રાધિકા એક જીવાતી લાશ... Margi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધિકા એક જીવાતી લાશ...


રાધિકા ને મનીષ ના લગ્ન ને 10 વર્ષ થઇ ગયા હતાં. રાધિકા બધી જ રીતે હોશિયાર છે.  રાધિકા જોડે બધું જ છે. પૈસા, એશઆરામ, રૂપ-રંગ દરેક પ્રકાર ની સગવડ છે. રાધિકા ને કોઈ જ અગવડ નહોતી કે કોઈ વસ્તુ ની કમી પણ નહીં... રાધિકા ખૂબ મમતા વાળી સ્ત્રી છે.. 


બસ તેના જોડે નથી તો, એ છે એક માં બનવાનું સુખ.. જે દરેક સ્ત્રી નું સપનું હોય છે...  તેના થી તો સ્ત્રી સ્ત્રી કહેવાય છે... 


રાધિકા એ ખૂબ જ દવાઓ કરાવી,  પથ્થર એટલા દેવ કર્યા, મન્નતો રાખી તો પણ તેનું કોઈજ ફળ ના મળતું.  પણ રાધિકા અને મનીષ હિંમત હાર્યા વગર પ્રયત્ન કરતા જ રહ્યા. 



રાધિકા  જયારે પણ બગીચા માં જાય ત્યારે બધા નાના બાળકો દેખી ને ખૂબ જ ખુશ થતી.. બાળકો માટે અવારનવાર ચોકલેટ કે બિસ્કિટ પણ લઇ જતી...  બાળકો પણ રાધિકા જોડે રમતા અને ખુશ થતા... 


બંનેના આ પ્રયત્ન થી ભગવાન ખુશ થઈને 12 વર્ષ એક સુંદર એવું બાળક આપ્યું. બાળક દેખી ને તો રાધિકા ના આંખો માંથી અશ્રુની ધારા વહેવા લાગી... રાધિકા ને મનીષ ખૂબ ખુશ હતાં. આટલા તપ પછી ભગવાને આપેલી પ્રસાદી નું નામ પર્વ રાખ્યું. 


રાધિકા ની પુરી જિંદગી તેના બાળક માં જ જતી.  પર્વ બધાની આંખો નો સિતારો બની ગયો... પર્વ ખૂબ જ મોડે થી બોલતા શીખ્યો હતો. 


પર્વ 3 વર્ષ બોલતા શીખ્યો.  પર્વ નો પેહલો શબ્દ "માં " હતો.  રાધિકા પેહલી વખતે પર્વ નો અવાજ સાંભળી ને ગાંડી જ થઇ ગઈ... રાધિકા ખૂબ જ ખુશ થઇ ગઈ.  રાધિકા એ આખુ ઘર ખુશી ના લીધે માથે ચડાવી લીધું. 


રાધિકા માં સાંભળવા માટે પૂરો દિવસ પર્વ ને બોલાય બોલાય કરતી. પર્વ દેખાવ માં તો રાધિકા ને  પણ પાછળ પાડી દે... પર્વ ને દેખી ને મનીષ નો પુરા દિવસ ની થકાન ઉતારી જતી... 


એક દિવસ રાધિકા અને મનીષ  પર્વ ને બગીચામાં રમવા લઇ ગઈ. પર્વ બગીચામાં રમતો હતો અને એટલામાં જ ત્યાં બે આખલા આવી ગયા. 


આખલા ત્યાં લડતા હતાં.  રાધિકા અને મનીષ ની નજર પડી. હજી તો મનીષ પર્વ જોડે જાય એટલામાં જ આખલા ત્યાં આવી ગયા અને બે આખલાની લડાઈ વચ્ચે પર્વ આવી ગયો. 


રાધિકા અને મનીષ ના નજર ની સામે જ આખલા એ પર્વ ને અડફેટમાં લઇ લીધો. અને 3 ફુટ દૂર નાખી દીધો... પર્વ ત્યાં ને ત્યાં જ તેનું ભાન ગુમાવી બેઠો...  


મનીષ તરત જ પર્વ ને દવાખાને લઇ ગયો.  પણ ત્યાં તો ડૉક્ટર છુટા પડી ગયા. મનીષ પર્વ ને બીજાને દવાખાને પણ લઇ ગયો પણ ત્યાંના ડૉક્ટર પણ પર્વ નો કેશ લેવા તૈયાર થયા જ નહીં... અને દેખ-દેખતા માં જ પર્વ ભગવાન ના જોડે જતો રહ્યો. 


આ આઘાત થી રાધિકા ના મગજ પર ખૂબ જ અસર થઇ.  રાધિકા તેના હોશ માં જ નથી... અત્યારે રાધિકા જીવતી લાશ બનીને જીવે છે.


મનીષે રાધિકા ની ખૂબ જ દવાઓ કરાવી... અલગ અલગ ડૉક્ટર ની સલાહ લીધી... મનીષે રાધિકા પાછળ પૈસા ના પાણી કર્યા...  છતાં રાધિકા માં કોઈ જ ફરક ના પડ્યો... 


 આ ઘટના થી તો મનીષ ના જીવન ની બધી જ ખુશી જતી રહી...  રાધિકા અને મનીષ ની હસ્તી - ખેલતી જિંદગી માં રંગ જ ખોવાઈ ગયા... જાણે કોઈ આવ્યુ ને ખુશીઓ નો પિટારો લઇ ને જતું રહ્યું...  રાધિકા પણ પર્વ ની કોઈ વસ્તુ ને જોડે કોઈ હાથ પણ લગાવે તો કાગરોડ મચાવી દે...  રાધિકા પર્વ ના રમકડાં જોડે જ વાતો કરે...  ને બીજા કોઈ જોડે બોલે પણ નહીં...  મનીષ જોડે પણ ના કરે... 


એક  પળ માં જ મનીષ નું સર્વસ્વ લૂંટાઈ ગયું.