લી.તારો પાગલ બેબી Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

લી.તારો પાગલ બેબી

લી. તારો પાગલ બેબી

જતીન આર. પટેલ

વ્હાલી, બબુ

"શબ્દો મારા લથડે જ્યારે કહેવા ઈચ્છું કે તને કેટલો પ્રેમ કરું છું..

જીવું તો છું મારા માટે પણ તારી દરેક અદાઓ પર મરું છું

બુંદ બુંદ સાચવી તારા પ્રેમ નો સાગર મારા હૈયા માં ભરૂ છું..

ના કહેવાયેલી વાતો ને કહેવા આ પ્રેમપત્ર તારા ચરણે ધરું છું..."

ફોન ઉપર ઘણી વાતો કરી લીધી..whatsup માં પણ ઘણું ચેટ કરી લીધું પણ આજે વેલેન્ટાઈન ડે ના અવસર પર કંઈક અલગ કરવું હતું એટલે તને પ્રેમ પત્ર લખી રહ્યો છું.આ પત્ર તારા હાથ માં આવશે ત્યારે એના શબ્દો થકી તને મારા પ્રેમ ની સુગંધ નો મીઠો અહેસાસ અવશ્ય થશે.

પ્રેમ નો સૌપ્રથમ ફાયદો તો એ છે કે એમાં તમને કોઈ સારું નીક નેમ મળી જાય.. જેમ આપણે એકબીજા ને આપ્યું....તું મારી વ્હાલી બબુડી બની અને હું તારો પાગલ બેબી બન્યો.આવા તો ઘણા બધા નામ એકબીજા ના રાખ્યા છે પણ મારા હૃદય ની સૌથી નજીક તો બબુડી જ છે,મારી બબુડી.સાચું નામ લખી નથી શકતો કેમકે નામ હોય તો લોકો બદનામ વધુ કરે એટલે હું બબુ કહી ને જ મારી લાગણી આ પત્ર માં દર્શાવીશ.

હું તને કેટલો પ્રેમ કરું છું?અને કેમ કરું છું? આ સવાલો તે ઘણી વાર પૂછ્યા પણ હું પછી કહીશ એમ કહી તારા દરેક સવાલો ને ટાળી દેતો પણ આજે હું તને આ સવાલોના જવાબ આપવા માંગુ છું. તારો પહેલો સવાલ કે હું તને કેટલો પ્રેમ કરું છું?તો તને જણાવી દઉં કે હું તને કેટલો પ્રેમ કરું છું.મારો પ્રેમ ચોવીસ કેરેટ ના સોના જેવો શુદ્ધ છે એટલે એ હદ માં નહીં હોય..એ હંમેશા બેહદ હશે..તારી અપેક્ષા કરતાં હંમેશા હું તને વધુ પ્રેમ કરવાનું વચન આપું છું..! બીજો સવાલ કે તને કેમ પ્રેમ કરું છું? તો તને કહી દઉં કે પ્રેમ કરવાનું કોઈ કારણ કે મતલબ ના હોય કેમકે કારણ કે મતલબ હોય ત્યાં પ્રેમ ના હોય.

તારું અને મારું મળવું કોઈ અકસ્માત કે સંયોગ નહીં હોય..કુદરતે પણ આપણ ને વગર કારણે તો નહીં જ મળાવ્યા હોય.તારા માં કંઈક ખુટતું મારા માં હશે અને મારા માં ખુટતું કંઈક તારા માં..કવિ કુમાર વિશ્વાસ ની નીચે ની બે લાઈનો તારા અને મારા વર્તન ને અનુરૂપ છે.

"બસ્તી બસ્તી ઘોર ઉદાસી..પર્વત પર્વત ખાલીપન..

મન હીરા બેમોલ બીક ગયા ઘીસ ઘીસ રીતા તન ચંદન..

ઈસ ધરતી સે ઉસ અંબર તક દો હી ચીજ ગજબ કી હૈ..

એક તો તેરા ભોલાપન હૈ..એક મેરા દિવાનાપન"

"તું સ્વભાવ ની ભોળી અને હું થોડો કાટ.. તારી દરેક અદા એ મારી લગાવી દીધી છે વાટ."..અરે ડોબી તું છે ને બહુ ચાલાક છે તારું એવું વળગણ લાગ્યું છે કે હવે તો તારી સાથે વાત કર્યા વગર મારી સવાર પડે છે ના તારા ગુડ નાઈટ ના મેસેજ વગર રાત.

