47 ધનસુખ ભવન Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

47 ધનસુખ ભવન

 

47 ધનસુખ ભવન

(રિવ્યુ)

પ્રથમ ગુજરાતી વનશોટ મુવી તરીકે પ્રમોટ કરવામાં આવેલી એક નવતર પ્રયોગ સમી સસ્પેન્સ થ્રિલર એવી આ મુવીમાં કેટલો દમ છે અને ડિરેકટર નો એકદમ નવું કરવાનો પ્રયત્ન કેટલો કારગર નીવડ્યો એની વાત કરીશું આજે 47 ધનસુખ ભવન નાં રીવ્યુ માં.

ડિરેકટર અને લેખક :- નૈતિક રાવલ

સ્ટાર કાસ્ટ :-ગૌરવ પાસવાલા, શ્યામ નાયર, હેમાંગ વ્યાસ, રિશી વ્યાસ

લંબાઈ :- 107 મિનિટ

એક અલગ જ તર્જ પર વાગતાં ગીત અને જુનાં પુરાણા વિઝ્યુલ સાથે શરૂ થતી આ મુવીની શરુઆત જ દર્શકોની ફિલ્મમાં શું હશે એ જાણવાની બેતાબી વધારી મૂકે છે.

રિશી (રિશી વ્યાસ) પોતાનાં ભાઈઓ ધવલ(ગૌરવ પાસવાલા) અને શ્યામ (શ્યામ નાયર) સાથે શહેરમાંથી 250 કિલોમીટર દૂર આવેલાં પોતાનાં ગામમાં પોતાનું બાપદાદા વખતનું જૂનું પુરાણું ઘર વેંચવા આવે છે.. જે ઘરનું નામ છે 47 ધનસુખ ભવન.

આ ઘરને રિશી એક દલાલને બતાવે છે..જે બીજાં દિવસે ફરીથી ઘર જોવાં આવવાનું કહી ત્યાંથી રવાના થઈ જાય છે.એનાં જતાં જ રિશી ઘરનો નકામો સામાન નીકાળી ધરને ખાલી કરવાની પળોજણમાં લાગી જાય છે.

આગળ જતાં ફિલ્મનું ફોકસ થોડો સમય માટે ધવલ ઉપર કેન્દ્રિત થાય છે..જેમાં પ્રેક્ષકો ને જાણવા મળે છે કે ધવલ ની માનસિક હાલત ઠીક નથી અને એ અત્યારે એનાં માટે દવાઓ પણ ખાતો હોય છે..ખાખરા નું પેકેટ તોડવાના એક નાનકડાં દ્રશ્ય થકી ડિરેકટર દ્વારા ધવલની મેન્ટલ કન્ડિશનની ઝલક પ્રેક્ષકોને આપવમાં આવી છે.

આગળ જતાં ફિલ્મમાં નયન નામનાં એક પાત્ર ની એન્ટ્રી થાય છે જે ધવલ ને પોતાનો નાનપણનો મિત્ર કહી અમુક જૂની યાદો તાજી કરાવી નીકળી જાય છે.રિશી ધવલનું પૂરતું ધ્યાન રાખતો હોય છે.

ઘરમાં લાઈટ ના હોવાથી રિશી પોતાનાં ભાઈ શ્યામને ગામમાં જઈ બેટરી લઈ આવવાનું કહે છે..ધવલને રિશી ઉપર રૂમ સાફ કરવાં મોકલે છે જ્યાં ધવલ ને વિચિત્ર અવાજ સંભળાતા એ ડરીને નીચે રિશી જોડે આવે છે..ઉપર કોઈ નથી એ સાબિત કરવાં રિશી હાથમાં લાઈટ લઈને ઉપર એકલો જાય છે અને આ સાથે જ શરૂ થઈ જાય છે એકપછી એક રહસ્યમયી ઘટનાઓ.

હવે એ રાતે 47 ધનસુખ ભવન માં શું થાય છે ..? એ જોવાં માટે તો ફિલ્મ જોવી રહી.

ફિલ્મમાં ગૌરવ પાસવાલા  દ્વારા એક માનસિક રીતે હેરાન-પરેશાન યુવક ધવલનો રોલ બખૂબી નિભાવવામાં આવ્યો છે. રિશી બનતાં રિશી વ્યાસ અને શ્યામ બનતાં શ્યામ નાયરનું કામ પણ સારું છે.

ફિલ્મની જાન છે એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સાઉન્ડ ઇફેક્ટ..પ્રથમ વખત કોઈ ગુજરાતી ફિલ્મમાં આટલી ઝીણવટ સાથે સાઉન્ડ ઇફેક્ટ બતાવવામાં આવી છે.. ફૂટ સ્ટેપ દાદર ઉપર કેવો સાઉન્ડ કરે અને સાદી ફર્શ ઉપર કેવો એનું પણ ડિટેઇલિંગ સાથે સાઉન્ડ પર કામ કરવામાં આવ્યું છે.

હોલીવુડ માં વન ટેક શોટ નાં પ્રયોગો થતાં રહે છે જેમાં બર્ડમેન જેવી કલાસીસ ફિલ્મનો પણ સમાવેશ થાય છે..ભારતમાં રતી ચક્રવ્યૂહ અને આગાદમ જેવી એકલદોકલ વન ટેક ફિલ્મો છે..માટે ગુજરાતી ડિરેકટર માટે આવો અલગ પ્રયત્ન કરવો કાબિલે તારીફ છે.

વાત કરું ફિલ્મની તો ફિલ્મ ઈન્ટરવલ સુધી તો દર્શકોને જકડી રાખવામાં સફળ થાય છે..પણ ઈન્ટરવલ પછી અડધો કલાક ફિલ્મ ઘણી ધીમી પડી ગઈ હોવાનું દર્શકો અનુભવે છે..છતાં મનમાં એક ઊંડી લાગણી હોય છે કે અંતમાં કલાયમેક્સ માં કંઈક નવું જોવાં મળશે..અને ડિરેકટર એ બાબતે દર્શકોને નિરાશ નથી કરતાં.

હવે જો તમને ટિપિકલ મસાલા ટાઈપ ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ તમારાં માટે નથી..પણ જો તમે પ્રયોગાત્મક ફિલ્મો અને કંઈક અલગ કન્ટેન્ટ શોધતાં હોય તો આ ફિલ્મ ફક્ત તમારાં માટે છે.તો રાહ શેની જોવો છો આ શનિ-રવિ જોતાં આવો આ ફિલ્મ એ પણ સપરિવાર.

- પ્રીમિયર શો 47 ધનસુખ ભવન

સીટી ગોલ્ડ, અમદાવાદ