બળદ ની જોડ - ભાગ - 1 Anil parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બળદ ની જોડ - ભાગ - 1


સાહેબ દાતારી ની વાતો તો હજાર સાંભળી હશે ને હજુ સાંભળતા પણ રહેશું જ. અને આ દાતારી તો ઇશ્વરની કૃપા હોઈ તો જ આવે.

આવી જ દાતારી ની એક વાત છે આ. એક રાજા કેવો હોય ને એની પ્રજા માટે એ શું કરી શકે એનો એક નાનકડો પણ સત્ય ઘટનાં તો પ્રસંગ છે આ.

વધારે ઈતિહાસ ફંફોળવાની જરૂરિયાત પણ નથી. આ હજુ હમણાં ની જ વાત છે. ને વાત છે મારા ભાવેણા ના લોક લાડીલા લાડા ની.જેને ભારત ભુમી ની ગરિમા સચવાઈ રે એટલા માટે અઢારસો પાદર હસતા હસતા આપી દીધા અને મદ્રાસ માં ગવર્નર ની નાનકડી પદવી સ્વીકારી.


હા એ જ ભાવેણા ના રાજા,પ્રજા ના પાલનહાર એટલે કૃષ્ણકુમારસિંહજી.
હું તમને ખાત્રી પૂર્વક કહીં શકુ કે જો એ સમયે કદાચ ભાવનગર ની પ્રજા ને પૂછવામાં આવ્યું હોત કે તમને આઝાદી જોઈએ તો ત્યાં ની પ્રજા છાતી ઠોકી ને ના પાડત અને કેત કે અમને અમારા કૃષ્ણકુમારસિંહજી જ જોઈએ.


ભાવનગરના છેવાળા ના ગામ ના લોકો ને
તો હજુ સુધી આ ખબર પણ નહોતી. અને સાહેબ એની રયત માટે એના લાડે જોવ તો ખરી કેવા નિયમ બનાવી રાખ્યાતા. દીકરા ના જેમ વહાલી પ્રજા દુઃખી ના થાઈ અને કોઈ વાતે ઓછું ના આવે એ વાત નુ એમને હંમેશા સ્મરણ રહેતુ. એનો એક દાખલો દવ તો ઇતિહાસના પન્નાઓ ફેરવીને જોય લેજો તમે.ભાવનગર સિવાય ક્યાંય પણ આવો નિયમ જોવા નય મળે કે જો પ્રજા ની કોઈ પણ વસ્તુ ચોરી થાય રાજ્યમાં થી અને ચોર ત્રણ દિવસ માં રાજ પકડી ના શકે તો, એ ચોરી ની રકમ ની ભરપાઈ રાજકોશ માંથી કરવામાં આવતી.


આનાથી વધારે દુઃખ ની વાત શુ હોઈ દીકરા જેવી રયત માટે? કે હવે એનો લોકલાડો હવે એમનો રાજા નઇ પણ આઝાદ હિંદ ના મદ્રાસ નો બસ એક ગવર્નર બની ને રઈ ગયો છે.


ભરી બપોર નો સમય છે. પણ નીલમબાગ હવે સુનો છે અને લાડા વગર. એવું કહીં શકાય કે બાગ જીવે તો છે પણ એની રોનક ચાલી ગઈ છે. વિચાર તો કરો જે રાજા ને એના ઝાડવાં એટલો પ્રેમ કરતા હોય અને એની પ્રજા કેટલો પ્રેમ કરતી હશે?


એવામાં ભાવનગર ના છેવાળા ના ગામ નો એક માણહ ભર બપોરે નિલમબાગ ના દરવાજે આવી ને ઉભો રહયો. મુઠી ઉંચેરો માનવી છે.
દસ-પંદર દી ની વધેલી દાઢી છે.પહેરવેશ પરથી
ખેડૂત લાગ્યો ચોકીદાર ને.હતાશા ને નિરાશા ની રેખાઓ ચેહરા પર સાક્ષાત દેખાતી હતી.કપડા પણ ઠીક-થાક હતા.
એ "જય માતાજી" આવતા ની સાથે જ એ ખેડૂતે ચોકીદાર ને કીધું.
જય માતાજી ચોકીદારે જવાબ દીધો.
"મારે બાપુ ને મળવું છે આગતુકે ચોકીદાર ને કીધું
અને ઉમેર્યું કે બાપુ ને કે'જો કે ઘોઘા તાલુકા નો એક ખેડુ માણહ ફરિયાદ લઇ ને આવ્યો સે.''
"પણ બાપુ તો અહીંયા નથી ચોકીદારે કીધું".
ક્યારે આવસે બાપુ? ખેડૂતે સીધો સવાલ કર્યો.
બાપુ તો હમણાં નહીં આવે....
તો તો ઘણું મોડું થઈ જાહે...ચોકીદાર ની વાત સાંભળી ના સાંભળી કરતા ખેડૂત બોલ્યો ને પૂછ્યું
"બાપુ કિંમણાં ગયા સે??
બાપુ તો મદ્રાસ છે...ચોકીદારે કીધું.
ભલે ત્યારે જય માતાજી...કઇ ને ખેડૂત ઉતાવળા
પગલે ત્યાંથી નીકળી ગયો.


સવાર નો પોર છે..ભાનું એ રન્નાદે ના ઓરડે થી દુધડા પિય ને ઉગમણી બાજુએ કોર કાઢી છે. મહારાજ કૃષ્ણાકુમારસિંહજી એ ભાનું ના ઓવારણાં લઈ અને અને પોતાની ઓફિસે હજુ પહોંચ્યા ના પહોંચ્યા ત્યાં ચોકીદારે આવી ને કીધું બાપુ કોઈ ભાવનગર થી માણસ આવ્યો છે ને આવ્યો છે ત્યાંર થી બસ એક જ રટ લગાવી ને બેઠો છે કે મારે ઝટ બાપુ ને મળવું છે. કૃષ્ણકુમારસિંહજી ને થયું કે આ બાજુ જાત્રાએ આવ્યા હશે ને થયું હસે કે મળતા જાયે.
હા અને અંદર આવવા દયો.
એ જય માતાજી બાપુ આવતા ની સાથે જ ખેડૂતે કીધું ને પ્રણામ કર્યા.
જય માતાજી બાપ કેમ છો ભાઈ? કૃષ્ણાકુમારસિંહજી આવકારો આપતા ભાવ પૂછ્યો.
બસ બાપુ તમારી રૈયત ને બીજું તો શું દુઃખ હોય પણ એક નાનકડી ફરિયાદ લઈ ને આવ્યો છું.
નિલમબાગ ગયો તો ખબર પડી કે તમે તો મદ્રાસ છોવ ને આવતા વાર લાગી જાશે તો મારે આયા સુધી લાબું થાવું પડ્યું.
અરે ભાઈ એવું તે શુ બન્યું ક તારે અહીં સુધી આવવું પડ્યું..


બાપુ મારા બળદ ચોરી થઈ ગયા છે.એક તો વાવણીનું ટાણું સે ને મારી એક ની એક બળદ ની જોડી કોઈ ચોરી ગયું. આજ પંદર પંદર દિ'ના વાણા વીતી ગયા હજુ નઇ મળ્યા તો થયું કે બાપુ ને જઈ ને વાત કરું.
કેટલા ની જોડ હતી ભાઈ?
બાપુ અઢીસો રૂપિયા નો એક એમ પાચસો રૂપિયા ની જોડ હતી બાપુ.. મારા પરિવાર નો રોટલો એના પર જ નિર્ભર હતો બાપુ.
લે ભાઈ આ પાંચસો રૂપિયા. નવી લઈ લેજે.
આજના જમાનામાં પાંચસો રૂપિયા નાની મૂડી કેવાઈ પણ તેડી પાંચસો રૂપિયા એટલે આજના પચાસહજાર થાઈ. કૃષ્ણાકુમારસિંહજી એ પોતના પગાર માંથી પૈસા આપ્યા. અને કીધું કે ભાઈ કેમ કરતા ચોરી થઈ ગયા?
બાપુ સાંતી હાકી ને બપોરા કરી ને આડે પડખે પડ્યો તો ને ઝોકું આવ્યું એટલી વાર માં કોઈ લઈ ગયું બાપુ.
સારું ભાઈ..તું તો સુઈ ગયો તો ને તારા બળદ લઈ ગયા અમે તો જાગતા'તા ને અમારા અઢારસોએ પાદર અમે હસતા હસતા દઈ દીધા..
અને આ લે ભાઈ આ પચાસ રૂપિયા તારા ખરચી પેઠે.
આપનો જય હો બાપૂ..આશીર્વાદનો વરસાદ કરતા ખેડૂતે ત્યાં થી રજા લીધી.


શબ્દો ની અતિશયોક્તિ લાગે તો માફ કરજો સાહેબ પણ છાતી થોકી ને કઈ શકું કે જો આવા રાજાને ગવર્નર ની જગ્યા પર વડાપ્રધાન બનાવ્યા હોત ને તો આ નેતાઓ ને શીખવી દેત કે દેશ કેમ ચાલવાય ને રાજ કેમ કરાઈ.