ્રેસ માં એ અદ્ભૂત લાગી રહી હતી. કેતુલ ની ખુશી રીતુ ને જોઈ બેવડાઈ ગઈ. એને આજે રીતુ ની ફ્રેન્ડશીપ રૂપે અત્યાર સુધી ની સૌથી મોટી ગિફ્ટ મળી ગઈ હતી.

આ હતું બંને ની લવસ્ટોરી નું પ્રથમ સોપાન.. પછી તો બંને ની મિત્રતા માં દિવસે ને દિવસે વધારો થવા લાગ્યો.. કોલેજ માં થી બંક મારી ફરવા જવું.. સાથે મુવી જોવા જવું.. જોડે કોફી પીવા જવું.. નાના માં નાની ખુશી ઓ ને એકબીજા સાથે શેર કરતાં કરતાં બંને એકબીજા ને પરસ્પર ચાહવા લાગ્યા.

"દિલગી ને દી હવા થોડા સા ધુવા ઉઠા ઓર પ્યાર હો ગયા..

તેરી મેરી દોસ્તી પ્યાર મેં બદલ ગઈ"

ધીરે ધીરે મિત્રતા પ્રેમ માં પરિણમી, એક વર્ષ આમ ને આમ વીતી ગયું.. રીતુ ને એક મસ્ત નીક નેમ મળી ગયું"મીરાં".. કેતુલ ની મીરાં.. રીતુ પણ કેતુલ ને પ્રેમ થી કેતુ જ કહેતી.

ફરી થી કેતુલ નો જન્મદિવસ પણ આવી ગયો.. મોડી રાતે કોલેજ મિત્રો એ મળી એના ઘરે બર્થડે પાર્ટી રાખીહતી.. કોલેજીયન હવે રાત્રે મોડા બાર વાગે ભેગા મળી બર્થડે સેલિબ્રેટ કરતાં આ એક ક્રેઝ બની ગયો હતો.

બધા મિત્રો તો કેતુલ ના ઘરે નિયત સમય કરતાં ઘણા વહેલાં આવી ગયા હતા પણ કેતુલ ની આંખો એ બધાં ની વચ્ચે પણ પોતાના હૃદય ના ટુકડા ને શોધી રહી હતી.. સાડા અગિયાર થવા આવ્યાં હતાં પણ રીતુ હજુ આવી ન્હોતી.

કેતુલે રીતુ ને સાંજે કોલ કરી પણ કીધું હતું કે વહેલાં આવી જાય પણ હજુ સુધી એટલે કેતુલે રીતુ ને કોલ કર્યો.. પણ રીતુ એ કોલ કટ કરી દીધો અને whatsup પર મેસેજ કર્યો કે "અત્યારે હું ઓન ધ વે છું, હું ગિફ્ટ શોપ માં ગઈ હતી એટલે મોડું થયું બસ પંદર વીસ મિનીટ માં આવું"

કેતુલે મેસેજ વાંચ્યો, મેસેજ કરી તરત જ રીતુ ઓફલાઇન થઈ ગઈ હતી.. એના whatsup નો લાસ્ટ સીન હતો... ૧૧:૨૭.. મેસેજ કર્યા ને વીસ મીનીટ છતાં પણ રીતુ આવી નહીં એટલે કેતુલ ની બેચેની વધી ગઈ.. એને રીતુ ને કોલ કરવાનો પ્રયત્ન કર્યો પણ એનો ફોન બંધ આવતો હતો.

બાર વાગી ગયાં પણ રીતુ હજુ સુધી આવી નહીં.. બીજા મિત્રો એ કેક કાપવાનું કહ્યું પણ કેતુલ ને જાણે કોઈ ની વાત ની પડી ના હોય એમ હજુ પણ રીતુ આવશે એવી આશા એ દરવાજે મીટ માંડી ને બેઠો હતો.. સવા બાર થઈ ગયા પણ રીતુ નો કોઈ સંપર્ક ના થઈ શક્યો એટલે કેતુલ ની ચીંતા વધી ગઈ.. અચાનક એના ફોન ની રિંગ વાગી કોલ રીતુ ના નમ્બર પર થી હતો.

"હેલ્લો રીતુ.. તું કેમ હજુ ના આવી?... અને ફોન કેમ બંધ આવતો હતો.. ?હું ક્યારનીયે તારી રાહ જોઉં છું.. " ફોન રિસીવ કરતાં ની સાથે કેતુલ ધડાધડ બોલી ગયો.

