મુહૂર્ત (પ્રકરણ 18)

અમે નયના અને નંબર નાઈનને બચાવવા માટે એક પ્લાન બનાવ્યો એ મુજબ નાગપુરના જંગલમાંથી રાત્રીના સમયે પસાર થતી માલવાહક ટ્રેનમાં છુપાઈને જવાનું નક્કી કર્યું. ટ્રેનમાં જવાનો મુખ્ય હેતુ એ દુશ્મનના ધ્યાનમાં આવ્યા વગર જ જંગલમાં દાખલ થઇ શકવાનો હતો. કદંબ અને એના શિકારીઓએ જંગલના દરેક રસ્તા પર અમારા માટે ઝાળ બિછાવી હતી એ વાતથી અમે અજાણ નહોતા. દુશ્મન અમારા આવવાની રાહ જોઈ રહ્યા હતા.

પણ દુશ્મને ક્યારેય વિચાર્યું નહોતું કે સીતેરના દાયકાથી શરુ થયેલ જૂની માલ વાહકમાંથી જંગલમાં કુદવાનું રિસ્ક અમે લઈશું.

મને યાદ છે જયારે અહી રેલ્વે લાઈન નહોતી - એ સમય મને હજુ યાદ છે. વર્ષો પહેલા અનન્યા અને હું એ રેલવે લાઈનનું કામ ચાલતું એ જોવા આવતા. અનન્યાને કારીગરીનું કામ જોવાની મજા આવતી. એ કહેતી આ માણસો કેટલા મહેનતુ છે એ લોકો એવા રસ્તા બનાવે છે જે હજારો લોકો ભરેલી ટ્રેન ચાલે તો એનું વજન પણ સહન કરી શકે. એ સમયે મને પણ નવાઈ લાગતી કે ખરેખર એ અદભુત હતું.

અમેં ટ્રેનમાં હતા. હું, વિવેક, જાદુગર સોમર, નંબર સિક્સ સેજલ, નંબર સેવન શ્લોક અને નંબર ફોર નીકુલ. ટ્રેનમાં અમે જરૂરી દરેક હથિયાર લીધા હતા. એ ટ્રેન એક દિવસ માટે માલ વાહકને બદલે હથિયાર વાહક બની ગઈ હતી.

મેં હથિયાર તરફ નજર કરી.

હથિયાર!!!

મારા હાથ એ વેપન્સ હાથમાં લેવા તલપાપડ થવા લાગ્યા. મેં ગયા જન્મની યાદ રૂપે ધનુષ્ય બાણ પસંદ કર્યું. મને પિતાજીના શબ્દો યાદ હતા. ભલે હવે ગન આવી ગઈ છે પણ એક તીર કમાનનો મુકાબલો શક્ય નથી.

ધનુષ્ય!!!

મારી નજર મારી સામેના કમ્પારટમેન્ટને અઢેલીને મુકેલા ધનુષ્ય પર ગઈ. એ ધનુષ્ય લાકડા અને મેટલ બંનેનો ઉપયોગ કરીને બનાવેલ હતું. અને તીર... હું એક પળ માટે એને જોતો જ રહ્યો. એ ફલોલેસ યુનિફોર્મ લાઈનમાં ધનુષ્યની નજીકમાં જ ગોઠવેલ હતા.

મેં ધનુષ્ય હાથમાં લીધું અને તેની સાથે મેચ કરતા એરોનો ભાથો મારા ખભે ભરાવ્યો. મેં મારા હાથમાં એ ધનુષ્ય અને તીરની પ્રીક્લીગ વાર્મથ અનુભવી. એ વાર્મથ જે હું અનેક વર્ષો પહેલા અનુભવવા ટેવાયેલ હતો.

ભાથામાંથી એક તીર નીકાળ્યું અને ટ્રેનમાંથી બહાર નિશાન લગાવ્યું. પણછને જમણા હાથની તર્જની અને અંગુઠા વચ્ચે પકડી ખેચી. કઈક અજબ હતું. મને એ બો- સ્ટ્રીંગ જરાક ટાઈટ લાગી. કદાચ આ જન્મે તીર કમાન ક્યારેય હાથમાં પકડ્યા ન હતા તેથી એ મને કડક લાગી. એ તીરના છેડે લગાવેલ ફીધર્સ ફાર ફેચ્ડ લાગી રહ્યું હતું. એ બેસ્ટ વુડમાંથી બનેલ મેટલની શાર્પ બ્લેડ સાથેનું તીર હતું.

મે પૂરું જોર લગાવી પણછ મારા કાન સુધી ખેચી. એક ઊંડો શ્વાસ લીધો. ચાલુ ટ્રેને પાછળ ફેકાતી હવાનો અંદાજ મેળવ્યો. જયારે બો સ્ટ્રીંગ છોડી... ધ એરો મેડ સ્પ્લીટીગ વોઈસ ઇન એર.. તીર હવાને એક પાતળા આવાજ સાથે ચીરતું આગળ વધ્યું.. તીર ટાર્ગેટ બનાવેલ પાનને વીંધીને આગળ નીકળી ગયું. ટ્રેન બહાર દેખાતા વ્રુક્ષના એક પાનને મેં મનોમન લક્ષ બનાવ્યું હતું અને હું મારા લક્ષને વીંધવામાં સફળ રહ્યો એ બાબત દર્શાવતી હતી કે ભલે જન્મ બદલે એક નાગ પોતાનું હુનર ક્યારેય ભૂલતો નથી.

“વિવેક કુદવાનો સમય આવી ગયો છે.” વિવેકના પપ્પાએ સુચના આપી.

વિવેકે પોતાના હથિયાર પસંદ કરી લીધા હતા. એણે પોતાના તાસના પાના અને એક જોડ સ્પિનર હથિયાર તરીકે પસંદ કર્યા હતા. એની ગોલ્ડન યાર્ન વાળીને એને પોતાના જીન્સ પોકેટમાં સરકાવી.

“હું તૈયાર છું.” વિવેકે કહ્યું, તે ક્રોચ કરીને ઉભો હતો. ટ્રેન પોતાની ગતી મુજબ ટ્રેક પર દોડી રહી હતી. એ કામ મુશ્કેલ હતું. એ ટ્રેનમાંથી કૂદવું જરા મુશ્કેલ હતું. પણ અમારામાંથી વિવેક અને તેના પપ્પા સિવાયના બધા નાગ હતા અને એ બંને જાદુગર અને વરિયર હતા એટલે અમે એ કરી શકીશું એ મને વિશ્વાસ હતો.

મેં એક ઊંડો શ્વાસ લીધો. ભલે વિવેક કુદવાનો હતો પણ માનસિક તણાવ હું અનુભવતો હતો. હું જાણતો હતો એ જંપ દરમિયાન કઈ પણ થઇ શકે. ઈટ વોઝ ડેડલીએસ્ટ જંપ. લૂક બીફોર લીંપ એ કહેવત ભૂલીને અમારે કુદકો લગાવવાનો હતો. અમે એ માટે તૈયાર હતા. અમારામાંથી દરેક એ માટે તૈયાર હતો. એ વેગનના ડબ્બામાં દરેક વ્યક્તિ મરવા - મારવા તૈયાર હતો.

“વિવેક, આપણે હવે કૂદવું જોઈએ.” શ્લોકે પણ કહ્યું, એ બહુ ખુશ હતો કદાચ એ ગયા જન્મમાં જરૂર કોઈ યોદ્ધો હશે કેમકે એના જેવા ચોકલેટી બોયમાં એ જીગર એ હિમત અશક્ય હતું.

“હા, પણ કાળજી રાખીને જંપ કરજે આપણે જેશલમેરમાં ફિલ્મનું શુટિંગ નથી ઉતારી રહ્યા.” વિવકે કહ્યું અને એ ડોર-વેમાંથી કુદી ગયો.

મારી આંખોએ વિવેકને જમીન પરના ઘાસ પર લેન્ડ થતા જોયો ન જોયો એટલામાં ટ્રેન તેની ગતી સાથે આગળ નીકળી ગઈ. ત્યારબાદ શ્લોકે કુદકો લગાવ્યો. એણે જંપ કરવામાં પણ એ જ પોતાની હીરોગીરી કરી હતી. કોઈ પાણીમાં ડાઈવ લગાવતું હોય એમ એ ગોળ ફરીને જંપ થયો. મેં ધાર્યો હતો એ મુજબ જ એ ચોકલેટી બોય દેખાતો શ્લોક પણ વિવેક જેટલી જ ચપળતા પૂર્વક ઘાસ પર લેન્ડ થયા બાદ પોતાના ઘૂંટણને બેંટ કરી જેરિંગ ઇમ્પેકટને ખાળવામાં સફળ રહ્યો. એ જરૂર એના ગયા જનમનું હુનર હશે કેમકે આ જન્મે એણે એવા કારનામાં નહિ કરેલ હોય એમ મને લાગ્યું કેમકે મને ત્યારે ખબર ન હતી કે એ હીરોને સાચે જ હીરોગીરીનો શોખ હતો અને એ જે શહેરમાં રહેતો હતો ત્યાં રાત્રે ચહેરા પર માસ્ક લગાવી સુપર હીરો બની લોકોની મદદ અને ગુંડાઓની ધુલાઈ કરતો ફરતો અને એ વખતે એ કેટલાય મકાનોની છત પરથી એ જ સ્ટાઈલમાં કૂદતો હતો. એ અસેસીન ક્રિડ ગેમનો હાર્ડકોર ફેન હતો.

