કસોટી જિંદગીની Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસોટી જિંદગીની

આપ સૌ એ એક કહેવત તો સાંભળી જ હશે કે "એક સાંધો ત્યાં તેર તૂટે" એવું જ કાંઈક આ છોકરી સાથે થઇ રહ્યું હતું. જીવન ની શરૂઆત તો ખુબ જ સરસ રીતે કરી, પોતાના માતા પિતાની પેહલી સંતાન એટલે ઘર માં સૌની ખુબ જ લાડકી અને પિતા પણ ખુબ જ પ્રેમાળ હતા નાનપણ ના એ દિવસો માં કિલ્લોલ કરતી આ સંધ્યા જેમ જેમ મોટી થવા લાગી એમ એમ જાણે જીવન માં ઈશ્વર એને સંઘર્ષ કરવાની ટેવ પડતો ગયો. હજી એ પોતાનું ભણતર પૂરું કરી નહોતી કે ઈશ્વર એ એના માથા પરથી હાથ લઇ લીધો. એના પિતા સ્વર્ગસ્થ થઇ ગયા. જે દીકરી પિતા વિહોણી થાય એની વેદના સબ્દો માં વર્ણવી ખુબ જ મુશ્કેલ છે. ઘર માં હવે કોઈ પુરુષ રહ્યું ન હતું અને ઘરમાં એક નાની બહેન અને માતા ની જવાબદારી હવે સંધ્યા પર આવી ગઈ હતી. સંધ્યા ના જીવન ની શરૂઆત હતી તેથી તે જવાબદારી થી ડરી નહીં અને કોશિશ કરવા લાગી કે એના પિતા વગર ના ઘર ને હવે એ એક દીકરા ની જેમ સંભાળશે. દિવસો વીતતા ગયા ને એક બેન્કિંગ નો કોર્ષ કરી ને એક બેન્ક માં નોકરી કરવા લાગી ઘર માં હવે ખુશી નો માહોલ હતો અને પિતા ની ગેરહાજરી ક્યાંક ને ક્યાંક અનુભવાતી હતી. જે ઘર માં પિતા ન હોય એ ઘર ના કોઈ પણ સભ્ય પર ચાહે સંતાન હોય કે તેમની માતા સમાજ ટીકા કરવાના મોકા જ સોધતું હોય છે. સંધ્યા ખુબ જ લાગણીશીલ અને સમજદાર હતી એને ખબર હતી કે એને લોકો ની નિંદા અને ઘરની જવાબદારી બધાની સામે આ નાની ઉંમર માં જ સંઘર્ષ કરવાનો છે. જે સમયે યુવાનો મોજ શોખ કરતા હોય છે એ સમયે સંધ્યા આ વિકટ પરિસ્થિતિ નો સામનો કરી રહી હતી. નાની બહેન ની ખુશી માટે એ ક્યારેક સાથે આનંદ માણી લેતી પણ પોતાના માટે એને સમય ન હતો. આજ રીતે સમય વીતતો ગયો અને સંધ્યાના જીવન માં મુશ્કેલીઓ આવતી ગઈ અને એ એની સામે નીડર થઇ ને લડતી ગઈ. આ સમય દરમ્યાન ઘણા મિત્રો મળ્યા, સંધ્યાનો સ્વભાવ એટલો પ્રેમાળ અને સંભાળ વાળો હતો કે જે પણ એના સંપર્ક માં આવે એ એની સાથે હંમેશ માટે સંપર્ક રાખવાનું પસંદ કરે.


આટલી પ્રેમાળ હોવા છતાં કુદરત એની સાથે ન જાણે કેમ આવું કરતુ હશે એ જાણી ને મન માં ઘણા પ્રશ્ન ઉદ્દભવે પણ કેહવાય છે ને કે "કુદરત એને જ દુઃખ આપે જે એને સહન કરવાને કબીલ હોય" જીવન ના આવા દુઃખો જોઈ જોઈ ને સંધ્યા અંદર થી તૂટવા લાગી હતી. સંધ્યા હવે જુવાન થઇ ગઈ હતી એટલે ઘરમાં નાની બહેન અને માતા તથા સાગા સંબંધીઓ હવે સંધ્યા ના લગ્ન માટે છોકરો જોઈ રહ્યા હતા. ઘણી વાતો આવી કેમ કે સંધ્યા દેખાવ માં પણ એટલી જ સુંદર હતી જેટલી એના વર્તન માં સમય પસાર થતો ગયો ને આ વાત નો દૌર આગળ વધતો ગયો. એક દિવસ એની ખુશી ને દિવસ આવ્યો , જીવન માં સમજદાર થઇ ત્યાર થી લઈને આજે એના અંતરઆત્મા ની આ પેહલી જ ખુશી હશે. સંધ્યા ને છોકરો ગમ્યો જે એક ખાનગી સંસ્થા માં કામ કરતો હતો અને દેખાવ માં પણ સારો હતો. એનું ભણતર પણ એન્જિનિર નું હતું. સંધ્યા ખુશ હતી કે હવે એની આ જંગ જે એ એકલી લડી રહી છે એનો અંત આવશે. પણ કેહવાય છે ને કે કુદરત જો તમને ઇચ્છે તો જે હાલ માં છે એ જ હાલ માં રાખે , સંધ્યા સાથે પણ આવું જ થયું કોઈક કારણો સર સંધ્યા અને એ એન્જિનિર નો સંબંધ ના સાચવાયો. સંધ્યા એ તો ઊંચ કોટી નું જોર લગાવ્યું એને સાચવવા પણ કુદરત ને એમનો સાથ મંજુર નહિ હોય. એ સંબંધ ના તૂટવાથી સંધ્યા ની થોડી મળેલી ખુશી પણ છીનવાઈ ગઈ. એને જોયેલા સુખી જીવન ના સપનાં ચકનાચૂર થઇ ગયા. હવે એ ખુબ જ તૂટી ગઈ હતી. એને જીવન નો મોહ જ રહ્યો ન હતો અને ઈશ્વર ને એમ જ કહેતી કે જીવન આપ તો સારું આપ નઈ તો મને પણ તારી પાસે બોલાવી લે.

આજે એ સમય ને પણ વર્ષ થઇ જશે. સંધ્યા ખુબ જ એકલી થઇ ગઈ છે. કોઈ પણ મિત્ર એના દુઃખ ને ઓછું નથી કરી શકતું કે ના એને કોઈ સારો માર્ગ બતાવી સકે છે. બસ આપ સૌ વાંચકો ને પ્રાર્થના છે કે તમારી પાસે કોઈ આનો માર્ગ હોય તો મને જણાવી સકો અને બને એટલી સંધ્યા માટે પ્રાર્થના કરજો કે જેથી એની આ જિંદગી ની કસોટી પુરી થાય અને એ સુખ ના દિવસો જુવે.