"હેલ્લો.. mr.. હું આકાશ વાત કરું.. સીટી હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ નો જુનિયર ડોકટર.. તમે આ મોબાઈલ જેનો છે એ છોકરી ને ઓળખો છો?"સામે અવાજ સંભળાયો.

"હા .. હું એને ઓળખું છું.. એ મારી ગર્લ ફ્રેન્ડ છે... કેમ શું થયું.. ?અને એના ફોન પર થી તમે કેમ વાત કરો છો.. ?"કેતુલ ને કોઈ ગંભીર વાત જણાતાં એને ધીરજ થી પૂછ્યું.

"તમે જેમ બને એમ વહેલાં સીટી હોસ્પિટલ આવી જાઓ.. અને આ છોકરી ના માતા પિતા ને તમે જાણતાં હોય તો એમને પણ અહીં આવવાનું જણાવી દેજો.. "આટલું કહી ડોકટર આકાશે કોલ કટ કર્યો.

થોડીવાર માં તો કેતુલ અને રીતુ ના માતા પિતા સીટી હોસ્પિટલ પહોંચી ગયા.. રસ્તા માં પણ કેતુલ નું હૃદય જોર થી ધબકી રહ્યું હતું.. કંઈક તો અશુભ બન્યું હોવાની શક્યતા એ નકારી શકે એમ ન્હોતો.

હોસ્પિટલ પહોંચતા જ એ દોડીને મેઈન કાઉન્ટર પર ગયો અને ડોકટર આકાશ વિશે પૂછ્યું.. ત્યાં હાજર રેસેપ્સનિસ્ટ એ ડોકટર આકાશ ક્યાં હશે એ જણાવ્યું એટલે કેતુલ દોડીને ડોકટર આકાશ ને મળવા ગયો.. પોતાની અને રીતુ ના માતા પિતાની ઓળખાણ આપી કેતુલે રીતુ ને શું થયું એ વિશે પૂછ્યું.

ડોકટર આકાશ એમને લઈને લઈને મદડાઘર સુધી લઈ ગયા. ત્યાં નું દ્રશ્ય જોઈ એમના પર જાણે આફતો નો પહાડ તુટી પડ્યો.. રીતુ ની લોહી થી ખરડાયેલી લાશ ને જોઈ એમની આંખો ઉભરાઈ આવી.. રીતુ ના ચહેરા પર માથા માં પડેલા ઊંડા ઘા માં થી લોહી ચહેરા પર પ્રસરાઈ ગયું હતું. રીતુ ના ચહેરા ના ભાવ પર થી છેલ્લે એને ભોગવેલી પીડા કેતુલ સાફ મહેસુસ કરી રહ્યો હતો.

પોતાના પ્રાણ થી પણ વધુ પ્યારી પ્રિયતમા ની આવી હાલત જોઈને કેતુલ જોર જોર થી રડવા માંગતો હતો.. એને રીતુ ની લાશ ને ભેટી ને રડવું હતું પણ રીતુ ના વિલોપાત કરતાં માતા પિતા ને જોઈ એને વિચાર્યું કે અત્યારે આમ ને મારી વધુ જરૂર છે.. કેમકે રીતુ નો ભાઈ નીરવ ફક્ત બાર વર્ષ નો હતો.. એટલે એમને હિંમત આપવા એ થોડો સ્વસ્થતા ધારણ કરી ને પોતાના દિલ ના ભાર ને દિલ માં દફન કરી ને ત્યાં એ રડ્યો નહીં.

આ બધું કઈ રીતે થયું એની તપાસ કરતાં કેતુલ ને માલુમ પડ્યું કે રીતુ જ્યારે રોડ ને ક્રોસ કરી ને જઈ રહી હતી ત્યારે પુરપાટ ઝડપે આવતા કોઈ ટ્રક સાથે રીતુ ની એક્ટિવા નું એક્સિડન્ટ થતાં એનું બ્રેઇન હેમરેજ થઈ ગયું અને એ તાત્કાલિક ત્યાં જ ઘટનાસ્થળે મૃત્યુ પામી.. ડ્રાઈવર તો નાસી છૂટ્યો.. પણ ટ્રક માં થી મળેલી દારૂ ની અડધી બોટલ પર થી ખબર પડી કે એ ત્યારે નશા માં હોવો જોઈએ.

ટ્રક માં ઓવરલોડ સામાન ભરેલો હતો.. પણ આપણા દેશ નું ઢીલાશ વાળું ન્યાયતંત્ર અને પોલીસ ના સ્ટાફ ની બેદરકારી ના લીધે એક માં બાપે એમની લાડકવાયી દીકરી, એક ભાઈ એ પોતાની બેન તો કેતુલે પોતાની જીંદગી સમાન પ્રેયસી ગુમાવવી પડી.

રીતુ ના એક્ટિવા ની ડેકી માં થી એક ગિફ્ટ બોક્સ મળ્યું જેમાં એક મસ્ત રિસ્ટ વોચ હતી.. જે એને કેતુલ માટે લીધી હતી.. ગિફ્ટ બોક્સ ઉપર લખ્યું હતું.. "just for you my love, yours mira".

કેતુલ જોડે હવે વધી હતી તો રીતુ ની યાદો, એની લાવેલી રિસ્ટ વોચ અને whatsup ની એ ચેટ જેમાં રીતુ નો લાસ્ટ સીન હતો.. ૧૧:૨૭, પોતાની જીંદગી માં કુદરતે પોતાને આપેલી સૌથી મોટી ભેટ સમાન એવી રીતુ ની યાદ માં કેતુલે હવે દરેક જન્મદિવસ ૩૩ મીનીટ પહેલાં એટલે કે ૧૧:૨૭ એ જ ઉજવવાવાનું નક્કી કર્યું.

મિત્રો સાથે વાતો કરતાં ઘણી વાર કેતુલ કહેતો કે

"મારી મીરાં સાથે વીતી એ જીંદગી હતી.. એના વગર હવે વીતશે એતો ઉંમર હશે... હા મારી જીંદગી માં સમય ની સાથે કોઈ બીજી છોકરી નું આગમન થશે પણ રીતુ નું સ્થાન મારા હૃદય માં જે રીતે અંકિત થયેલું છે એ ક્યારેય નહીં ભુસાય.. કેમકે i not just love her.. But i live her.. મેં રીતુ ને ફક્ત પ્રેમ નથી કર્યો હું જીવ્યો છું એને... !!

મિત્રો, ભારતભર માં કાનુન વ્યવસ્થા ની ખામી અને ભ્રષ્ટાચાર ના લીધે થતાં માર્ગ અકસ્માત માં વર્ષે દહાડે કેટલાયે લોકો પોતાની જીંદગી ગુમાવે છે. સરકાર દ્વારા પણ આ દિશા માં નક્કર વિચારવું જોઈએ અને પગલાં લેવા જોઈએ. વાહન ચલાવવા ને લગતા કાયદા તો બન્યા છે પણ એનો અમલ પણ એટલી જ કડકાઈ થી થાય એ જરૂરી છે.

માતા પિતા એ પણ ધ્યાન રાખવું જોઈએ કે લાયસન્સ વગર ક્યારે વાહન બાળકો ને ના આપવું. દરેકે ફોર વ્હીલર ડ્રાઈવ કરતી વખતે સીટબેલ્ટ અને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું. તમારી જીંદગી ની કિંમત ઓછી ના આંકશો.. એક નાનકડી ભુલ તમારા પરિવાર ને હમેશા માટે મોટું દુઃખ આપી જશે.

ક્યારેય કોઈ કેતુલ એની મીરાં થી કે કોઈ મીરાં એના ફેમિલી થી આમ અચાનક કાયમ માટે દુર ચાલી ના જાય એવી પ્રભુ ને પ્રાથના. કેતુલ માટે મીરાં એના દિલ ના એક ખૂણામાં હંમેશા હતી, છે અને આજીવન રહેશે.

રીતુ જોડે કરેલી whatsup ની એ ચેટ ના છેલ્લા મેસેજ અને ૧૧:૨૭ નો લાસ્ટસીન નો સ્ક્રિનશોટ લઈ એને કેતુલે પોતાના મોબાઈલ ના વોલપેપર માં મુકી ને પોતાના પ્રેમ ને કાયમ માટે અમર કરી દીધો.. !!!

***

ઓથર :- જતીન. આર. પટેલ