બધા એક બાદ એક કુદી ગયા. સેજલ અને નીકુલ. દરેક પોત પોતાના સિગ્નેચર સ્ટાઈલ સાથે કુદી ગયા. જે કહી રહ્યું હતું કે એ દરેક ટ્રેન્ડ હતા. લડવા માટે અને એવા રિસ્કી જંપ માટે એ લોકો પાસે તાલીમ હતી.

સેજલ પણ પોતાના અદશ્ય થઇ શકવાના હુનરનો ઉપયોગ એના શહેરના લોકોની મદદ માટે કરતી એ બાબત પણ મને પાછળથી ખબર પડી. એ પણ સુપર ગર્લ બની દિલ્હીની સડકો પર અંધારામાં નીકળતી અને કોઈ એકલી નીકળેલ છોકરી કે છોકરા કોઈ ખોટા હાથમાં ફસાઈ જાય તો એમને ઉગારતી હતી. કદાચ એ ખુદને સિલ્વર હોક કે લીગ ઓફ એક્સટ્રા ઓર્ડીનરી જેન્ટલમેનમાંથી એક સમજતી હતી.

છેલ્લા હું અને વિવેકના પપ્પા બચ્યા હતા. સોમર જાદુગરે એમના કબીલાની પરંપરા મુજબનું હથિયાર પસંદ કર્યું હતું. કહેવાતું કે સતરમી સદીમાં નાગપુરના રાજવંશે મદારી કબીલાને દક્ષીણ ભારતના જંગલોથી તેડાવ્યો હતો. મદારી કબીલો દક્ષીણની દ્રવિડિયન યુદ્ધકલામાં માહેર હતો. સોમર અંકલે એ કળા મુજબ પોતાની કમર પર છુપી પટ્ટા તલવાર વીંટાળી હતી. તેઓ ચારેક મીટર લંબાઈની ઉરુમી જાણે કોયડો ફેરવતા હોય એમ ફેરવી શકતા.

સોમર અંકલે મારો હાથ પકડ્યો. અમે ડોર-વે તરફ ખસ્યા. બહારથી અંદર ધસી આવતી હવા અમને ધક્કો લગાવતી હતી.

“રેડી.” સોમર અંકલે મારા તરફ જોયુ. એમનો અવાજ બહુ મોટો હતો નહિતર બહારથી ધસી આવતી હવા કઈ સંભળાવા દે તેમ નહોતી. તેમની સફેદ મૂછો કઈક અભિમાનમાં ફરકી રહી હતી. હું ઘડીભર એમનો ઝાજરમાન ચહેરો જોઈ રહ્યો.

મારા હકારમાં માથું હલાવતાની સાથે જ અમે બંને એ પોતાની જાતને ટ્રેન બહાર લોંચ કરી. અમે જમીન પર પછડાયા ત્યાં સુધી હવામાં કઈ રીતે પસાર થયા  એ અંદાજ મને ન આવ્યો. અમે જમીન પર હાર્ડ લેન્ડ થયા હતા. મને હતું કદાચ સોમર અંકલ પર એની અસર થશે પણ મને એ જોઈ નવાઈ લાગી. તે મારા કરતા પણ પહેલા ઉભા થયા. હું ઉભો થવાનો પ્રયાસ કરતો હતો ત્યારે એમનો હાથ ઉભા થવામાં મારી મદદ માટે લંબાયો.

મને નવાઈ લાગી કે તેઓ એવા હાર્ડલેંડ કરીને પણ ની બેંટ વીના પછડાટની અસરથી કઈ રીતે બચી શક્યા. હી એસકેપ્ડ જેરીંગ ઈફેક્ટ વિધાઉટ બેન્ડીગ હીઝ ની.

“થેન્ક્સ....” મેં એમનો હાથ પકડી ઉભા થતા કહ્યું.

મારે ઉભા થવા હાથના સહારાની જરૂર નહોતી પણ એમણે હાથ આગળ કર્યો માટે એમનું માન રાખવું મને ઠીક લાગ્યું.

