Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 14

"સોરી.... સોરી..... સોરી..." હજી તો રવિન્દ તેની પાસે જ્ઈ બેઠો જ હતો ને તે ઝબકીને જાગી ગઈ. આંખો ચોળતા તે સફાળી ઊભી થઈ ને સીધી બાથરૂમમાં નહાવા ચાલી ગઈ

"પાગલ છોકરી!!! " તે ત્યાંથી ઊભો થઈ બહાર બાલકનિમાં ગયો. હજી તે બાહાર નિકળ્યો જ હતો ત્યાં જ રીતલ તૈયાર થઈ બાથરૂમમાંથી બાહાર આવી. બેલ્ક કલરનું ટીશટૅ ને સ્કાય કલરનું નેરો જીન્સ તેના પાતળા શરીર સાથે એકદમ વધારે મેસ થતું હતું. વાળને ટુવાલથી લુછતી તે બાહાર બાલકનિમાં આવી.

''વધારે લેટ થઈ ગયું ને..! પણ, તેમાં મારી ભુલ નથી આ ફોનની રીંગ ના વાગી '' તે બોલતી રહી પણ રવિન્દનુ ધ્યાન તેની વાતોની જગ્યાએ તેના ખુબસુરત ચહેરા પર હતું.

"તમે ફોન કરીને આવ્યાં હોત તો હું તૈયાર થઈ ને રેત. તમે કયારે આવ્યાં...? રવિન્દ નો જવાબ ન મળતાં તેને કાશમાંથી રવિન્દ સામું જોયું. વિચારોમાં ખોવાયેલ રવિન્દનું ધ્યાન રીતલ પર સ્થિર હતું.

"ઓ, હેલો ...." રીતલના હાથની ચપટી વગતા રવિન્દના વિચારો તુટયા.

"શું ???"

"લાગે છે તમારુ મન મુવી થિયેટરમાં પહોંચી ગયું." હેર સ્ટાઇલ બનાવતી રીતલ ના હાથમાંથી પીન લઇ રવિન્દે તેના હેરને ખુલ્લા કરી હળવુ સ્મિત કરતા તે બાહાર નિકળ્યો

"ફટાફટ આવજે, નહીંતર મુવી અહીં જ પુરુ થઈ જશે..!" મિઠુ હસ્તા રીતલે હા મા જવાબ આપ્યોને તે આયના સામે પોતાના ચહેરાને સજ કરવા લાગી.

થોડીવારમાં તે તૈયાર થઈ ને નીચે ઉતરી. નેહલને બાઈ બોલી બને બહાર નીકળ્યાં. બહાર રવિન્દની બાઈક બંનેની રાહ જોતી ઊભી જ હતી. '' આજે બાઈકમાં!!!" પહેલીવાર જ રવિન્દને બાઈક ચાલાવતા જોઈ રીતલને થોડું અજીબ લાગયું. પવનની લહેરોની સાથે વાળ પણ ઊડી રહ્યા હતાં. વારંવાર વાળને સરખા કરવામાં રીતલને ગુસ્સો આવતો હતો તે જોવામાં રવિન્દને વધારે મજા આવી રહી હતી. "રવિન્દ સામે...." રીતલના અવાજથી તે પણ થોડો ડરી ગયો. સામે આવતી કાર તેની ગાડીને ટકોર મારવાની તૈયારીમાં જ હતી પણ રવિન્દે તેની ગાડીનો ટન ઓવર લેતા તે લોકો બચી ગયા. નહીંતર આજે તેમનો આ છેલ્લો દિવસ હોત. રીતલે તેને જકડીને પકડ્યો હતો. ડર તો તેના મનમાં પણ હતો.

"રવિન્દ ગાડી ઊભી રાખો.." રવિન્દની લાપરવાહી રીતલને ગુસ્સાની સાથે પ્રેમ જતાવતી હતી.

"શું હતું મારા ચહેરા પર, એવું કે તમે ગાડી ચલાવાનું ભુલી ગયાં ?? હમણાં એક સેકન્ડ પણ ન લાગત એક્સિડન્ટ થતા. રવિન્દ મારો ચહેરો જોવા માટે આખી જિંદગી બાકી છે તમારી પાસે. પણ આ જિંદગીને આવી રીતે ગાડીં ચલાવી ખરાબ કરી દેશો તો સમયને વાર નહીં લાગે જતા." તેના ચહેરા પર સાફ સાફ રવિન્દને ચિન્તા દેખાતી હતી તે ચુપચાપ રીતલને સાંભળતો રહો ને મનમાં કહેતો હોય તેમ ( તું છે મારી સાથે બસ આટલું જ કાફી છે.) તેના શબ્દો ને તે મનમાં જ ગળી ગયો ને એક ગુનેગારની જેમ રીતલ સામે ઊભો રહ્યો.

"રવિન્દ આપણી પાછળ બીજાની પણ જિંદગી ખરાબ થઈ જાય. પ્રોમિસ કરો કે બીજીવાર કયારે આવી રીતે ગાડીં નહીં ચલાવું. પ્લીઝ..!! " તે થોડીક વધારે ઈમોશનલ થતી જતી હતી.

"હા, બાબા, પ્રોમિસ. ચલ હવે તો બેસ આમેય તારા કારણે લેટ થઈ જ ગયું છે." તે કંઈ પણ બોલ્યા વગર ગાડી પાછળ બેસી ગઈ. મુવી શરૂ થઇ ગઇ હતી. પોતાની સીટ લઈને બને બેસી ગયા. મુવી જોવામાં હંમેશા તલ્લીન રહેતી રીતલનું મન આજે મુવીમાં ન હતું. તે રવિન્દ થોડીકવારે જોઈ લેતી ને મનમાં વિચારતી હતી કે (હજી તે મારી જિંદગીમાં આવ્યો છે તો પણ તેના પત્યે આટલી હમદર્દી કેમ ? હું આ સંબધને માનતી પણ નથી તો પછી મને તેને કંઈ થવાથી દુઃખ કેમ લાગે?? ") વિચારોએ ચડેલ તેનું મન આજે પહેલી વાર મુવી માંથી બહાર હતું. રવિન્દ તેના હાથને પપાળતો એકલો મુવીની મજા લેતો હતો એવું રીતલને લાગતું પણ તેનુ મન પણ વિચારોના વમળમાં ફસાઇ ગયું હતું.

ત્રણ કલાકના મુવીમાં એકપણ વાર બંને વચ્ચે વાતચીત નહોતી થઈ. હાથમાં હાથ ,નજર પદડા પર ને વિચારો વચ્ચે ભમતું મન. મુવી જોઈ પણ તેમાં શું આવ્યું તે ખબર ન હતી. બને બહાર આવ્યાં. બાકી બધાની વાતો સાંભળતા એટલું સમજ આવતું હતું કે મુવી સારુ હતું.

બપોરના એક જેવું થયું હતું. બહાર નાસ્તો કરી રવિન્દે ગાડી સુવાલી બ્રીજ તરફ હાકી. મુવી જોવા સુધી ની વાત હતી પણ સુવાલી સુધી!!! રીતલને ન સમજાણું. તે કંઈ પણ બોલ્યા વગર બેઠી રહી. હજી તેના મનનાં વિચારોએ વિરામ લીધો ન હતો. રવિન્દનું ધ્યાન રસ્તા પર હતું. હાઈ સ્પીડમાં ભાગતાં વાહનોમાં તેની ગાડી એકદમ ધીમી ગતિએ જતી હતી.

સુવાલી બ્રિજ આવતા રવિન્દનું મોન તૂટયું" હવે મારી સજા પુરી થઈ ગઈ હોય તો હું કંઈ બોલું ?? એક પ્રશ્રાથૅ ભાવે તે રીતલ સામું જોઈ રહ્યો. રીતલનો હસ્તો ચહેરો તેને બોલવાની અનુમતિ દેતો હોય તેવું લાગ્યું.

"રીતલ આ કેવી સજા કહેવાય કે જે વ્યક્તિ સાથે આપણે સમય પસાર કરવા આવ્યા હોય તે વ્યક્તિ સાથે આખા રસ્તા પર વાત ના કરવાની , મુવી જોતી વખતે ચુપચાપ બેસવું. પસંદ નાપસંદ જાણવા દિલને પુછવું. પ્રેમ થયો કે નહીં તેની સાબિતી જોઈએ. એક એક વાત માટે વિચારવાનું કે તે ખોટું માની લેશે તો!! " રવિન્દની ફરિયાદ લાબી થતી જતી હતી. તે બોલે જ જતો હતો ને રીતલ તેને સાંભળી રહી હતી.

" સોરી, સાયદ મે તમને વઘારે કહી દીધું. મારો તે મતલબ ન હતો કે તમે ખોટું લગાડી મારી સાથે વાતચીત કરવાનું બંધ કરી દો, " ફરી એકવાર બંને વચ્ચે ચુપી આવી ગઈ.

ઉછળતા દરિયાના મોજાની લહેરો બંનેના વિચારોને ફગોળતી હતી. કિનારે ઊભેલા લોકો ની ભીડમાં તે એકલા હતા. વિચારો રજૂ કરવા શું બોલવું તે સમજતું ન હતું ને દિલ ખામોશી હવે વધારે સહન કરી શકે તેમ ન હતું. ચુપ રહેવાથી વાત વધશે તે બંને જાણતાં હતા પણ મન ડગમગી ગયું તેને રસ્તા પર ફરી કેમ લાવવું તે ખબર પડતી ન હતી. ચારે બાજુ લોકોની ભીડ હતી ને તેમાં પણ અલગ અલગ જગ્યાએ ખાધ પીધના સ્ટોલ હતાં. દુર દુરથી આવતા દરીયાના મોજા લોકોને ભીંજવી રહ્યાં હતાં તે દ્રશ્યો નિહળતા બને પાણીથી થોડે દૂર ઊભા હતા.

"બધા કેટલી મજા કરી રહ્યા છે ને આપણે બોરિંગ કલાસની જેમ એકબીજાથી નારાજ થઈને ઊભા છીએ. તમને મન નથી થતું આ ઉછળતી દરીયાની લહેરમાં ચાલવાનું."

"મન તો બહું હતું કે આખા દિવસને યાદગાર બનાવા ખુબ મોજ મસ્તી કરીશું, હાથમાં હાથ નાખી દરીયાના કિનારા પર ફરીશુ. પણ મને થોડી ખબર હતી મારી બોરિંગ પાટનર આટલી વઘારે બોરિંગ હશે જે એન્જોયના નામથી જ ભાગતી હશે."

"તાના મારવાની જરુર નથી હો. હું પણ એન્જોય કરવા જ આવી હતી પણ તમે બઘું ખરાબ કરી દીધું."

"અચ્છા તો શરૂઆત કોને કરી હતી."

"તમે, હવે ગાડી બરાબર ન ચલાવો તો મારે તો બોલવું જ પડેને."

"થઈ ગઈ ભુલ ઈનશાન થી ભુલ થાય. ચલ વાત તો ત્યાં પણ થશે" લડાઈ શરૂ હતી ને સાથે એન્જોઈ પણ થતી હતી. દરિયાના ઉછળતા મોજાની સાથે બંને લહેરાય રહા હતાં હજી વાતનો એન્ડ નહોતો આવ્યો. પણ સફર જિંદગીની આ સૌથી યાદગાર પળ બનીને રહી જવાની હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

બઘું બદલાઇ રહ્યું હતું. રીતલ પણ બદલી ગઈ હતી. જિંદગી એક નવો વળાંક લેવાની તૈયારીમાં જ છે. રવિન્દને જવાના હવે ચાર દિવસ જ બાકી છે જયારે આ કહાની હવે શું વળાંક લઇ શકે છે તે આગળ ના ભાગમાં જોવા મળશે પણ શું રીતલ રવિન્દના જતા પહેલાં અપનાવી લેશે કે એમ જ દિલ અને મન સાથે લડતી ચાર વષૅ પુરા થવાની રાહ જોશે ???? તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશઃ)