આર્યરિધ્ધી - ૨૧ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૨૧

મારા પહેલાં પંક્તિસંગ્રહ ની બીજી રચના અહીં રજૂ કરું છું.

પવિત્ર છે એ સુંદર નામ
મન મોહી લે છે એ નામ

કિંમત છે હિંમત ની એ નામ
મંત્રમુગ્ધ કરે છે પ્રત્યેક અક્ષર એ નામ નો

ભાગ્યશાળી છે એ જેનું આ નામ
વિષ્ણુ છે એની ચાહત જેનું આ નામ

સ્વંય શ્રી વસે છે એ નામ માં
મહાલક્ષ્મી નો અર્થ છે એ નામ

અષ્ટ સિદ્ધિ સાથે બોલાય છે એ નામ
ગણેશ પત્ની નું છે એ નામ

બુધ્ધિ, સિધ્ધી અધૂરા છે વિના એ નામ
વિષ્ણુ પૂરક છે એ નામ
માટે આર્યવર્ધન નો પ્રેમ છે એ નામ


આગળના ભાગમાં જોયું કે પાર્થ રિધ્ધી ને કોલ કરે છે
પણ રિધ્ધી નો ફોન આર્યવર્ધન પાસે હોય છે. પાર્થ નો કોલ જોઈ ને આર્યવર્ધન રિધ્ધી નો ફોન સ્વીચઓફ કરી દે છે. એટલે પાર્થ રિધ્ધી ને કોલ લગાવી શકતો નથી. પછી પાર્થ ક્રિસ્ટલ ના ફોન પર કોલ કરે છે. ક્રિસ્ટલે જેવો કોલ રિસીવ કર્યો કે તરત પાર્થ તેને રિધ્ધી સાથે વાત કરાવવા નું કહે છે.

એટલે ક્રિસ્ટલ તેનો ફોન લઈને રિધ્ધી ના રૂમ માં જઈ ને રિધ્ધી ને ફોન આપે છે ત્યારે પાર્થ રિધ્ધી ને આર્યવર્ધન વિશે બધી વાત જણાવે છે. એ સાંભળીને રિધ્ધી પોતાને સાંભળી શકતી નથી. તે પોતાને બાથરૂમ માં બંધ કરી દે છે. પણ થોડા સમય પછી તે આર્યવર્ધન ને ગાર્ડન માં મળવા માટે જાય છે અને જ્યારે આર્યવર્ધન તેને મળે છે ત્યારે તે આર્યવર્ધન ની છાતી પર પિસ્તોલ રાખી દે છે. હવે આગળ....

રિધ્ધી આર્યવર્ધન ને પૂછે છે કે આ ગીફ્ટ તેને કેવી લાગી અને કોઇ છેલ્લી ઈચ્છા ? એટલે આર્યવર્ધન હસી ને બોલ્યો, " આ ગીફ્ટ ખૂબ જ સારી છે અને ઘણા સમયથી તને જોવાની ઈચ્છા હતી તે આજે પુરી થઈ ગઈ પણ તને એટલું કહીશ કે પિસ્તોલ નું ટ્રિગર દબાવતા પહેલાં એ તો ચેક કરી લે એમાં બુલેટ્સ છે કે નહિ.

આર્યવર્ધન ની વાત સાંભળી ને રિધ્ધી પિસ્તોલ નું મેગેઝીન જોયું તો તે ખાલી હતું. આ જોઈ ને રિધ્ધી વિચાર માં પડી ગઈ કે પિસ્તોલ માં થી બુલેટ્સ ક્યાં ગઈ. હવે આર્યવર્ધન રિધ્ધી ને પરેશાન જોઈ હસવા લાગ્યો.

થોડી વાર સુધી રિધ્ધી એ આખો ક્રમ યાદ કર્યો ઇન્ડિયા આવી ત્યારે તેણે એરપોર્ટ પર ઉતર્યા પછી ઈન્ટરનેટ પર તપાસ કરી ને પોતાના સેલ્ફ ડિફેન્સ માટે એક બ્લેક માર્કેટ માં થી પિસ્તોલ ઓર્ડર કરી હતી અને તેનું પેમેન્ટ એક સાયબર વોલેટ એપ થી કર્યું હતું. એ પિસ્તોલ ની ડિલિવરી માટે તેણે હોટેલ નું એડ્રેશ આપ્યું હતું.

અને જ્યારે તેણે હોટેલ માં ચેકઇન કર્યું તેના બીજા દિવસે સવારે એક કુરિયર માં તેને પિસ્તોલ મળી પછી તેણે તે પિસ્તોલ અને બુલેટ્સ ને સાચવી ને તેના રૂમ ના બાથરૂમ માં સંતાડી દીધાં હતાં. તો બુલેટ્સ ક્યાં ગાયબ થઇ ગઇ ?

આર્યવર્ધન રિધ્ધી ના ચહેરા આગળ ચપટી વગાડે છે એટલે રિધ્ધી વિચારો માંથી બહાર આવે છે. આર્યવર્ધન રિધ્ધી ની આસપાસ ફરતાં ફરતાં કહે છે, તું અત્યારે વિચારી રહી છે કે તારી પિસ્તોલ માં થી બુલેટ્સ ક્યાં ગઈ .

એટલે રિધ્ધી ગુસ્સે થઈને આર્યવર્ધન નો કોટ પકડી લે છે. અને કહે છે, " મારા ભાઈએ તારા વિશે મને બધું કહી દીધું છે. તે જ મારા મમ્મીપપ્પા ને માર્યા છે અને તું એટલો નીચ કક્ષાનો છે કે તે તારા માતાપિતા ને મારી નાખ્યા."

રિધ્ધી ની વાત સાંભળી ને આર્યવર્ધન ના ચહેરા પર ભાવ ની એક રેખા જેટલો પણ ફેરફાર થયો નહીં પણ થોડી વાર પછી તે ખૂબ જ જોર હસવા લાગ્યો. થોડી વાર પછી તે હસતા હસતા બેન્ચ પર બેઠો અને રિધ્ધી ને પણ બેસવા માટે કહ્યુ.

પણ રિધ્ધી ઊભી રહી એટલે આર્યવર્ધને રિધ્ધી નો હાથ પકડ્યો કે તરત રિધ્ધી એ આંચકો મારી ને પોતાનો હાથ છોડાવી લીધો. એટલે આર્યવર્ધને તેના કોટ માં થી એક બુલેટ્સ ભરેલું મેગેઝિન કાઢીને રિધ્ધી તરફ નાખતા કહ્યું, આ તારી વસ્તુ છે.

રિધ્ધી એ તે મેગેઝીન ને પિસ્તોલ માં લોડ કરીને પિસ્તોલ આર્યવર્ધન તરફ કરી દીધી અને બોલી, "આજે હું તને યમરાજ પાસે પહોંચાડી ને રહીશ. આર્યવર્ધન એ રિધ્ધી નો પિસ્તોલ વાળો હાથ પકડી ને કહ્યું "તું મને મારવા માટે જ ઈચ્છે છે ને હવે ગોળી ચલાવ."

આમ કહીને આર્યવર્ધને એ પિસ્તોલ ની નોઝલ પોતાના કપાળના વચ્ચે ના ભાગ માં મૂકી દીધી. રિધ્ધી ની ઇચ્છા થઈ ગઈ કે તે ગોળી ચલાવી દે પણ ગોળી ચલાવી શકી નહીં. આર્યવર્ધને રિધ્ધી ને વારંવાર ગોળી ચલાવવા માટે કહ્યું પણ રિધ્ધી તેમ કરી શકી નહીં.

એટલે આર્યવર્ધને રિધ્ધી ના હાથમાં થી પિસ્તોલ લેતાં કહ્યું, " હું જાણું છું તું આ નહીં કરી શકે પણ કરી શકું છું." આટલું કહીને આર્યવર્ધને પિસ્તોલ પોતાના લમણાં પર મુકી દીધી. આગળ કહ્યું, તું મારું મોત ઈચ્છે છે ને તો તારી આ ઈચ્છા ચોક્કસ પુરી થશે."

આટલું બોલ્યા પછી આર્યવર્ધને પિસ્તોલ નું ટ્રિગર દબાવી દીધું. પિસ્તોલ પર સાયલન્સર હતું નહીં એટલે તનું ફાયરીંગ થવાથી મોટો અવાજ થયો. આ અવાજ સાંભળી ને ગાર્ડન માં જે લોકો હતા દોડી ને અવાજ શેનો હતો તે જાણવા માટે જ્યાં આર્યવર્ધન અને રિધ્ધી ઉભા હતા ત્યાં આવ્યા.

તે લોકો એ જે દ્રશ્ય જોયું તેના પર કોઈ ને પણ વિશ્વાસ નહોતો થતો. આવું પણ બની શકે એવું કોઈ માનવા માટે પણ તૈયાર નહોતું એટલે પહેલાં તો એ બધા વ્યક્તિ ઓ ને લાગ્યું કે આ સપનું છે પણ થોડી વાર પછી એમને અહેસાસ થયો કે તેમણે હમણાં જે કંઈ જોયું તે સપનું નહીં પણ હકીકત હતી.

બીજી બાજુ આર્યવર્ધન નો ભાઈ રાજવર્ધન અને તેનો સમગ્ર પરિવાર સવારે જ મુંબઈ થી અમદાવાદ આવવા માટે નીકળી ગયો હતો પણ તેમની ફ્લાઇટ મોડી હોવાથી તેઓ મોડી બપોરે અમદાવાદ પહોંચ્યા.

જ્યારે ક્રિસ્ટલ ના ફોન પર પાર્થ નો કોલ આવ્યો ત્યારે રાજવર્ધન ની ફ્લાઇટ અમદાવાદ ના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂકી હતી અને જ્યારે આર્યવર્ધન રિધ્ધી સાથે ગાર્ડન માં હતો ત્યારે રાજવર્ધન અને તે નો પૂરો પરિવાર હોટેલ માં આવી ગયો હતો.

ગાર્ડન માં રહેલા લોકો એ શું જોયું હતું ? શું આર્યવર્ધન નું મૃત્યુ થઈ ગયું હતું ? રાજવર્ધન હોટેલ માં આવી ગયો હતો તો તે હવે શું કરશે ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...

વાંચકમિત્રો આ નોવેલ અંગે ના આપના અંગત કિંમતી અભિપ્રાય આપ મને મારા whatsapp નંબર 8238332583 પર આપી શકો છો.