Shivali - 24 books and stories free download online pdf in Gujarati

શિવાલી ભાગ 24

શિવ, ગોની અને ઝુકીલા દેવગઢ આવી જાય છે.

ગોની, ઝુકીલા આ મારુ ઘર છે, શિવે કહ્યું.

ત્યાં હવેલીના પ્રાંગણમાં બેસેલા રાઘવભાઈ અને મોટાભાઈ શિવ ને આવેલો જુવે છે. તેઓ ખુશ થઈ જાય છે. રાઘવભાઈ તો દોડતા જઈને શિવ ને વળગી પડે છે. શિવ તું આવી ગયો? તું કેમ છે દીકરા?

હું સારો છું કાકા. તમે કેમ છો?

અમે બધા સારા છીએ. આ શિવાલીના મામા છે રાઘવભાઈ એ રમાબેનના મોટાભાઈ ની ઓળખ આપી.

શિવે તેમના ચરણ સ્પર્શ કર્યા.

અરે તું ઉભો કેમ છે ચાલ અંદર રાઘવભાઈ જોર થી બુમો પાડવા લાગ્યા, બા, રમા, માસી જુઓ આ કોણ આવ્યું છે? જલ્દી આવો બધા. આપણો શિવ આવી ગયો.

રાઘવભાઈ ની બૂમ સાંભળી બધાં જ ત્યાં ભેગા થઈ ગયા. બધા ખુશ થઈ ગયા હતા.

શિવ દીકરા તું આવી ગયો? તું કેમ છે? ચારુબેને પૂછ્યું.

હા બેટા તારી તબિયત સારી છે? મુસાફરી કેવી રહી? રમાબેને પૂછ્યું.

અરે બધાં શાંત થઈ જાવ.એ હજુ હાલ આવ્યો છે એને થોડો શ્વાસ લેવા દો. એને બેસવા દો. કઈ ખાવાપીવા આપો. ખબર નહિ આટલા દિવસ એ કેવી હાલતમાં રહ્યો હશે? મગનભાઈ બોલ્યા.

હા હા પુની જા પાણી લઈ આવ અને પછી ચાપાણી નાસ્તો તૈયાર કર, ગૌરીબા બોલ્યા.

બા હું પાણી લઈને આવી છું આલો.

લે શિવ પાણી પી. ને શાંતિ થી બેસ, ચારુબેન બોલ્યા.

શિવે પાણી પીધું. ને પછી ગોની અને ઝુકીલા ની ઓળખ કરાવી,

બા આ ઝુકીલા અને આ ગોની છે. મારી મુસાફરીમાં આ લોકો એ ખૂબ મદદ કરી. આ લોકો ના લીધે હું મારુ કામ પૂરું કરી ને આવ્યો છું.

આ સાંભળી ને આખી હવેલી જાણે ખુશી ની મારી નાચી ઉઠી. બધા જ ખુશ ખુશ થઈ ગયા. બધા એ ગોની અને ઝુકીલા ને ખૂબ પ્રેમ થી આવકાર્યા. હવેલીમાં જાણે રોનક આવી ગઈ.

બા શિવાલી ના કોઈ સમાચાર, શિવે ચારુબેન ને પૂછ્યું.

ના દીકરા હજુ કઈ થઈ શક્યું નથી. અમે બધા તારી રાહ જોતા હતા. પણ હા ગુરુમાં આવી ગયા છે.

કઈ નહિ બા હવે હું આવી ગયો છું. અમે નાહીધોઇ તૈયાર થઈ જઈએ એટલે મંદિર જઈએ. અઘોરીબાબા ને મળવા. ઘણી બધી તૈયારીઓ કરવાની છે. ને પંડિતજી અને ફકીરબાબા ને પણ લઈ લેજો.

હા દીકરા જાઓ તૈયારી કરો પછી જઈએ. પંડિતજી અને ફકીરબાબા ત્યાં મંદિરમાં જ છે.

બધા સાથે મંદિરે જાય છે.

ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય શિવ. કેમ છે તું? પંડિતજી એ પૂછ્યું.

શિવે બધાના ચરણ સ્પર્શ કર્યા, હા પંડિતજી સારું છે. તેણે ગોની અને ઝુકીલા ની ઓળખ આપી.

શિવ તારું કામ થઈ ગયું? અઘોરીબાબા એ પૂછ્યું.

હા બાબા મને શાઉલ ની આત્મા મળી ગઈ. પછી શિવે જે પણ કઈ બન્યું તે અને શાઉલ સાથે થયેલ ચર્ચા ની બધી વાત કરી. બાબા હવે આ પાંચ શક્તિઓ ને શોધવાની છે. ને ભૈરવાષ્ટમી ના દિવસે આ કામ કરવાનું છે.

પંડિતજી એ તરત જ પંચાંગ જોયું ને બોલ્યા, ભૈરવાષ્ટમી તો બે દિવસ પછી જ છે.

તો હવે પંડિતજી? હજુ તો આપણે આ પાંચ શક્તિઓ શોધવાની છે. શિવ ચિંતામાં આવી ગયો.

ગૌરીબા પણ ઉદાસ થઈ ગયા, તો હવે મારી શિવાલી નું શુ થશે? કેટલા બધા દિવસો થઈ ગયા છે. ખબર નહિ એના શુ હાલ હશે?

રમાબેને તો રડવાનું જ ચાલુ કરી દીધું.

શાંત શિવ હવે કઈ શોધવાની જરૂર નથી. આપણી પાસે એ બધી જ શક્તિઓ છે, અઘોરી બોલ્યો.

આ બધી શક્તિઓ છે? ક્યાં છે બાબા? રાઘવભાઈ બોલ્યા.

જુઓ તંત્ર મંત્ર ની શક્તિ મારી પાસે છે. શાસ્ત્રો નું સાચું અને પૂરેપૂરું જ્ઞાન પંડિતજી પાસે છે. ફકીરબાબા પાસે તારાઓ અને નક્ષત્રો નું પૂરું જ્ઞાન છે. આધ્યાત્મિક શક્તિ ગુરુમાં પાસે છે ને ભક્તિ અને પ્રેમ ની શક્તિ શિવ અને શિવાલી પાસે છે. આ બધી શક્તિઓ અહીં હાજર છે. ભગવાન ભોળાનાથે પહેલા થી આ શક્તિઓ ને એક જગ્યાએ ભેગી કરી દીધી છે.

બધા ખુશ થઈ ગયા.

તો બાબા હવે આપણે શિવાલી ને છોડાવી લઈશું. આ વિચાર મને ના આવ્યો, શિવ બોલ્યો.

કેમકે નિરાશા એ તને ઘેરી લીધો હતો. તારી નિરાશા તને અંધકારમાં ખેંચી ગઈ હતી, પંડિતજી બોલ્યા.

હા પંડિતજી તમારી વાત સાચી છે. હું સાચે જ શાઉલ ની વાત સાંભળી નિરાશ ગયો હતો ને એટલે બધું મારી સામે હોવા છતાં મને દેખાતું નહોતું, શિવ બોલ્યો.

तो अब हमे तैयारिया शुरू कर देनी चाहिए क्योंकि हमारे पास ज्यादा वक्त नहीं है, ફકીરબાબા બોલ્યા.

હા, બે દિવસ પછી ભૈરવાષ્ટમી છે એ પહેલા આપણે બધી વસ્તુઓ ભેગી કરવા ની છે. ને કોને શુ કરવાનું છે તે પણ પહેલા થી જ નક્કી કરવું પડશે. સૌથી પહેલા તો આપણે એ સમય નક્કી કરવો પડશે જે સમયે રાજકુમારી ચન્દ્રપ્રભા ની શક્તિઓ નબળી પડે છે.

હા બાબા ને આ સમય ફકીરબાબા જ આપણ ને બતાવી શકશે કેમકે તારા અને નક્ષત્રો ની સાચી સમજ તેમની પાસે જ છે, પંડિતજી બોલ્યા.

ફકીરબાબા પોતાની વિદ્યા થી સમય ની ગણતરી કરવા લાગ્યા.

तारे और नક્ષत्रो के हिसाब से रात के आठ से लेकर ग्यारह तक का समय सबसे अघिक बलवान है। इस वक्त किसी भी आत्मा को मुक्ति मिल सकती है, ફકીરબાબા એ કહ્યું.

लेकिन वो वक्त कौन सा होगा जिसमे हम राजकुमारी की आत्मा की शक्ति को हरा शकते है? પંડિતજી એ પૂછ્યું.

यहि वक्त सबसे सही वक्त है, ફકીરબાબા બોલ્યા.

તો પછી આ સમયે જ આપણે રાજકુમારી ના શરીર નો વિધિવત અંતિમસંસ્કાર કરીશું. એટલે એ મુક્તિ પામે, અઘોરી બોલ્યો.

પણ આ આપણે કેવી રીતે કરીશું? ગુરુમાં એ પૂછ્યું.

સૌથી પહેલા આપણે શિવ ને મહેલ ની અંદર મોકલીશુ. શિવ અંદર શિવાલી ને શોધી ને જ્યાં રાજકુમારી નું શરીર પડ્યું છે તે રૂમમાં થી તે આપણા સુધી લઈ આવશે. ને પછી પંડિતજીએ વિધિવત તેના અંતિમસંસ્કાર કરવા પડશે, અઘોરી એ કહ્યું.

પણ બાબા શિવ મહેલની અંદર જશે કેવી રીતે? રાઘવભાઈ એ પૂછ્યું.

જેવી રીતે ફકીરબાબા મહેલમાં ગયા હતા એ રીતે. પંડિતજી અને ફકીરબાબા પોતાની વિદ્યા ની મદદ થી શિવ ને મહેલમાં મોકલશે.

पर शिव अंदर कैसे जाएगा? और अगर अंदर गया भी तो राजकुमारी की आत्मा उसे छोड़ेगी नही। मेरे पास तो शक्तियां थी पर शिव के पास कोई शक्ति नही है, ફકીરબાબા એ કહ્યું.

શિવ પાસે ભક્તિ અને પ્રેમ ની શક્તિ છે. ને જે સમયે શિવ મહેલમાં જશે ત્યારે શાઉલ ની આત્મા પણ અંદર જશે. એટલે એ એની મદદ કરશે, અઘોરી એ કહ્યું.

શિવ એ સમયે શાઉલ ની આત્મા આવી જશે? પંડિતજી એ પૂછ્યું.

હા પંડિતજી શાઉલ મને મદદ કરવાનું કહ્યું છે. એમણે મને તેમને બોલવા માટે શુ કરવું તે કહ્યું છે.

શાઉલ ની મદદ થી આપણે રાજકુમારી ના શરીર ને અંતિમસંસ્કાર માટે ચિતા સુધી લાવી શકીશું. ને આ સમયે ગુરુમાં પોતાની આધ્યાત્મિક શક્તિ થી રાજકુમારી ની આત્મા ને તેના શરીર થી દૂર રાખશે અને યજ્ઞ કુંડ સુધી લઈ આવશે. જે સમયે શિવ અને શિવાલી મળી જશે અને પોતાના પાછલા જન્મ ને યાદ કરશે તે સમયે અમારા અઘોરી સમાજ ની શક્તિઓ પાછી આવી જશે. એટલે હું યજ્ઞની જગ્યા મારી શક્તિઓ થી સુરક્ષિત કરી દઈશ. જેથી રાજકુમારી ની આત્મા એકવાર અંદર પ્રવેશે પછી યજ્ઞની જગ્યાએ થી બહાર જઈ શકશે નહિ. ને પછી આપણે તેની અંતિમવિધિ પુરી કરીશું.

પણ બાબા શુ આપણે આટલી સરળતા થી આ કામ કરી શકીશું? ચારુબેને પૂછ્યું.

ના એ આટલું સરળ તો નહિ જ હોય પણ આ યોજના આપણા માટે જરૂરી છે. તોજ આપણે સારી રીતે કામ કરી શકીશું.

પણ જો રાજકુમારી ની આત્મા શિવ અને શિવાલીને કોઈ નુકસાન કરશે તો? રમાબેને પૂછ્યું.

રમાબેન તમે ચિંતા ના કરો શિવ અને શિવાલી રાજકુમારીના શરીર ને ચિતા સુધી લાવશે ત્યાં સુધી શાઉલ ની આત્મા તેમની સાથે હશે. રાજકુમારી એ લોકો નું કઈ બગાડી નહિ શકે, પંડિતજી એ કહ્યું.

શિવ અમે તને મહેલમાં મોકલી દઈએ પછી કોઈ પણ પરિસ્થિતિમાં તારે આઠ થી અગિયાર ની વચ્ચે રાજકુમારીનું શરીર મહેલની બહાર લાવવું પડશે. તોજ આપણે સફળ થઈ શકીશું, અઘોરીબાબા એ કહ્યું.

હું જરૂર થી સમય પર મારુ કામ પૂરું કરીશ, શિવે કહ્યું.

તો પછી તૈયારીઓ શરૂ કરો. ભૈરવાષ્ટમીના દિવસે આપણે શિવ ને મહેલમાં મોકલીશુ. ને મહેલ ની બહાર આપણે નિશ્ચિંત જગ્યાએ આપણે તેની રાહ જોઇશું, અઘોરીબાબા એ કહ્યું.

બધા લોકો પોતપોતાની ની તૈયારીઓ માં લાગી ગયા. આ સમય બધા ની શક્તિઓ ની પરીક્ષા નો હતો. એટલે કોઈ પણ ભૂલ ભારે પડી શકે તેમ હતી.

આજે એ દિવસ આવી ગયો જે શિવ અને શિવાલીના જીવનમાં શુ લાવશે તે નક્કી કરવું અઘરું હતું.

શુ વિચારે છે શિવ? ગોની એ પૂછ્યું.

એજ કે આજે શુ થશે? સફળતા મળશે કે મોત કેમકે રાજકુમારી ચન્દ્રપ્રભા નો ક્રોધ કેટલો તેજ હશે તેની મને કઈ ખબર નથી. સાચું કહું ગોની ડર લાગે છે.

શિવ એમાં ડરવા જેવું શુ છે? અમે બધા તારી સાથે છીએ. તને કે શિવાલી ને કઈ નહિ થાય, ઝુકીલા બોલી.

હા ઝુકીલા તમે બધા છો એટલે હિંમત છે. ખબર નહિ શિવાલી કેમ હશે?

બા મને ખૂબ ચિંતા થાય છે શુ થશે? રાઘવભાઈ બોલ્યા.

કઈ નહિ થાય રાઘવ. સૌ સારાવાના થશે. આપણે બધા ભગવાન ભોળાનાથ ને શિવ ની સફળતા માટે પ્રાર્થના કરીશું. આજે આપણી શિવાલી પાછી આવી જ જશે.

ગૌરી ચાલ હવે આપણે મહેલ જવાનું છે. શુ કરે છે? ચારુબેન ગૌરીબા ના રૂમમાં આવતા બોલ્યા.

હા ચાલ ચારુ પહેલા શિવ ની આરતી કરી તેના માટે ભોળાનાથ ને પ્રાર્થના કરીએ અને શિવ ને સફળતા માટે આશીર્વાદ આપીએ.

બધા ભેગા થઈ જાય છે. રમાબેન શિવ ની આરતી કરી તેને તિલક કરે છે. બધા જ શિવ ને સફળ થવાના આશીર્વાદ આપે છે. ને મહેલ જવા નીકળે છે.

ક્રમશ..................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED