Whatsup na vinela moti books and stories free download online pdf in Gujarati

whatsup નાં વિણેલા મોતી

પ્રસ્તાવના

આજકાલ નો યુગ એ બહુ ફાસ્ટ અને સ્માર્ટ થઈ ગયો છે. કોઈ ની પાસે સમય નથી, બધા પોતપોતાની લાઈફ માં એવા તે ભરાઈ ગયા છે કે કોઈને કોઈની જોડે વાત કરવા સુધ્ધાં નો સમય નથી. સાચો સંબંધ, સાચો પ્રેમ, સાચો વ્યવહાર આ બધા શબ્દો આજકાલ વીતેલા જમાનાની વાત બની ગયા છે. આ દોડાદોડ ની જિંદગી માં કોઈની પાસે એકધાર્યું બેસી નવલકથા વાંચવાનો સમય ના પણ હોય.

આગળ હું ૧ નવલકથા આખરી દાવ આપ માટે લાવી ચુક્યો છું, એ સિવાય બેકફૂટ પંચ નામની નવલકથા અત્યારે લખવાની ચાલુ છે. આ સિવાય છોટુ કરી એક સુંદર થ્રીલર વાર્તા આપ માટે લાવી ચુક્યો છું. માતૃભારતી ના સર્વ વાચક મિત્રો તરફ થી પુષ્કળ પ્રેમ અને સરાહના મળી છે.

પ્રસ્તુત અંક whatsup નાં વિણેલા મોતી એ ના તો નવલકથા છે નાતો નવલિકા, અત્યારે વહાટ્સ અપ અને ફેસબુક ના જમાના માં ઈન્ટરનેટ પર મળતી માણવા લાયક અને સમજવા લાયક ટૂંકી વાર્તાઓ નો ખજાનો આપ સમક્ષ અહીં લાવી રહ્યો છું. એવું પણ બને કે કોઈક વાર્તા તમે વાંચેલી પણ હોય છતાં દરેક વાર્તા રસપ્રદ અને બહુજ સમજવા લાયક છે. ઓછા શબ્દો માં રજુ થતી આ વાર્તા એક અલગ પ્રકાર નું સંકલન છે. આમાંથી કોઈ વાર્તા મેં લખી નથી, બસ ઈન્ટરનેટ પર વાંચી સારી લાગી અને તમારા માટે એનું સંકલન તૈયાર કરીને લેતો આવ્યો.

આ સંકલન તમને અવશ્ય પસંદ આવશે એવી આશા રાખું છું, ભવિષ્ય માં આ પ્રકાર નું સંકલન તમારા માટે લેતો આવીશ.

- જતીન આર. પટેલ

***

અનુક્રમણિકા

૧. થપ્પો

૨. જિંદગી -સમજણ સમજણ નો ફેર

૩. કરિયાવર

૪. સાચી નીતિ-એજ નિયતિ

૫. મારી સાથે વૃદ્ધ થઈશ......

૬. વિનમ્રતા-સફળતા ની ગુરુચાવી

૭. મહેંદી- એક વચનનું પાલન

૮. પતિ પત્ની-સપનાનો અહેસાસ

૯. અલમાઈઝર્સ-ભૂલવાની બીમારી

૧૦. સાચો શ્રવણ

***

થપ્પો.....

65 વર્ષના દાદાએ 63 વર્ષની દાદીને કહ્યું, "ચાલને, થપ્પો રમીએ. "

દાદીએ કહ્યું, "હાય, હાય, તમેય શું બાળક જેવી વાત કરો છો ??આ ઉંમર કંઈ થપ્પો રમવાની છે !"

દાદા કહે, "મને તારી સાથે થપ્પો રમવાનું ખૂબ મન થયું છે. આજે ઘરમાં આપણા બે સિવાય કોઈ નથી. ચાલને થપ્પો રમી લઈએ. "

દાદીએ પહેલો દાવ લીધો. એકથી વીસ ગણ્યા. દાદા સોફા નીચે છુપાઈ ગયા. દાદીએ બધા રૃમ જોયા. પછી સોફા નીચેથી દાદાને શોધી કાઢ્યા.

એ પછી દાવ લેવાનો વારો આવ્યોદાદાનો. દાદાએ ધીમે ધીમે 20 સુધી ગણતરી કરી. એ પછી દાદીને શોધવા આખું ઘર ફંફોસી નાખ્યું. બધા રૃમ બે બે વાર જોયા. બાલ્કની જોઈ. બધાં કબાટ ખોલીને બરાબર ચેક કર્યું. બાથરુમ-વોશરૃમ જોયા. ક્યાંય દાદી ના મળે.

દાદા તો ગભરાઈ ગયા. એવી તો કઈ જગ્યાએ છુપાઈ ગઈકે મળતી નથી ?

ત્રીજી વખત રસોડામાં ગયા. રસોડા અને સ્ટોરરુમની બાજુમાં એક નાનકડો ખાંચોહતો તેમાં દાદી કશુંક ઓઢીને સંતાઈ ગયાં હતાં. દાદાએ તાળીઓ પાડીને દાદીનો થપ્પો કરી નાખ્યો.

