"રિધ્ધી : તું અને તારું નામ " આ મારો પ્રથમ પંક્તિસંગ્રહ છે . તેની પ્રથમ કવિતા અહીં રજૂ કરું છું.
રિધ્ધી નથી માત્ર એક નામ
ઝનૂન નું છે બીજું નામ,
આપે છે હિંમત મુશ્કેલી માં એ નામ
સમૃદ્ધિ નું છે બીજું નામ,
શક્તિ ની સખી નું છે એ નામ
રિધ્ધી નથી માત્ર એક નામ,
વૈષ્ણવ છે એ નામ
વિષ્ણુપત્ની નું છે એ નામ,
મને લખવાની પ્રેરણા આપનાર નું છે એ નામ
મારા પ્રેરણાસ્ત્રોત નું છે એ નામ,
રિધ્ધી નથી માત્ર એક નામ
આર્યવર્ધન ના પ્રેમ નું છે એ નામ
આગળ ના ભાગમાં જોયું કે રિધ્ધી આર્યવર્ધન તરફ આકર્ષાય છે પણ તે આર્યવર્ધન ને કહી શકતી નથી. પણ આર્યવર્ધન તેની વાત સમજી જાય છે. જ્યારે ક્રિસ્ટલ રિધ્ધી ને થોડું દબાણ કરે છે એટલે રિધ્ધી આર્યવર્ધન ને પોતાની સાથે ફ્રેન્ડશિપ કરવા માટે પૂછે છે ત્યારે આર્યવર્ધન રિધ્ધી ને સાંજેહોટેલ ના બગીચામાં મળવા માટે કહે છે. રિધ્ધી હા પાડી ને ત્યાં થી જતી રહે છે. પણ તે તેનો ફોન આર્યવર્ધન ના રૂમ માં જ ભૂલી જાય. ત્યારે તેના ભાઈ પાર્થ નો ફોન આવે છે. આર્યવર્ધન તે ફોન રિગ પુરી થઈ જાય પછી ફોન માં આવેલો એક મેસેજ વાંચી ને રિધ્ધી નો ફોન સ્વીચ ઓફ કરી દે છે. પછી હોટેલ રીસેપ્શન પર ફોન કરી ને રિધ્ધી નો રૂમ નંબર પૂછી લે છે. રિધ્ધી ના રૂમ માં જઈને રિધ્ધી ને ફોન આપી દે છે.
પછી પાછો પોતાના રૂમ આવી ને એક કોલ કરે છે અને પૂછે છે તમે નીકળ્યા કે નહીં. ત્યારે સામે જવાબ મળે છે તે નીકળી ગયા છે બપોર સુધીમાં ત્યાં આવી જશે. એટલે આર્યવર્ધન હસીને ફોન કટ કરી ને મૂકી દે છે. હવે આગળ.....
પાર્થે રિધ્ધી ને પહેલા ફોન કર્યો પણ લાગ્યો પછી મેસેજ કર્યોં તે મેસેજ જોઈ લીધાં પછી ફરીથી પાર્થે રિધ્ધી ને કોલ કર્યોં. રીગ વાગી પણ કોલ રિસીવ થયો નહીં અને પછી ફોન સ્વીચઓફ થઈ ગયો.
હવે પાર્થ ને રિધ્ધી ની ચિંતા થવા લાગી ત્યારે તેને યાદ આવ્યું કે રિધ્ધી ની ફ્રેન્ડ ક્રિસ્ટલ પણ તેની સાથે ગઈ છે એટલે તેણે ક્રિસ્ટલ ને કોલ કર્યો એક રીગ પુરી થઈ ગઈ ત્યાં સુધી ક્રિસ્ટલે કોલ રિસીવ કર્યો નહીં એટલે પાર્થે ફરીથી કોલ કર્યો એટલે તરત ક્રિસ્ટલે કોલ રિસીવ કરી લીધો.
ક્રિસ્ટલ ને પાર્થે રિધ્ધી પાસે જવા માટે કહ્યું. પાર્થ થોડો ગભરાઈ ગયો હોય એવું તેનો અવાજ પરથી લાગતું હતું એટલે ક્રિસ્ટલે તેનું કારણ પૂછ્યું પણ પાર્થે પોતે ઠીક છે એમ કહી ને વાત ટાળી દીધી.
ક્રિસ્ટલ અને રિધ્ધી નો રૂમ એકબીજા પાસે જ હતા એટલે ક્રિસ્ટલ થોડી જ વાર માં રિધ્ધી પાસે પહોંચી ગઈ. રિધ્ધી થોડી વાર પહેલા જ નાહી ને આવ્યા પછી તૈયાર થઈ ને બેઠી હતી. રિધ્ધી ત્યારે આછા વાદળી રંગ નું વન પીસ ડ્રેસ પહેર્યો હતો તેમાં રિધ્ધી ખૂબ જ સુંદર લાગતી હતી.
ક્રિસ્ટલે ફોન રિધ્ધી ને આપ્યો એટલે પાર્થે એ રિધ્ધી ને પૂછ્યું કે તે ઠીક તો છે ને. રિધ્ધી એ હસી ને કહ્યું " હું બિલકુલ ઠીક છું. મને કંઈ નથી થયું એટલે મારી ચિંતા કરીશ નહીં.
પછી પાર્થે કહ્યું " તું ગઈ કાલે આર્યવર્ધન સાથે હતી ?" એ સવાલ સાભળી ને રિધ્ધી થોડી ચોંકી પણ તેણે હા પાડી. પછી આ પૂછવા નું કારણ પૂછ્યું. જવાબ માં પાર્થે મન મક્કમ કરી ને રિધ્ધી ને તેના કાકા એ કહેલી દરેક વાત કહી દીધી.
વાત પૂરી થઇ તે પહેલાં જ રિધ્ધી એ કોલ કટ કરી દીધો. રિધ્ધી બધી વાત સાંભળી ને સ્તબ્ધ થઇ ગઇ હતી. તેને શું કરવું તેની ખબર પડતી ન હતી. ક્રિસ્ટલે પાર્થ દ્વારા રિધ્ધી ને કહેવામાં આવેલી બધી વાત સાંભળી હતી.
રિધ્ધી ના હાથમાં થી ફોન નીચે પડી ગયો. તે બેડ પર બેસી ગઈ. ક્રિસ્ટલે રિધ્ધી ની આંખોમાં એક અલગ જ પ્રકારના ભાવ જોવા મળ્યા. રિધ્ધી તરત દોડી ને બાથરૂમ માં જતી રહી અને બાથરૂમ નો દરવાજો બંધ કરી દીધો.
રિધ્ધી ને શું કરવું તેની ખબર પડતી ન હતી. તે શાવર ચાલું કરી ને તેની નીચે ઉભી રહી. બહાર ક્રિસ્ટલે તેને બૂમ પાડી એટલે રિધ્ધી એ તેને પોતે ઠીક છે અને તે ક્રિસ્ટલ સાથે વાત કરવા માંગે છે એટલે તેની રાહ જોવે એમ કહી દીધું.
દસ મિનિટ સુધી રિધ્ધી શાવર નીચે ઊભી રહી તેના લીધે તેના પહેરેલા કપડાં પણ ભીના થઈ ગયા. પણ તેના મનમાં ચાલી રહેલુ તોફાન શાંત થઈ ગયું હતું. રિધ્ધી એ ભીના કપડાં માં જ બહાર આવી તે સમયે તેના રૂમ નો દરવાજો કોઈએ નોક કર્યો એટલે રિધ્ધી એ ક્રિસ્ટલ ને દરવાજો ખોલવા માટે કહ્યું.
ક્રિસ્ટલ દરવાજો ખોલતાં અચકાટ અનુભવી રહી હતી. પણ રિધ્ધી કહ્યું એટલે દરવાજો ખોલ્યો તો જોયું કે આર્યવર્ધન ઉભો હતો. આર્યવર્ધન રૂમ માં આવ્યો તો તેણે જોયું કે રિધ્ધી બાથરૂમ ની પાસે ભીના કપડાં પહેરીને ઉભી હતી. એ કપડાં રિધ્ધી ના શરીર સાથે ચીપકી ગયા હતા.
તેના કારણે રિધ્ધી ના દેહ ના તમામ ઉપઅંગો નજરે પડતા હતા. એટલે આર્યવર્ધન તરત રિધ્ધી તરફ પીઠ કરી ને ઉભો રહ્યો અને રિધ્ધી ને કહ્યું એક કલાક પછી તે ગાર્ડન માં રિધ્ધી નો વેઇટ કરશે.આટલું કહીને આર્યવર્ધન ત્યાં થી જતો રહ્યો.
આર્યવર્ધન ના ગયા પછી રિધ્ધી એ ક્રિસ્ટલ ને બેગ માં થી બીજો ડ્રેસ આપવા માટે કહ્યું. ક્રિસ્ટલે આર્યવર્ધન ના આવતા પહેલા અને ગયા પછી રિધ્ધી ના વર્તન માં કોઈ પણ પ્રકાર નો ફેરફાર જોવા ન મળતાં રિધ્ધી ને તે શું કરવા ની છે એમ પૂછ્યું.
જવાબ માં રિધ્ધી એ હસી પડી અને બોલી જ્યારે જે કરવા હશે તે કરીશ પણ અત્યારે મારે તૈયાર થવાનું છે. એટલે ડ્રેસ કાઢી આપ. રિધ્ધી ની વાત સાંભળી ને ક્રિસ્ટલે તેને ડ્રેસ આપ્યો એટલે રિધ્ધી એ ક્રિસ્ટલ ને તેના રૂમ માં જવા માટે કહ્યું.
રિધ્ધી નું આ વર્તન ક્રિસ્ટલ ને ઘણું અજીબ લાગ્યું પણ રિધ્ધી સાથે વાત કરવાનું તેને યોગ્ય લાગતું ન હોવાથી તે પોતાના રૂમ માં જતી રહી. ક્રિસ્ટલ ના ગયા પછી રિધ્ધી એ ભીના કપડાં કાઢીને બીજા પહેરી લીધા.
એક કલાક પછી તે ગાર્ડન માં ગઈ. આસપાસ તેણે નજર કરી ગાર્ડન ના એક ખૂણામાં બેન્ચ પર આર્યવર્ધન બેઠો હતો. એટલે રિધ્ધી આર્યવર્ધન પાસે ગઈ. રિધ્ધી ને આવતા જોઈ આર્યવર્ધન ઉભો થયો.
રિધ્ધી અત્યારે રેડ કલર નું વન પીસ ડ્રેસ પહેર્યો હતો તેમાં રિધ્ધી ની સુંદરતા કોઈ અપ્સરા થી ઓછી લાગતી ન હતી. તો સામે આર્યવર્ધન પણ ડાર્ક બ્લુ કલર ના સૂટ માં રાજકુમાર જેવો લાગતો હતો.
જેવી રિધ્ધી આર્યવર્ધન પાસે આવી. એટલે તેણે આર્યવર્ધન ને કહ્યું કે મારી પાસે તારા માટે એક ગિફ્ટ છે. એટલે આર્યવર્ધન હસી ને બોલ્યો કે શું ગીફ્ટ છે ? તમારી પાસે મારા માટે.
જવાબ માં રિધ્ધી આર્યવર્ધન ની એકદમ નજીક આવી અને તેના ડ્રેસ માં થી એક પિસ્તોલ કાઢીને તેન નોઝલ આર્યવર્ધન ની છાતી પર મૂકીને કહ્યું આ ગિફ્ટ છે.
રિધ્ધી પાસે પિસ્તોલ કયાં થી આવી ? આર્યવર્ધને કોને કોલ કર્યો ? શું રિધ્ધી આર્યવર્ધન પર ગોળી ચલાવશે ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...
આ નોવેલ અંગે આપ આપના અંગત કિંમતી અભિપ્રાય મને whatsapp નંબર 8238332583 પર મને આપી શકો છો.