pihu : બાળકની મનોદશા JAYDEV PUROHIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

pihu : બાળકની મનોદશા

"સ્પીક ટાઈમ - જયદેવ પુરોહિત"

*? અન્ય આર્ટિકલની સફર કરો...?*
*https://www.facebook.com/purohit.jaydev1*
*
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~

✴️PIHU : બાળકની મનોદશા✴️

*https://m.facebook.com/story.php?story_fbid=1341692762635842&id=100003853948670*

બર્થડે પાર્ટી હજી પુરી જ થઈ હતી. પતિ-પત્ની બન્ને એ પોતાની બે વર્ષની દીકરીનો બર્થડે સેલિબ્રેટ કર્યો. એ ક્યૂટ ગર્લ એટલે "પીહુ". ક્યુટનેસની આખી દુકાન. અને આમપણ નાના બાળકો ક્યુટ જ લાગતા હોય છે. મોડી રાત થઈ ચૂકી હતી. પીહુ રમતા રમતા જ સુઈ ગઈ. ગૌરવને કોલકત્તા કામ માટે જવાનું થયું. એટલે ઘરમાં માત્ર પૂજા અને પીહુ.

રાત સુઈ ગઈ અને સવાર જાગી. "પાપા.... પાપા..." બોલતી પીહુ આખા ઘરમાં ફરે છે. પરંતુ પાપા ક્યાંય મળતા નથી. બાજુમાં સૂતેલી મમ્મીને હડસેલી ઉઠાડવાનો પ્રયાસ કરે છે પરંતુ પૂજા હોંકારો પણ નથી આપતી.
હવે માત્ર બે વર્ષની પીહુ, બંધ એમનું ઘર, રાતની પાર્ટીને લીધે આખા ઘરમાં ઉડતો સામાન, અને એમની સૂતેલી મમ્મી. ફિલ્મ હવે શરૂ થાય છે. બાળકને ઉઠતાંવેંત માતાનું ધાવણ જોઈએ અથવા કંઈક ખાવાનું જોઈએ. પીહુને લાગી ભૂખ. પણ ઘરમાં એમને જમાડે કોણ? બેડ પર સૂતેલી મમ્મીની છાતી પર ચડી જાય છે.

"મમ્મા....મમ્મા..." બોલીને ઉઠાડવાની કોશિશ કરે છે. પણ બધું વ્યર્થ. પીહુ ચાલી રસોડા તરફ. રાતની પડેલી રોટલી હાથ લાગે છે. એ રોટલી એ ઑવનમાં ગરમ કરવા મૂકે છે. એ વેળા જ ઓવનની સ્વીચ શરૂ કરે છે અને સાથે જ ગીઝરની સ્વીચ શરૂ થઈ જાય છે. જેની એમને ખબર પણ નથી. ઑવન કયારે બંધ કરવું અને કેમ બંધ કરવું એ બે વર્ષની બાળકીને ક્યાંથી ખબર હોય. રોટલી બળીને આખી કાળી થઈ ગઈ. ભૂખ હજી સંતોષાય નથી. ફરી મમ્મી મમ્મી બોલીને રડે છે પરંતુ મમ્મી....

ફિલ્મ આગળ વધે છે. ભયાનક મુશ્કેલીમાં પીહુ ફસાઈ છે. ઘરમાં ગેસ શરૂ ... ઈસ્ત્રી કલાકોથી શરૂ... રસોડામાં પાણીનો નળ રાતથી શરૂ હતો, એટલે આખું ઘર પાણી પાણી... ટીવીની પાછળના વાયર એમનમ ખુલ્લા... પીહુ ટીવી શરૂ ન થતી હોવાથી વાયરની નજીક પણ જાય છે... ગીઝર કલાકોથી શરૂ... બંધ રૂમ... મોબાઈલમાં ગૌરવના ઘણા ફોન આવી ચુક્યા હોય પરંતુ પીહુની સ્થિતિ ગૌરવ અને જે ગૌરવ બોલે એ પીહુ .. કઈ રીતે સમજી શકે... બાલ્કનીનો દરવાજો ખુલ્લો... એટલે એમ કહો કે પીહુ મોતની નજીક જ છે.  એવામાં ગીઝર ફાટે છે અને પીહુ મમ્મીના શરીર પર ચડીને રડવા લાગે છે. ઇસ્ત્રીમાંથી નીકળતો ધુવાળો જોઈ તે એક વખત ઇસ્ત્રીને અડી પણ લે છે. એમની આંગળીઓ દાઝી. એ પીહુની ચામડી કેટલી કોમળ હોય છે.

મોઢા પર લિપસ્ટિક લગાડી. મમ્મીના ચહેરાને પણ રંગી નાખ્યો. એ વેળા જ પૂજાની હથેળી ખુલે છે અને હાથમાંથી નીંદની ગોળીની શીશી જમીન પર વેરાઈ છે. એટલે એમની મમ્મી ક્યારેય પણ ઉઠવાની ન હતી જેની ખબર પીહુ ને ક્યાંથી હોય!! બાળકને તો કોઈપણ વસ્તુ રમવા જોઈએ. એ નીંદરની ગોળીઓથી રમવા લાગે છે. થોડીવાર પોતાના ઢીંગલીથી રમતી રમતી બાલ્કનીમાં પહોંચી જાય છે. અને એમનાં મિત્રોને બોલાવવા જતા ઢીંગલી નીચે પડી જાય છે. અંદાજે ૧૭ માળ ઊંચેથી. પીહુ લોખન્ડની ગ્રીલ પર ચડી એ ઢીંગલી લેવાનો પ્રયત્ન કરે છે. એ સીનમાં જોનારના શ્વાસ થંભી જાય છે.

સૌથી ખતરનાક સીન હોય છે ફ્રીજનો. પીહુ જાતે રમતાં રમતાં ફ્રિજમાં પેક થઈ જાય છે. એ ફ્રીજનું તાપમાન અને બે વર્ષનું બાળક...!! પણ મુસીબતમાં દસ ગણું બળ આવી જતું હોય છે. અને છેલ્લે તો તે નીંદની ચાર પાંચ ગોળી ખાય જાય છે. અને રમતા રમતા જ સુઈ જાય છે. ઘરમાંથી પાણી બહાર નીકળી જાય, આખું ઘર ધુવાડો ધુવાડો... ગૌરવ આવીને જુએ છે તો ઘરમાંથી સળગવાની વાસ અને પાણી જોઈને એમના તો હોશ જ ઉડી જાય છે. દરવાજો તોડીને જુએ છે તો પીહુ એમના રમકડાં સાથે રમતી હોય છે.

આ ફિલ્મ વિનોદ કાપરીએ ડાયરેકટ કર્યું છે. આ એક રિયલ સ્ટોરી છે. અને પીહુ બનેલી માયરા વિશ્વકર્માએ એકદમ નેચરલ અભિનય કર્યો છે. 100 મિનિટનું ફિલ્મ એકલી પીહુએ અભિનય કરેલું છે. નોઈડના એક ઘરમાં આનું શૂટિંગ થયું છે. અને ખરેખર આવું ફિલ્મ બનાવવા માટે જીગર જોઈએ. આ ફિલ્મ કોઈ કમાણી કરવા માટે નહીં પરંતુ સમાજને એક સ્ટ્રોંગ મેસેજ આપવા માટે તૈયાર થયું છે. 2018માં આવેલું આ ફિલ્મેં ઘણા માતાપિતાઓને છોકરાના કેર કરતા કરી દીધા છે.

બાળક ઘરમાં માત્ર અવલોકનથી શીખતું હોય છે. લાઇટ્સ, અગ્નિ, વગેરેથી એમને ડર નથી હોતો કારણ કે એમના વિશે કોઈ જ્ઞાન હોતું જ નથી. એક બાળક જોઈ જોઈને કેટલું શીખી લેતું હોય છે એ જોવું હોય તો આ પીહુ ફિલ્મ અવશ્ય જુઓ. અને બધાએ એકવાર તો જોવું જ જોઈએ. હા, ગ્લેમર..ગીત કે ડાયલોગ્સ કે એક્શન નહીં હોય. પણ પીહુની એક્ટિંગ બધાથી પર છે. આ સત્યઘટના ન્યુ યોર્કની છે.

બાળક એકલું ઘરમાં કેવી રીતે રહે અને મોતની કેટલી નજીક જઈ શકે છે એ પીહુ ફિલ્મમાં જુઓ. નેટમાં સરળતાથી ફિલ્મ મળી જશે.

લાસ્ટ વિકેટ?

બાળક કયારેય અભિનય ન કરી શકે. એ જે કરે એ નેચરલ જ હોય છે.

- જયદેવ પુરોહિત

(સંજોગ ન્યૂઝ, અમરેલી)