આધુનિકતા માં અટવાયેલી નારી!! Margi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આધુનિકતા માં અટવાયેલી નારી!!

લોકો કહે છે કે સમય સાથે સમાજ બદલાયો છે. શું ખરેખર સમાજ બદલાયો છે??? સમાજ બદલાયો છે પણ નારી માટે નહિ.જયારે પણ કોઈ સ્ત્રી ની વાત હોય ત્યારે સમાજ ની પરંપરા, રીતિ-રિવાજ, રૂઠિચુસ્તા  આવી જ જાય છે. એજ્યુકેટેડ વ્યકિતીઓ થયા છે. પણ એમના વિચારો કે માન્યતા નહિ. આજ ના યુગ માં દીકરા અને દીકરી ને એક સમાન ગણે છે. શું દરેક ઘર માં દીકરો અને દીકરી એક સમાન છે???


આધુનિકતા માં સ્ત્રીઓ ને આધુનિક યુગ સાથે ચાલવામાં ખુબ જ મુશ્કેલી ભર્યું છે. આધુનિક યુગ ને અનુરૂપ થવા માટે સ્ત્રી ને ઇંગલિશ આવડવું જોઈએ. જો કોઈ સ્ત્રી ને નથી આવડતું તો એ મન માં મુંઝાયા જ કરે છે. આધુનિક સ્ત્રી એટલે તેને ફેશન ની બધી જ જાણકારી હોવી જ જોઈએ. કપડાં થી લઈને મોબાઈલ, ચંપલ, મેકઅપ, ન્યૂઝ, વિહિકલ, ઘર ના રસોડા માં અનુકૂળ રહે એવા સાધનો. જો આ બધી જાણકારી ના હોય અને એ પ્રમાણે વર્તન ના કરે તો એમ કહેવાય કે આજ ના યુગ ની નથી. આ યુગ સ્ત્રી ઓ માટે પડકાર રૂપ છે. એક સ્ત્રી ઓફિસે સાથે ઘર પણ ખુબ જ કાબિલયત  થી સાંભળી લે છે. ઘર ની સાથે સમાજ, સગા-સબન્ધી, રીત-રિવાજ. બધું જ એક સ્ત્રી કુશળતા થી હેન્ડલ કરી લે છે.સ્ત્રી આધુનિકતા ને અપનાવામાં પોતાના શોખ, છબી, હુનર, આવડત,સપના બધા થી દૂર થઇ જાય છે. છતાં તે સ્ત્રી ને આનો રંજ ભાર પણ અફસોસ નથી હોતો.  આજ સ્ત્રી પોતે અને પોતાના બાળકો ને સ્વત્રંત બનાવ ખુબ જ પ્રયત્ન કરે છે. આધુનિક યુગ ના અનુકૂળ થવાની તુલના માં પામવાનું તો ઓછું છે. પણ ગુમાવવાનું ખુબ જ છે. સ્ત્રી આજ ના યુગ ને મેચ થવા માટે મોબાઈલ માં વધારે સમય પસાર કરે છે. એ જાણવા માટે કે મારા થી કઈ રહી ન જાય. મને નઈ આવડે તો?? આ બીક માં રહીને સ્ત્રી પોતાનો આત્મ-વિશ્વાસ ગુમાવી બેઠે છે.


નારી આજ ના યુગ ની હોય કે પુરાણા. તે બે પરિવારો ને જોડતી કડી છે. જો નારી ધારે તો શું નથી કરી શકતી. નારી ને સમર્પણ ની દેવી કહી છે. નારી સૃષ્ટિ નું નિર્માણ પણ છે. અને વિનાશ પણ છે.બાળકો માટે તેમની પેહલી શિક્ષક માતા જ છે. જે આજ ના યુગ માં સત્ય છે. આજ ના યુગ ની નારી કઈ કમ નથી તે પોતાના બાળકો ને ભણવા માટે બધું જ કરવા તૈયાર છે.  તે engish  શીખવા પણ આતુર રહે છે. એક બાળક ને જે તેની માતા પાસે થી શીખવા મળે છે તે કોઈ પણ જોડે નથી શીખી શકતો.  માતા ભણાવવાની સાથે સંસ્કારો નું પણ સિંચન કરે છે. પોતાનો બાળક પાછળ ના રહી જાય તે માટે તે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં મૂકે છે.  પેહલા ના જમાના થી જ પુરુષ કરતા સ્ત્રી નું સ્થાન ઊંચું જ હતું, અને છે જ. પણ આ આધુનિકતા ને અપનાવામાં લોકો ભૂલતા ગયા છે.


આધુનિકતા માં લોકો એટલા બધા સંકળાઈ ગયા છે કે SUCCESS ની પાછળ દોડતા દોડતા હવે લોકો ને DEPRESSION, STRESS, ANXIETY નો ભોગ બની રહ્યા છે. આધુનિક સાધનો વાપરવા થી કામ માં ઘટાડો થયો નથી. પણ વધારો અવશ્ય થયો છે.  ગામ ના ચોક પર 8 થી 10 દોસ્તો ભેગા થાય તો છે. પણ કોઈ એક બીજા સાથે વાત-ચિત નથી કરતુ. બસ પોતાના મોબાઈલ માં માથું ઘૂસાવી ને બેઠા હોય છે. બાજુ માં કોણ જાય છે એ પણ ખબર નથી હોતી. હજી ઓછું પડતું હતું એટલા માં તો હવે એક ક્લીક થી જમવાનું પણ ઘરે જ આવી જાય. હોટલ નો રસ્તો પણ ભુલાઈ જાય આધુનિકતા માં.


હવે લોકો ને કોઈ ની ગરજ સરતી નથી. આજ ના યુગ માં ગૂગલ અને youtube  એ સ્થાન લઇ લીધું છે લોકો નું. પહેલા સાસરે ગયેલી દીકરી કઈ ના આવડે તો તે તેની માતા ને ફોને કરી ને પૂછતી. પણ હાલ તો youtube દેવી છે.


 જે તમને રસોઈ પણ બનાવતા શીખવાડે છે. અરે રસોઈ શું પણ ગૂગલ અને youtube પર જે પણ શીખવું હોય એ શીખવા મળી જાય છે. સાડી પણ કેવી રીતે પહેરવી તે પણ શીખવાડી છે. પતિ-પત્ની એક જ રૂમ માં હોવા છતાં બંને અલગ અલગ યંત્ર લઇ ને અલગ અલગ કામ કરતા હોય છે. જાણે બંને વચ્ચે શબ્દો જ ખૂટ્યા છે. પ્રેમ પણ હવે તો મેસેજ ના ઈમોજીઝ થી વ્યક્ત થાય છે.  એક પરિવાર બેઠકરૂમ માં સાથે બેસી ને જમતા. પોતાના વિચારો આપ લે કરતા. ત્યાં હવે A.C ની હવા ખાવા બેડરૂમ માં જમવા લાગ્યા છે. ગેજેટના લીધે માતાપિતા તેમના બાળકો ને પૂરતો સમય નથી આપી શકતા. પતિપત્ની એક બીજા ને સમય નથી આપી શકતા. કે ઘર ના વડીલો ને પણ નથી આપી શકતા સમય.


આધુનિક બનવું એ એક રોગ સમાન છે. જેની ઘેલછા માં લોકો હું કંઈક છું નું અભિમાન કરે છે. લોકો માન-મર્યાદા, વિવેક, સન્માન ભૂલી ગયા છે. આજે પણ ઘણા લોકો માને છે કે જો કોઈ સ્ત્રી નો દોસ્ત પુરુષ હોય કે તે કોઈ ની જોડે વાતો કરવા ઉભી હોય તો કઈ પણ વિચાર્યા વગર એ સ્ત્રી નું કેરેક્ટર સર્ટિફિકેટ આપી જ દે. પછી એ સાચું હોય કે ખોટું એના થી કોઈ ને મતલબ હોતો નથી. અત્યારે તો સ્ત્રીઓ અને લગ્નજીવન પાર અસંખ્ય મજાકમસ્તી વાળા જોક્સ આવે છે. જેમાં હંમેશા સ્ત્રી ને જ ટાર્ગેટ બનાવીએ છીએ.  શું એક સ્ત્રી ને પોતાના વિચારો, શોખ કે તેની વાત મુકવાનો અધિકાર નથી??? આધુનિક યુગ માં સ્ત્રી સાડી માંથી જેન્સ પર આવી ગઈ છે.  હવે તો દરેક ક્ષેત્ર માં સ્ત્રી આગળ જ છે.જો લખાવ બેસીશું તો કલામ માં શાહી પુરી થઇ જશે પણ લખાણ પૂરું નહિ થાય. છેલ્લે બસ એટલું જ કેહવું છે કે કે આધુનિકતા ને અપનાવો. પણ પેહલા તેને સમજો, વિચારો. આધુનિકતા ના રંગ માં એટલા પણ ના રંગાઈ જાઓ કે દિલ ની વાત કરવામાં પણ વિડિઓ કોલ થી જ કરીએ.  આધુનિક પરિબળો ને અનુકૂળ થાઓ. પણ પોતાનું મહત્વ ભૂલી ના ગુમાવો. નારી હંમેશા બધા થી આગળ હતી, છે, અને હશે જ.  નારી પછી ઘર માં રહે કે બહાર કામ કરવા જાય. નારી થી સમાજ, પરિવાર, સંસાર બન્યો છે. નારી છે તો પરિવાર છે. નારી છે તો સંસાર છે. નારી છે તો સમાજ છે.  નારી સંસ્કાર નું  સિંચન છે. દેશ નું ભવિષ્ય છે. નારી આધુનિકતા ના સાથે પોતાનું અસ્તિત્ત્વ પણ સાથે લઇ ને આગળ વધે.