શિવાલી ભાગ 4 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવાલી ભાગ 4

રમાવહુ ચાલો મોડું થાય છે. રાઘવ ક્યાં છે તું?

બા રાઘવશેઠ બહાર ગાડી એ છે તમારા બધા ની રાહ જોતા છે.

અરે પુની જલ્દી ચાલ, શુ કરો છો? આરતી પુરી થઈ જશે.

અરે રમાબેન ધીરે ક્યાંક પડી જશો.

હા પુની મને ધ્યાન છે. તને ખબર છે કેટલા દિવસે હું ભોળનાથ ના મંદિરે જાવ છું? 

હા બેન ખબર છે. પણ હવે ચાલો નહીંતો બા બોલશે.

આજે  આરતી મારો રાઘવ અને રમાવહુ કરશે. કેટલો સમય થઈ ગયો એમની સાથે મંદિર આયે.

હા બા ચાલો હવે. નહીંતો આરતી રહી જશે, રાઘવભાઈ બોલ્યા.

મંદિર ના આંગણે ગાડી ઉભી રહી. રાઘવભાઈ રમાબેન સાથે મંદિરમાં પ્રવેશ્યા.

પંડિતજી એ આરતી ની થાળી રાઘવભાઈ ને આપી ને આરતી શરૂ કરી.

આરતી પછી ગૌરીબા પંડિતજી પાસે રમાવહુ નો ખોળો ભરવાનું મુહૂર્ત કઢાવા બેઠા. 

ગૌરીબા માઘ પૂર્ણિમા નું મુહૂર્ત સારું છે, પંડિતજી એ કહ્યું.

હા, પંડિતજી કોઈ વાંધો નહિ. રાઘવ તું શુ કહે છે? બરાબર છે?

બા તમે જે કરો તે. 

તો પંડિતજી શુ તૈયારી કરવાની એ કહી દો અમે કામ ચાલુ કરી દઈ એ.

હા બા હું બધું લખી તમને મોકલી આપીશ. તમે મંગાવી લેજો. 

આભાર પંડિતજી. ચાલો રમાવહુ.

ઘરે જતા રસ્તામાં ઓલિયા પીર નું ઝુલુસ જતું હતું એટલે રાઘવભાઈ એ ગાડી બાજુ પર કરાવી. જેથી લોકો ને જવામાં તકલીફ ના પડે અને પોતે બહાર નીકળી હાથ જોડી ઝુલુસ ને વંદી રહ્યા. 

ઝુલુસ માં એક ફકીર રાઘવભાઈ ને જોયા કરતો હતો. ઝુલુસ આગળ ચાલ્યું પણ એ ત્યાંજ ઉભો રહી ગયો. ગૌરીબા ની નજર એની ઉપર પડી. હવે એ ચાલતો ચાલતો રાઘવભાઈ તરફ આવતો હતો. ગૌરીબા વહેલા વહેલા ગાડીમાં થી નીચે ઉતરી રાઘવભાઈ ને ગાડી માં બેસવા કહ્યું.

રાઘવભાઈ ગાડીમાં બેઠા એટલે એમની ગાડી આગળ ચાલી. પણ ગૌરીબા એમની ગાડીમાં બેસવા જતા હતા ત્યાં ફકીર એમની પાસે આવી ગયો. એ રાઘવભાઈ ની ગાડી ને જોઈ રહ્યો હતો. પણ ગૌરીબા ગાડીમાં બેસી ગયા. ગાડી ચાલવા લાગી પણ પેલો ફકીર હજુ પણ ત્યાં ઉભો જોઈ રહ્યો હતો. 

શુ થયું બા? પુની એ પૂછ્યું.

કઈ નહિ. પણ હજુ એમના હૃદય ના ધબકારા ઉછળી રહ્યા હતા. કોણ હશે એ? કેમ આમ આંખો ફાડી રાઘવ ને જોતો હશે? એ એને મારવા તો નહોતો આયો? કેટ કેટલા વિચારો નું ઘોડા પુર એમના મગજ માં આવી ગયું. પણ એ કઈ બોલ્યા નહિ. પાછળ ફરી એમણે ગાડી ના કાચ માં થી જોયું. પણ હવે એ ફકીર દેખાતો નહિ હતો.

પુની જો જલ્દી જો મારુ બાળક પેટમાં ફરકે છે, રમાબેન હર્ષ સાથે પુની ને કહેતા હતા.

હે બેન સાચે જ?

હા હા જો અહીં હાથ રાખ.

હા બેન એ ફરકે છે. બેન પાંચ મહિના થયા ને એટલે ફરકે છે. વડવાઓ કહે છે કે સ્ત્રી ને પાંચમો મહિનો બેસે એટલે પેટમાં બાળકનો જીવ પડે ને પછી એ હલચલન કરે. 

હા પુની ખબર છે પણ અનુભવ આજે થયો. રમાબેન પોતાની ખુશી આજે સાચવી નહોતા શકતા. એ મનોમન ભગવાન ભોળાનાથ નો આભાર માનવા લાગ્યા. પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર. મારા બાળક ને સાચવજે. 

જ્યાં આજે રમાબેન ના બાળકે એમના પેટમાં પહેલી ગુલાંટ મારી હતી ત્યાં ગીરનાર ની તળેટી નો એક અઘોરી જાગી ગયો હતો. એ ખુશી નો માર્યો નાચવા લાગ્યો હતો. ને જોર જોર થી બુમો પડતો હતો, ભોળા શંભુ મારા શંભુ, ભોળા શંભુ મારા શંભુ. 

ત્યાં હાજર લોકો એ અઘોરી ને ગાંડો સમજવા લાગ્યા. 

પણ એ કોઈ ની પરવા કર્યા વગર બુમો પડી ને નાચ્યાં કરતો હતો. 

અઘોરી ના સાથી સમજી ગયા કે કઈક થયું છે ને એટલે અઘોરી નાચે છે.

થોડીવાર પછી અઘોરી રોકાય ગયો. ને પછી એના સાથીઓ ને કહ્યું, આપણે શિવરાત્રી પહેલા શંકરગઢ પહોંચવાનું છે. હુકમ થઈ ગયો છે. 

રાતના બીજા પહોરમાં એક મોટું વાવાજોડું શંકરગઢ પર ત્રાટક્યું. ચારે બાજુ જોરદાર પવન અને ભયંકર અંધકાર છવાય ગયો.

ને રમાબેન એકદમ ચીસ પાડી ઉઠ્યા.

શુ થયું રમા? શુ થયું બોલ?

પણ રમાબેન બોલી નહોતા શકતા. એ ઈશારા કરતા હતા. 

રમા બોલ શુ થાય છે?

ત્યાં રમાવહુ ની ચીસ સાંભળી ગૌરીબા હાથમાં ફાનસ અને માળા લઈને એમના દરવાજે આવી ગયા.

રાઘવ દરવાજો ખોલ. શુ થયું? રાઘવભાઈ રમાબેન ને છોડી દરવાજો ખોલવા દોડી ગયા.

શુ થયું?

બા રમા રમા

ત્યાં ગૌરીબા ની નજર રમાવહુ પર પડી. પલંગ માં બેઠા બેઠા એ હાથ થી ઈશારા કરતા હતા. ને એમની જીભ બહાર આવી ગઈ હતી. એમણે ફાનસ ઊંચું કરી હાથ ની માળા રમાબેન ના ઉપર ફેફી. ને માળા અડતાજ રમાબેન બેભાન થઈ ગયા. 

ગૌરીબા એ રમાબેન ને પકડી લીધા. ત્યાં સુધી ઘરના બધા એમના રૂમમાં આવી ગયા હતા. 

પુની જલ્દી પાણી લાવ. 

હા બા લાવી. 

ગૌરીબા એ રમાબેન ના ચહેરા પર પાણી છાંટયું. રાઘવ પસાને બોલાવ.

હા બા . રાઘવભાઈ એ પરષોત્તમભાઈ ડોકટર ને ફોન કર્યો.

ત્યાં રમાબેન ભાનમાં આવી ગયા.

રમાવહુ શુ થયું? કેમ આમ રઘવાયા થઈ ગયા છો?

બા બા કોઈ મારું ગળું દબાવતું હતું. મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. 

અરે રમા, એવું કશું નથી. અહીં કોઈ નથી. તને વહેમ થયો હશે.

ના ના હું સાચું કહું છું કોઈ મારુ ગળું દબાવતું હતું.

રમાવહુ તમને વહેમ થયો હશે. તમે આ પાણી પી લો.

પણ બા.....

રમાબેન પાણી પી લો. અહીં કોઈ છે નહિ. તમને ખરાબ સપનું આવ્યું હશે, પુની પાણી નો ગ્લાસ આપતા બોલી.

હા ભાભી અહીં કોઈ નથી. તમને વહેમ થયો હશે, શારદાબેન બોલ્યા.

રમાબેન કઈ બોલ્યા વગર પાણી પીવા લાગ્યા. પણ એ જાણતા હતા કે કોઈ એ એમનું ગળું દબાવ્યું હતું. પણ કોઈ એમની વાત માનવા તૈયાર નહોતું. 

