Ek khobo bor books and stories free download online pdf in Gujarati

ટૂંકી વાર્તા ભાગ-1 - એક ખોબો બોર

                     

 આ વાત છે આઝાદી પેલા ના જ થોડા સમય ની.
     ભર બપોર નો સમય છે. તડકો એની વધતી  કાળઝાળ ગરમી થી જાણે ધરતી નું અમૃત જાણે બધું પિય જ લેવું હોય ને આવી હઠે ભરાણો હોય ને એવું લાગે છે. ચારે કોર જાણે સોપો પડી ગયો હોય ને એવી શાંતિ છે. ઝાડવાનનું પાંદે-પાંદ જાણે જપી ગયું હોય ને એવું લાગે છે. ગાયું પણ ઝાડવાના છાંયે ધીમે ઘીમે ઓગાળ વારે છે. ગરમી એટલી બધી છે કે કોય બાર નીકળતું નથી. પંખી પણ પાણી ના પરબળા માંથી ધીમે ધીમે પાણી પિય ને કલરવ કરે છે. એવું લાગે છે કે આજે હુરજ દાદો ધરતી પર કોપાયમાન થયો છે. ઝાડવાના પાંદડામાંથી આવતો સુરજ નો તડકો ને એનાથી બનતા ચાંદરડા જાણે આજે રમતે ચડિયા હોય ને એવું લાગે છે.

