શિવાલી ભાગ 13 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

શિવાલી ભાગ 13

શિવાલી એક અદ્રશ્ય ખેંચાણ થી મહેલ તરફ ચાલવા લાગે છે. મહેલમાં પહોંચી એ ચારેતરફ જોવા લાગે છે પણ એને ત્યાં કોઈ દેખાતું નથી. એ મહેલ ના ઉપર જવાના પગથિયાં તરફ આવે છે.

શુ હશે ઉપર? શુ સાચે જ કોઈ આત્મા છે ત્યાં? શિવે જે કહ્યું તે ખરેખર સાચું છે?

શિવાલી નું મન એક સાથે અનેક પ્રશ્નો થી ઘેરાય ગયું. એ પગથિયાં પર ના બંધ રસ્તાને ખોલી નાંખી ને મહેલના ઉપરના ભાગમાં જવા લાગે છે. મહેલની ઉપરનો ભાગ ખૂબ જ સુંદર અને અદ્ધતિય કોતરણી થી બનેલો હોય છે. શિવાલી આ જોઈ ને આનંદિત થઈ જાય છે. એ ચાલતી ચાલતી એ રૂમ પાસે આવી જાય છે જ્યાં રાજકુમારી ચન્દ્રપ્રભા ને કેદ કરવામાં આવી હોય છે. એટલા માં દેવગઢ પર કાળા ડિબાંગ વાદળો ઘેરાય જાય છે. વાતાવરણ એકદમ બદલાય જાય છે. આખા વિસ્તાર પર જાણે અંધકાર છવાય જાય છે.

શિવાલી એ રૂમ ને ખોલી નાંખે છે. જેવો રૂમ ખુલે છે તો એમાં થી એક તીવ્ર દુર્ગંધ બધે ફેલાય જાય છે. એ દુર્ગંધ એટલી તીવ્ર હોય છે કે શિવાલી નું નાક એના થી ભરાય જાય છે અને એ ત્યાં જ બેભાન થઈ જાય છે.

રૂમના ખુલવા થી રાજકુમારી ચન્દ્રપ્રભા નો આત્મા બહાર આવી જાય છે. ને આખો મહેલ ઝગમગી ઉઠે છે. રાજકુમારીની શક્તિઓ થી મહેલ પહેલા જેવો હતો એવો જ થઈ જાય છે. મહેલની અંદર બધું જ વર્ષો પહેલા જેવું હતું એવું થઈ જાય છે. મહેલમાં માણસો, વસ્તુઓ બધુજ પાછું આવી જાય છે.

ચન્દ્રપ્રભા શિવાલી ને જોઈ ને સમજી જાય છે કે એ કનકસુંદરી છે જેના લીધે એને કેદ રહેવું પડ્યું હતું. આ કેદ થી એને કનકસુંદરી સિવાય કોઈ છોડાવી શકે તેમ નહિ હતું. એનો ગુસ્સો ખૂબ વધી જાય છે. રાજકુમારી શિવાલી ને મારી પોતાનો બદલો લેવા તેને પકડવા હાથ લંબાવે છે. પણ એ હાથ બેભાન પડેલી શિવાલી ને અડી શકતો નથી. તે વારે વારે પ્રયત્ન કરે છે પણ તે શિવાલી ને કઈ કરી શક્તિ નથી. એનો ગુસ્સો વધવા લાગે છે. તે ગુસ્સામાં તિલમિલાઇ જાય છે ને પોતાની તંત્ર શક્તિ થી કાળા પાણી નો વરસાદ વરસાવે છે. પણ એનું કશું ચાલતું નથી ને એ ત્યાં થી જતી રહે છે.

તે મહેલ ની બહાર જવા પ્રયત્ન કરે છે પણ તેનો આત્મા મહેલની બહાર જઈ શકતો નથી. શાઉલ ની શક્તિઓ થી એ મહેલ ની ચારે તરફ એક અદ્રશ્ય રેખા છે જે ને પાર કરવી રાજકુમારી માટે શક્ય નથી. શાઉલ જાણતો હતો કે જ્યાં સુધી રાજકુમારીનો આત્મા મોક્ષ નહિ પામે ત્યાં સુધી એ અહીજ રહેશે અને તે લોકો ને હેરાન કરશે. એટલે તેણે આ રેખા બનાવી હોય છે. રાજકુમારી નો ક્રોધ વધતો જાય છે.

