હજુ તો બેડ માંથી ઉભા થઈ ને બારી પાસે પહોંચ્યો ના પહોંચ્યો ત્યાં બારી પાસે થી ધીમો ધીમો અવાજ આવતો હતો.
એક કલાક થી બુમ પાડી ને થાકેલી મારી માતાશ્રી ની હાકલ થી જે આંખો ના ઉઘડી એ અચાનક આવેલા એ અવાજ થી સાવ ખુલી જ ગઈ..સાચું કવ તો ફાટી જ ગઈ..અરે તમે સમજો છોવ એ નઈ.. મારી આંખ ફાટી જ રઇ ગઈ.
સૂરજ દાદા ને પણ કોર કાઢવાની શુ ઉતાવળ હોઈ મને સમજાતું જ નથી.
અવાજ ની સાથે આવતા એમના સોનેરી કિરણો ને જોઈ ને આંખ ફાટી જ રઇ ગઈ...કેમ કે આજે મારે કોઈ ને મળવાનું હતું..અને એને મને મળવાનો જે સમય આપ્યો હતો એમાં કદાચ તો ગણી ને દસ મિનિટ બાકી હશે. હવે તમે સમજદાર જ છોવ એટલે સમજી શકો કે એટલો હેન્ડસમ છોકરો આમ કોઈ ને મળવા જતો હોઈ😜🙈 તો એ કોણ હોઈ?
હું મારી આળસ ને ત્યાગી ને ફટાફટ તૈયાર થવા જતો જ તો ત્યાં પાછો અવાજ આવ્યો.
આ વખતે એ અવાજે મારા કુતુહલ માં વધારો કર્યો.એમ પણ જવાની ઉતાવળે એ અવાજ પરથી મારુ ધ્યાન તો સાવ હટી જ ગયું તું ત્યાં એને પાછો અવાજ કરી અને તેના ત્યાં હોવાનો અહેસાસ કરાવ્યો. ખબર નહીં પણ એટલી ઉતાવળ હોવા છતાં પણ હું એ અવાજ ની તરફ જતા મારી પોતાની જાત ને રોકી ના શક્યો.
એમ તો અવાજ મને કોઈ પક્ષી નો હોઈ એવું લાગ્યુ દૂર થી, પણ મારે જોવું હતું કે સવાર સવાર માં મારી ઉંઘ ઉડાવવા માં મદદ કરનાર કોણ છે. ઝડપથી પણ ધીમા પગલે અવાજ દબાવતો હું એ તરફ આગળ વધ્યો. ખૂબ જ ચીવટ થી એ બારી ના પળદા ને હટાવ્યો તો જરા અર્ધખૂલી બારી માંથી જ અવાજ આવતો હતો.
એ બીજું કોઈ નઈ એક પ્રેમી પક્ષી યુગલ હતું. હા એ કબુતરો નું જોડલું હતું. એક બીજા ની ચાંચ માં ચાંચ પરોવી ને ગોળ ગોળ ફરતા ફરતા એમનો રોમાંસ ચાલી રહ્યો હતો અને અવાજ પણ એમની મસ્તી નો જ હતો.મારી આંખો પણ એમના પર જ ખોડાઈ રહી.એક બીજા ને પાંખો થી જાણે સવારતા હોઈ એમ એક મેક માં ડૂબેલા એ પ્રેમી યુગલ ને જોઈ ને મારા શરીરમાં પણ એક રોમાંસ નું એક લખલખું પસાર થઈ ગયું. એની ભૂરી ડોક પણ સોનેરી કિરણ માં કઈક વધારે જ ચમકતી લાગી મને તો.પ્રણય ની એ અદ્વિતિય પલ આંખો ને લલચાવનાર હતી.મન મોહક હતી.પ્રણય ની માદકતા એમાં છલકાતી હતી.પ્રેમ પણ કેટલો સુખદાયી હોઈ એની અનુભુતિ નજરે જોઇ ને મારુ મન એકદમ તૃપ્ત થઈ ગયું.
આચનક મને જોર થી છીંક આવી ને એ છીંક ના અવાજ થી એમના પ્રણય માં મેં વિક્ષેપન પાડ્યું. મનોમન એક અપરાધી જેવી ભાવના જાગી.એટલા માં તો એ યુગલ ત્યાં થી પાંખો ફડાવતું ઊડયું ને જતું રહ્યું.
એમના ઉડવાની સાથે જ મારું મન પણ ભૂતકાળ માં સરી ગયુ.
મારા ઘર ની નજીક જ બે શેરી મુકતા જ આવતો એ ગાર્ડન યાદ આવ્યો. એજ બાંકડોઓ..એજ ગુલમોર ને રાયણ ને ચમ્પા ના ફૂલો થી લચકતા વૃક્ષો.
સંધ્યા ના સમયે જે કલરવ એ બગીચામાં હોઈ એ તો કોઈ પક્ષીઓ ના વનમાં સાંજે જયારે બધા પક્ષી ચણ-દાણા લઈ ને માળા માં આવે ને થાઈ એને પણ ભુલાવી દે એવો લાગે.
એ જ ગુલમોર ને કેવડા ના છાંયામાં બેસવા આવતા પ્રેમી પંખીડા જેવા યુગલો. કયારેક કયારેક તો નક્કી નથી થતું કે ત્યાં આવતી એ માનુનીઓ ના ખુલા વાળમાંથી આવતી અલ્હાદ્ક સુગંધ વધારે માદક છે કે કેવળા ને ચંપાના ફૂલો માંથી આવતી સુંગધ!
સોળે કળાયે ખીલેલી એ યૌવનવંતી નારીઓ જયારે હંસલી ની જેમ હસે અને એમના ગાલ પર જે ખંજન ઉપસી આવે એ જોઈ ને તો ભલભલા કામદેવ પણ એના પ્રેમના એ કામબાણ થી વીંધાયા વગર ના રઇ શકે.એમના એ હસી-મજાક માં જાણે બગીચાના બધા જ ફૂલો તાલ સાથે તાલ મિલાવી ને ઝૂમતા હોઈ એવું દ્રશ્ય સર્જાય.
બગીચાનું એ નયનરમ્ય દ્રશ્ય ઇન્દ્રલોક ની સભા ને પણ ફિકું પાડે એવું મનમહોક ભાસવા લાગે જયારે એ પ્રેમી યુગલો એક-મેક ના ખભે માથું ઢાળી ને જાણે જિંદગી આખી એમ જ વિતાવી દેવા માંગતા હોઈ એમ બેસી રહ્યા હોય.એમને બાર ની દુનિયા નું કંઈ ભાન જ નથી રહેતું જયારે તેઓ આમ એક-મેક ની આંખો માં આંખો પરોવી ને ડૂબી ગયા હોય.એવું લાગે કે કોઈ મરજીવાએ અથાગ સાગર માં સાચાં મોતી શોધવા ડૂબકી ના લગાવી હોઈ?તો વળી કોઈ ના હાથ એની વ્હાલી દિલરૂબા ના વાળ ની સાંથે સંતાકુકડી ની રમત રમતા હોઈ તો કેટલાક એની વ્હાલી મહેબૂબ ના ખોળા માં માથુ રાખી ને જિંદગીભર નો થાક ઊતરી ગયો હોઈ ને જે શાંતિ મળે એવી અદ્ભૂત અનુભૂતિ સાથે સુતા હોઈ.તો કોઈ બગીચાના એકાદ ખૂણા માં બધાં થી અલગ જ કોઈ ની નજર ના પડે એમ એની પ્રિયતમાંના અધર સાથે અધર મિલાવી ને જાણે વર્ષોથી તરસ્યા ભંમર જેમ ફૂલોના રસ નું રસપાન કરે એમ હોઠો નું રસપાન કરતા જોવા મળી રે.
આમ સંધ્યાના સમય માં માણસો ની ચહલપહલ થી આખો બગીચો સજીવન થઈ ઉઠે.
મારે પણ અઠવાડીયા-પંદર દિવસે એ બગીચામાં જવાનું થતું જ..હા બાબા અને મળવા જવાનું થતું જ..બસ..ખુશ.
આજે પણ હું અને મળી ને ઘરે પાછો આવી રહ્યો હતો.એકદમ ખુશ મિજાજ માં મારી ધૂનમાં ગીત ગનગણતો ને એની સાથે જે પળો વિતાવી હતી અને વાગોળતો વાગોળતો..
અચાનક મારુ ધ્યાન એક છેવાળા ના બાંકડા પર ગયું. એક આધેડ ઉંમર નું યુગલ ત્યાં બેઠું હતું. મારી નજર ત્યાં અટકી ગઈ. એ યુગલ શાંતી થી બગીચાના કુદરતી દ્રશ્ય ને માણતું હતું.એને આજુબાજુ ના લોકો થી જાણે કોઈ જ મતલબ ના હોઈ એવી રીતે.મને જોઈ ને ખૂબ જ આનંદ થયો કે યાર પ્રેમ ને કોઈ ઉંમર નથી હોતી. એ તો આખી જિંદગી રહે જ છે બસ એને નિભાવવા વારુ સાચું સાથી જોઈએ.
પ્રેમ ને ઉંમર ના બંધન નથી નળતા ને કદાચ એ કાળા માથી સોનેરી થતા વાળ ની સાથે એ પણ વધારે સોનેરી થતો જ જાય છે.એકમ થી લઈ ને વધતા જતા પૂનમના ચાંદ ની માફક,પૂનમ ના દિવસે પરિપૂર્ણ થતા ચંદ્રમાં ની જેમ વધતી ઉંમર સાથે નો એ પ્રેમ પણ પરિપૂર્ણતા ની તરફ આગળ ધપાતો જણાય છે.આ યુગલ એનું જીવંત ઉદાહરણ પૂરું પાડતું જણાયું મને.
હજુ પણ મારુ ધ્યાન ત્યાં એમની સામે જ હતું ને મારા પગ મારી મંઝિલ તરફ જ ચાલતા જ હતા પણ સામે ધ્યાન ના હોવાના કારણે હું મારી સામે થી આવી રહેલા એક કપલ જોડે અથડાયો..
"અરે ભાઈ સામે જોઇને ચાલ..પુરુષ બોલ્યો.
હું હજી માફી માંગવા જતો તો ત્યાં જ એણે આગળ બોલ્યું..
"એ લોકોએ તો લોક લાજ ત્યજી દીધી છે..તું તો તારું ધ્યાન રાખ. છોકરા પરણાવવાની ઉંમરે અમને પ્રેમ થયો છે.
આજ દિવસ સુધી ક્યાં મરી ગ્યા તા?
આજ દિવસ સુધી પૈસાની પાછળ ગાંડા હતા ને હવે બૈરાં ની પાછળ.. સમાજ માં પણ કેવા કેવા લોકો રહે છે કાઈ સમજણ જ નથી પડતી."
"આજ દિવસ સુધી કમાય ને ભેગા કર્યા તો હવે ક્યાયક ઉડાવવા તો ખરા ને" જોડે રહેલી સ્ત્રી બોલી.
હું માફી ચાહું છું.. મારુ ધ્યાન નહોતું...મેં કીધું.
અરે ભાઈ કઈ વાંધો નઈ પણ જ્યાં ધ્યાન હતું એનું ધ્યાન રાખજે અને સમય સર કોઈ ગોતી લેજે નહીંતર આજે તારું જયાં ધ્યાન છે ત્યાં તું હોઈશ અને લોકો નું ઘ્યાન તારા પર હશે..બંને જોરદાર થી હસે છે ને એના રસ્તે ચાલવા લાગે છે પણ મને એને બોલેલા શબ્દો ના પડઘા છેક મારી અંદર સુધી સંભળાયા..("સમય સર કોઈ ગોતી લેજે નહીંતર આજે તારું જયાં ધ્યાન છે ત્યાં તું હોઈશ અને લોકો નું ઘ્યાન તારા પર હશે..")
હું એ લોકો વિશે વિચારતા મારી જાત ને રોકી ના શક્યો. શુ કામ લોકો એ યુગલ ને આવી રીતે જોય છે?
મેં ચારે તરફ નજર ફેરવી તો બોવ બધા લોકો ત્યાં થી પસાર થતા હતા અને એમના પૈકીના અમુક ને જ બાદ કરતાં સિવાયના તમામ લોકો આ યુગલને જોઈ ને હસતા હતા અથવા તો એકબીજા ને ઇશારા કરી ને પેલા બને માટે કંઈક ને કંઈક બોલતા હતા. મને જોઈ ને આશ્ચર્ય થયું સાથે સાથે આઘાત પણ લાગ્યો કે એ બધા લોકો માં હું પણ હતો જે એમને જોય ને ચાલતો તો,ભલે મારો વિચાર બીજા લોકો જેવો નહતો પણ હું પણ એમને જોનારા પૈકી નો એક હતો.
મને હવે ધીરે થી રહી ને સમજાયું કે હું જયારે મારા પ્રિયપાત્ર જોડે હોવ અને લોકો અમને જોતા જોતા જાય ત્યારે અમને કેવું લાગતું? તો આ તો એક આધેડ વય નું જોડલુ છે એ લોકો ને કેટલું ખરાબ લાગતું હશે? મને મારી જાતપર જ ગુસ્સો આવ્યો.
મને હજુ પણ સમજવામાં નહોતું આવતું કે બધા લોકો એમને આવી રીતે કેમ જોતા હતા..
મને ઘરે જવાની ઉતાવળ તો હતી પણ આ વિચારે મારા મગજ ને કંઈક વધારે જ ઉત્સુક બનાવી દીધું. મારા પગ હવે ઘર જવાના બદલે એ યુગલ તરફ વળવા લાગ્યા.
મને એમની તરફ આવતા જોઈને એ યુગલ ના ચેહરા ના એક પણ ભાવ ના બદલાયા.. સાચું કવ તો હજુ પણ એ એક બીજા ના હાથ માં હાથ પરોવી ને બેઠા હતા.મને પણ આશ્ચર્ય થયું કે એ લોકો કેમ જરા પણ ભાવ બદલ્યા વગર રય શક્યાં? અમે તો જરા અવાજ થવાની સાથે જ જાણે કોઈક આવી ગયું હોઈ ને હમણાં કંઈક કહેશે એવી રીતે ચારે બાજુ જોવા લાગ્યે ને આ લોકો તો એમના એમ જ..
મે દૂર થી અમને જોયા તો બંને ની ઉંમર મને પચાસ થી પંચાવન ની લાગી.બંને નું વ્યક્તિત્વ એકદમ પ્રભાવશાળી લાગ્યુ,ચેહરા પર પડેલી આછી આછી કરચલીઓ એમની અથાગ મેહનત ને પરિશ્રમ નું રૂપક લાગતી હતી.ઊંડી ને ભીનાશ ભરી એમની આંખો માં એક અનોખી ચમક હતી.જાણે દુનિયાનાં બધાજ અનુભવો એ આંખો માં કેદ ના હોઈ? હું શું કામ એ તરફ જતો હતો એ મને હજુ પણ ખબર નહોતી પણ મારા પગ હજુ પણ એમની પાસે જ લઈ જઈ રહ્યા હતા.
અમને મને એમની તરફ આવતા જોયો. બંને એ એક નાનકડું સ્મિત આપ્યું. હું હજુ પણ માની નોતો શકતો કે જયારે આપણે કોઈ મનગમતાં ની સાથે હોઈએ કે એની જોડે એકાંત ની પળ માણતા હોઈએ ત્યારે કોઈ ના સામું ઘ્યાન પણ ના આપ્યે.
આ લોકો નું તદ્દન વિરૂદ્ધ વર્તન જોઈ હું થોડી વાર તો સ્તબ્ધ થઇ ગયો. એ બંને યે મને આવકાર્યો. સામે મેં પણ સ્મિત આપ્યુ પણ કંઈક અજુગતું જ.
એમને વાતાવરણ ને હળવું કરવા પેલા જ બોલ્યું..
અરે આવો આવો..બધા અમને દૂર થી જ જોઈને હસતા બોલતા તા પણ તમે પ્રથમ મળ્યા જે અહીંયા સુધી આવ્યા.તમારા મન માં ઘણા પ્રશ્નો હશે જ બધા ની જેમ.
અરે ના ના હું વરચે જ બોલ્યો.
અરે ના ના...થવા જ જોઈએ. અમને પણ થાય જ છે તમારા બધા નું આ વલણ જોઈએ ને. અમને પણ થાય છે કે શું કામ અમને લોકો અમને આ નજરે જોવે છે. અમે પણ માણસ જ છીએ. એ લોકો જેમ પોતાના સાથી ને લઈ ને ફરવા આવે છે બેસવા આવે છે એમ અમે પણ આવીએ છીએ. તો કેમ આવું?
મહોદય' મેં વિનમ્રતા કીધું.
તમારી લાગણી ને ઠેસ પહોંચાડવાની મારી કોઈ જ ઈચ્છા નહોતી. હું પણ તમને જે પ્રશ્ન છે એનું જ નિરાકરણ પૂછવા આવ્યો છુ કે બધા આવું કેમ બોલે છે?
તમને જોઈને કેમ હસે છે? આ પ્રશ્નનો ના જવાબની જિજ્ઞાસા વશ હું આયા આવી પહોંચ્યો.
અહીંયા બધા જ યુગલ આવે જ છે.
તો પછી તમને બધા કેમ આમ જોવે છે.હું પણ આવું છું મારી પ્રિયતમાંને લઈ ને.મેં જયારે આ જોયું તો જાણવાની ઉત્સુકતા મારા પગ ને અહીં સુધી દોરી લાવી. તમારી લાગણી ને ઠેસ પહોંચાડવાની ના તો મારી કોઈ ઈચ્છા હતી કે ના ઈરાદો. તેમ છતાં પણ તમને મારા વર્તન થી કોઈ દુઃખ પહોંચ્યું હોઈ તો મને માફ કરશો.
આટલું બોલીને હું જવાની ત્યારી કરતો તો ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો
"અમે બંને એક બીજા ને પ્રેમ કરીએ છીએ પણ અમે પતિ-પત્ની નથી."
મેં ફરી ને એમની તરફ જોયું.
તેઓ હસવા લાગ્યા.
હા તમે સાચું જ સાંભળ્યું...અમે પતિ-પત્ની નથી.
અને આ લોકો અમને આ નજરથી એટલે જોવે છે કેમ કે એ લોકો અમને બંને ને ઓળખે છે ને અમારી આ હકીકત થી વાકેફ પણ છે.
પણ તમે એક બીજા ને પ્રેમ કરો છોવ તો તમે લગ્ન કેમ ના કર્યા?
આ રીતે તમે ખુલ્લે આમ એક બીજાની હારે ફરો છોવ તો લગ્ન તો કરી જ શકો. તો પછી આમ રેહવાના પાછળ નું કારણ શું?
અમને પ્રેમ હમણાં જ થયો છે..એમને આગળ વાત ધપાવી...
હમણાં જ મતલબ?? મેં આશ્ચર્ય થી પૂછ્યું..
કેમ પ્રેમ ઉંમર જોઈ ને જ થાઈ? એમણે મને સામે પ્રશ્ન કર્યો.
મારો કહેવાનો એ મતલબ નોતો મેં મારી સફાય આપતા કહ્યું.
હા હું સમજી ગયો તારી વાત.
"હું તમારા જ સોસાયટી માં રહેતો એક ખૂબ જ સફળ અને ખૂબ જ પૈસાદાર અને પ્રતિષ્ઠિત બિઝનેસમેન છું એવું લોકો કહે છે."
અમને હસી ને કીધું.
હા કદાચ લોકો સાચું જ કહે છે.
હું સફળ બિઝનેસમેન છું.મારી પાસે અઢળક સંપત્તિ છે.બધા જ સુખ અને સુવિધા પણ છે અને એ કમાવા પાછળ મારી ઉંમર નું મને કોઈ દિવસ ધ્યાન જ ના રહ્યું.લગ્ન કરવા,ઘર વસાવવુ, સંતાન ,પરિવાર એ બધી બાબત મારા માટે જાણે બની જ ન હોઈ એમ હું રાત દિવસ મારા કામ માં આગળ વધતો ગયો ને સફળતા ના શિખર એક પછી એક સર કરતો ગયો.
મારી આગળ પાછળ કોઈ હતું જ નહીં જ્યાં સુધી આ જ્યોતિ મારી જિંદગી માં નહોતું આવી.
એણે જ્યોતિ તરફ જોતા મને કહ્યું.
હા જ્યોતિ અને મારી મુલાકાત એક બિઝનેસ મિટિંગ દરમિયાન થઈ હતી.મને પેહલી વખત કોઈ ને જોઇ ને પોતાપણા ની ભાવના જાગી.અમે એક બીજા જોડે ઘણા બિઝનેસ માં કામ પણ કર્યું. અમને એક બીજા પ્રત્યે કૂણી લાગણીઓ ના અંકુર ત્યારે ફૂટ્યા જયારે ખબર પડી કે અમે બંને હજુ એકલા જ છીએ.
અમને બને ને એક બીજા સાથે બેસવું ગમે છે.
એક બીજા ની સંભાળ રાખવી ગમે છે.
એક બીજા જોડે અમે એટલી વાતો કરીએ છીએ કે દુનિયાની વાતો હવે અમારા કાન સુધી પહોંચતી જ નથી.એક બીજા સાથે પસાર કરેલો સમય અમને હજુ પણ અમને યુવાન હોવાનો એહસાસ કરાવે છે.
જ્યોતિ મને મળી અને હજું બે મહિના પણ નથી થયા અને એક બીજા ને પ્રેમ કરીયે છીએ એને એક મહિનો પણ માંડ થયો હશે.
એટલું બોલી અમને મેડમ ના હાથ ને પ્રેમ થી ચૂમી લીધો.
એટલે જ મેં તને કહ્યું કે અમને હજુ હમણાં જ પ્રેમ થયો છે.
અમે બંને હમણાં લગ્ન પણ કરી લેવાના છીએ. સાચું કવ તો મને જ્યોતિ ના રૂપ માં મારી બુઢાપા ની સથી મળી ગઈ છે.
"અને મને રાજેશ ના રૂપ માં મારો પહેલો પ્રેમ અને જીવનસંગી."
જ્યોતિ મેડમ પોતાનો સુર પુરાવ્યો.
બસ આ જ કારણ થી લોકો અમને જોવે છે ને અમારા માટે પોતાના જાતે જ બનાવેલા અને ઉપજાવી કાઢેલા કિંમતી મંતવ્ય આપ્યા કરે છે.
સાચું કવ તો અમને એમના થી કોઈ જ જાત ની ફરિયાદ નથી કે નથી કોઈ જ જાતનો ફરક પણ પડતો.
બસ ક્યારેક કયારેક એટલું જરૂર ખૂંચે છે કે લોકો પ્રેમ ને પૈસા, ઉંમર, પ્રતિષ્ઠા સાથે સુકામ જોડે છે.
પ્રેમ તો પવિત્રતા નું ઝરણું છે. એ તો અવિરત વહેતી ગંગા ના ધોધ જેવો છે.એ નાત-જાત, રંગ-રૂપ, ઉંમર, જ્ઞાતિ-ધરમ, બંધન કશું જ જોતો નથી.જેની જોડે થઈ જાય એમાં જ એને તો એનો ઇશ્વેર દેખાઈ.
સાચી વાત છે સાહેબ. આજે મને તમે પ્રેમ ની નવી પરિભાષા સમજાવી છે. મેં મારી લાગણી વ્યક્ત કરતા કહ્યું.
એવું નથી ભાઈ. પ્રેમની તો વારસો ના વારસો ને સદીઓ ની સદીઓ પેહલા થી એક જ પરિભાષા છે.જેને પ્રેમ કરો છોવ એને અંતિમ શ્વાસ સુધી પ્રેમ કરતા રહો.
તમારી પેઢી અને અમારા પ્રેમમાં વધારે ફરક નથી.બસ તમે જયારે પ્રેમ જાતાવવો હોઈ ત્યારે તમારા સથી ના હોઠ ને ચુમો છોવ અને અમે એક બીજા ના કપાળ ને. હા એનો મતલબ એ નથી કે અમારા સંબધો માં રોમાન્સ ની ઉણપ છે..
બસ પ્રેમ જાતાવવાની તમારી અને અમારી રીત થોડી અલગ છે.
આજ કાલ ના યુવાન તમે પ્રેમ ની પરિભાષા ને મહદઅંશે બદલી રહ્યા છોવ.તમે તમારા સાથી ને સુરક્ષિત કરવાના ચક્કરમાં કયારેક પાંજરામાં પુરી દયો છોવ. પ્રેમ તો પરસ્પર વિશ્વાસ ની એક ભાવના છે. પ્રેમ બંધન નહીં સ્વતંત્રા નું પ્રતીક છે. તમે તમારા સથી પર શંકા કુશંકા ના કીચડ ઉછાળી ને ક્યારેક ફાયદો પણ ઉઠાવી લો છોવ.
એકાંત માં લઇ જઇ એના હોઠ ચૂમવા કરતા બધા ની વરચે એમનો હાથ પકડી ને ચાલવું એ વધારે પ્રેમ ની ભાવના ને માન આપવા બરાબર છે.બધા આવુ નથી કરતા પણ મહદઅંશે આમાં થી બાકાત પણ નથી.શરીરસુખ મેળવવું એ પ્રેમ નથી.કોઈ ની રુહ ને ચાહવી એ સાચો પ્રેમ છે.
લોકો કહે છે કે સાચો પ્રેમ મેળવવો ખુબજ મુશ્કેલ છે..હકીકત માં એ એટલું બધું મુશ્કેલ પણ નથી જો તમને પ્રેમ જ કરવો હોઈ તો.
આજ અમારી કહાની છે ભાઈ.
હવે તમારે અમારા માટે જે મંતવ્ય બાંધવું હોઈ એ બાંધી શકો છોવ પણ એટલું જરૂર કઇશ કે પ્રેમ ઉંમર નો મોહતાજ નથી બસ એક સાચા સાથી ની જરૂર હોય છે જે એ પ્રેમ ને નિભાવી જાણે.
અનિલ તારે બાર નથી જવાનું...
મારી બા નો અવાજ પાછો સંભળાયો...અને મારી તંદ્રા અવસ્થા માં ભંગ પડ્યો.
અચાનક મારુ ધ્યાન દિવાર પર રહેલી ઘડિયાર પર ગયું.જેને મળવા જવાનું હતું એને મળવા જવામાં હું પુરેપુરો એક કલાક લેટ થઈ ગયો તો.
ફટાફટ તૈયાર થઈ અને હું અને મળવા માટે નીકળી ગયો.
એ મારી રાહ જોઈ ને ગુસ્સા માં લાલચોળ થઈ ને જ બેઠી હતી.
હું પહોંચ્યો એટલે સીધી મારી પર વરસી જ પડી.
પ્રશ્નો નો વરસાદ વરસાવી મુક્યો.
મને શું જવાબ આપવો એ સમજ જ ના પડી..બસ મેં અને ખૂબ જ કસકસાવીને ગળે લગાવી દીધી.
અને આજ પેહલી વખત મેં એના કપાળ પર એક હળવેક થી ચુંબન કર્યું.
મેં અનેક વખત અના હોઠો ને ચુમેલા પણ જે પ્રેમ આજે અના કપાળ ને ચૂમી ને મળ્યો એ કોઈ દિવસ નહીં મળેલો.એ મને વળગી રહી અને આજે એની આંખો માં પણ એક ગજબ ની શાંતિ હતી.અને ચેહરા પર એક ચમક પણ.
મેં મનોમન જ પેલા યુગલ નો આભાર માન્યો ને વિચાર્યું કે એક આધેડ ઉંમર નું યુગલ મને પ્રેમ ની સાચી પરિભાષા શીખવી ગયું.