હું રાહી તું રાહ મારી... - 11 Radhika patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહી તું રાહ મારી... - 11

સાંજના સમયે શિવમ તૈયાર થઈને રાહીની ઓફિસ પર જાય છે.
“ હું આવી શકું મેડમ?” શિવમ.
“ ઓહ .. શિવમ તું? આવ ...આવ.” રાહી.
“ તો તારી પોતાની ઓફિસ છે એમ ને?” શિવમ.
“ હા મારી પોતાની જ...” રાહી.
“ ખૂબ સરસ..બિસનેસવુમન...ગમ્યું મને.” શિવમ.
“ મારુ સપનું છે આ..” રાહી.
“ સારી વાત છે..દરેક છોકરીએ પગભર બનવું જોઇયે...ચોક્કસ જ..જેથી જ્યારે તે એક સ્ત્રી બને ત્યારે તે તેના પરિવારને આર્થિક મદદ કરી શકે. તેના બાળકોને ભવિષ્યમાં કઇંક બનવા માટે નિર્ણય લેવા માટે મદદરૂપ થઈ શકે અને આમ જોતાં તો દરેક સ્ત્રીની એક આગવી ઓળખ હોવી જ જોઈએ..શું કહેવું છે તારું?” શિવમ.
રાહી શિવમ સામે હસીને જોતી રહી.
“ કેમ આમ જોવે છે? હસવું આવ્યું મારા પર?” શિવમ.
“ ના ના..ખૂબ સરસ વાત કરી તે...આપણી મિત્રતા સાચે જ જામશે હો..” રાહી.
“ હમ્મ...સાચું...” શિવમ.
“ ચાલ તો હવે જઈએ?” રાહી.
“ તારું કામ બધુ પૂરું થઈ ગયું?” શિવમ.
“ હા ..બસ તારા આવવા પહેલા જ. અને આમ પણ મારો તો ૮:૦૦ વાગ્યાનો સમય જ છે.” રાહી.
“ સારી વાત છે અમારા જેવુ તો નહીં...દિવસ કે રાતની નોકરી..કઈ નક્કી જ ન હોય.” શિવમ.
*********************************
રાહી અને શિવમ જમવા માટે જાય છે.જમીને તે બંને રેસકોર્ષ બેસવા માટે જાય છે.
“ તો શિવમ શું વિચારે છે હવે તું તારા આગળના ભવિષ્ય માટે?” રાહી.
“ મારા પપ્પાને ખૂબ મોટો બીજનેસ છે સુરતમાં પણ મે પહેલા જ તેમને કહ્યું હતું કે હું તૈયાર બીજનેસ પર નહીં કામ કરું. પહેલા હું મારી મહેનતથી કોઈપણ નોકરી કરીશ અને પછી જ લાયકાત પ્રમાણે બીજનેસ સંભાળીશ.” શિવમ.
“ સારી વાત છે.પણ તું મને કઈક કહેવાનો હતો?” રાહી.
“ હા તે જ વાત જણાવવા માટે હું તને અહી લાવ્યો છું. આ વાત મારો એક મિત્ર વેદ અને મારી પ્રેમિકા હતી તે છોકરી વિધિ જ જાણે છે. હવે તે વાત હું તને કહેવા જઈ રહ્યો છું.” શિવમ.
રાહીને નહોતું સમજાતું કે હવે શિવમના જીવનની કઈ વાત તેની સામે આવવાની છે!!?
“ હું પણ પરિવાર સાથે રહેવા માંગુ છું. હું પણ મા ના ખોળામાં માથું રાખીને રડવા માંગુ છું.પણ જે હકીકતને હું જાણું છું પછી મારો તેમના પર કોઈ અધિકાર નથી તેવું મને લાગે છે.” શિવમ.
“ તું શું કહેવા માંગે છે ? આમ માતા પિતા પર અધિકાર ન હોવાની વાત તું કેમ કરે છે?” રાહી.
“ તે મારા માતા પિતાથી પણ વિશેષ છે. પણ મારે એક નાનો ભાઈ પણ છે શિવાંશ. હવે શિવાંશને માતા પિતાનો પૂર્ણ પ્રેમ મળવો જોઈએ. મારા હોવાથી મારા માતા પિતા શિવાંશને પૂર્ણ સમય નહીં આપી શકે. અને આમ પણ હવે બીજનેશ અને માતા પિતા બધા પર શિવાંશનો જ હક્ક છે તેવું હું માનું છું.” શિવમ.
“ તું આવું કેમ વિચારે છે? માતા પિતા માટે તેના બધા બાળકો સરખા જ હોય છે. માટે તમારા બંને ભાઈઓનો સમાન અધિકાર છે તેમના પર . તું આવું વિચારે છે તે જાણી મને ખરેખર આશ્ચર્ય થાય છે.” રાહી.
“ સત્ય જાણીશ તો તું પણ મારી વાતથી સહમત થઈશ.” શિવમ.
“ તો જણાવ મને તે સત્ય. મારે પણ જાણવું છે તે સત્ય જેના લીધે તું આવી વિચિત્ર વાત કરી રહ્યો છે.” રાહી.
“ રાહી હું મારા માતા પિતાનું સંતાન નથી.” શિવમે રાહીની આંખોમાં જોઈને કહ્યું.
“ મતલબ? તું કહેવા શું માંગે છે?” રાહીથી ચીસ નંખાય ગઈ.
“ મતલબ તે જ કે હું મારા માતા પિતાનો સગો દીકરો નથી. શિવાંશ જે મારો નાનો ભાઈ છે તે મારા માતા પિતાનું સંતાન છે.શિવાંશ તે ઘરનો વારસ છે. તે બધી સંપતી, ઘર, નામ, માતા પિતા પર માત્ર ને માત્ર શિવાંશનો જ હક્ક છે.જે પરિવારની તું વાત કરે છે તેના પર મારો કોઈ અધિકાર જ નથી.” શિવમની આંખોમાં ભીની થઈ ગઈ.
“ પણ આ વાત તને કોણે કહી? શું તારા માતા કે પિતા કોઈએ આ વાત જણાવી? કે પછી બહારની કોઈ વ્યક્તિ? જો કોઈ બહારની વ્યક્તિએ આ વાત જણાવી હોય તો તું તેના પર બિલકુલ ભરોશો નહીં કરતો.” રાહી.
“ નહીં રાહી આ વાત મને મમ્મી પપ્પા કે કોઈપણ માણસે નથી જણાવી. આ વાત તો મને તે વસ્તુ થકી જાણવા મળી છે જેના પર હું વિશ્વાસ ન કરવા ચાહું તો પણ કરવો પડે.” શિવમ.
રાહી શિવમની થોડી નજીક ગઈ અને આશ્વશનથી તેના ખભા પર હાથ રાખી કહ્યું, “ બોલ શિવમ શું વાત છે?”
“ મને તે વાત પપ્પાની ડાયરી થકી જાણવા મળી. તે ડાયરીમાં પપ્પા પોતાના જીવનની વાતો, પોતાના વિચારો લખતા.પણ તે આ ડાયરીની વાતો કોઈને જણાવતા નહીં. મમ્મીને પણ નહીં.પણ એક દિવસ આ ડાયરી થકી મને જાણ થઈ કે હું તેમનો સગો દીકરો નથી. બાકી મમ્મી પપ્પાએ તો ભૂલથી પણ મને તે વાત જાણવા નથી દીધી કે હું તેમનો સગો દીકરો નથી અને તેમને પણ આ વાત ખબર નથી કે હું પપ્પાની ડાયરીમાં લખેલું સત્ય જાણી ચૂક્યો છું. અમે બધા પણ તમારી જેમ જ સાથે રોજ જમવા બેસતા. મને યાદ છે ક્યારેક પપ્પા કહેતા મજાકમાં મમ્મીને અને અમને ભાઈઓને કે હું ના રહું તો મારી સાથે મારી ડાયરી પણ મારી ચિતા સાથે જ વાંચ્યા વગર બાળી નાખજો. પણ હું તેમની વાતને ક્યારેય સમજી ના શક્યો. બસ પપ્પા પર ગુસ્સે થતો આવી વાત ફરી ક્યારેય ન કરવા માટે.”શિવમ.
“ જ્યારે તારા પપ્પા આ ડાયરી કોઈને આપતા નહીં તો પછી તું કઈ રીતે તે ડાયરી સુધી પહોંચી શક્યો?” રાહી.
“ મને પપ્પા આ ડાયરીવાળી વાત કરતાં ત્યારે હંમેશા ઇચ્છા થતી કે તેમની ડાયરી વાંચી લઉં. પણ આ ખોટું હતું. હું આમ નહોતો કરી શકતો. પણ એક દિવસ આ ડાયરીએ મને સત્ય જણાવી દીધું. મે મુંબઈ કોલેજમાં પ્રવેશ લીધો. તે દિવસે મુંબઈ જવાની તૈયારી કરતો હતો. બીજા દિવસે મારે મુંબઈ જવાનું હતું. આથી રાત્રે મને થયું કે હું પપ્પા જોડે થોડીવાર બેસીને વાતો કરું. હું પપ્પાના રૂમમાં ગયો પણ ત્યાં પપ્પા કે મમ્મી કોઈ નહોતા. હું રૂમની બહાર જતો હતો ત્યાં મે જોયું તો પપ્પાના કબટનો દરવાજો થોડો ખુલ્લો હતો. હું દરવાજો બંધ કરવા જતો હતો ત્યાં મને તેની ડાયરી દેખાઈ. મે દરવાજો બંધ કરી દીધો અને બહાર બાલ્કનીમાં જઈને જોયુ તો મમ્મી પપ્પા બંને ગાર્ડનમાં બેઠા હતા આથી મે ત્યાં જવા કર્યું. પણ પગ ફરી કબાટ પાસે આવી થંભી ગયા. મને તે ડાયરીમાં શું છે તે વાંચવાની લાલચ થઈ ગઈ. મારે આમ ન કરવું જોઈએ છતાં પણ મે ડાયરી લીધી હાથમાં અને વાંચવાનું ચાલુ કર્યું. તે ડાયરીમાં મારા જીવનના એવા રહસ્યો છુપાયેલા હતા જે જાણી હું ખળભળી ગયો.” શિવમ.
“ શું લખેલું હતું તેમાં?” રાહી.
*********************************
શિવમ કોણ હતો? કોનો દીકરો હતો? જો શિવમના માતા પિતા જેને માને છે તે નથી તો બીજું કોણ છે? કે પછી શિવમ અનાથ છે? શું છે શિવમના જીવનનું રહશ્ય જાણશું આવતા અંકમાં....