પોતાના કાર્યકાળ દરમિયાન તુગલકે પહેલીવાર આ રહસ્યમય કમરાને જોયો.
કમરાની ભીતરથી આવો કોઈ ખુફિયા રસ્તો પણ હોઈ શકે એવું તો એણે સપને પણ વિચાર્યું ન હતું.
ભૂગર્ભની એ સુરંગ પાણીથી ભરેલી હતી. પાણીમાં કોઈ જાતની દુર્ગંધ નહોતી એના ઉપરથી તુગલક સમજી શક્યો કે સુરંગનુ પાણી કોઈ વહેતા ઝરણા રૂપે હોવું જોઈએ જે હવેલીના રહસ્યમય કમરાની નીચે ભૂમિમાં ઉતરી જતું હશે કિનારા પરથી જે બોટ મળી એમાં બંને જણા આસાનીથી બેસી શક્યા.
ધીમે-ધીમે બોટને હલેસાં લગાવી બાદશાહ અને તુગલક આગળ વધી રહ્યા હતા. બાદશાહના હાથમાં રહેલા તિલસ્મિ પથ્થરની ધીમી રોશની કારગત સાબિત થઈ હતી.
"મેરે દોસ્ત તુગલક આજ મૈં તૂમ્હે એક ઐસે રહસ્ય કા રાજદાર બનાને જા રહા હૂં જીસે આજતક કોઈ નહી જાન પાયા..! મેરી પાંચ રાનીયા ભી નહિ..!"
બાદશાહે તુગલકની સામે જોયુ.
"મહારાજ યે ખુફીયા રાસ્તાભી મેરે લિયે કિસી રહસ્ય સે કમ નહી હૈ..!"
"હા.. તુમ સહી કેહ રહે હો તુગલક.. ક્યોકી એ રાસ્તા આજતક સબકે લિયે રહસ્ય હી બન કર રહ ગયા હૈ..! યે રાસ્તા બહોત બડી મુસીબતમેં બચાવ કે લીયે તભી કામ આને વાલા થા જબ હમારી જાન પર બન આઈ હો..!
અગર કિસી કો માલુમ હો જાતા તો યે બાત ખુફિયા કહાં રહેનેવાલી થી..? મેરે પિતાજીને મરાઠાઓકે આક્રમણ સે પહેલે ઇસ રાસ્તે કી નિવ રખ્ખી થી.. મિશન ઇતના ખાસ ઓર ખુફીયા થા કી બહાર સે આયે કારીગરો કો આંખો પર પટ્ટી બાંધ કર લાયા ગયા થા.. ઉન કારીગરો ઓર મજદૂરોકોભી માલુમ નહી થા કી જહાં કામ હો રહા હૈ વો કોઈ બાદશાહ કા મહલ હૈ.. ઈસ રાસ્તે કો બનાને મેં કાફી વક્ત લગા..!
મગર એ તો બતાવો બાદશાહ સલામત યે રાસ્તા હમે કહા લે જા રહા હૈ..?
" યે રાસ્તા હમે શીશ મહેલ મે લે જાયેગા..!!"
"અચ્છા શીશ મહેલ મે..?"
તુગલકની આંખોમાં અનહદ આશ્ચર્ય હતું.
"પર જહાંપનાહ..! યે તો વહી શીશ મહેલ હૈ જહાં આપ કિસી ખાસ શક્સ કો લે કર બાહરી રાસ્તે સે અક્સર જાયા કરતે હો..! ફીર શીશ મહેલ કે લીયે ઈસ ખૂફિયા રાસ્તે કી જરૂરત ક્યા થી..?"
"વો તુમ્હે વહાં જાકર માલુમ હો જાયેગા..!"
"અપની જાન બચાકર ભાગનેકે અલાવા ઓર ભી કોઈ ખાસ વજહ હૈ..?"
"થોડા સબર સે કામ લો બરખુરદાર..! બસ હમ પહોંચીને વાલે હૈ..!
મહેલ કે ભૂગર્ભસે સીધા રાસ્તા પહાડી કે શીશમહેલકી ઓર પહાડી તક પહુંચતા હૈ.. જ્યાદાતર રાસ્તા પાનીમે હોને કી વજહ સે રાસ્તે કી દુરી કા પતા નહિ ચલતા..!
અચાનક બોટ કો જૈસે ટક્કર લગી..
"સંભલના બાદશાહ સલામત.. લગતા હૈ હમ કહીં કિસી ચટ્ટાન કી દીવાર સે ટકરા ગયે હે..!"
"નહી..!, બાદશાહ ને કહા..
"હમ પહોંચ ગયે હૈ.. અબ જો રાસ્તા હૈ વો હમે પહાડી કે અંદર સે શિશ મહેલમે લેજાયેગા..!
ઈસ બોટ કો હમે યહીં રખના હોગા..! "
"ક્યો હમ શિશમહેલ કે બાહરી રાસ્તેસે નહી જા સકતે હૈ..?"
"જા સકતે હૈ પર ફિલહાલ રાસ્તા શિશમહેલ કે દુસરે છોર સે બંદ હૈ..! શિશમહેલ દો હિસ્સો મે બટા હુવા હૈ.. હમ આધા શીશીમહેલ ઘૂમ સકતે હૈ..!"
"અબ મેં સમજા..!
તુગલકે દિમાગ પર જોર દેતાં કહ્યુ.
શીશ મહેલ કા આધા હિસ્સા જહાં હમ પહુંચને વાલે હૈ, વહી કમરે મેં મેરે લિયે અંજાને રહસ્યો કે પન્ને ખુલેંગે.!'
તુગલક વિચારતો હતો. કદાચ શીશમહેલમેં હમારી સલ્તનત કા બહોત બડા ખજાના બાદશાહ સલામતને છુપાયા હોગા જીસકી આજતક કીસીકો ભનક નહિ લગી હૈ..!
પરંતુ તુગલક એવી વાતનો સાક્ષાત્કાર કરવા જઈ રહ્યો હતો જેના વિશે એ સદંતર અજાણ હતો..
સારું હતું કે આ બંને રહસ્યો અકબંધ હતા.. બાકી એમનો ડર કાચાપોચા વ્યક્તિના ધબકારા થંભાવી દે એવો હતો…
ઉપર ચઢતા પથ્થરના પગથિયા સંભાળપૂર્વક બંને ચડી રહ્યા હતા સુરંગમાં હવે ગુંગળામણ થતી હોય એમ તુગલકને લાગ્યું. એનું માથું ભમવા લાગ્યું હતું. કદાચ હજુ પાંચ મિનિટ રોકાતા તો તુગલક બેહોશ થઈને ઢળી પડતો. પણ સદનસીબે બંને એક દરવાજા આગળ ઉભા હતા. લોઢાનો એક દરવાજો મુખ્ય મહેલના શાહીખંડના ગેટને હું બહુ મળતો હતો.
લોઢાના દરવાજા પર પોતાની હથેળી ફેરવતી વખતે બાદશાહના શરીરમાં એક ઠંડુ લખલખુ પસાર થઈ ગયું.
કારણ કે દરવાજા પર બે દિશાસૂચન કરતા નિશાન દર્શાવી ઉર્દુ માં લખાયુ હતુ.
"એક ઝહેર નો દરિયો" તો "બીજો મોત અને મોહનો સોદાગર…!!"
ઉર્દૂમાં લખાયેલી એ ઈબારત તુગલકના ધબકારા વધારી દેવા પૂરતી હતી.