(1)
હે ઈશ્વર જલ્દી ઉતર આપ , મેં કેટલાય ના પ્રશ્નો અટકાવી રાખ્યા છે...
ક્યાં સુધી હસવાનુ છે એ પણ કહી દે , મેં કેટલાય ડુમા છાતીયે સાચવી રાખ્યા છે...
(2)
એ જીંદગી નકકી કરી લે , હું તારા માથે પડ્યો કે તું મારા માથે પડી છે...
ખબર તો પડે જીવવાની છે કે શોધવાની છે ? જીંદગી છે કે ખુટતી કડી છે?
(3)
ઘણું બધું ન આવડવાની શરતે થોડું ઘણું લખાય છે...
જેમ દિવડો દાઝવાના દરદે પ્રકાશિત થાય છે...
(4)
જેટલા હસીને જીવી લીધા એટલા દિવસ મારા...
લે દીધા તને જીંદગી , બાકીના બધા તારા...
જે થતું હોય તે લઈ-દઈ , તું હિસાબ પૂરો કર...
હવે વધુ ન મને તું , તારા ખેલ નો જમુરો કર...
(5)
ચતુર કોઈએ જંજાળ નું નામ જીંદગી પાડી દીધું , તે માણસો જીવે જાય છે...
હમણાં પૂરું થાય હમણાં પૂરું થાય કરી , એ ચીથરાઓ . સીવે જાય છે...
(6)
છાંયડા સાથે મન ન લગાવ મુસાફર , અંધારું થઈ જવાની જવાબદારી છાંયડા ની નથી...
પસ્તાવા સીવાય કંઈ નહી રહે , ને છેક મધરાતે સમજાશે ઘણી કામની ભુમિકા તડકાની હતી...
(7)
ऐ बंदे मन्नत छूटने कि कर , कुछ और मांगा तो बांध लिया जायेगा..
जीसे तु मुफ्त का समज रहा है , ऊसकी किमत चुका नहीं पायेगा..
(8)
સંસાર પરવશતા ને લાચારી નો સરવાળો છે..
પણ માણસ ની આંખે મોહ નો પડદો કાળો છે..
જેવું પીંજરું ખોલ્યું એવું પ્રાણી ભાગ્યુ છે...
એક માણસે જ પીંજરું પોતાની સાથે બાંધ્યું છે...
(9)
કિસ્મતમાં બળવાનુ છે કે ચમકવાનુ જલ્દી નક્કી કરો , ધીરજ ખોઈ મે તારાઓ ખરતા જોયા છો..
ખુબ મહેનત કરી છેવટે થાકી ને ડુબી ગયો માણસ , પછી મેં મડદાં તરતા જોયા છે...
(10)
એક વરદાન મળે જો શું માંગવું? ને હે ઈશ્વર તું શું આપી દે?
બહું વીચારીને માંગ્યું , કોક ના માટે પડે એવા થોડા આંસુ આપી દે..
(11)
પાપના ફળ ભોગવતી વખતે તો ઈશ્વર યાદ આવે , એ તો નક્કી છે..
જો પાપ કરતી વખતે ઈશ્વર યાદ આવે તો હજુ થોડી માણસાઈ બચ્ચી છે...
(12)
બહાર આખું અસ્ત-વ્યસ્ત રહે , નથી કોઈ ફરિયાદ પયગંબર...
જો એક ખુણો મેલો રહી ગ્યો અંદર , તો આખું જીવન ખંઢર..
(13)
મુશ્કેલ સમયનું માન રાખો , નહીં તો સારા સમયમાં છકી જશો...
સુંવાળા રસ્તે જ ચાલ્યા જો , થોડો ઢાળ આવતા . થાકી જશો..
સોનું છયે કે કોઈ ધાતુ નકામી , એ જાણવા તપવુ જ પડશે..
આરામ નો એ રસ્તો , બળતી ભઠ્ઠીએ થઈને નીકળશે...
(14)
મહેમાન છો તમે , અને મુકામ ઘડી બેઘડી નો છે...
જેના માટે દોડો છો , એ દેહને આરામ ઠાઠડી નો છે...
ક્યાંય જાજુ ચોંટવુ નહીં કે જાજુ ઉખડવુ નહીં..
પારકી લાય ને મારું-મારું ની હાય માં પડવું નહીં..
(15)
કોઈ નબળા ને નાહકનો હેરાન ન કરવો...
અહીં જીવવા માટે પુરતું છે બસ શ્વાસ ભરવો...
એક બીજ નાખવાનો લુખ્ખો દંભ શું કરવો?
માણસ ને આવડે છે વરસાદ કેમ કરવો.. ?
(16)
મજધારે જોલા ખાતો જીંદગીના જોક્સ પર હશે છે...
પાંજરે પંખી જેમ , ખુલ્લા આકાશમાં જીવડો વસે છે..
(17)
વાત મોટી ,ઓલા નાના પંખી કહી જાય..
બચ્ચા ઉડતા શીખે ને ઘર ખાલી થઈ જાય..
(18)
દુઃખ નો વાંધો નથી મને , "હે ઈશ્વર દુઃખ તારી સાથે રહેવાનો અવસર છે..."
ભૌતિક સુખોની દુકાન જ ઈશ્વરના ઘરથી દુર , બે વચ્ચે લાંબુ અંતર છે...
(19)
વાહ-વાહ નો વિચાર સુધ્ધાં ન આવે ત્યારે કંઈ સારું લખી શકાય..
આંબો જો તાલી ની અપેક્ષા રાખે તો એની એકેય કેરી મીઠી ન થાય..
જેમના નામો આખા જમાનાને યાદ છે , એ બધા પુરસ્કાર વગર જ ગયા...
નરસિંહ , મીરા , અખો કે કબીર.. બધા મર્યા પછી જ અમર થયા
(20)
આમ તો ઈશ્વર મારા દોસ્તાર છે..
પણ બહું મોટો એનો વીસ્તાર છે..
પણ એને હંફાવી ને મદદ કરવાની આદત છે...
બાકી એના હિસાબમાં બધી ઈબાદત છે...