પછી બન્ને જોડે ચ્હા પીવા બેઠાં.

દાદી કહે, "મને થપ્પો રમવાની ખૂબ મજા આવી. હવે આપણે રોજ થપ્પો રમીશું. "

દાદા હસતાં હસતાં કહે, થેક્યુ, બસ મારે એટલે જ થપ્પો

રમવો હતો.

"તું વર્ષોથી રસોડામાં ખોવાઈ ગઈ હતી,

મારે તને શોધવી હતી.

આજે તું જડી ગઈ. "

દાદીની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં.

ક્યારેક ક્યારેક આ રીતે

થપ્પો રમી લેવો જોઈએ.

ક્યાંક કોઈ ખોવાઈ ગયું હોય

તો જડી પણ જાય...

***

જિંદગી -સમજણ સમજણ નો ફેર

બે સ્ત્રીઓ ઓફીસ માં બેસીને વાતો કરતી હતી.

પહેલી સ્ત્રી: "ગઈકાલની સાંજ મારા માટે યાદગાર રહી, તારી?"

બીજી સ્ત્રી: "એક દુસ્વપ્ન. મારા પતિ ઘેર આવ્યા, ફટાફટ જમ્યા અને સુઈ ગયા. તે શું કર્યું?"

પહેલી સ્ત્રી: "અરે બહુજ મજા આવી! મારા પતિ ઘેર આવ્યા અને મને એક રોમેન્ટિક ડીનર માટે લઇ ગયા. જમ્યા પછી અમે એક કલાક વોક કરી. ઘેર આવ્યા પછી એમણે આખા ઘરમાં મીણબત્તીઓ સળગાવી. મને તો આ બધું પરીકથા જેવું લાગતું હતું!"

બરાબર એજ સમયે એ સ્ત્રીઓના પતિઓ પોતાની ઓફિસમાં વાત કરી રહ્યા હતા.

પતિ ૧:"કાલની સાંજ કેવી રહી?"

પતિ ૨: "એકદમ મસ્ત! હું ઘેર ગયો, જમવાનું તૈયાર હતું હું જમીને સુઈ ગયો. તે શું કર્યું?"

પતિ ૧:" એક દુસ્વપ્ન! હું ઘેર ગયો તો રસોઈ તૈયાર નહોતી, કારણ પૂછ્યું તો ખબર પડી કે હું બિલ ભરવાનું ભૂલી ગયો હતો એટલે મારા ઘરનું લાઈટનું કનેક્શન કપાઈ ગયું હતું: અમે જમવા બહાર ગયા તો ભોજન એટલું બધું મોંઘુ હતું કે ઘેર આવવાના પૈસા જ બચ્યા નહિ ચાલતા પાછા આવવું પડ્યું, એક કલાક ચાલીને અમે ઘેર આવ્યા પછી યાદ આવ્યું કે ઘરમાં તો લાઈટો જ નથી એટલે મારે આખા ઘરમાં મીણબત્તીઓ સળગાવવી પડી!!!!!!!!"

મોરલ:

તમે વાતને બીજાઓ આગળ કેવી રીતે રજુ કરો છો એજ મહત્વનું છે સચ્ચાઈ ગમેતે હોય.

***

કરિયાવર

હરખ ભેર હરીશભાઈએ ઘરમાં પ્રવેશ કર્યો.. બોલ્યા: ‘સાંભળ્યું ?’

અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.

“આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરાનું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે.

સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ. ”સોનલ એમની

એકની એક દીકરી હતી.. ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .

હા.. ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.

સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ. એસ. સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી.

હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ…

અને કાયમ કહેતા: ‘બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં તારે કામ લાગશે.. '

બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું.

લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.

હરીશભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું: ‘બેટા તારા સસરા સાથે મારી વાત થઇ…

એમણે કરિયાવરમાં કંઈ જ લેવાની ના કહી છે , ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી. તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું…તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે. ’

‘ભલે પપ્પા, તમે જેમ કહો તેમ, સોનલ આટલો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી.

સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી,

સર્વે નાં હરખનો પાર નથી.

ગોરબાપાએ ચોરીમાં સોનલના લગ્નની વિધિ શરૂ કરી, કન્યાદાન દેવાયું, પછી ફેરા ફરવાની ઘડી આવી….

કોયલનો જેમ ટહુકો થાય એમ સહસા સોનલ નાં હૈયે થી બે શબ્દો નીકળ્યા.

‘ઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે, પછી ફેરાની વિધી કરજો...

“પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી, ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ…પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું…"

"એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે…"

"જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે !"

"જો હું તમારો દીકરો હોત.... તો આટલું તો કરેત જ ને !!! “

હાજર રહેલા બધાની નજર સોનલ શું બોલે છે તેના ઉપર જ હતી ….

“પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?”

હરીશભાઈ ભારે આવાજમાં... ”હા બેટા”, એટલું જ બોલી શક્યા.

“તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો…""તમારૂ તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો. "*

"બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું. આપશોને મને?"

દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?

લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે, પણ આજે તો વિદાય પહેલાંજ જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ.

“ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય.. ??

***

સાચી નીતિ એજ નિયતિ

એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”.

પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ.

બીજી નોકરાણીએ હરખાતા હરખાતા બધા હિરા ભેગા કરી લીધા. બીજા દિવસે બધા હિરા લઇને એ એક સોનીની દુકાને ગઇ અને કહ્યુ કે" મારે આ હિરા વેંચવા છે. "

સોનીને નોકરાણીના પહેરવેશ પરથી સમજાય ગયુ કે આ હિરા નોકરાણીના તો નહી જ હોય એને ક્યાંકથી મળ્યા હશે અથવા કોઇના ચોર્યા હશે. હિરા અસલી છે કે નકલી એની સોનીને પણ ખબર નહોતી.

સોનીએ હિરા હાથમાં લઇને જોયા અને બહાર ફેંકી દીધા. નોકરાણીને કહ્યુ, “બહેન, આ હિરા નહિ કાચના ટુકડા છે આની તો રાતી પાઇ પણ ન આવે”. નોકરાણી નિરાસ થઇને ચાલી ગઇ.

નોકરાણીના ગયા પછી સોનીએ બધા હિરા ભેગા કરી લીધા. સોની આ હિરા લઇને હિરાના મોટા વેપારી પાસે ગયો અને વેપારીને હિરા બતાવીને કિંમત કરવા કહ્યુ.

વેપારી હિરાનું મૂલ્ય જાણતો હતો આમ છતા હિરા પડાવી લેવા માટે વેપારીએ પણ હિરા ખોટા છે એમ કહીને શેરીમાં ફેંકી દીધા.

વેપારીએ જેવા હિરા ફેંક્યા કે એ તુટી ગયા. ભગવાન આ બધી ઘટનના સાક્ષી હતા.

ભગવાને હિરાને પુછ્યુ, “અગાઉ તમને નોકરાણી અને સોનીએ રસ્તા પર ફેંક્યા ત્યારે તમે ના તુટયા પણ આ હિરાના વેપારીએ ફેંક્યા તો પળ્વારમાં જ કેમ તુટી ગયા ?"

હિરાઓએ દુ:ખી હદયે કહ્યુ, “પ્રભુ, નોકરાણી અને સોનીએ અમને ફેંકી દીધા એનાથી અમને કોઇ તકલીફ ન પડી પણ આ હિરાના વેપારીએ ફેંક્યા એટલે તુટી ગયા.

પહેલા બંનેને તો અમારા મૂલ્યની ખબર નહોતી એટલે ફેંક્યા પણ આ વેપારી તો અમારુ મૂલ્ય સારી રીતે જાણતો હતો અને છતા અમને ફેંક્યા એટલે અમે તુટી ગયા. "

મિત્રો, આવુ જ આપણી બધાની સાથે થાય છે. જે આપણને ઓળખતા હોય, જાણતા હોય, સમજતા હોય, આપણી સાવ નજીકના હોય એવા લોકો જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે આપણને ફેંકી દે ત્યારે આપણે પણ તુટી જઇએ છીએ. આપણાથી આ ભૂલ ના થાય એ જોવું.

***

મારી સાથે વૃદ્ધ થઈશ.......

એક પ્રેમી કપલની વાત છે. બંને દરિયા કિનારે ફરવા ગયાં હતાં.

નાળિયેરીની નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે નદીની રેત પર ધબકતુંએક દૃશ્ય જોયું.

એક વૃદ્ધ કપલ એકબી જાનો હાથ પકડી ચાલતાં હતાં. બંનેના પગ ખુલ્લા હતા. ભીની રેતીનો અહેસાસ બંને માણતાં હતાં.

જોકે નક્કી કરી શકાય એવું ન હતું કે બંનેના ચહેરા પર જે કુમાશ હતી અને દિલમાં જે ટાઢક હતી એ ભીની રેતી પર પડતાં ખુલ્લા પગથી હતી કે પછી એકબીજાના પકડાયેલા હાથની ઉષ્માથી.

પ્રેમિકા ઊભી થઇ અને એ વૃદ્ધ કપલ પાસે ગઇ. પ્રેમી પણ તેની પાછળ ગયો.

પ્રેમિકાએ એ બંનેને પૂછ્યું, અંકલ,

પ્રેમ એટલે શું?

અંકલે કહ્યું,

"પ્રેમ એટલે સાથે બુઢ્ઢા થવાની મજા... !!"

પત્નીનો હાથ ઊંચો કરીને કહ્યું કે,

"આ કરચલીવાળો હાથ છે એની દરેક સળ મેં જીવી છે. અમારી ઊંડી ઊતરી ગયેલી આંખોમાં અમે એકબીજાને સંઘરી અને સાચવી રાખ્યાં છે.

અરે મેં તો એને પ્રપોઝ જ એવી રીતે કર્યું હતું કે, મારે તારી સાથે બુઢ્ઢા થવું છે.

તને મારી સાથે ઘરડું થવું ગમશે?

એણે હા પાડી અને જિંદગીની સુંદર સફર શરૂ થઇ.

હા, એ સમયે શરીરની ચામડી તંગ હતી. ચહેરા પર કુમાશ હતી.

આ દરિયાની રેતી પર અમે દોડતાં હતાં. સ્વિમિંગ કરતાં હતાં. ધીમે ધીમે મોટાં થતાં ગયાં. દોડવાનું બંધ થયું.

પછી ચાલતાં હતાં અને અત્યારે સાવ ધીમાં ધીમાં ડગલાં ભરીએ છીએ. ઘણું બદલ્યું છે પણ એક ચીજ ક્યારેય નથી બદલાઇ એ છે આ હાથ. એ છે આ સાથ. એ છે આ સંગાથ અનેએ છે એકબીજાનું અતૂટ સાંનિધ્ય... !!"

થોડું અટક્યા પછી વૃદ્ધે આગળ ચલાવ્યું.

"તમે અમને બંનેને રેતી પર ચાલતાં જોયાં એમ અમે પણ તમને બંનેને બાંકડા પર બેઠેલાં જોયાં હતાં.

તારી આન્ટીએ કહ્યું કે,

"જો આપણા ભૂતકાળનું જીવતું-જાગતું દૃશ્ય સામે ધબકે છે. "અમે એ જ બાંકડા પર બેસતાં. ઉંમર પણ કદાચ તમારા જેવડી જ હતી. તમને બંનેને એક જ વાત કરવાનું મન થાય છે કે,

એકબીજા સાથે બુઢ્ઢા થવાની એક એક પળ માણજો. ઉંમરને અને પ્રેમને કોઇ સંબંધ નથી, હા એટલું છે કે પ્રેમ કરતાં રહેશો ત્યાં સુધી જીવંત હશો. ક્યારેક ઝઘડા પણ થશે, વિરહ પણ આવશે,

પણ એનાથી પ્રેમ કરવાનું ઓછું નહીં કરતાં... !!"

આટલું કહી એકબીજાના હાથની પકડ થોડી વધારે મજબૂત કરી એ વૃદ્ધ કપલ આગળ ચાલતું થયું.

વૃદ્ધ કપલ આગળ ચાલતું થયું પછી ભીની આંખે છોકરીએ છોકરાને કહ્યું,

"મારી સાથે વૃદ્ધ થઇશ?

મારી સાથે શરીરમાં પડતી કરચલી માણી શકીશ?

આંખ ઊંડી ઊતરે એમ પ્રેમ અગાધ બનાવીશ?

આ હાથની રેખાઓમાં તારા હાથની રેખા મેળવી દઇશ?"

છોકરાએ એક શબ્દ બોલ્યા વિના પ્રેમિકાના હાથ હાથમાં લઇને પોતાના ચહેરા ઉપર મૂકી દીધા...

***

વિનમ્રતા-સફળતા ની ગુરુચાવી

એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડી લાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી ગૅરન્ટી ખોટી પડી.

એ મેડમે પોતાના ડ્રાઈવર સાથે શોરૂમના માલિકને એક પત્ર મોકલ્યો :

"તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બિલ પરત મોકલું છું. તમારા શોરૂમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ છે, પરંતુ બિલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલિંગ ડંખ્યા કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરૂમની પ્રતિષ્ઠાને કલંક લાગે.

એક સાડી બગડવાથી મને તો બે-ત્રણ હજારનું જ નુકસાન થયું છે, પણ એટલા જ કારણે તમારા શોરૂમની પ્રતિષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભૂલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય. તમે પ્રામાણિક વેપારી તરીકે વધુ કામિયાબ થાઓ એવી શુભેચ્છાઓ. ’

શોરૂમનો માલિક એ પત્ર વાંચીને ગદગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દિલગીરીના થોડાક શબ્દો પણ.

ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું, પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારી છીએ અને એટલું કર્યા પછીયે પૉઝિટિવ રિઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી.

કોઈ પણ વ્યક્તિને પોતાની અપ્રીસિએશન થાય એ ગમતું જ હોય છે. પોતે ખરાબ અને ખોટા હોવા છતાં ટીકા સાંભળવાની તૈયારી કદી નથી હોતી. કદર કરવામાં કરકસર કરવાની જરૂર નથી. કદર કરીને આપણે કેટલાક ચમત્કારો કરી શકીએ છીએ.

દરેક વખતે ચમત્કાર કરવા કુદરત પોતે આપણી સમક્ષ હાજર થતી નથી. કેટલાક ચમત્કાર તો માણસ દ્વારા જ કરાવે છે. શક્ય છે કે આપણા હાથે પણ આવો કોઈ ચમત્કાર કરાવવા ઉત્સુક હોય. ચમત્કાર કરવાનું આ સિમ્પલ લૉજિક માફક આવી જાય તો આવેશની ક્ષણે પણ આપણે આત્મવિશ્વાસથી કહી શકીશું : નો પ્રૉબ્લેમ!