હજુ મને તને જ્યારે પહેલીવાર જોઈ એ યાદ છે..એક નાજુક નમણી છોકરી જેની સ્માઈલ માં ગજબ ની તાકાત હતી..એક ચુંબકીય ખેંચાણ હતું જે મને તારી તરફ ખેંચતુ જ ગયું..હું તારા પ્રેમ ના સકંજામાં ક્યારે સપડાઈ ગયો એની ખબર જ ના રહી..

"કોને કીધું કે નજર થી નજર મળે તો જ તમને પ્રેમ થાય છે..

અમારી બબુ તો નજર ને નીચી રાખીને પણ દિલ ચોરી જાય છે"

મારી હાલત પણ એવી જ હતી..તારા સામે બસ ની સીટ માં બેસી રહેવું..તડકા ને સહન કરતાં તને એકીટશે જોઇ રહેવું..આ બધી મારી હરકતો પહેલા તો તારા ધ્યાન માં ના આવી..મારી મોકલાવેલી ફેસબૂક રિકવેસ્ટ પણ તે ઇગ્નોર કરી દીધી.મને તો પછી બધે તું અને તું જ નજર આવતી જેમ કવિ કલાપી કહે છે..

"જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપ ની..

આંસુ મહીં એ આંખ થી યાદી ઝરે છે આપ ની..

કિસ્મત કરાવે ભુલ તો ભુલો કરી નાખું બધી..

છે આખરે તો એકલી ને એજ યાદી આપની..."

બસ આમ ને આમ થોડા દિવસ વીત્યા ને તારી ફ્રેન્ડ રિકવેસ્ટ સામેથી આવી..એને રિજેક્ટ કરવાનો તો કોઈ સવાલ જ ઉભો નહોતો થતો.બસ પછી તો ફેસબૂક માંથી whatsup માં ચેટીંગ ની શરૂવાત થઈ..થોડી મિત્રતા થઈ અને પછી અમિતાભ બચ્ચન ની ફિલ્મ દોસ્તાના ના ગીત ની પંક્તિ "દિલ્લગી ને દી હવા થોડા સા ધુવા ઉઠા ઔર પ્યાર હો ગયા..તેરી મેરી દોસ્તી પ્યાર મેં બદલ ગઈ."ને સાર્થક કરતા હોય એમ આપણે બે એકબીજા ના પ્રેમ માં પડ્યા..ગળાડૂબ પ્રેમ માં કહું તો વધુ ઉચિત રહેશે.

એકબીજા સાથે જેમ જેમ પરિચિત થતા ગયા એમ એમ આપણા વચ્ચે એક અદ્રશ્ય લાગણી નો સેતુ રચાતો ગયો..એકબીજા ની ભૂલો ને માફ કરી આપણે એ વાત ની સાબિતી તો આપી દીધી કે આપણા સંબંધ માં સમજણ અને પરસ્પર એકબીજા પ્રત્યેની લાગણી નું મહત્વ વધુ છે.

ધીરે ધીરે મુલાકાતો વધી..કોઈ વાર લડ્યા કોઈ વાર એકબીજા પર ગુસ્સે પણ થયાં.. કોઈ વાર હું રડ્યો..કોઈ વખત તું રડી.ઘણીવાર એવી પરિસ્થિતિ નું નિર્માણ પણ થયું કે આપણા બે વચ્ચે નો સંબંધ તૂટવાની અણી પર જ હતો પણ આપણે બન્ને એકબીજા ની અળગા ના થયા.કેમકે ના તારે મારા વગર ચાલતું હતું ના મારે તારા વગર.

"કોઈ પથ્થર કી મુરત હૈ..કિસી પથ્થર મેં મુરત હૈ..

હમ ને દેખ લી દુનિયા જો ઇતની ખુબસુરત હૈ..

જમાના અપની સમજે પર મુઝે ખુદ કી ખબર એ હૈ.

કે મુઝે તેરી જરૂરત હૈ..તુઝે મેરી જરૂરત હૈ...!!"

મારા કરતાં વધુ વિશ્વાસ મને હવે તારા પર છે..મારો ખુદ નો પડછાયો સમય આવે મારો સાથ ભલે છોડી દે પણ મારી વ્હાલી બબુ મારો સાથ ક્યારેય નહીં છોડે એ તો પાકું જ છે.અત્યાર સુધી તારા વગર જે વીતી એ ઉંમર હતી હવે તારી સાથે જે વીતી રહી છે એ જ જીંદગી છે..આ એજ જીંદગી છે જેવી મેં સપના માં હંમેશા જોઈ છે..મારા સપના ને હકીકત માં સાર્થક કરનાર તું જ છે.

"તું જ પ્રેમ છે,તું જ વ્હાલ છે,તું અબીલ ને તું ગુલાલ છે..

મળ્યા પછી તને એવું લાગ્યું મને મારે જીવવું તારી સાથે તારી સાથે..."

સાચે જ હવે તારા વગર ની જીંદગી ની કલ્પના પણ અશક્ય છે.હા મારે ઓક્સિજન વગર ચાલશે પણ તારા વગર તો નહીં જ ચાલે.હવે તો એવું થાય છે કે તારી યાદ આવે પછી જ શ્વાસ આવે..હું દિલ છું તો તું એની ધડકન છો..હું રાહ છું તો તું મારી મંજીલ છો.

ઘણીવાર એવું બને કે મારા બધા મિત્રો મને પૂછે કે જતીન તારે કોઈ વ્યસન કેમ નથી?..કોઈ દિવસ તને કોઈ નશાકારક વસ્તુ ખાતા કે પીતાં જોયો જ નથી..આનું કોઈ કારણ..તો હું એમને કહું.. કે મિત્રો. "મારી પ્રેમિકા ની આંખો આલ્કોહોલિક..વાતો વોડકા જેવી..ચાલ એની ચરસ જેવી..હવે જો આવી ફુલ નશાકારક વસ્તુ મારા જોડે હોય તો મારે બીજી કોઈ વસ્તુ નો નશો જ કેમ કરવો જોઈએ?

હું તારા પ્રેમ ના નશા નો આખી જીંદગી બાંધણી રહેવા માંગુ છું..મારે એવો કોઈ ગુનો કરવો છે જેની સજા બસ તું હોય..હું તને પ્રોમિસ કરું છું કે જીંદગી ના છેલ્લા શ્વાસ સુધી તારો સાથ આપીશ..દુઃખ માં તારી તાકાત બની ઉભો રહીશ તો સુખ માં તારી ખુશી ને બમણી કરવાનો પ્રયત્ન કરતો રહીશ.

આગળ જતાં ઘણા એવા સંજોગો આવશે જ્યારે તને મારો સાથ મુકવાનો વિચાર સંભવતઃ આવી પણ જાય પણ તું આવું ન કરતી કેમકે તારા વગર તારો આ બેબી જીવી નહીં શકે.કેમકે ક્યારેય સપના માં પણ તારો હાથ અલગ થતો જોઉં તો ઝબકીને જાગી જાઉં છું અને પછી રાતભર ઊંઘી નથી શકતો તો હકીકત માં જો એવું બને તો મારા થી કઈ રીતે સહન થાય.

"એતો કૃષ્ણ હતા જે જીવી શકે એની રાધા વગર..બાકી આ બેબી ને ઘડી એ ના ચાલે એની બબુ વગર.." જીંદગી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તારો સાથ રહેશે.. બીજી રીતે કહું તો તારો સાથ રહેશે ત્યાં સુધી જ આ જીંદગી રહેશે.અંતે અનામીકા જૈન ની ચાર સુંદર પંક્તિઓ ને મારી રીતે રજુ કરી આ મારા હૃદય ના અંતઃકરણ થી લખાયેલા આ પ્રેમ પત્ર ને વીરામ આપું છું.આશા રાખું છું કે આ પ્રેમપત્ર નો દરેક શબ્દ તારા દિલ ના ઉંડાણ સુધી અવશ્ય પહોંચ્યો હશે.

"પ્રેમ મેં એક રતન મેં જડુ, તુમ જડો..

એક નયા વ્યાકરણ મેં રચુ તુમ રચો..

એક હી પ્રાથના હૈ પ્રભુ સે મેરી..

હર જનમ મેં તેરા હી સજન મેં બનું.."

લી.-તારો પાગલ બેબી