HOSTAGES JAYDEV PUROHIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

HOSTAGES

"સિને-GRAM ~ જયદેવ પુરોહિત"

~  ~  ~  ~  ~  ~  ~  ~  ~  ~

Hostages : મજબૂરી મેરી ભી ઔર તેરી ભી


હોટસ્ટારમાં વર્લ્ડકપનો મેચ જોતા હોઈએ, રોમાંચક રસાકસી શરૂ હોય, એમાં આપણી મનપસંદ ટીમ છક્કા લગાવતી હોય, એવામાં અવર પુરી થાય અને દસ સેકન્ડની બ્રેક આવે ત્યાં સ્ક્રીન પર રોનીત રોય આવે અને પૂછે, "ક્યાં કિસી અપનેકી જાન બચાને કે લિયે એક બેગુનાહ કા મર્ડર કરેંગે આપ??". મેચનો બધો રોમાંચ ભયભીત થઈ જાય. આપણે હા/ના જવાબ દેવાનું નક્કી કરીએ ત્યાં ફરી મેચ શરૂ થાય. મેચ શરૂ ન થતી હોત તો જવાબ આપ્યે જ છૂટકો!!

"Hostages" નામની બ્લેકમેલિંગ વેબ સિરીઝ હોટસ્ટાર સ્પેશ્યલ પર લેટેસ્ટ છે. જાણીતો માનીતો અને ગમતો ચહેરો "રોનીત બોસ રોય" લગભગ બધા જ સીનમાં છે.

 ઇઝરાયલમાં આજ નામની એક સિરીઝ રિલીઝ થયેલી. સુધીર મિશ્રાએ એજ કથાને અહીં પ્રસ્તુત કરી છે. સુધીર મિશ્રા એટલે બોલીવુડમાં ફ્લોપ ગયેલ ડાયરેકટર. પણ નવી ઇનિંગ સાથે તેમને આ સિરીઝ બનાવી છે. ભારોભાર વખાણવા જેવી તો નહીં પણ હા, ફ્લોપ છે એવું ન કહી શકીએ.
 
ડૉ. મીરા આનંદ(ટીસકા ચોપરા) સીટી હોસ્પિટલમાં એક કર્મનિષ્ઠ ડોક્ટર તરીકે ફરજ અદા કરતી હોય છે. પ્રાઈમ મિનિસ્ટનું ઓપરેશન પણ મીરાએ જ કરવાનું હોય છે. બધી તૈયારી થઈ ચૂકી હોય છે. અચાનક એસપી પૃથ્વી સિંહ(રોનીત રોય) મીરા આનંદના ઘરે પહોંચી, આખા ઘર પર કબજો કરી લે છે. મીરા આનંદ, તેમના પતિ સંજય અને એક પુત્રી અને એક પુત્ર. બધાને પકડીને પૃથ્વી સિંહ મીરા આનંદને ઓફર કરે છે કે, "કા પ્રાઈમ મિનિસ્ટર ને મારી નાખ કા પોતાની ફેમિલી મરતાં જો." 

એટલે કે પેટમાં મને દુઃખે અને હું દવા તમને પીવડાવું. સ્ટોરી જેમ આગળ વધે તેમ pmને મારવાના પ્લાન બદલાતા જાય છે. ઉપરથી મીરા આનંદની પુત્રી મુસીબતમાં હોય છે કારણ કે એમનો બોયફ્રેન્ડ રાતલીલા વખતે પ્રોટેક્શન ભૂલી ગયો હતો. એમના પતિ સંજયના ઘણા રહસ્યો પણ ખુલે છે. ઘરમાં જયારે કોઈ એક મુસીબત આવે ત્યારે આપણા પોતાના સભ્યોના જ ઘણા રહસ્યો ખુલતાં હોય છે. પૃથ્વી સિંહના હાથમાંથી પરિસ્થિતિ બેકાબુ બની ચુકી હોય છે. અને બીજી તરફ મીરા આનંદ એકલી જ પોતાના પરિવારને, હોસ્પિટલને અને પૃથ્વી સિંહને હેન્ડલ કરતી હોય છે. 

જે મીરા આનંદ પોતાના ફેમેલીને તકલીફમાં રાખીને પણ pm ને મારવા તૈયાર નહોતી થતી, તે જ મીરા આનંદ અંતમાં ખુશીથી pmને કેમિકલ આપી મારી નાખવા તૈયાર થઈ જાય છે. કારણ કે પૃથ્વી સિંહ પોતાની પત્નીના ન્યાય માટે pm ને મારવા તૈયાર હતો. માટે જ એમને આ કામ કરાવવા ડૉ. મીરા આનંદને શોધી હોય છે. 

આખી સિરીઝ એક ઘરમાં ચાલે છે. બધા પાત્રોની પોતાની નાની નાની સ્ટોરી પણ છે. જેને છેલ્લે એકબીજા સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો છે. ટીસકા ચોપરા અને રોનીત રોયે આખી સિરીઝ પોતાના પીઠ પર ઉપાડી લીધી. બાકી બધાનો અભિનય ઠીક હવે. આવી મર્ડર, બ્લેકમેઇલિંગ સ્ટોરીઓમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક દર્શકોને ઝકડી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. પરંતુ અહીં ઠીક છે. ડાયલોગ્સ કોઈ ખાસ નથી. અને રસપ્રદતા ટકાવી રાખવામાં પણ ડાયરેકટર થોડા નિષ્ફળ રહ્યા. 

હા, રોનીત રોયના ફેન હોય તો તેમને આ સિરીઝ ગમશે. બાકી વન ટાઈમ વોચ ખરી. 

રોનીત રોય સિરીઝમાં એક પેન ડ્રાઈવ છુપાવતો હોય છે જે છેલ્લે મીરાના હાથમાં આવે છે અને તેમાં રહેલા સીસીટીવી ફૂટેજ જોઈ મીરા આનંદ pmને મારવા હોસ્પિટલ પહોંચી જાય છે. 

ફિલ્મો, વેબ સિરિઝો કે અન્ય સ્ટોરીઓમાં નેતાઓને બળાત્કારી, બાળાત્કારી કે સેક્સકારી જ કેમ બતાવવામાં આવે છે??? 

- જયદેવ પુરોહિત