મમ્મી... મમ્મી એટલે સતત તેના છોકરા માટે ચિંતા કરતી સ્ત્રી. તેનો છોકરો જયારે નાનો હોય ત્યારે શાળા એ જતો હોય એટલે તેના અભ્યાસ ની ચિંતા. મોટો છોકરો જયારે ઓફિસે જતો હોય ત્યારે પણ મમ્મી ને તેનો છોકરો સમય એ જમવા મળશે કે નહિ તેની ચિંતા. જયારે તે તેના છોકરો ને કહે છે કે " બેટા તારા ટિફિન માં મેં આજે શાક, રોટલી,સલાડ , દાળ-ભાત અને છાસ મૂકી છે. " તું સમયે ખાઈ લેજે. તારે તેનો છોકરો કહે છે કે 'અરે... હા મમ્મી... હું સમય મળશે એટલે જામી લઈશ. તો પણ તેની મમ્મી પૂછે છે કે બેટા રાતે શું બનવું તારા માટે??? અરે મમ્મી પેલા હાલ તો જમવા દે રાત ની વાત અત્યારે કેમ કરે છે.. એવું કહી છોકરો ચાલ્યો જાય છે.
મમ્મી ની હાજરી ધરાવતું કોઈપણ ભાવનીતરતું ઘર હોય ત્યાં તેના અને સંતાન વચ્ચે આવો સંવાદ થવો સ્વભાવીક જ છે. જેમાં મમ્મી ના અવાજ માં સતત ચિંતા અને સંતાન ના અવાજ માં કંટાળો જોવા મળતો જ હોય છે. તો પણ મમ્મી કોઈ જ ફરક પડતો જ નથી. કે નથી કદી અણગમો. જયારે પણ સંતાન મેં કોઈ ઇજા થાય છે તો પેહલો શબ્દ " ઓ માં" નીકળતો હોય છે. અકસ્માત વખતે 108 ને યાદ કાર્ય પેહલા જ મમ્મી યાદ આવે છે. તેવી મમ્મી માટે મે મહિના માં આવતા બીજા રવિવાર ની રાહ જોતા હોઈ એ છીએ. તેની ઉજવણી કરવા. જેને આપડે 'મધર્સ ડે ' તરીકે ઉજવણી કરીએ છી એ.
માં અને મૃગજળ બંને એક સમાન હોય છે. મૃગજળ હોતા નથી તો પણ દેખાય છે અને માનો પ્રેમ હોવા છતાં દેખાતો નથી. પ્રસુતિ ની વેદના વખતે માં દર્દ ને ભૂલી ને તેના બાળક ની રાહ જોતી હોય છે અને ભગવાન ને પાર્થના કરતી હોય છે કે મારૂ બાળક એક દમ તંદુરસ હોય. જયારે પ્રસુતિ ની વેદના પછી બાળક ને તેની માતા ને આપે છે ત્યારે એ માં પોતાના બધા જ દૂખ દર્દ ભુલાવી ને બાળક ને છાતી થી લગાવી ને આનંદ લે છે. એ પળ એટલે જન્માષ્મી.
માં એટલે છું??? માનો અર્થ કોઈપણ શબ્દકોશ માં નહિ મળે. અને જો કોઈ દિવસ મળી ગયો તો પણ એક જ મળશે કે દરેક માતા એક જ હોય છે. જે અતિશય પ્રેમ થી બાળક ને સાચવે છે. અને સ્વભાવ થી દરેક પિતા અલગ હોય છે. માતા ભગવાન થી પણ મહાન છે. માનવ ના જીવન પાર ભગવાન નું નામ લખ્યું છે. ભગવાન ની ઈચ્છા થી માનવી નું સર્જન થયું છે. પણ જે માતા બાળક ને જન્મ આપે છે તેના પાછળ તો પિતા નું નામ લખાય છે. જીવ માંથી જીવ આપે, શરીર માંથી શરીર આપે,અપેક્ષા વિના અમુલ સ્નેહ આપે તે માં.. કહેવામાં આવે છે કે "દરેક જગ્યા એ ભગવાન નથી પહોંચી સકતા એટલે તેમને માં બનાવી છે."
સામાન્ય રીતે બાળક જેટલો ભરોસો માતા ઉપર કરે છે એટલો પિતા પાર નથી કરતો. બાળક ને કોઈ વસ્તુ જોઈતી હોય તો પણ માતા પુરી કરી દે છે. બાળક ની ગમતી, નાગમતી, જરૂરિયાતો દરેક વસ્તુ મને ખબર હોય છે. માતા સર્વસ છે. નાના હતા એટલે નિબંધ આવતો માં વિષે એ વખતે તો બસ ગોખેલું લખી ને આવતા 'માં તે માં બીજા બધા વગડા ના વા '. પણ ખરેખર તો હવે માતા ની કિંમત ખબર પડે છે કે આપણી જિંદગી માં માતા નું મહત્વ. અક્ષયકુમારે લખ્યું છે એક પુસ્તક માં કે ' આપણે આપણી નજીક ના લોકો ને જ સૌથી વધારે ટેકન ઓફ ગાંટેડ લઈએ છીએ અને તે લોકો ને જ દુઃખી કરી છીએ.' તમે તમારા માતા-પિતા, નિકટ ના વડીલો,સંતાનો સાથે શક્ય હોય તેટલો સમય નીકળો. સમય રણ ની રેત જેવો છે ક્યારે સરકી જશે ખબર પણ નહિ પડે. અને માત્ર પસ્તાવો જ રહી જશે.
આપણે વર્ષ થી મધર ડે ની રાહ જોતા હોઈએ છે. તે એક દિવસે તને તમારી માતા ને આનંદ આપવા માંગો છો. પણ બાકી ના દિવસ શુ ??? તને મધર ડે ની રાહ જોયા વિના તમારી માં માટે દરેક દિવસ ખાસ બનાવો. દરોજની તમારી દિનક્રિયા માંથી એક કલાક તમારી માતા સાથે પસાર કરો. અને જુઓ તેમના મુખ પાર ની ખુશી. તેનો કોઈ મૂલ્ય નહિ હોય. કે નહિ ક્યાં આવી ખુશી દેખવા મળી હોય. મમ્મી ને એક ટાઈટ હગ આપીને કહી જ દો " આઈ લવ યુ...." અને પછી જુઓ તેમનો અમૂલ્ય પ્રેમ નો જે વરસાદ થાય એ.....