***

મહેંદી - એક વચનનું પાલન

લગ્ન ના ત્રણ દિવસ પહેલા... મહેંદી ની રશમ થઇ રહી હતી... અને મહેંદી ના કૉન થઇ રહ્યા હતા અને જેના લગ્ન હતા એની જ મહેંદી બાકી હતી...

શિયાળા નાં દિવસો હતા એટલે સાત વાગ્યા માં જ અંધારું થઇ ગયું હતું.. ઘર ના બધા સભ્યો કૈક ને કૈક કામ બહાર વ્યસ્ત હતા..

એના ઘર ની બાજુ માં એક છોકરો રહેતો હતો... જેની સાથે એને વર્ષો પહેલા એવા કૉલ-કરાર કર્યા હતા કે "હું મારા હાથ માં મહેંદી લગાવીશ તો તારા જ નામ ની"... પણ જ્યાર થી એ છોકરી ની સગાઇ થઇ હતી ત્યાર થી એ છોકરો છોકરી સાથે કોઈ દિવસ વાત નહોતો કરતો.. કદાચ એક વર્ષ થી એને વાત નહોતી કરી... અને એ છોકરી પણ એની સાથે વાત કરવા નું ટાળતી હતી..

આમ તો એ રોજ છોકરી ને જોવા માટે એની બાજુ ની અગાસી માં દિવસ માં બે વાર તો આવતો જ હતો અને જોઈ ને પાછો અંદર જતો રહેતો હતો..

આ એનો એક વર્ષ થી રોજ નો નિત્યક્રમ હતો.. પણ જ્યાર થી એના લગ્ન લેવાયા ત્યાર થી એ અગાસી માં પણ નહોતો આવતો..

છોકરી ઉભી થઇ મહેંદી માંગવા માટે એ સીધી જ અગાસી માં જઈને જોવા લાગી.. છોકરો અગાસી માં નહોતો..

છોકરી શિયાળા ની ઠંડી માં પણ ધાબા પર ગઈ એને કદાચ ખબર હતી કે એ છોકરો ત્યાજ બેઠો હશે... ધાબા પર જઈને જોયુ તો..

છોકરો ઉદાસ થઇ ને ધાબા ની કિનાર પર બેઠો હતો... છોકરી પહેલા તો થોડી હચમચી ગઈ.. પછી સ્વસ્થતા ધારણ કરી ને હિંમત થી એક વર્ષ ના અબોલા તોડતા બોલી...

--"મારું એક કામ કરીશ"

(છોકરો તરત ફરી ને જોયું તો એનો પ્રેમ આજે એને સામે ચાલી ને કૈક કામ સોંપી રહ્યો હતો.. )

છોકરો કહે હા બોલ ને શું કામ છે.. ?

--પ્લીઝ તું આમ ધાબા પર ના બેસી રે... પ્લીઝ

કામ બોલ.. ?

-- મને મહેંદી ના કૉન લાવી આપીસ ?

છોકરો બોલી સકે એવી સ્થતિ માં નહોતો. બસ હકાર માં માથું જ હલાવ્યું..

-- બોલ ને લાવી આપીશ કે નૈ ?

હા લાવી આપું..

-- લે આ પૈસા..

પૈસા આપીશ તો નૈ લાવી આપું.

-- ઓકે બાબા બસ નૈ આપું

(હકીકત માં છોકરી પાસે પૈસા જ નહોતા)

તું દસ મિનીટ અહિયાં ઉભી રે હું હાલ જ લઇ આવું..

-- ઓકે..

(છોકરો એકી શ્વાસે અડધો કિલોમીટર દુર દોડી ને કૉન લઈને દસ મિનીટ માં આવી ગયો)

લે આ તારી મહેંદી

( જેવા મહેંદી ના કૉન હાથ માં મુક્યા ત્યારે જે સ્પર્શ થયો એ એના પ્રેમ ના છેલ્લા સ્પર્સ નો અહેસાસ હતો)

છોકરા ની આંખો ભીની થઇ ગઈ..

છોકરી ની આંખો પણ ભીની થઇ ગઈ... અને ભીની આંખે અને ભીના સ્વરે કહ્યું.. જો હું ભલે કોઈ બીજા ની થાઉં પણ મારા હાથ માં તો મહેંદી તારા નામ ની જ લાગવા ની છે... નકર આ મહેંદી ના કૉન તો જો ધાબા માં એક ખૂણા માં પડેલા કૉન તરફ ઇસારો કરતા બોલી પેલા પડ્યા..

છોકરો કહે મેં તને જોઈ હતી આ કૉન જયારે તું ધાબા માં નાખવા આવી ત્યારે અને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે હવે તારા હાથ માં તો મહેંદી હું લાવીસ એ જ લાગશે.. એટલે જ તો હું ક્યાર નો તારી રાહ જોઇને બેઠો છું...

અને બંને એક બીજા ને વળગી ખુબ રડી લીધું.. અને છુટા પડ્યા.. છોકરી એ જતા જતા કીધું કાલે અગાસી માં આવી ને તારી મહેંદી નો રંગ જોઈ લેજે..

***

પતિ પત્ની-સપનાનો અહેસાસ

બે વ્યક્તિનું સપનું જ્યારે એક હોય ત્યારે એ સાકાર થવાના ચાન્સીસ સેંકડો ગણા વધી જાય છે...

એક પતિ-પત્ની હતાં. પતિ સાયન્ટિસ્ટ હતો અને પત્ની હાઉસવાઈફ હતી. આ કપલે ઘર ખરીદ્યું. ગામની બહાર ઘર બનાવવાની મકસદ એક જ હતી કે વૈજ્ઞાનિક પતિ ઘરના એક રૂમમાં લેબોરેટરી બનાવી તેને જે શોધ કરવી હતી એ કરી શકે.

ઘરમાં રહેવા ગયાં ત્યારે પતિએ કહ્યું કે "આ ઘરમાં મારું એક સપનું છે. મારી શોધ પૂરી થાય એ દિવસે આપણે બંને ઘરના બગીચામાં બેસી મારી શોધનું સેલિબ્રેશન કરીએ. આપણે બે જ હોઈએ અને સુંદર ફૂલો હોય. નવા ઘરમાં બગીચાનું તો અસ્તિત્વ જ ન હતું. ખુલ્લી જમીન જ હતી. "

પતિ-પત્ની નવા ઘરમાં રહેવા લાગ્યાં. પતિ ધૂની હતો. એ તો એક વાર લેબોરેટરીમાં ઘૂસ્યો એટલે ઘૂસ્યો. રાત-દિવસ એની શોધમાં જ મશગૂલ રહે. લેબોરેટરીની બહાર જ ન નીકળે. રોજ નવા નવા પ્રયોગો કરે પણ સફળતા ન મળે. આમ ને આમ એક વર્ષ થઈ ગયું.

એક દિવસ અચાનક જ એની શોધ પૂરી થઈ ગઈ. એનો પ્રયોગ સફળ થયો. એની ખુશીનો પાર ન હતો. એ નાચવા લાગ્યો. લેબોરેટરીની બહાર નીકળી એણે પત્નીને તેડી લીધી. એક વર્ષ પછી એ ઘરની બહાર નીકળતો હતો.

ઘરની બહાર નીકળ્યો તો આંગણામાં સુંદર બગીચો લહેરાતો હતો. રંગબેરંગી ફૂલો ઊગેલાં હતાં. ચાંદનીના પ્રકાશમાં બગીચો સ્વર્ગ જેવો લાગતો હતો. પતિએ આશ્ચર્ય સાથે કહ્યું કે આટલો સુંદર બગીચો!

પત્નીએ કહ્યું કે "તારું સપનું હતું ને કે તને તારી શોધમાં સફળતા મળે ત્યારે બગીચામાં બેસીને એનું સેલિબ્રેશન કરીશું. જો બગીચો તૈયાર છે. તું દરરોજ તારી શોધમાં વ્યસ્ત હતો ત્યારે હું તારી માટે બગીચો બનાવતી હતી. તારી શોધ પૂરી થાત અને બગીચો ન હોત તો તારું સપનું અધૂરું રહી જાતને?"

પતિની આંખ માં દુનિયાનું સર્વસુખ અને સુખ ના આંખું હતા એને કહ્યું કે "શોધ ભલે મેં કરી હોય પણ સપનું તેં સિદ્ધ કર્યું છે. બે વ્યક્તિનું સપનું એક હોય તો જ સપનું સાર્થક થાય છે. મારી શોધ તને અર્પણ કરું છું, તું મને આ બગીચો અર્પણ કરી દે. જો આપણાં સપનાં કેવાં ખીલી અને મહેકી રહ્યાં છે. "

માત્ર એકનું જ સપનું સાકાર થશે તો કદાચ સફળતા મળી જશે પણ સુખ નહીં મળે. સાચું સુખ તો સહિયારા સપનામાં જ છે. !!!!

***

અલમાઈઝર્સ-ભૂલવાની બીમારી

સાચો પ્રેમ એટલે શું ???

મસ્ત સ્ટોરી છે.......

સવારના નવ વાગ્યાની આસપાસનો સમય

હતો. પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે

એક દાદા હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં બેઠા હતા.

ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હતી.

"પોતે ઉતાવળમાં છે" એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું

એટલે નર્સે એમનો કેસહાથમાં લીધો. દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગતજોઇ. એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી.

ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી. નર્સે

દાદાને ટેબલ પર સૂવડાવ્યા.

પછી પૂછ્યું, "દાદા !તમારીઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?

’‘ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે. છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે. "

"પાંચવરસથી? શું થયું છે એમને?' નર્સે પૂછ્યું.

"એને સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે. " દાદાએ જવાબ આપ્યો.

મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.

એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતેદાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી.

'‘દાદા’' તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?"

દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.

પછી બોલ્યા, ’ના ! જરા પણ નહીં, કારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે, એ કોઇનેઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી !’'

નર્સને અત્યંત નવાઇ લાગી.

એનાથી પુછાઇ ગયું, "દાદા!જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચવરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમેઆટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમેકોણ છો?’"

દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું, "બેટા !એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છેને કે એ કોણછે?"

મિત્રો, સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ

તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે

હતુ તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર. ભવિષ્યમાં જે હશે

તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર... !

true love never ends…

***

સાચો શ્રવણ

આજે સવારે..... વહેલા ઓફિસ જઈ પહેલું... કામ રાજીનામું લખી... ને મારા સાહેબ ના ટેબલ ઉપર મૂકી દીધું..... અને હોસ્પિટલ મમ્મી પાસે જતો રહયો.

હોસ્પિટલ પોહચી.. સાહેબ.. ને ફોન કરી ફક્ત એટલું કીધું... આજે હું ઓફિસે નહીં આવી શકું....

સાહેબ ની આદત મુજબ.. બોલ્યા ભાવેશ... હમણાં.. હમણાં.. તારી . રજાઓ બહુ પડે છે.. કામ મા ધ્યાન નથી... આવું લાંબુ કેમ ચાલશે ?

મે ફક્ત એટલું જ કીધું.. સાહેબ.. તમારા ઉપર છોડી દવ છું.... તમે તમારી રીતે સાચા છો.. તમારો આખરી નિર્ણય મને માન્ય છે... કહી મોબાઈલ મે કટ કર્યો...

મારી પત્ની કહે... કોણ હતું...

સાહેબ... મેં કીધું

આ તું જોવે છે.. રોજ.. રોજ મમ્મી ની તબિયત બગડતી જાય છે... ડૉક્ટર એ હાથ અધ્ધર કરી દીધા છે. પણ મારા થી તો હાથ અધ્ધર ના થાય...

પથારી ઉપર સુતેલ લાચાર અસહાય માઁ મારી સામે જોઈ... ધીરે.. ધીરે બોલે છે. ઓફિસે જા. બેટા. અહીં કહી કામ નથી... પણ તેની લાચાર આખ કહી રહી હતી.. બેટા અહીં બેસ, સારૂ લાગે છે..

મેં કીધું... માઁ.. હું... અહીં છું... તું ઓફિસ ની ચિન્તા ના કર... માથે હાથ ફેરવી હું બોલયો..... બચપન મા તે બહુ માથે હાથ ફેરવ્યો છે... હવે મારો વારો આવ્યો છે.. માઁતો હું કઈ રીતે તને છોડી ને જઈ શકું ?

મારા મોબાઇલ મા રિંગ વાગી... સાહેબ નો ફરી થી ફોન આવ્યો... હું સમજી ગયો... સાહેબે રાજીનામું... વાંચી લીધું લાગે છે......

યસ સર... મેં કીધું...

સાહેબ બોલ્યા... ભાવેશ.. તારું રાજીનામુ.. મૅનેજીગ ડિરેક્ટર ના ટેબલ ઉપર મૂક્યું... છે.. તેઓ તને રૂબરૂ મળવા માંગે છે... તો થોડો સમય કાઢી આવી શકીશ ?

મેં કીધું ... યસ સર... પ્રયતન કરું છું...

મારી પત્ની એ કીધું.. તમે જઈ આવો.. હું અહીં બેઠી છું...

હું... ઓફિસે પોહચ્યો... MD એ અંદર બોલાવ્યો....

આવ ભાવેશ. તને શું તકલીફ પડી કે અચાનક રાજીનામું ? કોઈ સ્ટાફ, મેનજમેન્ટ.. તરફ થી તકલીફ.... ?

તને ખબર છે.. હું જનરલી રાજીનામુ સ્વીકારી લવ છું... પણ તું અહીં વીશ વર્ષ થી એક નિષ્ઠા.. વફાદારી થી કામ કરે છે... તો મારી પણ ફરજ બને છે.. કે હું.. રાજીનામુ પાસ કરતા પેહલા તારી લાગણી, અને તારી તકલીફ સમજી લવ.....

"સર.. પેહલા તો દિલ થી તમને વંદન.. એક ઉચ્ચ જગ્યાએ બેશી ને પણ આપ આવી નમ્રતા થી વાત કરી શકો છો... "

હું સમજુ છું જે કંપની એ મને માન, સ્વમાન આપેલ છે.. તેની પ્રત્યે પણ મારી ફરજ છે..

પણ સર... આજે.. મારી માઁ હોસ્પિટલ મા છેલ્લા દીવસો ગણી રહી છે... ડોક્ટરો એ આશા છોડી દીધી છે.... કેટલા દિવસ કાઢશે એ ખબર નથી સાહેબ.. એટલી ખબર છે થોડા દિવસ ની મહેમાન છે.. આવા સંજોગો મા.. એક.. એક દિવસ ની રજા માંગી... માંગી ને હું માનસિક અને નૈતિક રીત થાકી ગયો હતો... નતો હું ઘર ની ફરજ બજાવી શકતો હતો.. નતો ઓફિસ ની...

"પિતાજી છે નહીં.... "સાહેબે પૂછ્યું

મેં કીધું"ના એમનું અવસાન પેહલા થઈ ગયું છે, નાના પરિવાર ના ફાયદા સામે આ પણ એક વીક પોઇન્ટ છે. અત્યારે હોસ્પિટલ ની જવબદારી એકલા મારા માથે છે. આપ જ બતાવો હું મારી માઁ ની છેલ્લી અપેક્ષાઓ થી ભરેલી આંખો સામે બહાના બતાવી ઓફિસ ની ફરજ કહી રીતે બજાવી શકું....

સાહેબ મને માફ કરો હું એટલો લાગણીહીન નથી થઈ શકતો. નોકરી તો હું બીજી ગોતી લઈશ પણ, આ મારી માઁ ના પ્રેમ નો બદલો ચૂકવવા જેટલો તો હું સક્ષમ નથી. પણ તેની છેલ્લી ક્ષણમા થોડો તેને સમય જો હું આપી શકીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ. નહીંતર આખી જીંદગી હું મારી જાત ને કદી માફ નહીં કરી શકું.....

MD મારી લાગણી ભરેલા શબ્દો શાંતિ સાંભળતા હતા... ત્યાંજ હોસ્પિટલે થી પત્ની નો મોબાઈલ આવ્યો"મમ્મી ની તબિયત વધારે બગડી છે.. તમને બહુ યાદ કરે છે.. જલ્દી આવો... "

MD સમજી ગયા... ચિંતા ના કર હું તારી સાથે આવું છું...

અમે હોસ્પિટલ પોહચ્યા... ડોક્ટરો ની દોડા દોડી... વચ્ચે અમે ICU મા પોહચ્યા... મમ્મી મારી જ રાહ જોતી હોય તેમ લાગ્યું, બોલવા ની તાકાત ન હતી.

હું .. બાજુ મા ગયો.. તેને અંતિમ ક્ષણ મા પણ પોતાની છેલ્લી તાકાત વાપરી બેઠી થઇ.. અને . મને ભેટી અને મારા ખભા ઉપર તેને છેલ્લા શ્વાસ છોડી દીધા. આ દ્રશ્ય જોઈ હોસ્પિટલ ના ICU નો સ્ટાફ ની પણ આંખો ભીની થઇ ગઇ. મારા થી બોલાઈ ગયુ... માઁ નો પ્રેમ સમજવા માટે કેટલીયે.. જીંદગી ઓછી પડે....

મારા MD ની આંખ પણ ભીની થઇ ગઇ.... એ બોલ્યા.. ભાવેશ.. તું ... મહાન નહીં પણ નસીબદાર પણ છે.... મને પણ ખબર હતી... મારી માઁ છેલ્લા દીવસો ની મહેમાન છે...

હું કંપની નો મલિક હોવા છતાં પણ હું તારા જેવી હિંમત ના કરી શક્યો.... કદાચ મેં હિંમત કરી હોત.. તો મારી માઁ પણ તેનો ભાર મારા ખભા ઉપર હળવો કરી શકી હોત..... ખેર... નસીબ.. નસીબ ની વાત છે..

રજાઓ ની ચિંતા કરતો નહીં.. બધી ક્રિયા કાંડ કરી શાંતિ થી ઓફિસ જોઈન્ટ કરી દેજે... કહી કામ કાજ હોય તો કહે જે..

સાહેબ... મારી માઁ એ મારા ખભે જીવ છોડ્યો છે... તે તૃપ્ત થઈ ગઈ છે.. કોઈ ક્રિયા કાંડ કે બેસણા ની જરૂર નથી... જે લોકો ની લાગણી હતી .. તે હોસ્પિટલે મળી ગયા.. હવે ફોટા પાસે રડી કે હાથ જોડી કોઈ ફાયદો નથી..

સાહેબ.. હોસ્પિટલ ની ડ્યૂટી આજે મારી અહીં પુરી થઈ છે....

રજા ની જરૂર સ્વજનનો ને જીવતા હોય ત્યારે જ હોય છે... હવે રજા ઓ પાડવાનો કોઈ મતલબ નથી... હું કાલ થી ડ્યૂટી જોઈન્ટ કરું છું....

MD મારા ખભે હાથ મૂકી બોલ્યા.. dear

SHOW MUST GO ON. I REALLY PROUD TO YOU MY BOY.

સમાપ્ત

આ સાથે મારી પ્રથમ સંકલન વાર્તાઓ નો ખજાનો અહીં પૂર્ણ કરું છું. વિશ્વાસ છે કે સૌને આ વાર્તાઓ પસંદ આવી હશે. આપ આપના અભિપ્રાય મારા whatsup નંબર 8733097096 પર આપી શકો છો. -જતીન આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED