સ્વાનુભુતી Anil parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વાનુભુતી

સ્વાનુભુતી

હા તને જ કવ છું.ક્યાં છે તું?કેમ મારી પાસે નથી આવતી?કેમ મારી સામે નથી આવતી?

     હા તને જ કવ છું યાર! કેટલા દિવસ થી તારા માટે અગણિત સ્વપ્ન સજાવીને બેઠો છું. તું આવે પછી આમ કરીશ. તું આવે પછી ત્યાં જઈશું.પણ તું તો આવતી જ નથી.તને ખબર છે યાર તારા માટે મેં અપાર પ્રેમ સંઘરી રાખ્યો છે.અને તને ખબર છે કોઈ ને એમાંથી આપ્યો પણ નથી.

     અને સાંભળ, "મને નથી ખબર કે હું તને દુનિયા ની બધી જ ખુશી આપીશ,દુનિયાનું બધું જ સુખ આપીશ પણ આટલું ચોક્ક્સ કઈશ,હું તને જ મારી દુનિયા બનાવી લઈશ." તારા એક નાનકળા હાસ્ય પાછળ હું કંઈ ભી કરીશ.તને એટલો પ્રેમ કરીશ કે તું મારા પ્રેમથી તળબોર દુનિયા નું બધું સુખ ભૂલી જઈશ. તારું સ્થાન મારા હ્રદય માં રહેશે.તને ખબર છે?તારા માટે ત્યાં એક સ્પેશિયલ જગ્યા રાખી છે. એક આવી જગ્યા કે જે તારા સિવાય કોઈ ના ભરી શકે.
     
      અને સાંભળ,તારા માટે ઘણું બધું વિચારી ને રાખ્યું છે. તારા માટે જ હો. હ્રદયના હિચકામાં તને ઝૂલવતા જે અનેરો આંનદ મને મળશે ને એની તો મારે શું વાત કરવી !
   
     આપણું એક સપનાઓનું ઘર હશે.જ્યાં બસ તું અને હું જ હોઈશું.હું કામ પરથી કયારે આવું એવી તું વાટ જોઈને બેસી રહેલી હોઈશ! 
અને અચાનક હું પાછળથી આવી ને તને મારી બહુપાશ માં સમાવી લઈશ.તને મારા હ્રદય સરખી ચાંપી લઈશ."તારા કપાળ પરથી સરકી ને ગાલ  પર આવતી તારા એ વાળ ની લટ ! અને હું હળવેથી દૂર કરી અને તારા એ ગુલાબી ગાલને હું ચૂમી લઈશ."

     આખું અઠવાડિયું તે મારા માટે તે જમવાનું બનાવ્યું હશે.તો એના અંત માં જયારે માટી છૂટી હશે  ત્યારે હું તને મારા હાથે રાંધી ને જમાડીશ. છૂટી નો એ સંપૂર્ણ સમય બસ તારી સાથે જ વિતાવીશ. આપણે તને પસંદ જગ્યાઓ પર સાથે સેહલવા જાશું.તારા બધા સપનાઓ તારા બધા શોખ હું તને પુરા કરવા લાગીશ.બસ હવે તું જલ્દી થી આવી 
જા.
 
     પેહલા મોસમના વરસાદ જેવો એ તારા પ્રેમ ની હું  આતુરતાથી રાહ જોવ છું. 
તને ખબર મારી એક ફ્રેન્ડ એ મને એવું પૂછ્યું તુ
 "શું તે પણ પ્રેમ કરી લીધો?"
મારો જવાબ શું હતો ખબર તને....
ના બસ બધો એને જ કરવો છે.
તો અલી સાંભળ ને! મારો પ્રેમ હવે આતુર થયો છે તાર સ્નેહ મિલન માટે.

    
     વરસાદ ની એ મેઘલી રાત, તારા એ ઘનઘોર ખુલ્લા કેશ! બહારથી આવતો એ ઠંડો વાયરો અને વાયરા સાથે આવતી વરસાદના પાણી ની આછી- આછી છલક,અને એ છલક પડતા ચાંદને નિહાડતું તારું એ મુખ અને ચાંદ નિહાળતા એ મુખમાં મને દેખાતો મારો ચાંદ..!!  આહ્..કલ્પનાજ આટલી ઉતેજના આપે છે તો વિચાર જયારે આ પ્રંસગ તું મારી પાસે આવી જઈશ અને ભજવશે ત્યારે?? મારા માટે આ એક અદ્દભુત અદ્વિતિય અનુભૂતી બની રહેશે.


     અર્ધચંદ્રાકાર તારા માથા પરની એ ટિલડી નિહાડવી એ મારૂ પરમ સુખ હશે. મારી પ્રિયતમાં ની આંખોમાં હું મારો ચેહરો સ્પષ્ટ જોઈ શકી.
     યાર! આ બધાં સપના હું સજાવી ને બેઠો છું... બસ તારી જ વાટે.....

     
      હું પણ જાણું જ છું કે તારા મનમાં પણ કેટલાય સ્વપ્ન હશે. એ સ્વપ્ન પણ હું તારી જોડે મળી ને પુરા કરવા માંગુ છું.હું પેલા પણ તને કઈ ચુક્યો છું ને હજુ પણ કવ છું.."મને નથી ખબર કે હું તને દુનિયા ની બધી જ ખુશી આપીશ,દુનિયાનું બધું જ સુખ આપીશ પણ આટલું ચોક્ક્સ કઈશ,હું તને જ મારી દુનિયા બનાવી લઈશ."


    મારા કામ પરથી કયારેક મોડા આવવું.તારા વારંવાર ફોન આવવા.જમવાનું તૈયાર કરી ને મારી વાટ જોવી.મારા આવ્યા પછી તારું સ્વાભાવિક પણે નારાજ થવું...ને પછી મારુ માનવવું....થોડી વારના રીસામણા બાદ માની જઈ ને મને પ્રેમ થી સાથે જમવું... આ બધું જ હું તારી સાથે કરવા માંગું છું યાર...!

       બસ.. હવે તો તારા આવવાની રાહ માં છું.હવે ઇન્તઝાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે...અને ઇન્તઝાર તો કરવો જ પડે ને..સ્વભાવિક જ છે ને.."તારા જેવી અમૂલ્ય જિંદગી માટે કોઈ પણ ને રાહ તો જોવી જ પડે...એમાં હું પણ બાકાત કેમ રહી જાઉં...?"

     "અજાણ્યા પણ પોતાના,અજાણ પણ  જાણીતા.."એક બીજા ના પૂરક બની ને રેસુ. આવા અગણિત સ્વપ્ન સજાવી ને મનમાં રાખીને બેઠેલો હું બસ હવે તો તારા આવવાની રાહ જોવા છું.મને વિશ્વાસ છે કે તું આવીશ જ. મારા માટે આવીશ, મારા પ્રેમ માટે આવીશ.તું મારી દુનિયા છે ને તું એક દિવસ જરૂર આવીશ એવી આશા સાથે બસ તારી વાટ જોઈ ને રાહ માં આંખો પાથરી ને બેઠો છું.



       જિંદગીમાં ઘણું બધું કરવું છે પણ તારી સાથે રઇ ને કરવું છે. તારા વગર કરેલું કામ પણ અધૂરુ-અધૂરુ લાગે છે. મારા પ્રત્યેક કામ અને કર્મ માં તું મારી સાચી સહયોગી બનીશ એવી અશાઓથી ઘેરાયેલો હું પલ પલ બસ તારો જ વિચાર કરું છું.
મારા બધા જ કામમાં તારા સહયોગ ની સાથે સાથે તારી મીઠા ટકોર ની પણ આવશ્યકતા તો રેહશેજ હો...

       તને ખબર જિંદગી માં સંગીતનું અદ્દભુત મહત્વ હોઈ છે. પણ એ સંગીત સાથે જો તારી પાયલ નો મીઠો ઝણકાટ ભળી જાય...આહ...તો તો એ અનુભુતી અવર્ણીય રહેશે પ્રિયે. મારી પણ એવી જ ઈચ્છા છે કે જેમ એ સંગીત ના સાત સૂર હંમેશા સાથે રે છે એમ હું પણ તારી સાથે બસ સાત જન્મ જ નહિ જન્મો જન્મ સંગાથ ચાહું છું.


     એકાંત ની એ પલ તારા ખોળામાં માથું રાખી ને ગુજારવી છે. મારે એ સમય તારા ચેહરા પર ના ભાવ અને મારા પ્રત્યે ની ભાવના બન્ને ને નિરખવા છે.
બસ,હવે તો વિલંબના કર. મારી આ રસ વિહોણી નિરસ જીંદગી માં આવી તારા પ્રેમથી એમાં ભાત ભાત ના રંગ ભરવા જલ્દીથી આવ.
શું હજુ તું મને રાહ જોવડાવી?
શું હજુ તું મને રાહ જોવડાવી?

   
     અને હા સાંભળ તારું એ નિસ્વાર્થ હાસ્ય,અને તેના લીધે ઉદ્દભવતી એ હસ્યરેખા અને અના કારણે તારા ગાલ પર જે ખનજં પડશે એ લાહવો જોવા હું અધીરો થયો છું.તારા પ્રેમમાં પાગલ એવા સમયે હું કોઈ અસભ્યતા કરી બેસું તો પ્લીઝ!! કંઈ ખોટું ના લગાડતી હો...કારણકે એટલા સમય થી તારી પ્રતીક્ષા બાદ તું પ્રત્યેક્ષ થઇ હોય  પછી ભાવના અને ભાવ પર કાબુ રાખવો મારા માટે કદાચ અસંભવ જ કઇ શકાય ને.


     તારી એ ધીમી ચાલ,ચાલ માં ચાર ચાંદ લગાવતો એ તારી પાયલ નો અવાજ,તારો એ અદ્દભુત મધુર કંઠ,તારી આંખ માં મારા પ્રત્યે પ્રેમ આ બધું જોવા હવે હું તલપાપડ થઇ રહ્યો છું.
ક્યાં છે તું??
જલ્દી આવીજ ને યાર....


     તું કોણ હોઈશ?
કેવી દેખાતી હોઈશ?શું હું તને પસંદ આવીશ?આવા ઘણાબધા પ્રશ્ન મને મન માં ઉદ્દભવ્યા કરે છે.હું બસ તારી જ વાટ જોઈ ને બેઠો છું.તને જોવા હવે તો પંખી બની ને આમ તેમ ઊડ્યા કરે છે.

  
   તને ખબર છે? જયારે તું મને પેલી વાર મળીશ.ત્યારે હું સૌ પ્રથમ તારી આંખો માં જોઇશ. તારી આંખોમાથી જ હું મારુ પ્રતિબિંબ જોઈ લઈશ. તારી આંખો જ તારા મન ના સાચા ભાવ કઈ શકશે. સાચું કવ ને તો મેં તારા માટે કોઈ લિમિટ નથી બાંધી કે તું આવી હોવી જોઈએ.બસ તું મારા આ પ્રેમ , આ સ્નેહ ને સમજી સકવી જોઈએ.
હવે તું જલ્દી આવી જા ને યાર....
કેટલીક રાહ જોવડાવીશ??


     "તું જે રસ્તેથી આવવાની છે એ રાહ માં મેં પ્રતીક્ષા ના ફુલ બિછાવી રાખ્યા છે.હવે તો એ ફૂલ પણ તારી મધુર પાયલ નો અવાજ સાંભળવા આતુર છે."


અનિલ પરમાર