De de pyaar de JAYDEV PUROHIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

De de pyaar de

“સિને-GRAM - જયદેવ પુરોહિત”

 ? ? ? ? ? ? ?

❤De De પ્યાર De : ઉંમરને મારો ગોલી, ઉઠાઓ મેરી ડોલી?

અજય દેવગન બધા જ સ્ટારથી અલગ છે, અજબ છે. એમને બોલીવુડમાં ટકી રહેવાનો ભય નથી. એમની કામ કરવાની પદ્ધતિ ક્લિયર કટ છે. એટલે જ તો એમના ફિલ્મો હાઉસફુલ હોય છે. હિટ હોય છે. બેક ટુ બેક બીજું હિટ આપી ફરી અજયે પોતાની યોગ્યતાને વધુ એક શિખર પર પહોંચાડી. જ્યાં બધા જુના સ્ટારો અનસિક્યોર મહેસુસ કરવા લાગ્યા ત્યાં અજય ચોગ્ગા-છગ્ગા લગાવે છે. આવો જોઈએ આ ફિલ્મ..

'દે દે પ્યાર દે' આ ફિલ્મ સારું કે ખરાબ એવી ટિપ્પણી થી પર છે. અમુક ફિલ્મ એવા હોય છે જે માત્ર મનોરંજન કરવાના હોય છે. એવા ફિલ્મોને ફ્લોપ કે હિટ એવી કેટેગરીમાં ન મુકવા જોઈએ. એક ફેમિલી કોમેડી વિથ ફેમિલી મેસેજ. મોર્ડન લાઈફ અને આપણા સંસ્કારોને મિક્સ અપ કરવાનો પ્રયાસ. સાદી કિસી કે ભી સાથ હો શકતી હૈ.. યુ નો... ઉસમેં ઉંમર કા ક્યાં કામ હૈ...!!

લંડનમાં રહેતો આશિષ(અજય દેવગન), આમ તો ભારતીય પણ ડિવોર્સની માથાકૂટમાં ભારત છોડી દીધું હોય છે. એક ફ્રેન્ડની બીફોર મેરેજ બેચલર પાર્ટીમાં આયેશા(રકુલ પ્રીત)ની એન્ટ્રી થાય છે. તે એક બાર ચલાવતી હોય છે. આશિષ એટલે હજારો લોકોની ભીડમાં પણ એકલતા અનુભવનારો એક 50 ઉંમરનો સિમ્પલ માણસ. આયેશાની ઉંમર 26 વર્ષ. પટકથા સ્પીડ પકડે છે ને આશિષ અને આયેશા વચ્ચે લવશીપવાળી ફ્રેન્ડશીપ થાય છે. ખુલ્લેઆમ મસ્તી, ધમાલ અને લવરંજન કરી લંડનમાં 'લિવ ઈન રિલેશનશિપ' વાળી જિંદગી માણે છે. 

એ બન્નેની કેમેસ્ટ્રી જોઈને અંદાજો પણ ન આવે કે આશિષ એ સીનયર સીટીઝન વયનો છે. ઈન્ટરવલ સુધી 'લવ ઈન લંડન' સારી રીતે પ્રસ્તુત કર્યું છે. પણ ફિલ્મની અસલી મજા તો ઇન્ડિયામાં છે બોસ, ભારતીયના મેરેજ પરિવારજનોને મળ્યા વિના થતા હશે? તબાહી આવી જાય જો એવું થાય તો. જીવતા જીવ મૃત જાહેર કરી દે. વાર્તાએ ઉડાન ભરી. પહોંચી કુલ્લુ, મનાલી. શું સૌંદર્ય છે યાર. ફિલ્મ છોડો, સીટ પરથી ઊભા થઈ પડદામાં ઘુસી જવાનું મન થાય. 

મંજુ(તબ્બુ) એ આશિષની વૈવાહિક પત્ની. એમને એક છોકરી ઇશિકા અને ઈશાન નામનો એક છોકરો હોય છે. બન્ને મેરેજ કરવાની ઉંમરના. આમ તો મંજુનું ફેમેલી  આશિષ(અજય)ને  ગણકારતું જ નથી. એમની દિકરીએ તો પપ્પાને મારી જ નાખ્યા હોય છે. આશિષનો ચહેરો મનાલીમાં જોઈને જાણે આખા પરિવારનું સૌંદય ગાયબ. અને ઉપરથી સાથે આયેશા. આશિષ મનમાં જ ગાવા લાગે કે.. મેરે તો ... લગ ગયે..!!

બે નારી વચ્ચે આશિષ ભીસાઈ છે. એમાં વળી મંજુ(તબ્બુ)એ પણ એક આશિક રાખ્યો હોય છે. ફિલ્મ જોવો તો ખ્યાલ આવશે કે મંજુને ચાહનારા ઘણા હતા. એમની છોકરીના સસરા પણ...!! આઈ લા...!!
 26 વર્ષની રૂપાણી બિન્દાસ્ત આયેશાને જોઈને ઈશાન(આશિષનો છોકરો)ના મોંઢામાં પાણી આવે છે. એટલે બાપ દિકરો એક જ છોકરી પર ફિદા. યે ક્યાં હૈ રે...!!
 
અંતમાં બધું સરભર થઈ જાય છે. પરંતુ જે ફેમિલી પ્રોબ્લેમ્સ રચાય છે અને એ બધા વચ્ચે પાત્ર નિરૂપણ. સલામ છે. મંજુના છેલ્લા 4 ડાયલોગ્સ સિનેમા હોલને શાંત કરી દે છે.  હવે બધું અહીં જ વાંચશો કે ફિલ્મ જોવા પણ જશો...??

મ્યુઝિક, અભિનય, લોકેશન અને સ્ક્રિપ્ટ રાઈટિંગ માણવા જેવું. ડાયરેકટર અકિવ અલીએ એક સારો ટોપિક પીરસ્યો છે. મેરેજમાં એજ ડીફરન્સ એ પ્રશ્ન ન હોવો જોઈએ. રકુલ પ્રીત સિંહને એક નવી સફર મળે બોલીવુડમાં તો નવાઈ નહિ. અને તબ્બુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ. 

અરે, હવે બસ. જાઓ અને જુઓ એક હળવું કોમેડી અને 50❤26નો પ્રેમ. 

- જયદેવ પુરોહિત

(સંજોગ ન્યૂઝ - અમરેલી)