ડુ નોટ ડિસ્ટર્બ - વેબસિરિઝ

"સિને-GRAM - જયદેવ પુરોહિત"

Do not disturb (ગુજરાતી વેબ સિરીઝ)

બેડરૂમની વાત, બેડરૂમની બહાર, અને બહારની માથાકૂટ, બેડરૂમની અંદર.

મુંબઈની છોરી મીરા અને અમદાવાદી ટિપિકલ છોરો મૌલિક. એટલે કે માનસી પારેખ ગોહિલ અને મલ્હાર ઠાકર.

આ વેબસિરિઝમાં પતિ-પત્નીની નોકજોક સિવાય બીજું કશું નથી. જો કે એ બતાવવા જ બનાવી છે. હમણાં થોડો ટાઈમ પહેલા જ ગુજરાતીની "નોન-આલ્કોહોલીક બ્રેકઅપ" વેબસિરીઝ આવેલી. એ પણ કઈ ખાસ ન ઉખાડી શકી. અને આ પણ કઈ ખાસ નહિ ચગે. મલ્હારને હિસાબે કદાચ વ્યુ વધુ મળે પણ વેબસિરિઝના વખાણ તો નહિ જ થાય. 

સંદીપ પટેલે બનાવેલી આ "બેડરૂમ સ્ટોરી"ના 6 એપિસોડ છે.  એવરેજ એપિસોડ 9-9 મિનિટના છે. એક જ લોકેશનમાં આખી વેબસિરિઝ છે. અને બેકગ્રાઉન્ડમાં મમ્મી અને માસીના પાત્રો છે જેનો માત્ર અવાજ સંભળાય દરેક એપિસોડના અંતમાં...

આમાં એક લવેબલ પતિ-પત્નીનો જે પર્સનલ ટાઈમ હોય છે બેડરૂમમાં, બસ એજ અહીં બતાવ્યું છે. એટલે કે પોગ્રામમાં જઈ આવવાનું, આવીને પોગ્રામની પત્તર ખાંડવાની. જસ્ટ લાઈક ધેટ. યુ નો.

ફરવા જવાના પ્લાન કેન્સલ થાય પછીની બચાવ રમત, બહાર નાઈટ આઉટ કરવા જવાનો પ્લાન કેન્સલ થાય પછીની ટોમ એન્ડ ઝેરી ફાઈટ, જવું હોય ઓફીસ ટ્રીપ પર અને મમ્મી લઈ જાય દાદીને મળવા, મિત્રો સાથે રીયુન્યન કરવા બહાર જવું અને ત્યાં પોતાના પતિને સુંદર સુંદર હોટ હોટ છોકરીઓ સામે ફ્લર્ટ કરતા જોઈ મૂડ ઓફ થઈ જવો અને એની ઇન્વેસ્ટિગેશન બેડરૂમમાં થાય. અને પતિની બોલતી બન્ધ થઈ જાય. 

મીરાના ઘરે રાત રહેવા જવું અને ત્યાં મૌલિકની બધી ફરિયાદો, જમવાનું ઠીક હતું પણ પેટ ન ભરાયું, ગાદલું કડક નથી કેમ..વગેરે વગેરે.. 

રોમેન્ટિક આઉટફિટમાં વાઈનનો ગ્લાસ હાથમાં હોય અને ત્યાં મમ્મીનો અવાજ આવવો અને રોમેન્ટિક મૂડની એક બે ને ત્રણ થઈ જવી. જેવી નાની નાની ટિપિકલ નોક જોકે સિવાય કશું નથી.

પહેલા આરોહી પટેલ અને હવે મલ્હાર ઠાકર. આવી વેબસિરિઝમાં રોલ કરવાનો કઈ મતલબ લાગતો નથી. જો કે આવા ટોપિકને એઝ એ વેબસિરિઝ તરીકે લોકો સ્વીકારવા અચકાય. કેમ કે, મિર્ઝાપુર, સેક્રેડ ગેમ્સ, ગંદી બાત, અપહરણ, ક્રિમિનિલ જસ્ટિસ, હોસ્ટેજીસ જેવી વેબસિરિઝ જોઈને જે નશામાં હોય એ તરત આ જોઈને ઉતરી જાય. 

બીજી વાત, કે હજારો યુટ્યુબર આવા પતિ-પત્નીના વીડિયો બનાવી બનાવી શેર કર્યા કરે છે. અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ડાયલોગ્સને એ બધાને જો બીજા સાથે સરખાવીએ તો ઘણા યુટ્યુબરના વીડિયો "ડુ નોટ ડિસ્ટર્બ" કરતા ક્યાંય સારા છે.

MX PLAYER એ પ્રેઝન્ટ કરેલી આ પહેલી ગુજરાતી વેબસિરિઝ છે. પણ કઈ માખણ ખાય લેવા જેવી નથી. મલ્હાર એજ પોતાના ટિપિકલ અંદાજમાં છે. અને હવે તો એવું લાગે છે કે, એ અંદાજમાં જ મલ્હાર ચાલે, બાકી બીજા રોલમાં એવો ચગતો નથી. માનસી પારેખની એક્ટિંગ સારી છે. અને આખી સિરીઝમાં આ બે જ છે. 

6 એપિસોડ. બધા એપિસોડમાં એક વાતને લઈને મીઠી બોલાચાલી અને અંતે મમ્મીના અવાજથી એપિસોડ ખતમ.

પહેલા જ એપિસોડની શરુઆત મૌલિક હિલ પહેરીને નાચવાની કોશિશ કરે છે. એટલે મીરા તેને ધરાર થી નચાવે છે. કેમ કે, મલ્હારે પાર્ટીમાં હિલ પર કઈક કોમેંટ કરી હતી. અને બોસ, છોકરીઓને એમની ફેશન પર કે, કપડાંની સ્ટાઇલ પર કે, એવા કોઈ પર કોમેન્ટ કરો એટલે પત્યું... પછી તો બિલ જ ચૂકવવું જ પડે. એ સીનમાં મૌલિક કેટરીનાને બહુ યાદ કરે છે. એમની સુંદરતાના ભરી ભરીને વખાણ કરે છે. ત્યાં એક ડાયલોગ્સ બોલે કે,

"કેટરીનાની સુંદરતા પર GST લાગવો જોઈએ..."

પછી એકવાર પાર્ટીમાં મૌલિક જૂની ફ્રેન્ડના કપડાના વખાણ બેડરૂમમાં કરે છે અને મીરા કહે છે કે "હું આટલી તૈયાર થાઉં છતાં એક શબ્દ પણ નહીં..."


બસ, આવું જ છે. નોર્મલ ચેટ... પણ મલ્હાર છે. જો ફેન હોઉં તો જોઈ લો. એક કલાકમાં બધા એપિસોડ જોવાય જશે. નહિ હસવું આવે કે નહીં કોઈ એક્સાઇટમેન્ટ. બસ, જોય લો....હાહહ... ખી.. ખી.. ખી.

- જયદેવ પુરોહિત

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Mk Kamini 3 માસ પહેલા

Verified icon

Jaydeep 3 માસ પહેલા

Verified icon

shruti shah Verified icon 3 માસ પહેલા

Verified icon

mahi 3 માસ પહેલા

Verified icon

hiren bhatt Verified icon 3 માસ પહેલા