ત્યાં ડોકટર આવી ગયા. એમણે રમાબેન ને તપાસી ઉંઘ નું ઇન્જેક્શન આપી દીધું.

રાઘવભાઈ બધા ને બહાર લઇ જાવ. રમાભાભી ને આરામ કરવા દો.

પુની સિવાય ના બધા બહાર આવી ગયા. ડોકટરે બધું પુની ને સમજાવી દીધું ને બહાર આવી ગયા.

પસા રમાવહુ બરાબર છે ને? શુ થયું છે એમને?

બા મને લાગે છે ભાભી એ કોઈ બિહામણું સપનું જોયું લાગે છે. એટલે એ ડરી ગયા છે. પણ ચિંતા ના કરો સવાર સુધીમાં સારું થઈ જશે. હું જાવ ત્યારે?

હા ચલ હું તને બહાર સુધી મૂકી જાઉં, રાઘવભાઈ બોલ્યા.

ના ના તું ભાભી પાસે જા હું જઈશ.

કાના પસા ને ગાડી સુધી મૂકી દે.

હા બા, આવો.

રાઘવભાઈ રૂમમાં ગયા એટલે પુની સુવા માટે ચાલી ગઈ.

બધા પોત પોતાના રૂમમાં જતા રહ્યા પણ કોઈ ને ઉંઘ આવી નહિ. બધા ના મનમાં એક જ વિચાર હતો કે રમાબેને જે કહ્યું એ સાચું હતું? કે પછી એ એક સપનું હતું કે વહેમ. કોઈ ની પાસે જવાબ નહોતો.

પણ રાઘવભાઈ આજે ચિંતા માં આવી ગયા. શુ રમા સાચું બોલે છે? હું અહીં જ હતો મને કેમ કોઈ ના દેખાયું? હે ભોળાનાથ રક્ષા કરજે. કાલે હું પંડિતજી ને મળી આવીશ. કદાચ એ કોઈ હાલ સૂચવે.

સવારમાં પેલો ફકીર હવેલી ની બહાર ઉભો હતો. એ અંદર આવવા માટે તક શોધતો હતો. 

ત્યાં ગૌરીબા એ એને જોઈ લીધો. એમનું હૃદય જાણે એક ધડકન ચુકી ગયું. આ ફકીર અહીં કેમ આવ્યો હશે? કાલે રાત્રે જે બન્યું એમાં આનો હાથ તો નહિ હોય ને? એમણે કાના ને બૂમ પાડી.

હા બા બોલો.

કાના જો પેલો ફકીર બહાર ઉભો છે. જા પૂછ કે શુ કામ છે? કોનું કામ છે?

હા બા પૂછી આવું.

કાનો ફકીર પાસે જઈને પૂછ પરછ કરી ને પાછો આવે છે

બા એને તમને મળવું છે. એ કહે છે અગત્યનું કામ છે.

તે પૂછ્યું નહિ શુ કામ છે?

પૂછ્યું બા, પણ એ તમને જ કહેશે એમ કહે છે.

સારું જા અંદર લઈ આવ.

કાનો ફકીર ને લઈ ને અંદર આવે છે.

બોલો બાબા શુ કામ છે?

અમ્મા બચ્ચે કો બચાવો. ભારી સંકટ આનેવાલા હૈ.

બાબા શુ બોલો છો? 

અમ્મા આપકે ઘરમેં જો બચ્ચા આનેવાલા હૈ ઉસકો બચાવો. ઉસકે ઉપર બહોત બડા સંકટ હૈ. 

ગૌરીબા એકદમ સડક થઈ ગયા. એમને થયું કે આ ફકીર ને શુ ખબર? એમણે એને પૂછ્યું, શુ સંકટ છે બાબા? 

કોઈ હૈ જો ઉસે મારના ચાહતા હૈ. એ લો ઉસ માં કો પહેના દેના. જબતક એ રહેગા બચ્ચે કો કોઈ તકલીફ નહિ રહેગી. આનેવાલા બચ્ચા બહોત ખાસ હૈ. ઉસે સંભાલો અમ્મા. 

એટલું બોલી ફકીર ગૌરીબાના હાથ માં એક તાવીજ મૂકી ચાલવા લાગે છે. ગૌરીબા એને જતો જોઈ રહે છે પણ કઈ બોલી શકતા નથી. ને આ બધો જ વાર્તાલાપ મેડીએ ઉભા ઉભા જનકભાઈ સાંભળતા હોય છે. જેની ગૌરીબા ને ખબર જ નહોતી. એ ઝડપ થી ત્યાં થી ચાલ્યા જાય છે. 

ક્રમશ.............