Gumrah.... books and stories free download online pdf in Gujarati

ગુમરાહ...

પ્રીતિ, માધવ, વિકાસ, અનિતા  દોસ્તો છે. પ્રીતિ સિવાય બધા જ પૈસાદાર છે. ખુબ જ લાડ-પ્યાર થી મોટા થયા.  અમીરી હોવા થી બધા ના શોખ પણ નવાબ જેવા. રહનસહન, ખાણીપીણી,  મોંઘી ગાડીઓ ફેરવી. ખુબ જ રૂપિયા પણ વાપરે.  પ્રીતિ એક સામાન્ય ઘર થી છે. પ્રીતિ ની સુંદરતા નો કોઈ જવાબ નહિ. રૂપ રૂપ નો અંબર. હાથ લગાવી એ તો એમ થાય કે દાગ પડી જાય.  પ્રીતિ ખુબ જ હોંશિયાર ,સમજુ, કુશળ છોકરી છે. પ્રીતિ ને કોઈ પણ નવાબી શોખ નથી. પ્રીતિ માધવ,વિકાસ,અનિતા થી અલગ છે. બધા ના વચ્ચે થી પણ નિખારી આવે.



માધવ અને પ્રીતિ એક બીજા ને ખુબ જ પ્રેમ કરતા. પ્રીતિ અભ્યાસ માં અવ્વલ. જયારે માધવ ના પિતા વધારે પૈસાદાર હોવા થી માધવ ને અભ્યાસ માં ધ્યાન જ ના રહે. બાઇક રેસિંગ , શરાબ પીવી, ડ્રગ લેવું, સિગારેટ પીવી.


 આવા નવાબી શોખ માધવ ના છે. માધવ ના દોસ્તો પણ આવા જ છે. પ્રીતિ ને આ બધી ખબર જ નથી. માધવ પ્રીતિ ને હંમેશા  ખોટું જ બોલતો. એક બાજુ વિકાસ પણ પ્રીતિ ને પ્રેમ કરે છે.  વિકાસ વારંવાર પ્રીતિ ને કેહતો માધવ વિશે. પ્રીતિ વિકાસ નું બિલકુલ ના માનતી.  



માધવ અને તેના દોસ્તો પાર્ટી માં ગયા. પાર્ટી માં સિગારેટ ,શરાબ, ઊંચા અવાજ થી મ્યુઝિક, ડ્રગ, ડાન્સ માં જ લોકો વ્યસ્ત હતા. શરાબ ના નશા માં કોઈ ને કઈ જ હોશ નહિ. માધવે એટલી બધી શરાબ પીધી  હતી કે તેને બિલકુલ હોશ જ નહિ.  માધવ શું કરે છે. કોની સાથે છે. એ માધવ ને ખબર જ નહિ.  વિકાસ આનો ફાયદો ઉઠાવે છે. અને માધવ નો વિડિઓ બનાવી ને પ્રીતિ ને મોકલી દે છે. પ્રીતિ વિડિઓ દેખી ને ખુબ જ ગુસ્સે થી અનિતા ના ઘરે જાય છે.  માધવ પ્રીતિ ને દેખી ને ચોંકી જાય છે. માધવ સફાઈ આપે છે પણ પ્રીતિ નથી સાંભળતી અને એક જ થપ્પડ લગાવી દે છે માધવ ને. પ્રીતિ રડતી રડતી માધવ જોડે રિલેશન તોડી નાખે છે.



બીજા દિવસે પ્રીતિ અને માધવ સ્કૂલ માં એક બીજા ની સામે આવ્યા. બંને એક બીજા ને દેખી ને ખુબ જ દુઃખી થયા. માધવ પ્રીતિ ને મનાવે છે. પણ પ્રીતિ માનતી નથી. માધવ અલગ અલગ રીતિ પ્રીતિ ને મનાવવાનો પ્રયત્ન કરે છે. છતાં પ્રીતિ નથી જ માનતી. માધવ વધારે શરાબ પીવા લાગ્યો.  જયારે સ્કૂલ માં પ્રોજેક્ટ સમિટ કરવાનો આવ્યો ત્યારે માધવ એ બનાવ્યો જ નતો. એ દેખી ને પ્રીતિ એ તેના પ્રોજેક્ટ પર થી નામ હટાવી ને માધવ નું નામ લખી દીધું. એ દેખી ને પ્રીતિ ની દોસ્તે કહ્યું કે તમે બંને એકબીજા થી અલગ નથી રહી શકતા તો આ નારાજગી શા માટે??  તમે વાત કરો તો જ પ્રોબ્લમ નો હલ નીકળશે.



માધવ જયારે પણ ઉદાસ થાય ત્યારે સ્કૂલ ની છત પર જ જઈને બેસે. આજે પણ માધવ છત પર જ હતો. પ્રીતિ પણ છત પર ગઈ. માધવ પ્રીતિ ને દેખી ને પ્રીતિ ને મનાવા  લાગ્યો. પ્રીતિ એ ચોખ્ખા શબ્દો માં જવાબ આપી દીધો. "માધવ હવે આપણી વચ્ચે કઈ નહિ થાય. મને તારા પર હવે વિશ્વાસ નથી રહ્યો. તું મને ભૂલી જા. હું પણ તને ભૂલવાનું કોશિશ કરું છું." આટલું બોલી ને પ્રીતિ ત્યાંથી જવા માટે નીકળી. આ સાંભળીને માધવ તેની બેગ માં થી કટર  નીકળી છે અને પ્રીતિ ને બોલે છે કે " તું મને નહિ મળે તો હું મરી જઈશ.". માધવ બોલતા બોલતા તેના હાથ પર પ્રીતિ નું નામ લખે છે.  માધવ હાથ પર લખતા લખતા તેને દર્દ થાય છે. અને તેના મોં થી અવાજ  નીકળે છે. " આ.. આ..આઊચ.."  એ સાંભળીને પ્રીતિ પાછળ દેખે છે.  પ્રીતિ દોડતી દોડતી માધવ પાસે જઈ  ને માધવ ને ભેટી પડે છે. બંને ડૂસકે ને ડૂસકે રડે છે. આ લાગણી ના પળ અમૂલ્ય હતા બંને માટે.




નવી શરૂઆત સાથે બંને એ એકબીજા ને વચનો આપ્યા. પ્રીતિ એ માધવ ને તેની બાળપણ ની વાત કહી.  પ્રીતિ એ કહ્યું કે, "મારા પિતા ખુબ જ શરાબ પીતા હતા. તેમના શરાબ ના લીધે ઘર માં લડાઈ, ઝગડા, મારપીટ થતી. મેં હંમેશા મમ્મી ને રડતી જ દેખી છે. મમ્મી તેની જીવન માં કોઈ જ શોખ નથી મળ્યા.  શરાબ ના કારણે મારા પિતા મને અને મારા નાના ભાઈ ને મમ્મી ના સહારે મૂકી ને મરી ગયા. મમ્મી એ ખુબ જ તકલીફ વેઠી ને અમને મોટા કર્યા છે. મને શરાબ થી ખુબ જ નફરત છે." પ્રીતિ એ માધવ જોડે વચન લીધું કે તે શરાબ જીવન માં નહિ પીવે. અને તેના દોસ્તો થી દૂર રહેશે. માધવે પ્રીતિ જોડે વચન લીધું કે તે વિકાસ થી દૂર રહશે.  પ્રીતિ તો પોતાનું વચન નિભાવતી હતી. માધવે પણ ખુબ જ પ્રયત્ન કર્યો વચન નિભાવનો પણ તે સફળ થયો નહિ. માધવ તેની બધી જ બોટલો નો નાશ કરવા માટે ગયો. તેને નદી કિનારે બધી બોટલ પણ નાખી દીધી. બોટલ નાખી તે ગાડી માં બેઠો. ગાડી સ્ટાર્ટ પણ કરી. હજી માધવ 100 ફિટ જ ગયો. એટલા માં ગાડી માંથી ઉતારી ને પાછો દોડતો દોડતો કિનારે જઈ ને તેની ફેંકીલી બોટલ લઈને શરાબ પીવા લાગ્યો. માધવ તેની લત ના લીધી પ્રીતિ ને આપેલું વચન નિભાવી ના શક્યો.




માધવ અને પ્રીતિ ના રિલેશન ને 1 સાલ પૂરું થયું.  પ્રીતિ તેને ઉજવવા માંગતી હતી. પ્રીતિ એ માધવ 7 વાગ્યે સ્કૂલ ના છત પર આવવાનું કહ્યું. અને માધવે હા પણ કહી. પ્રીતિ એ  છત નું ચિત્ર જ બદલી નાખ્યું હતું. રોશની, ફુગ્ગા, કેન્ડલ, ચેર, ટેબલ, ચોકલેટ...  છત ની કાયા જ કઈ અલગ હતી. પ્રીતિ એ માધવ માટે 12 અલગ અલગ gift  લાવી હતી. દરેક months ના અલગ. અલગ તેનું ઇમ્પોટન્સ પણ. પ્રીતિ ખુબ જ ખુશ હતી.



અહીં માધવ પણ તૈયાર થઇ ને પ્રીતિ ને મળવા ઉચ્છુક હતો.માધવ 7 વાગ્યા ની જગ્યા એ 6 વાગ્યે જઈ ને પ્રીતિ ને surprise આપવા માંગતો હતો. માધવ તેના ઘરે થી વહેલા નીકળ્યો. એટલામાં જ માધવ ના દોસ્તો તેને રસ્તા માં મળ્યા. અને માધવ ને તેમની સાથે પાર્ટી માં લઇ ગયા. પાર્ટી માં જઈ ને માધવ ભૂલી જ ગયો કે પ્રીતિ તેની રાહ દેખે છે. માધવ અને તેના દોસ્તો એ ખુબ જ શરાબ અને ડ્રગ લીધા હોવાથી બધા જ બેભાન થઇ ને પડ્યા છે. માધવ વેહલા તો શું પણ સમયસર પણ ના પહોંચી શક્યો.  બીજી બાજુ પ્રીતિ માધવ ની રાહ દેખતા દેખતા સાંજના 7 ની જગ્યા એ સવાર ના 9 વાગી ગયા. માધવ ના આવ્યો. પ્રીતિ દુઃખી થઈને ઘરે જવા માટે નીકળી ગઈ. માધવ ને પણ હોશ આવી ગયો. માધવે જોયું તો સવાર ના 9 વાગી ગયા. માધવે મોબાઈલ  દેખ્યો તો પ્રીતિ ના 140 મિસ કોલ. માધવ તેની દોસ્ત ની ગાડી લઇ ને નીકળી ગયો. માધવે એટલી બધી શરાબ પીધી હતી કે સવારે પણ તેનો નશો ઉતાર્યો નથી.


પ્રીતિ ઘરે પહોંચવા આવી એટલા માં જ ત્યાં માધવ પહોંચી ગયો. માધવે પ્રીતિ ની માફી માંગી માંગતો રહ્યો.  છતાં પ્રીતિ એ માફી ના આપી. પ્રીતિ ખુબ જ નારાજ છે. પ્રીતિ એ ગુસ્સા સાથે રડતા રડતા કહ્યું કે " મેં તારા માટે કેટલી બધી તૈયારી કરી હતી. તું ના આવ્યો. મને લાગ્યું કે તું મોડો આવીશ. ભૂલી ગયો હશે. મેં કોલ પણ કાર્ય. પણ તે એક પણ નો જવાબ ના આપ્યો. હું તારા માટે 12 મોન્થ્સ ના 12 અલગ અલગ ગિફ્ટ લાવી હતી. તને કોઈ ફરક જ નથી પડતો. તને તારા દોસ્તો જ વહાલા છે. તું એ લોકો જોડે જ ફર. હું તારી રાહ જોતી જ રહી. અને અત્યારે આવ્યો એ પણ શરાબ ની હાલત માં. તે મને આપેલું વચન ના નિભાવ્યું. " આટલું બોલી ને પ્રીતિ એ લાવેલા બધા જ ગિફ્ટ માધવ પર ફેંકી દીધા. અને પ્રીતિ ત્યાં થી જવા માટે નીકળતી જ હતી એટલા માં જ ત્યાં પુનિત અને રાહુલ આવી ગયા. માધવ હંમેશા પુનિત અને રાહુલ ને રેસ માં પરાજય આપતો.  પુનિત અને રાહુલે માધવ ને નાશ માં જોઈ ને માધવ નો ફાયદો ઉઠાવ્યો. પુનિત અને રાહુલે માધવ ને ઉશકેર્યો.  બંને એ માધવ ને રેસ કરવા નું કહ્યું. જયારે માધવે ના પડી તો બને એ માધવ ને "ડરપોક... ડરપોક..." કહીને ખીજાવા લાગ્યા. પ્રીતિ એ માધવ ને રેસ કરવાની ના પાડે છે.  પુનિત અને રાહુલ અપશબ્દ બોલે છે. જેથી માધવ રેસ કરવા માટે તૈયાર થઇ જાય છે. પ્રીતિ ના પડે છે તો પણ એ માનતો નથી અને ગાડી માં બેસી જાય છે.



પ્રીતિ માધવ ને શરાબ ની હાલત માં દેખી ને પ્રીતિ પણ દોડી ને ગાડી માં બેસી જાય છે. પ્રીતિ ના પાડતી તો પણ તે માધવ એક નો બે ના થયો. પ્રીતિ બાજુ માં બેઠી છે એ પણ ભાન નાતુ માધવને. પ્રીતિ માધવ ને ના પડતી ગઈ પણ માધવ મને જ નહિ. માધવે ગાડી ની સ્પીડ વધારી. 80... 100... 120.. 160... પ્રીતિ માધવ ને ખુબ જ સમજાવ્યો પણ માધવ સમજવા તૈયાર જ ના થાય. પ્રીતિ ની એક વાત પણ ના માને. માધવ નું ધ્યાન તો રેસ માં જ હતું. અત્યારે પ્રીતિ ગાડી માં હોવા છતાં નથી બરાબર જ હતું માધવ માટે.   માધવે ગાડી ની સ્પીડ વધારી. પુનિત અને રોહુલે પણ સ્પીડ વધારી અને માધવ થી આગળ નીકળી ગયા.




રાહુલ અને પુનિત ની ગાડી આગળ નીકળી ગઈ એ માધવ ને બિલકુલ મંજુર ના હતું. માધવે પણ સ્પીડ વધારી. 120... 140... 160... 180.... 180 પર માધવ ની ગાડી ચાલી રહી હતી. પ્રીતિ માધવ ને સ્પીડ ઓછી કરવાનું કેહતી તો પણ માધવ ના માને. માધવ ની ગાડી 180 ની સ્પીડે જઈ રહી હતી. એટલા માં જ સામે થી ટ્રક આવી.  ટ્રક જોઈ ને માધવ ની ગાડી નું બેલેન્સ ગયું.



માધવ ની ગાડી સ્પીડ માં એક ઝાડ સાથે અથડાઈ. સ્પીડ વધારે હોવા થી બંને ને ખુબ જ વાગ્યું. પ્રીતિ બેભાન થવાની જ હતી. માધવ પણ તેના પગ પાર ઉભો નતો થઇ શકતો.  માધવ તેની સીટે પાર થી ઉતારી ને પ્રીતિ ની સીટ બાજુ જવાનું ખુબ જ પ્રય્તન કરતો. તે ચાલી જ ના શકે. છતાં માધવ પ્રીતિ પાસે ગયો અને પ્રીતિ ને ગાડી માંથી બહાર નીકળી.  પ્રીતિ  માધવ ના ખોળા માં છે. અને માધવ ને " i love you " કહી ને માધવ ના ખોળા માં તેનો દમ તોડે છે. પ્રીતિ મરી ગઈ. માધવ પ્રીતિ ને ભેટી ને ખુબ જ રડે છે.  તેની માફી માંગે છે. હવે શરાબ નહિ પીવે એવા વચનો આપે છે.  પણ હવે તેનો કોઈ જ મતલબ નથી રહેતો. માધવ ને પણ વધારે ઇજા થાય છે.  માધવ તેના જીવન માં ચાલી જ નહિ શકે હવે. માધવ ને હવે ખુબ જ અફસોસ થાય છે.



દરેક રિલેશન માં ભરોસો, વિશ્વાસ, વફાદારી, સચ્ચાઈ  ખુબ મહત્વ ની છે. જેવી રીતે રિલેશન માં કૉમ્યૂનિકેશન જરૂરી છે. એવી જ રીતે આની પણ જરૂરી છે. એક રિલેશન માં જો વિશ્વાસ,ભરોસો, વફાદારી, સચ્ચાઈ હોય ને તો જિંદગી જીવવી ખુબ જ સરળ બની જાય છે. અને આમ થી એક પણ ની પણ કંઈ હોય તો એ જ વ્યક્તિ બોજ લાગે છે. જો આ પતિ-પત્ની વચ્ચે એની કમી  હોય તો પત્ની તેના પતિ થી દૂર ભાગતી જ ફરે છે. તે હંમેશા ઘર ના કામો માં, બાળકો માં જ તેનો સમય પસાર કરી દે છે. અને પતિ ઘર ની બહાર જ રહેવાનું પસંદ કરે છે.



આજ ના બાળકો સમજતા નથી કે તે શું કરી રહ્યા છે પોતાની જિંદગી સાથે. શરાબ પીવી, ડ્રગ લેવું, સિગારેટ પીવી, કે રેસ કરવી. આ કોઈ મોજ શોખ ના સાધન નથી. તે લોકો પોતાની જિંદગી સાથે મજાક કરી રહ્યા છે. આજ યુગ માં આ સામાન્ય બનતું જાય છે. પણ કોઈ એ નથી વિચારતું કે હું આવું કરીશ તો મારા માતા-પિતા નું શું થશે???



માધવે પ્રીતિ ને આપેલા વચનો નિભાવ્યા હોય તો અત્યારે બંને ની લાઈફ અલગ હોય.  માધવ પ્રીતિ ને પહેલી થી જ ખોટું બોલતો આવ્યો. બંને એક બીજા ને ખુબ જ પ્રેમ કરતા પણ માધવની ખરાબ લત ના લીધે અત્યારે કૈક અલગ જ થઇ ગયી. માધવ જીવન માં તેના પગ પાર નહિ ચાલી શકે. માધવ ના લીધે પ્રીતિ હવે આ દુનિયા માં નથી. માધવ આ ઘટના ને નહિ ભૂલી શકે. અત્યારે માધવ સાથે તેના માતાપિતા પણ દુઃખી છે.     

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED