કોણ છે વીરા ?? Margi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોણ છે વીરા ??

ભુનેત કરીની એક ગામ હતું.  ગામ ખૂબ જ નાનું હતું. ભુનેતના દવાખાનામાં ચાર છોકરીઓ ઈન્ટેનશીપ કરવા આવે છે. ચારે છોકરીઓ પહેલેથી એકબીજાને ઓળખતી હતી તો એક જ રૂમમાં બધા સાથે જ રહેતા.

ભુનેત ગામના દવાખાનામાં જ ચારે ચાર ત્યાંજ કામ કરતાં. ત્યાંના દર્દીઓ ની તપાસ કરતાં. ચારે દરરોજ સાથે આવવાનું, જવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું, ફોટા પાડવાનું બધું જ સાથે જ કરતાં. 

એવામાં ચારમાંથી એકને રાતના 1વાગે અજીબ અજીબ અવાજ સાંભળતા હતાં.  પ્રીતિએ 2-3 વાર તો એના સાથે રહેલી વીરા ને કહેવાય ની કોશિશ કરી.  પણ વીરાએ એ વાતને ધ્યાનમાં જ ના લીધી. તો ત્યાં જ બેસેલી રીતુ પ્રીતિ ને કહે છે કે, ' પ્રીતિ આ તારો વહેમ છે. તેથી તારી વાત કોઈ નથી માનતું.  તું પણ આ ભ્રમ માંથી બહાર આવી જા. અને શાંતિથી ભુનેતની મજા લે. ' પ્રીતિએ આટલી વાત સાંભળીને હવે તે પણ આ અવાજને નજરઅંદાજ કરવા લાગી.

વીરા ભુનેત ગામના એક ડૉક્ટર ના પ્રેમમાં પડી. ડૉક્ટર પણ વીરાને પ્રેમ કરતો. બંન્ને ના સબંધને હજી તો 3 જ મહિના થયા હતાં. છતાં બંન્ને એ પ્રેમમાં મર્યાદાની સીમા પાર કરી લીધી. સીમા અને એ ડૉક્ટર નું તો જાણે રોજ નું થઇ ગયું હોય એમ જ રહેતા.  થોડા દિવસ પછી વીરાને ખબર પડી કે, ડૉક્ટર તો બસ પોતાના શારીરિક ઈચ્છાઓ સંતોષવા માટે જ વીરા જોડે પ્રેમનું નાટક કરતો હતો. વીરાએ જયારે ડૉક્ટર ને પૂછ્યું ત્યારે ડૉક્ટર એ પણ એ વાત ની સ્વીકાર કર્યો. અને એ વાત વીરા સહન ના કરી શકી. અને વીરા એ  તેના હાથ ની નસ કાપીને પોતાનો જીવ ગુમાવી દીધો.

થોડા દિવસોમાં તો ભુનેત ગામના લોકો કહેવા લાગ્યા હતાં કે, વીરાને પડેલું દુઃખથી આજે પણ વીરાની આત્મા આ જ દવાખાનામાં ભટકે છે. અને કોઈ પણ પુરુષ ડૉક્ટર ભુનેત ગામનાં દવાખાનામાં આવે તો વીરા તેનો જીવ લઇ લે છે.

આ ઘટનાથી બાકીની ત્રણ છોકરીઓ પર ખૂબ જ અસર થઇ. તેઓની ઇન્ટર્નશિપ પુરી થઇ ગઈ હતી. તેઓ  બધા પોત પોતાના ઘરે જતા રહ્યા. અને હવે તો તેમના જીવનમાં આગળ પણ વધવા લાગ્યા.

બસ,  એટલામાં જ સવારના 7 વાગે છે.  અને અંકિતા તેમાં રૂમ માંથી અલાર્મ બંધ કરીને નીચે આવે છે.  નીચે આવતાની સાથે જ અંકિતા તેની મમ્મી ને ચાઇ બનાવવાનું કહે છે. અંકિતા આટલું કહીને સોફા પર બેસે છે.  અંકિતા આમતો સોફા પર બેસી ને તેનો મોબાઈલ જ દેખાતી. પણ આજે તે ઉપર થી લાવવાની ભૂલી ગઈ તો ટેબલ પર પડેલું પેપર વાંચવા લે છે. પેપર વાંચતા વાંચતા અંકિતાની નજર પેપર ના 4 પાના પર પડી. અને અંકિતાની આંખો ફાટી જાય છે. ઠંડીમાં પણ પરસેવે રેબ ઝેબ થઇ ગઈ હતી.

અંકિતા તરત જ તેની મમ્મી ને પૂછે છે કે,  'મમ્મી આપણે કદી ભુતેન ગામમાં ગયા છીએ?' અંકિતાની મમ્મી એ જવાબ આપતાં કહ્યું કે, ' હા,  બેટા! આપણે ભુતેન ગામમાં ગયા છીએ.  એ સમયે તું ખૂબ જ નાની હતી 4 જ વરસની.  ત્યાં તું ખૂબ જ બીમાર પડી હતી તો ભુતેનના દવાખાનામાં આપણે એક રાત રોકાયા હતાં. ત્યાં તને તારા જ ઉંમર ની છોકરી જોડે ખૂબ જ સરસ દોસ્તી થઇ ગઈ હતી.  મને તેનું નામ તો યાદ નથી. પણ તમે બંન્ને એક જ દિવસમાં ખૂબ જ સારા દોસ્ત બની ગયા હતાં. પણ જો આજ ના પેપર માં આવ્યુ છે કે એ દવાખાનું છેલ્લા 4 એક વર્ષ થી તહેસ મહેસ  થઇ ગયું છે. ત્યાં કોઈ ની આત્મા બધાને હેરાન કરે છે.'

અંકિતા તેની મમ્મી ને કહે છે કે,  'મમ્મી તે નાની છોકરીનું નામ વીરા હતું???' અંકિતાની મમ્મી જવાબ માં કહે છે કે, 'હા, લગભગ તો આવું જ કંઈક નામ હતું.  મને હવે કઈ યાદ નથી. પણ, તું કેમ આટલું બધું પૂછે છે આપણે ગયા હતાં એ તો આજ થી 19 વર્ષ પહેલા.  તેના પછી તો કદી નથી ગયા. '

અંકિતા ટેબલ પર ચાઇ નો કપ મૂકી ને કઈ જ બોલ્યા વગર બસ સીડીયો ચડતા ચડતા વિચારમાં જ ડૂબેલી છે. આ બધું શું  છે??  જે સપનામાં દેખ્યું એ જ બધી ઘટના નું રૂપ પેપરમાં છે.  પેપરના ચિત્રમાં બતાવેલી દરેકે દરેક વસ્તુ ને સપનામાં દેખી.  સપનામાં દેખેલી વીરા પણ આ જ.  રૂમ પણ એ જ.  ડૉક્ટર  પણ એ જ છે. જે મારા સપનામાં હતું એજ બધું પેપર માં કેવી રીતે? આજ વિચારો અને પ્રશ્નોમાં ખોવાયેલી અંકિતા તેના રૂમ નો દરવાજો બંધ કરીને સાંજ સુધી એકલી જ બેસે છે.  અને બસ વિચારોના માયાજાળ માં ખોવાઈ ને વારંવાર તેના મોબાઈલ માં અને સપનામાં  ઝાંકતી જ રહે છે.  કે સપનામાં પાડેલા મારા, પ્રીતિ, રીતુ ને વીરાના બધા જ ફોટો વાસ્તવિકતા માં કેવીરીતે મારા મોબાઈલ ની ગૅલરીમાં SAVE છે. 

- માર્ગી પટેલ