     આવે ટાણે ભાવેણાનો લાડો, અઢારસો પાદર નો ધણી બગીચા માં ઝૂલે બેઠો બેઠો ધીમે ધીમે ઝૂલે છે ને મંદ મંદ વેતા વાયરા ની માજા માણે છે.
     ને બગીચા માં ઝાડવાનો ને ફૂલો ના છોડ નો  તો જાણે મેળો ના જામ્યો હોય એમ, એક થી એક ચડિયાતા ઝાડ ને રોપા રોપેલ છે.
     તાજા પાણી નો છટકાવ થતા ફૂલો માંથી મીઠી મીઠી સુગંધ ચોમેર ફેલાઈ છે.ને કેસુડો તો આજે જાણે ગાંડો થયો હોય ને એવા કેફ થી ખીલ્યો છે ને મહુડા ની મહેક થી આજે ભાવેણા ના બગીચામાં કંઈક ઓર જ મજા હતી. ભાવેણાનો લાડો એની પ્રજા માં લાડકવાયા પણ એવા જ હતા.
     હા આ એજ રાજવી. એજ ગોહિલવંશી કુંવર એટલે કૃષ્ણકુમારસિંહજી.ભાવેણા ના નરેશ એવા ભાવસિંહજી મહારાજ ને એમના બીજા પત્ની નણંદકુંવરબા ના કુખેથી જન્મેલ આ નરબન્કે આઝાદી પછી સરદાર વલ્લભ ભાઈ ના એક જ બોલે અઢારસો એ પાદર દેશ ને સોપી દીધા હતા.
     ભાવસિંહજી મહારાજ ના દેહાંત પછી કેવળ સાત જ વરસ ની ઉંમરે ગાદી પર આવેલ પણ પ્રજા પ્રિય આ રાજવી ની લોકો માં એક ઊંડી છાપ હતી.ભાવેણા ની પ્રજા ને કૃષ્ણકુમાસિંહજી માં સાચે સાચા ભગવાન દેખતા ને રાજા પણ પ્રજા ને દીકરા જેમ સાચવતા. પ્રજા ના સુખે સુખી ને પ્રજા ના દુખે દુઃખી. ભાવનગર ના લાડા ની પ્રજા ને કોય વાતે દુઃખ નહોતુ .
    એ જ રાજા આજ બગીચામાં બેઠા બેઠા ઝૂલે છે. બગીચા ની ચારે બાજુ એ દીવાલ ચણેલી છે ને દીવાલે ને દીવાલે આંબા, રાયણ,ચીકુડી,બદામ
જામફળી ને ખાસ કલમી બોરડી ના ઝાળ હતા.
અને બોરડી તો આવેલી પણ એવી.
     મહારાજ બગીચામાં બેઠા હતા ને થોડાક રાજના સહાયક લોકો ને કારોભારી લોકો એમની સાથે વાતો ને ગોષ્ટિ કરતા હતા. એવામાં અચાનક એક પથ્થર સટ્ટાક કરતો મહારાજ ના કપાળ માં આવી ને વાગ્યો. ભાવેણા ના લાડા ના કપાળ માંથી જાણે શિવજી ની જટા માંથી ગંગાજી વહે એમ લોહી ની ધારા વહેવા માંડી.સેવકો ને બધા કારોભારી મહારાજ ની સારવાર માં લાગી ગયા ને સૈનિકો જે કોર થી પત્થર નો ઘા આવ્યો એ બાજુ એ ડોટ મૂકી.
     થોડી વારે મહારાજ ના માથા માંથી લોહી નીકળતું બંધ થયું એટલા માં તો સૈનિકો એક ચીંથરે હાલ માણસ ને પકડી ને લાવ્યા. અને મહારાજ ની સામે ઉભો રાખ્યો. મહારાજ અને ધ્યાન થી નિરખે છે એ આવનાર માણસ ને. મહારાજ ને અના હાથમાં બોર દેખાય છે. સૈનીકો તો ભારે રોષે ભરાઈ ને એને ફાંસી ની સજા આપવા કે છે.તો કોય કારોભારી એના હાથ કાપી નાખવાનું કે છે. તો કોય સિપાઈ તો એને સો કોરડા ફટકરાવા નું કે છે. ચારેબાજુ ધમાલ મચી ગય છે.
     એવામાં ધીમાં પણ મક્કમ મહારાજ  અવાજે બધા ને શાંત થવાનો આદેશ આપ્યો. ધીમે થી અને પેલા માણસ ને પૂછયું ભાઈ મેં એવું તે શું કર્યું કે તારે મને પથ્થર મારવો પડ્યો.
    બધા લોકી સ્તબ્ધ થય ગયા. જેને ફાંસી મળવી જોયે એને મહારાજ આજે આમ કેમ પૂછે? પણ ભાવેણા ના મહારાજ ના આજ સ્વભાવ ના કારણે પ્રજા માં એ  લોકપ્રિય હતા.
      મહારાજે પાછા પૂછ્યું બોલ , ભાઈ નીડર થય ને બોલ..
મારુ એવું ક્યુ કાર્ય તને ના ગમ્યું કે તે મને પત્થર માર્યો.મારી કાય ભૂલ થય છે?
મારા કોય દરબારી યે તને હેરાન કર્યો છે ?
બોલ ભાઈ બોલ..
     ચીંથરે હાલ માનસ રોઈ પડ્યો ને મહારાજ ના પગ માં પડી ગયો ને બોલ્યો...
    ના ના ભવેણા ના ધણી ના તમે મને કંઇજ જ દુઃખ નથી પહોચાડ્યું. પણ આ પાપી પેટ ની પીડા સહન નોતી થતી.હું ત્રણ દીનો ભૂખ્યો છું.કંઇજ ખાવાનું નથી મળ્યું.આમ તેમ રઝળું છું. એવામાં હું તમારા બગીચાની બાજુમાંથી પસાર થતો તો ને બોરડી જોય ને રહેવાયું નય. બોર ખાવાની લાલચ માં મેં પથ્થર ઉચીકી ને બોરડી માં માર્યો કે થોડાક બોર ખરે તો પેટ નો ખાડો ભરી લવ તો અંદર જે લાય લાગી એ શાંત થાય.પણ મને નોતી ખબર કે અંદર તમે બેઠા છોવ ને પાણો છટકી ને અંદર આવશે .બાપ ભૂલ થય ગય માફ કરી દિયો.
     મહારાજે ઠંડા કલેજે પૂછ્યું ભાઈ તને બોર મળ્યા?
     હા મહારાજ. પેલા અંગતુંકે કીધું ને હાથ માં જે ખોબો એક બોર હતા એ મહારાજ ને બતવ્યા.
     મહારાજે સૈનિક ને આદેશ દીધો કે આ ભાઈ ને રાજમહેલ લઈ જાવ ને ભરપેટ જમાડો ને એક ખોબો સોનામહોર આપી ને વિદાઇ આપજો.
     ઘણી ખમ્મા ભાવેણા ના લાડા ને!! મારા બાપ જુગ જગ જીવો. એવા તો કેટલાય આર્શીવાદ આપી ને એ માણસ ત્યાંથી સૈનિક જોડે ચાલ્યો ગયો.
     માણસ ને સૈનિક ગયા પછી કારોભારી યે કૃષ્ણકુમારસિંહજી ને પૂછ્યું. મહારાજ એને તો તમારું માથું ફોળ્યું ને તોય તમે એને ઇનામ આપ્યું કેમ??
    કૃષ્ણકુમારસિંહજી તેદી હસતા હસતા એની સામે જોય ને બોલ્યા.
     કારોભરી અને મને જાણીજોય ને ન્હોતું માર્યું.અને એનાં પેટ માં જે લાય લાગી તી ને એ તો આ ઘાવ કરતા ક્યાંય મોટી છે.અને ગમે એમ તોય એ મારા સંતાન કેવાય.હું અને કેમ સજા આપું.
     કારોભારી કે મહારાજ સજા ના આપી એ તો બરોબર પણ તમે અને ઇનામ કેમ આપ્યું એ મને ના સમજાયું?
    કૃષ્ણકુમાસિંહજી મહારાજ તયારે જે બોલ્યા છે ને સાહેબ એ તો કોય જનની જાયો જ બોલી સકે બાકી સતા માં આવ્યા પછી કોણ પ્રજા ને કોય એ ઇય ભૂલી જાય ને એનાથી દાન તો સુ કોયની માલિકી ની વસ્તુ ભી ના દેવાય.
   કૃષ્ણકુમાસિંહજી એ હસી ને કીધું કારભારી આ ઝાડવા ને જોવ છોવ ?

    હા મહારાજ. કારભારી યે કીધું.

    જો એ ઈ એક ઝાડવું થય અને અને પથ્થર મારનાર ને બોર આપે,ખાવાનું આપે તો હું તો અઢારસો પાદર નો ધણી છું શું એક ખોબો સોનામહોર ના આપી શકું?
     કારભારી મેં તો મારી ફરજ પુરી કરી છે.અને એને જે અંતર ના આશીર્વાદ આપ્યા ને ઈ ચાર ધામ ની જાત્રા કરવાથી પણ ના મળે હો.મેં તો બસ મારી ફરજ નિભાવી છે.

ધન્ય છે આવા રાજવી ને અને ધન્ય છે એની જનેતા ને.
          
                            અસ્તુ.
     
     

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED