માં - એક આરાધના Anil parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માં - એક આરાધના


મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ...
એથી મીઠી છે મારી માત જો,
જનની ની જોડ સખી નઈ જડે રેલોલ..

મા શબ્દ સામે આવતા ની સાથે જ આપણા મગજ માં આવી કેટલીય પંક્તિઓ એક સાથે આવી જાય જ.

મા એ એકાક્ષરી મંત્ર છે...એક એવો મંત્ર જે પ્રત્યેક ક્ષણ,પ્રત્યેક મિનિટ તમને પરમેશ્વરની નજીક હોવાનો અનુભવ કરાવે છે.

માં એક એવો મંત્ર છે જે હંમેશા,હરપળ તમને ભય થી દૂર,ચિંતા કે આવેગ થી પરે અને પરમ શાંતિ નો અનુભવ કરાવે છે.

નાનકડા અબોલા છોકરા હોઈ કે અનુભવના ભંડાર વયો વૃદ્ધ વડલા સામ વડીલો હોય.રોજી-રોટી રળતો સામાન્ય માણસ હોઈ કે પછી સર્વસુખી સંપન્ન કોઈ ધનવાન હોઈ.માણસ માત્ર હોઈ કે પછી કોઈ અબુદ્ધ અબોલા પશુ કે પંખી હોઈ... પણ આ બધા જ માં પાસે સરખા અને સમાન જ હોઈ.

ઈશ્વર પણ જેની આરાધન કરે છે..
જેનો સ્નેહ ગંગા કરતા પણ નિર્મળ છે..
જેનો પ્રેમ અમૂર્ત કરતા પણ મધુર છે..
જેના ખોળા માં ત્રણે લોક નું સુખ છે..
જેના આશીર્વાદ માં કરુણા છે...
જેનો હાથ એક વાર માથા પર ફરી જાય એનો વિશ્વ માં વિજય છે..
જેના ચરણકમલ માં ચારેય વેદો નું જ્ઞાન છે..
જેની આંખો માં ચૌદએ બ્રહ્માંડ છે..
જે ભગવાન થી પણ પેલા પૂજ્ય છે..
અને અખિલ બ્રહ્માંડના મલિક એવા પરમેશ્વેર પણ એની કુખે જન્મ લેવા અધીરા છે એવી માં..જનની...જનેતા નું શબ્દો માં તો શું વર્ણન કરી શકાય?

અથાગ ત્યાગ અને કરુણાની મુરત સમી માવલડી ની મહિમા ને વર્ણવતી એક નાનકડી વાર્તા અહીં રજૂ કરી છે.

ઘણા સમય પહેલા ની વાત છે.
ધીમો ધીમો પણ સામાન્ય મનુષ થી લઇ ને સારા સારા મહાનુભાવો ના હાડ થીજવી દે એવો ઠંડો વાયરો વાય છે.ચારે બાજુ,જ્યાં જોવ ત્યાં, નજર પહોચે ત્યાં સુધી,બસ હિમ જ હિમ છે.વાતાવરણ માંથી ધીમો ધીમો ૐકાર નો નાદ સંભળાય છે.વાતાવરણ એ નાદ થી તૃપ્ત બની ને મદમસ્ત આખલા જેવું ડોલતું હોઇ એવું લાગે છે.ચારે બાજુ બસ નિર્મળ પણ આત્મા અને પરમાત્મા ને એકાકાર બનાવી દે એવી શાંતિ છે.બધુ જ નિરાકર ને નિરર્થક છે એવી દ્રઢ ભાવના ઉપજાતો એ ૐકારના નાદ નો પડઘો જાણે માનસરોવર ઝીલતું હોઈ ને એમ એની લહેરો ઉછાળા મારે છે.સાચા મોતી નો ચારો ચરતા હંસ પંખી ના લાખો જોડલા એ લહેરો ની સાથે ઝૂમતા ને ડોલતા લહેરો ને પાંખો થી ધીમે ધીમે હલેસા મારે છે.આવા અદભુત કૈલાસ પર્વત શોભે છે જ્યાં ભગવાન રુદ્ર સમાધિ માં બેઠેલા છે.

"या ते रुद्र शिवा तनूरधोराडपापका,
तथा नस्तनुवा शन्तमया गिरीशंतामिचाकशीही।"

જેના અંગે અંગ માં ભભુત ચોળેલી છે, મુખમુદ્રા પર પરમ તેજ દેદીપ્યમાન છે. કંઠ માં મણીધર મહારાજ બિરાજમાન છે. જગત ને પોતાના એક જ ટીપાં થી તર થી લઇ ને માથે સુધી પાવન કરવાવારી માં ગંગા એની જટ્ટા સમાઈ છે. અર્ધચંન્દ્ર એની શીતળ ચાંદની ફેલાવી રહ્યો છે.ગળા માં રુદ્રાક્ષની માળાઓ જાણે હળાહળ ને છુપાવવા બેઠી હોઈ ને એમ ધીમે ધીમે શ્વાસ સાથે હલચલ કરે છે.જેના નામ માત્ર થી શોક, ક્ષોભ, લોભ, મોહ,માયા જેવા બધા આવરણ દૂર થઈ જાય.જેના સ્મરણ માત્ર થી અલૌકીક શાંતિ નો અનુભવ થાય એવા ત્રણયલોક ના નાથ, દેવાધીદેવ, ભગવાન નીલકંઠ મહાદેવ,ભોળાનાથ બેઠા છે.બાજુ માં રિદ્ધિ-સિદ્ધિ ના સ્વામી,ગજમુખ ગજાનંદ ગણપતિ મહારાજ બેઠા છે.

ભગવાન ગણપતિ ને ખબર નઇ શુ ગમ્મત સુજી,એ વારે વારે ભગવાન ભોળાનાથ ના મોઢા સામેં જોઈ છે ને પછી કઈક ગહન વિચાર માં પડી જાય છે,ને અચાનક હસવા લાગે છે.થોડી વાર રહી ને પાછા એ જ રીતે ભોળાનાથ ના મોઢા સામેં જોઈ છે ને પછી કઈક ગહન વિચાર માં પડી જાય છે ને અચાનક હસવા લાગે છે.
એવામાં ભગવાન ભોળાનાથ ની આંખ ઉઘડે છે.ગણપતિજીના આવા વિચિત્ર વ્યવહાર જોઈને તેવો ચકિત થઈ જાય છે.

ભગવાન મનોમન વિચારે છે કે એવું તે શું થયું છે કે મારો જ પુત્ર આજ મને જોઈ ને હસે છે. નક્કી આ વાત માં કોઈ રહસ્ય છે,કા તો એના મન માં કોઈ શંશય છે જે થી તે આવું વર્તન કરે છે.

હવે પેહલી જ મુલાકત માં માથાકૂટ થઇ ગઈ તી એટલે ધમકાવી ને તો પૂછાય નઇ કે ભાઈ શુ રાઈ ભરાણી છે??.પણ એ પણ દેવાધિદેવ.પ્રેમ થી ગણપતીજી ખોળા માં બેસાડી ને પૂછ્યું"શુ વાત છે પુત્ર? કેમ આજે તું મને જોઈ ને આમ મરક મરક મલકાઈ છે? શુ વાત છે મને પણ કેહ."

કંઈ વાત નથી પિતાજી એ તો બસ આમ જ જરા હસવું આવી ગયું એમ કહી ને ગણપતિજી એ વાત ટાળવા પ્રયત્ન કર્યો પણ ભગવાન ના માન્યા. એમને પણ વાત જાણવાનો મનોમન નિશ્ચય કરી લીધો હતો.
એમને પાછો ગણપતિજીના માથા માં હાથ ફેરવતા પૂછ્યું "બોલ ને પુત્ર,એવું તે શું થયું કે તું આમ હસે છે?''

અરે કઈ નઈ એ તો બસ એમ જ એમ કહી ને ગણપતિજી એ જવા પ્રયત્ન કર્યો પણ ભગવાને ભાર દઈ ને પૂછ્યું બોલ ને બેટા શુ વાત છે?

ગુસ્સે તો નહીં થાવ ને પિતાશ્રી? ગણપતીજી એ પૂછ્યું.

ના ના પુત્ર એમાં શું ગુસ્સે થવાનું. મને વાત કર.

ગણપતિજી એ કહ્યું પિતાજી મને એ વાત નું આશ્ચર્ય થાઈ છે કે તમે મારી માતાજી ને ગમો છોવ કેમ?

મતલબ તું કહેવા શુ માંગે છે? ભોળાનાથે કહ્યું.

હું એમ કેવા માગું છું કે આ તમારા વેશ તો જુવો પિતાજી.

આખા શરીરમાં ભસ્મ લગાવી છે.

ગળા મા એરું આંટા મારે છે.

જટ્ટા માંથી પાણી ના લીસોટા પડ્યા જાય છે.

તમારી આજુ બાજુ આખો દિવસ આ ભુતળા જ રખડતાં હોઈ છે અને વસ્ત્ર તો જુવો ખાલી એક ચામડા નું વલ્કલ! કાન માં કર્ણફૂલ ની જ્ગ્યાએ વીંછી પહેર્યા છે તમે.

મારી માતાજીએ શું જોઈ ને તમારી જોડે લગ્ન કર્યા એ જ નથી સમજાતું મને.મારા માતાજી કેટલા સુંદર છે. એમનાથી સુંદર આ લોક માં તો શું કોઈ પણ લોક માં નથી પણ એમણે તમારી જોડે જ કેમ લગ્ન કર્યા? મને એ વાત નું હસવું આવતું તું પિતાજી.

અરે પુત્ર તારી માતાજી ને મારુ આ રૂપ જ ગમે છે એટલે હું આમ રઉ છું.બાકી ચૌદએ બ્રહ્માંડમાં મારાથી કોઈ રૂપાળું છે જ નઇ દિકરા. મારા થી કોઈ સુંદર છે નઇ પણ આ તો તારી માતાજી ને મારુ આ રૂપ ગમે છે એટલે આમ રઉ છું હું.

એ શક્ય જ નથી પિતાજી.
દુનીયાની કોઈ જ એવી પત્ની ના હોય જેને પોતાનો પતિ આવી રીતે રહે એ ગમે.
નથી આપણું કોઈ વ્યવસ્થિત ઘર કે નથી કોઈ મહેલ કે નોકર ચાકર.

ચારે બાજુ જુવો તો શું?
એરૂડા આટા મારે..
તમે સમાધિ જ હોવ..
ભુતળા ફરતા હોઈ..
મને તો એ જ નથી સમજાતું કે મારા માતાશ્રી ને તમે પસંદ કેમ આવ્યા?


"અને સાચી જ વાત છે ને.. દુનિયાનો એવો કયો દીકરો હોઈ જેને એની માં વ્હાલી ના હોય?"

ભગવાનને હસવું આવી ગયું.ભગવાન પાછા બોલ્યા; અરે પુત્ર હું સાચું કવ છું.આ વિશ્વમાં માં મારાથી કોઈ રૂપાળું છે જ નઇ.
હું જગત નો બાપ છુ.મારા થી રૂપાળું, મારાથી સ્વરૂપવાન કોઈ છે જ નઇ. પણ મારો આવો વેશ જ તારી માતા ને ગમે છે.

હું ના માનું;ગણપતિજી એ કહયું.

ત્યારે તારે મારુ રૂપ જ જોવું છે એમ ને,
તો સંભાળ પુત્ર તું ભલે મારો દીકરો હોઈ પણ મારા રૂપ ને, મારા તેજ ને તારી આંખો જોઈ નઇ શકે..સહન નઇ કરી શકે માટે સાંભળ પુત્ર હું તને મારુ સ્વરૂપ જોવા માટે દિવ્યદ્રષ્ટિ આપું છું.જરાક આંખ બંધ કર.

ગણપતિજી એ આંખો બંધ કરી અને ઉપર હાથ લગાળ્યા.

ભગવાને દિવ્યદ્રષ્ટિ ફેંકી એની આંખો પર ને કીધું કે તૈયાર છે તું મને જોવા માટે પુત્ર..

હા પિતાજી..

લે તો ખોલ આંખો તારી હવે...


ગણપતિજી હળવેથી આંખો ખોલે છે ત્યાં તો...

"करपूर गौरम करुणावतारम
संसार सारम भुजगेन्द्र हारम।
सदा वसंतम हृदयारविंदे,
भवम भवामी सहीतं नमामि।।

જાણે ચારે બાજુ જાણે લાખો સૂર્ય એક સાથે ઉદય થયા હોય ને એટલું તેજ છે...
ભગવાન ના અંગે અંગ માંથી જાણે આભા નીકળતી હોઈ એમ ચારે બાજુ બસ પ્રકાશ જ પ્રકાશ નીકળે છે..
ચારે બાજુ એ કેવાળા ના ફલ ની મધુર સુગંધ ફેલાઈ ગઈ છે.
હાથ માં ત્રિશૂળ છે..
માથાનો અર્ધચંદ્ર મુકુટ ને પણ શરમાવે એવો શોભે છે..
આંખો ને આનંદ આપતું..
આવું સૌમ્ય અને સુંદર અને સુખ આપતું ભગવાન શુ રૂપ છે! એનું વર્ણન તો કદાચ શબ્દોમાં શક્ય જ નથી.
ભગવાન થી સુંદર વિશ્વમાં માં કોઈ જ ના હોઈ શકે.

મહાદેવ નું આવું સુંદર રૂપ જોઈને ગણપતિજી એ પાછા આંખો આડા હાથ રાખી દીધા ને આંખો મીંચી ગયા.

કેમ શુ થયુ પુત્ર?ભગવાને પુછ્યું.

કંઈ નઇ પેલા તમે હતાં એવા થઈ જાવ.

હા પણ થયું શુ? એ તો કેહ.

મારી ભૂલ પિતાજી કે મેં તમારું સાચું સ્વરૂપ નોતું જોયું.. પણ હવે તમેં તમારા મૂળ સ્વરૂપ માં આવી જાવ.

પણ કેમ દીકરા તારે તો મારું સ્વરૂપ જોવું હતું ને. હું કેવો સુંદર દેખાવ એ જોવું હતું ને, તો જોઈલે ને હવે અને કેહ મને..છે કોઇ વિશ્વમાં મારાથી સુંદર?

ના પિતાજી નથી કોઈ. એટલે જ વિનંતિ કરું છું કે પછા મુળ સ્વરૂપમાં આવી જાવ.

પણ કેમ? ભગવાને પૂછ્યું.

આ પ્રશ્ન નો જવાબ જે ગણપતી એ આપ્યો એ એક દીકરો જ આપી શકે બાકી કોઈની તાકાત નાથી.


"તો સાંભળો પિતાજી તમારાથી કોઈ જ વધારે સુંદર નથી,સ્વરૂપવાન નથી પણ તમે તમારા મૂળ રૂપ માં જ રહો"

કેમ કે,"મારી મા થી રૂપાળું કોઈ હોઈ એ પણ મને ના ગમે."