જેવી ચન્દ્રપ્રભા ની આત્મા બહાર આવે છે તે સમયે પેલો અઘોરી ફરી પોતાની સાધનામાં થી જાગી જાય છે. તે સાધનામાં થી ઉભો થઇ જાય છે. આકાશ તરફ જોઈ ને કઈક બોલે છે. આટલા સમય થી તે પોતાની સાધના માં વ્યસ્ત હોય છે. હવે એ સમય આવી ગયો છે કે અઘોરીઓ ની શક્તિઓ પાછી આવી જાય અને તેનો તેઓ લોક કલ્યાણ માટે ઉપયોગ કરી શકે. અઘોરી મંદિરમાં જઈ ભગવાન શિવ ની આરાધના કરે છે અને પછી પોતાના લક્ષય તરફ ચાલવા લાગે છે.

દેવગઢના લોકો અચાનક થયેલા આ બદલાવ થી ગભરાય જાય છે. કાળા પાણી નો વરસાદ જોઈને કોઈ અશુભ ઘટના ઘટી છે તેમ માની મંદિર તરફ દોડવા લાગે છે.

આ બાજુ આ વાત થી અજાણ હવેલીમાં આ બધું જોઈ લોકો ચિંતામાં આવી જાય છે અને એક જગ્યા એ ભેગા થઈ જાય છે. ત્યાં ગૌરીબા ને શિવાલી નથી દેખાતી. પુની શિવાલી ક્યાં છે?

બા એ રૂમમાં હશે. હું બોલાવી લાવું.

ના પુનીમાસી તમે રહેવા દો હું બોલાવી લાવું છું એવું કહેતો શિવ શિવાલી ને બોલવા એના રૂમ તરફ દોડ્યો. પણ એને શિવાલી ત્યાં મળતી નથી. બા શિવાલી એના રૂમમાં નથી.

પુની તું અને શિવાલી મંદિર ગયા હતા ને? ગૌરીબા એ પૂછ્યું.

ના બા હું શિવાલી સાથે મંદિર નથી ગઈ. મારે કામ હતું એટલે હું ના ગઈ.

તો પછી એ કોની સાથે ગઈ. શિવ હવેલીમાં જો બીજા ક્યાંક ના હોય.

બધા શિવાલી ને શોધે છે પણ એ મળતી નથી.

શિવ તું મંદિર જા કદાચ હજુ તે ત્યાં હોય તો, ચારુબેન બોલ્યા.

હા બા.

ઉભો રે શિવ હું પણ આવું છું એમ કહી રમણભાઈ પણ શિવ સાથે શિવાલી ને શોધવા નીકળ્યા.

રસ્તા પર લોકો દોડા દોડ કરી રહ્યા હતા. બધા જ મંદિર તરફ ભાગી રહ્યા હતા. મંદિર પહોંચીને શિવે ત્યાં જોયું ખૂબ ભીડ જામી હતી. લોકો ડરેલા હતા. એણે અને રમણભાઈ એ બધે જોયું પણ શિવાલી ત્યાં નહિ હતી.

બાપુ શિવાલી નથી. શુ કરીએ?

શિવ પંડિતજી ને પૂછી જો કદાચ એમને ખબર હોય?

હા, પંડિતજી પાસે પાસે જઇ ને એણે પૂછ્યું, પંડિતજી શિવાલી અહીં આવી હતી?

હા દીકરા શિવાલી આવી હતી. ખૂબ ચિંતામાં હતી કઈ રડવાની, ચીસો ની વાતો કરતી હતી. પણ પછી એ હવેલી માટે જવા નીકળી ગઈ.

ક્યાં ગઈ હશે? શુ થયું હશે? શિવ નું મગજ ચકરાવે ચડી ગયું.

શુ થયું શિવ? શિવાલી આવી હતી અહીં?

હા બાપુ એ અહીં આવી હતી. પણ પછી એ હવેલી માટે ક્યારની નીકળી ગઈ હતી.

તો ક્યાં ગઈ હશે. ચાલ ઘરે જઈએ કદાચ પહોંચી ગઈ હોય.

બાપુ તમે ઘરે જાવ હું હજુ બીજે જોઈ લઉં.

સારું પણ સંભાળી ને શિવાલી મળી જાય તો તરત ઘરે આવી જજે. રમણભાઈ ત્યાં થી હવેલી જવા નીકળી ગયા. ને શિવ દેવગઢમાં જોવા નીકળી ગયો.

શિવ નું મન ઉદ્ધવેગ અનુભવી રહ્યું હતું. દેવગઢની પર આવેલી આ અચાનક આફત અને શિવાલી નું ના મળવું આ બન્ને વચ્ચે કોઈ સબંધ છે?

ક્યાં ગઈ હશે? એનું મન સારાખોટા વિચારો માં ગોથાં ખાવા લાગ્યું.

એણે તળાવ, બગીચા ને બીજે પણ જોઈ લીધું પણ એને શિવાલી ના મળી. આખા દેવગઢમાં એ ફરી વળ્યો પણ કોઈ ફાયદો ના થયો.

એને થયું કદાચ મહેલ બાજુ ગઈ હોય? એના મન ના પ્રશ્નો ના જવાબ માટે? એ મહેલ બાજુ પણ જઈ આવ્યો. પણ ત્યાં ની પરિસ્થિતિ જોઈ એ ડરી ગયો. મહેલ નું તો સ્વરૂપ જ બદલાઈ ગયું હતું. એ છેક મહેલ સુધી ના જઈ શક્યો. શિવ ઘરે આવી ગયો.

બા શિવાલી આવી, શિવે પૂછ્યું.

ના હજુ નથી આવી. તારી સાથે નથી આવી?

ના હું બધે જોઈ આવ્યો. પણ એ ના મળી. ને બા પેલો મહેલ તો એકદમ નવો થઈ ગયો છે. જાણે ત્યાં કોઈ એ કઈ કર્યું હોય. બા ત્યાં કઈક તો થયું છે.

શિવ અમને ખબર છે. પણ સમજ નથી પડતી કે શુ થયું છે. બધા લોકો મંદિર તરફ જઈ રહ્યા છે, ચારુબેન બોલ્યા.

માસી શિવાલી આમ અચાનક ક્યાં જઇ શકે તમને શુ લાગે છે?

જો રમણ હું શિવાલી ને ઓળખું છું એ આમ અચાનક ક્યારેય ક્યાંય ગઈ નથી. એ ખુબ સમજદાર અને સુલજેલી છોકરી છે, ગૌરીબા એ જવાબ આપ્યો.

તો પછી એ છે ક્યાં? રમણભાઈ બોલ્યા.

બાપુ એ પેલા રડવાના અવાજો અને ચીસો ની વાતો કરતી હતી. ને એ દિવસે અમે મહેલના રસ્તા થી આવતા હતા ત્યારે ત્યાં બેવાર ગાડી કોઈપણ કારણ વગર બંધ થઈ ગઈ હતી. ને રાત્રે આવતા એ રસ્તા પર અમને રડવાનો અવાજ સંભળાયો હતો. શિવાલી આ બધા થી ડરેલી હતી. એની સાથે કઈક તો થતું હતું.

શિવ આ વાત તો તે અમને કરી નહોતી ચારુબેન બોલ્યા. તારે આ બધી વાત અમને કરવી જોઈતી હતી.

બા મને એમ કે એ અમારો વહેમ હશે. મેં એવું કઈ વિચાર્યું નહોતું.

ચારુ મને ખૂબ ચિંતા થાય છે. શિવાલી ક્યાં ગઈ હશે? એ બરાબર તો હશે ને? હું રાઘવ ને શુ કહીશ?

ગૌરી તું ચિંતા ના કરીશ. શિવાલી મળી જશે. એની શોધ ચાલુ છે. કઈ નહિ થાય તું હિંમત રાખ.

ચારુ એ ક્યાં છે? શિવ તું ફરી જા જોઈ આવ એ કદાચ મળી જાય. પુની તારે એને એકલી નહોતી મોકલવાની.

બા મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. આવી ભૂલ ક્યારેય નહિ કરું, પુની બોલી.

પુની તું ચિંતા ના કરીશ. બધું સારું થઈ જશે, ચારુબેન બોલ્યા.

બધા ચિંતામાં છે પણ શિવાલી ની કોઈ ભાળ મળતી નથી.

આ બાજુ શિવાલી પુરા બે કલાક પછી હોશમાં આવી જાય છે. એ પોતાની આજુબાજુ જોઈ ને ડરી જાય છે. એનું માથું ભંયકર દુઃખે છે. ચારે બાજુ બધું ગોળ ગોળ ફરતું લાગે છે. એને સમજાતું નથી કે એ ક્યાં છે? એના મગજમાં માનવ આકૃતિઓ, જગ્યાઓ, જંગલ બધું ફરતું લાગે છે. તે ફરી પાછી બેભાન થઈ જાય છે.

એક દિવસ અને રાત વીતી જાય છે. દેવગઢના લોકો હજુ પણ ડરેલા છે. બધા માટે મહેલ એક કોયડો બની ગયો છે. બધાના મોઢે બસ મહેલ,આત્મા, આફત આ બધી જ વાતો છે.

હજુ શિવાલી ઘરે પાછી આવી નથી. બધાજ લોકો પરેશાન છે. શિવ ની હાલત વધારે ખરાબ છે. ક્યાં ગઈ હશે? એનું મન વારે વારે કઈક ખરાબ થયા નું કહી રહ્યું હતું.

ગૌરીબા આખી રાત ભગવાન ભોળાનાથ ને પ્રાર્થના કરતા રહ્યા કે શિવાલી સહી સલામત પાછી આવી જાય. એમનું મન ખરાબ ખરાબ વિચારો થી ઘેરાઈ રહ્યું હતું.

બધા સાથે બેઠા છે ને ગૌરીબા બોલે છે, રમણ હવે રાઘવ ને જાણ કરવી પડશે. હજુ શિવાલી મળી નથી.

ના ના ગૌરી એવું ના કરાય. એ લોકો ત્યાં ડરી જશે. શિવાલી અમારી જવાબદારી છે અમે એને શોધી લઈશું.

ના ચારુ સમય ખૂબ વહી ગયો. રાઘવ એનો બાપ છે. એને જાણ કરવી પડે.

માસી તમે મને આજ દિવસ આપો હું અને શિવ ગમે ત્યાં થી શિવાલી ને શોધી લઈશું. એને કઈ નહિ થયું હોય.

હા ગૌરી તું હિંમત રાખ. ને રમણ તું એક કામ કર અમને ઓલિયાપીર ની દરગાહ પર લઈ જા.

દરગાહ? દરગાહ પર કેમ ચારુ?

જો ગૌરી અમારા દેવગઢમાં ઓલિયાપીર ની દરગાહ છે. ને ત્યાં એક ફકીર છે એ ખૂબ જ્ઞાની અને ભૂત પ્રેત ને સમજનારો છે. આપણે ત્યાં જઈને એને શિવાલી ને સંભળાતા અવાજો ની વાત કરીશું. કદાચ એ આપણી કોઈ મદદ કરી શકે.

ગૌરીબા ને શિવાલીના જન્મ પહેલાનો ફકીર યાદ આવી ગયો. એમના મનમાં આશા જાગી કદાચ આ ફકીર પણ પેલા ફકીર જેવો તપસ્વી હોય. એ તરત જ તૈયાર થઈ ગયા. ચાલ ચારુ આપણે એમને મળી આવી એ.

હા ગૌરી ચાલ. તું શિવાલી ની કોઈ વસ્તુ લઈ લેજે. શિવ તું ગાડી કાઢ અમે આવીએ છીએ. પુની તું ઘરે જ રહે શિવાલી આવે તો સાચવજે. રમણ તું પણ ઘરે રહે શિવાલી આવે તો અમને જાણ કરજે.

હા બા તમે જાવ હું અહીં જ છું.

ક્રમશ..................