અમે ઉભા થયા ત્યાં સુધીમાં ટ્રેન બહુ આગળ નીકળી ગઈ હતી. કદાચ જંગલમાં ટ્રેનની મદદથી ધુસવાની અમારી યોજના સફળ રહી હતી. બસ હવે નયનાને શોધી કદંબનો ખાતમો કરવાનો હતો.

વિવેક અને બીજા નાગ અમારી પહેલા કુદ્યા હતા માટે એ અમારાથી થોડેક દુર હતા. મેં કપડા સરખા કર્યા અને અમે એ તરફ ચાલવા લાગ્યા. થોડુક અજવાળું હતું એટલે સારુ હતું બાકી અમે જંગલના એ ભાગમાં હતા જ્યાં ચાલતી વખતે જાડીઓ નડતી હતી. અંધારામાં એ ક્યારે ચહેરા સાથે અથડાઈ જાય અંદાજ ન લગાવી શકાતો. ચારે તરફના વ્રુક્ષો પરના પાકા ફળ તૂટીને નીચે પડવાની તૈયારીમાં હતા.

મને યાદ હતું જયારે હું બાળક હતો આ જ જંગલમાં અમે પથ્થર ફેકી પાકા ફળ નીચે પાડતા. મને એ પાકા અને વધુ પાકા થઈને સડી ગયેલા ફળ સાથે ભીની જમીનની સુંગંધ મહેસુસ થઇ. એ સુવાસ કહેતી હતી કે આજે જંગલમાં વરસાદ પડ્યો હતો. કદાચ એટલે જ એ સુકા પાંદડા અને ભીની જમીન પર ચાલવામાં મુશ્કેલી પડતી હતી.

“દરેકે પ્લાન મુજબ ચાલવાનું છે.” બધા ભેગા થયા ત્યારે વિવેકના પપ્પાએ સુચના આપી.

બધાએ હકારમાં માથું હલાવ્યું.

“અને યાદ રાખજો કોઈએ મરવાનું નથી..” એમની એ છેલ્લી સુચના સાથે અમે બધા અલગ થયા.

એ જંગલ મને સારી રીતે યાદ હતું. એ જંગલ સાથે મારો એક જન્મનો નહિ પણ અનેક જન્મનો સંબંધ હતો. ગયા જન્મે પણ હું આ જ જંગલ કિનારે જન્મ્યો હતો. મને યાદ છે જયારે હું પહેલી વાર એ જંગલમાં ગયો હતો. મારા પિતાજીના તીર અને કમાન સાથે હું એ જંગલમાં ગયો હતો. પિતાજી મને કહેતા ભલે હવે બંદુકો આવી ગઈ છે પણ તીર કમાન એ એક અલગ હથિયાર છે જેનો મુકાબલો અશક્ય છે. સાચો તીરંદાજ એ છે જે હવાનો અંદાજ મેળવી શકે છે. જે પવનની ગતી સાથે તાલ મેલ સાધીને તીર ચલાવી શકે છે એનું નિશાન અફર હોય છે.

પહેલી વાર જયારે હું જંગલમાં ગયો હતો. હું આઠ વરસનો હતો. મને ડર લાગતો હતો કેમકે હું એ જંગલ માટે અજાણ્યો હતો. પણ ધીમે ધીમે એનાથી હું ટેવાઈ ગયો. મને ખતરાની દરેક નિશાની ઓળખતા આવડી ગયું હતું. દુર ક્યાંક સંભળાયેલ હાઉલ, કે કોઈ ડાળખાં તૂટવાનો અવાજ, કોઈ હિંસક જંગલી જાનવરનો અવાજ કે કોઈ દબાતે પગલે નીકળેલ નીશાચારનો પગરવ. એ બધું જ સાંભળી અને સમજી લેતા છેક હું પાછળના જન્મે શીખી ચુક્યો હતો.

જંગલી કુતરાઓ અને વરુઓથી બચવા માટે હું પ્રથમ વાર ઝાડ પર ચડ્યો હતો ત્યારે મારી ઉમર બાર વરસની હતી. મને એ વખતે ખબર નહોતી કે એક નાગની આંખમાં શક્તિ હોય છે એ કોઈ પણ જાનવરની આંખમાં જોઈ એને કાબુ કરી શકે છે. એ શક્તિ મને ત્યારે સમજાઈ હતી જયારે જંગલમાં લોકોએ એક આદમખોર વાઘને મારી નાખવા માટે આગ લગાવવાનું નક્કી કર્યું અને એ આગમાં નિર્દોષ પ્રાણીઓ મરી જતા અટકાવવા પપ્પાએ વાઘને મારવાની જવાબદારી લીધી હતી.

મારી ઉમર એ વખતે અઢારેક વરસની હતી જયારે મેં પપ્પાને બદલે એ વાઘનો સામનો કરવાનું નક્કી કર્યું.

જયારે હું વાઘ સાથે લડતો હતો. મારી આંખો વાઘ સાથે મળી, અમારી આંખો એકમેકની સાથે મળી અને મારા પર હુમલો કરવા તૈયાર એ વાઘ કોઈ પાલતું જાનવર હોય એમ આવી મારા પગ પાસે બેસી ગયો. પણ આ બધી ગયા જન્મની યાદો હતી. આ જન્મે મારે ફરી એકવાર એ જંગલમાં જવાનું હતું એક આદમખોર જાનવર સામે લડવા માટે પણ આ જાનવર મારી આંખમાં જોઈ શાંત થઇ જાય એમાનો ન હતો. મારે એના શ્વાસ બંધ કરીને એને શાંત કરવાનો હતો.

નયના એમના કબજામાં હતી. કદંબ હમેશા છળથી લડતો અને આ વખતે પણ એણે છળનો ઉપયોગ કર્યો હતો. અમે નંબર ફોરને બચાવી લાવ્યા એ સમયે એણે નયનાને દિલ્હીથી કિડનેપ કરી હતી. કદાચ કદંબ કરતા પણ વધુ છળ તો અમારી સાથે નશીબ કરતું હતું. એ સિતારા કરતા હતા જેમાં હું જનમ્યો હતો. એ મુહુર્ત કરતું હતું જેણે મને જન્મતાની સાથે જ આશીર્વાદ આપવાને બદલે હું ક્યારેય મારો પ્રેમ મેળવી ન શકું એવો શ્રાપ આપી દીધો હતો.

કદંબ ક્યાં નયનાની શોધમાં હતો જ?

એ દિલ્હી નંબર સીક્સની શોધમાં હતો. સેજલ તેમના હાથમાં ન આવી પણ નયના આકસ્મિક રીતે તેમની સામે આવી ગઈ અને કદંબે નયનાને કિડનેપ કરી લીધી. એ બધામાં મને કદંબ કરતા પણ નસીબનું છળ વધુ દેખાયુ. મેં નક્કી કરી લીધું કે હું નશીબ સામે લડીશ અને વિવેકે તથા બીજા નાગે એમાં મારી મદદ કરવાનું નક્કી કર્યું હતું.

બધા નાગપુર પાછળના એ જંગલમાં પહોંચ્યા જ્યાં દરેક જન્મે આ કહાની શરુ થતી અને દરેક જન્મે પૂરી થતી હતી. અમે અંશને સાથે ન લીધો. એ લડવા માટે હજુ તૈયાર ન હતો. કોઈ નાગ લડવા કાબિલ નથી એમ તો ન કહી શકાય પણ એને હજુ તાલીમની જરૂર હતી. હું મારા પ્રેમને બચાવવા એક એવા નાગના જીવનને જોખમમાં મૂકી શકું નહી જેને એક દિવસ પહેલા ખબર જ પડી હોય કે એ નાગ છે.

અંશ જીવનભર એક માનવ બનીને જીવ્યો હતો. તેની મમ્મીને ખુબ ચાહતો હતો. મેં અને વિવેકે એની મમ્મીને વચન આપ્યું હતું કે આ બધું પૂરું થઇ જશે ત્યારે અમે અંશને એમની પાસે મોકલી દઈશું. માટે મેં એને સાથે ન લીધો. એને સાથે ન લેવો એ ખાસ મારો અને વિવેકનો ફેસલો હતો.

આ એ જ જંગલ હતું જ્યાં ઉનાળામાં હું અને અનન્યા એની મધ્યમાં આવેલ એક તળાવના કિનારે બેસતા. અમારા પગ એ તળાવના પાણીમાં ભીંજાય એમ અમે બેસતા અને તળાવના કાચ જેવા ચોખ્ખા પાણીમાં ઊગેલ છોડને જોંતા. હું એ કમળ જેવા દેખાતા ફૂલ છોડને જોઈ રહેતો. મને ખબર હતી કે એ કમળ નહોતા. કમળનું ફૂલ પાણીની અંદર નથી થતું. તે બહારને ભાગે પાણી પર તરતું હોય છે.

એ ફૂલ કમળ નહોતા છતાં અનન્યાને ખુબ પસંદ હતા. હું તળાવમાં કુદકો લગાવી એ ફૂલ લઇ આવતો. હું કહેતો કે આ ફૂલ તારા જેટલા સુંદર નથી અનન્યા અને એ મારા પર હસતી. અમે કલાકો એ તળાવને કિનારે બેસી એકમેકને જોયાં કરતા. એકમેકની આંખોમાં ક્યારે સદીઓ વીતી જતી અમને ખયાલ પણ ન રહેતો.

મને જંગલના એક એક ઝાડ, એક એક જગ્યા ગયા જન્મની અનન્યા સાથેની યાદો તાજી કરાવવા લાગ્યા. હું નયનાને એમનાથી મુકત કરાવવા ઈચ્છતો હતો. હું ઈચ્છતો હતો કે અમે ફરી આ જન્મે પણ એ જ તળાવના કિનારે અમારા પગ પાણીમાં ભીંજાય એમ બેસીએ અને હું એના માટે એ કમળ જેવું દેખાતું ફૂલ તોડી લાઉં. એને કહું કે એ ફૂલ કરતા તું સુંદર છે અને મારી એ વાત પર એ હસી પડે.

હું લાચાર હતો એવું કોઈ જાદુ ન હતું જે નયનાને મારા સામે લાવીને ખડી કરી દે. મારે નયનાને પાછી મેળવવા માટે પ્લાન મુજબ ચાલવું પડે તેમ હતું. બીજું કઈ થઇ શકે એમ નહોતું માટે અમે જે પ્લાન બનાવ્યો હતો એ મુજબ જ ચાલીને નયનાને પાછી મેળવવાની હતી. એને સહી સલામત પાછી લાવવાની હતી.

                                         *

 અમે બધા ફેલાઈ ગયા. એ જ યોજના હતી. અમે નયનાનું લોકેશન મેળવી લીધું હતું. નયના કેદ હતી એ સ્થળને અમારે ચારે તરફથી ઘેરી લેવાનું હતું. દરેકે અલગ અલગ દિશામાંથી હુમલો કરીને એમને ચોકાવી દેવાના હતા. કામ જરા મુશ્કેલ હતું પણ બીજો કોઈ રસ્તો નહોતો.

હું જંગલમાં આગળ વધવા લાગ્યો. કેટલાક ઝાડને હું ઓળખતો હતો તો કેટલાક ઝાડ તો મારા માટે પણ અજાણ્યા હતા. એક સ્થળે મેં અવાજ સાંભળ્યો અને એ જ ક્ષણે મારો હાથ મારા ધનુષ્ય પર ગયો. મારે મારી જાતને સલામત રાખવાની હતી કેમકે મારે નયનાને સલામત રાખવાની હતી.

સદનશીબે એ અવાજ એક જંગલી હરણનો હતો. જે મને જોઇને ડરી ગયું હતું. મારા હાથમાંના ધનુષ્યનો એને ડર લાગ્યો હશે પણ હું કોઈ શિકારી નહોતો એને મારાથી ડરવાની કોઈ જરૂર નહોતી.

ત્યાર બાદ રસ્તો ઢાળવાળો હતો. મને ખાસ કરીને ઢાળ ઉતરવાનું પસંદ નહોતું. ઉંચાણવાળી જગ્યા પરથી દુશ્મનને જોવો સહેલો રહે છે. મારી પાસે પસંદગી કરવાનો સમય ન હતો. મારે આગળ વધવાનું હતું. મારે નયના સુધી પહોચાવાનું હતું.

મને થાક લાગ્યો પણ હું અટકી ન શકું. હું થાક લેવા ન રોકાઈ શકું. હું ચાલવા સિવાય કઈ ન કરી શકું. મારે ચાલતા જ રહેવાનું હતું. બસ ચાલતા જ રહેવાનું.  હું નયના સુધી ન પહોચું ત્યાં સુધી મારે ચાલતા જ રહેવાનું હતું.

મારી પાસે સમય નહોતો. મારે રાત સુધીમાં ત્યાં જવાનું હતું કેમકે અંધકાર જ એ નીશાચરોને મારવામાં મદદરૂપ થાય એમ હતો.  હું પપ્પા પાસેથી શીખ્યો હતો કે ઝેરનો તોડ ઝેર જ છે. હા, આ જન્મમાં.. મારા આ જન્મના પપ્પા પાસેથી મેં એ વાક્ય સાંભળ્યું હતું.

બીજા એક કલાકમાં હું એ સ્થળની નજીક પહોંચ્યો જ્યાં કદંબે નયનાને કેદ રાખી હતી. નંબર નાઈન પણ કદાચ એ જ સ્થળે કેદ હતો. જોકે એનું લોકેશન અવકાશી કેલેન્ડર હજુ બતાવતું નહોતું એટલે કદંબે એને ક્યા કેદ રાખેલો હશે એ નક્કી કહી શકાય એમ નહોતું. કદંબના શિકારીઓ આખા જંગલમાં ફેલાયેલા હતા એટલે કદંબ એને જંગલમાં જ કેદ રાખે એ દેખીતું હતું.

ફરી એકાએક મને દુર ક્યાંક ડાળી તૂટવાનો અવાજ સંભળાયો. મેં એ તરફ ધ્યાન આપ્યું અને એક ઝાડ પાછળ શિલ્ડ મેળવ્યું. એ ડાળીઓ તૂટવાનો અવાજ સતત આવતો રહ્યો. મારી આંખો ચમકી. હું સમજી ગયો કોઈ મારી તરફ આવી રહ્યું છે. પણ કોણ...?

એકાએક મારી સામેની જાડીમાંથી એક ખૂંખાર દીપડો મારી સામે આવી ઉભો રહ્યો. હું ઝાડ પાછળથી બહાર આવ્યો. મને એનો કોઈ ડર ન હતો. મેં એની આંખોમાં જોયું અને એ વરસોથી મારો મિત્ર હોય એમ મારી નજીક આવી ઉભો રહી ગયો. મને એકલા આગળ વધવા કરતા એ મિત્રને સાથે લઈને આગળ વધવાનું વધુ પસંદ આવ્યું. અમે બંને સાથે સાથે ચાલવા લાગ્યા.

“આપણે નયનાને લેવા જઇ રહ્યા છીએ.” મેં એની સાથે ઢોળાવ પૂરો કરી ચડાણ તરફ જતા કહ્યું.

એણે કોઈ જવાબ ન આપ્યો પણ હું જાણતો હતો કે એ મને સમજી શકતો હશે. ભલે હું માનવ રૂપમાં હોઉં પણ જાનવરોની ભાષા સમજી શકુ.

“એ ડરી રહી હશે..?” મેં તેના સુવાળા વાળમાં હાથ ફેરવતા પૂછ્યું.

દીપડાએ માથું હલાવી ના પાડી. મને થયું કાશ માણસો આ જાનવરો જેવા હોય તો? પણ એ શક્ય જ ન હતું.

“કેમ..?” મેં નવાઈથી પૂછ્યું.

એ કાઈ બોલ્યો નહિ પણ કારણ હું જાણતો હતો એ કહેવા માંગતો હતો કે નયનાને ખાતરી છે કે એના માટે હું ત્યાં આવીશ.

“યુ થીંક એને મારા પર ભરોષો છે માટે એ ડરી નહિ હોય..?” મેં પૂછ્યું.

એનો જવાબ કદાચ હકારમાં હતો.

એકાએક બધા અવાજો શમી ગયા. બધા પક્ષીઓ પણ જાણે શાંત થઇ ગયા. મને એક હાઈ પીચ અવાજ સંભળાયો. એ અવાજ કદંબના કોઈ શિકારીએ નીકાળ્યો હતો. એ લોકોમાંથી કોઈએ અમારામાંથી કોઈને જોઈ લીધો હતો.

હવે સાવધાન થવાનો સમય આવી ગયો છે તે સમજતા મને વાર ન લાગી કેમકે એ લોકો પણ જાણી ગયા હતા કે અમે આવી ચુક્યા છીએ બસ એક જ ફાયદો હતો. અંધકાર ઘેરાવા લાગ્યો હતો અને એ જંગલ હતું જ્યાં રાત થયા પછી ખુદને પણ શોધવો મુશ્કેલ બની જાય છે.

એ લોકો મને શિકાર બનાવવા આવશે હું જાણતો હતો. પણ હું કોઈ સામાન્ય માનવ ન હતો કે એ લોકો મને શિકાર બનાવી શકે. અંશ અમારી સાથે હોત તો મને જરાક ડર રહોત પણ એને અમે એસેમ્બલીમાં જ સલામત છોડી દીધો હતો. મને એક ચોકલેટી બોય શ્લોકની જરાક ફિકર હતી. અને બીજી નયનાની.

નયના કયા હાલમાં હશે..?

કદંબે એની સાથે શું કર્યું હશે...?

કદંબ નયનાને બેઈટ તરીકે વાપરવા માંગતો હશે...?

કદંબ પાસે મણી છે તો એણે નયનાને કિડનેપ કેમ કરી હશે..?

સવાલો અનેક હતા પણ જવાબો માત્ર કદંબ પાસે હતા. અને એ જવાબો મેળવવા મારે ત્યાં પહોચાવાનું હતું - એ પણ સાવધાની પૂર્વક.

એકાએક મને પક્ષીઓના એકસાથે બોલવાના અવાજો સંભળાયા. મેં પાછળ નજર કરી. મને અજવાળું દેખાયું.

સીટ! સીટ!સીટ!

ધે હેવ સેટ ફાયર ઇન ધ વુડ!

ડેમ ઈટ!

કદંબ અને તેના શિકારીઓએ અમને ફસાવવા જંગલમાં આગ લગાવી દીધી હતી. એ સુકા વિસ્તારમાં આગ લગાવવી બહુ સહેલી હતી. જમીન પરના સુકા પાંદડા અને એક ગેલન કેરોશીન. બસ એ બે જ વસ્તુની એમને જરૂર પડી હશે.

મેં દીપડા તરફ નજર કરી. એ મારી વાત સમજી ગયો હોય એમ ફલાંગ લગાવી બાજુની ઝાડીમાં અદશ્ય થઇ ગયો.

જંગલ આગમાં ફેરવાવા લાગ્યું. ધુમાડો રાતના અંધકારને સફેદ પછેડી ઓઢાડવા લાગ્યો. બધે સફેદ અંધારું ફેલાવા લાગ્યું અને તીવ્ર વાસ.

થેંક ગોડ! અમે જંગલના જે વિસ્તારમાં હતા ત્યાંથી આખા જંગલમાં આગ લાગી શકે તેમ નહોતી કેમકે  અમે જે દિશામાંથી આવ્યા હતા એ તરફ નદી હતી અને બીજી તરફ ભેડા-ઘાટ પાછળની અફાટ ખીણ. એ બંને આગને આખા જંગલમાં નહિ ફેલાવા દે એની મને ખાતરી હતી.

મને એ આગમાં ટ્રેપ બનવા કરતા પણ અમારા લીધે જંગલના નિર્દોષ જીવો મરી જશે એનો ડર હતો પણ થેંક ગોડ કે નદી અને ભેડા-ઘાટને લીધે આગ સીમિત વિસ્તારમાં જ રહી શકે તેમ હતી. કોઈ નિર્દોષ જીવ નહિ મરે તેની મને ખાતરી હતી કેમકે જો આગ ચારે તરફ ફેલાઈ શકે તેમ ન હોય તો જાનવરો એ આગના વિસ્તારથી થોડાક દુર નીકળી જઇ પોતાનો જીવ બચાવી શકે છે. મેં ફરી એક વાર ભગવાનનો પાડ માન્યો કે એ જાનવરો બચી શકે તેમ હતા. હું કોઈ નિર્દોષ જીવોના મૃત્યુનો બોજ જીવનભર લઈને ફરી શકું તેમ ન હતો.

હું આગળ વધવા લાગ્યો. મને પાછળના ભાગે વ્રુક્ષોના સળગવાની ગરમી મહેસુસ થતી હતી. સળગતી ડાળો નીચે પડવાનો અવાજ સંભળાવા લાગયો. હું સસલા અને હરણના ટોળાને જીવ બચાવવા મારી બાજુમાં થઈને પસાર થતા જોઈ રહ્યો. એ પોતાનો જીવ બચાવવા ભાગતા હતા. મને અંદાજ હતો કે શિકારીઓએ આગ એક તરફથી લગાવી હતી કેમકે એ લોકો પણ એ જ જંગલમાં હતા અને એમને જીવતા નીકળવાનું હતું માટે એક જ ભાગમાં આગ લગાવી હશે. જે ભાગે આગ ન હતી એ ભાગથી એ પ્રાણીઓ પણ બચીને નીકળી શકે તેમ હતા.

મેં જંગલી કુતરાઓ અને હરણના ટોળાને સાથે જીવ બચાવી ભાગતા જોયા. હવે મારે પણ દોડવું પડે તેમ હતું કેમકે આગ નજીક આવી રહી હતી. મારી ઝડપ સામે એ આગ મને પહોચી શકે તેમ ન હતી. મેં ધીમેથી દોડવાનું શરુ કર્યુ. મેં જાણી જોઇને એમની પાછળ રહેવાનું નક્કી કર્યું જેથી મને ખયાલ રહે કે એ બચી શક્યા છે કે કેમ અને અમારે લીધે એમનો જીવ ગયો એ અફસોસ મારે કરવો ન પડે.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Mukesh 2 માસ પહેલા

Verified icon

Ajit 2 માસ પહેલા

Verified icon

tushar trivedi 2 માસ પહેલા

Verified icon

mittal thakkar 2 માસ પહેલા

Verified icon

Mahendra Trivedi 2 માસ પહેલા