Dikari ek gaurav ke ek saza books and stories free download online pdf in Gujarati

દીકરી એક ગૌરવ કે એક સજા

દીકરી એક ગૌરવ કે એક સજા

પ્રસ્તાવના

આ વાત મારા મનના સવાલો પર નિર્ભર છે. સમાજમાં જોઇલી અને સાંભળેલી વાતો પરથી મારા મનમાં દીકરી શબ્દ પર ઉઠી રહેલા આ સવાલો અને સમાજ નો નજરીયો અહીં વર્ણવી રહ્યો છું.

આપ સૌ પોતાના અભિપ્રાય કૉમેન્ટ ના માધ્યમ કે મારા ઈમેલ ના માધ્યમ થી જણાવશો એવી આશા છે.

***

સમાજ માં દીકરી તરીકે જન્મ લેવું પાપ છે? કદાચ સારું લગાડવા ઘણા લોકો એવું કહેશે કે ના કોઈ પાપ નથી પણ મનમાં તો દીકરા પ્રત્યેનો જેટલો પ્રેમ હશે એટલો દીકરી પ્રત્યે નઈ જ હોય. આવું ઘણી જગ્યા એ જોવા મળે છે.

કોઈ છોકરી જો બાળક ને જન્મ આપવાની હોય તો, ઘરના વડીલો જેમ કે દાદા - દાદી , નાના - નાની, માતા - પિતા, સાસુ - સસરા, પતિ ને ફોઈ, કાકા બધાજ એવી ભગવાન ને પ્રાર્થના કરે કે અમારી દીકરી ના ઘરે કે અમારી વહુ ના ખોળે એક દીકરો જ જન્મ લે. એ છોકરી ની સામે અને બીજા સગાવાળાઓ ની સામે પણ આવું જ કંઇક બોલતા હોય છે. ભાગ્યે જ એવા કોઈ મળે છે જે એમ કહે છે કે ઈશ્વર જે આપશે એમાં ખુશ કે પછી દીકરી થાય તો સારું. આવા શબ્દો ભાગ્યેજ સંભળતા હોય છે.

જો એ છોકરી જો એક દીકરી ને જ જન્મ આપી દે તો સાસરી પક્ષવાળા ની જે નવા બાળક માટે ની ખુશી હોય છે એ ઓછી થઇ જતા મેં જોઈ છે. અને એ દીકરી ને જન્મ આપી પાપ કરી બેસી હોય એવા વર્તન કરવા વાળા પણ મેં ઘણા જોયા છે. દીકરી ના પિયર વાળા એને આશ્વાસન આપે છે કે ચિંતા ના કર તારું બીજું બાળક દીકરો થશે. પણ કોઈ એમ કેમ નથી કહેતું કે દીકરી આવી તો ઘરમાં લક્ષ્મી આવી. એ ફક્ત સારી વાતો, ગ્રંથો જ કેમ બની જાય છે. વાસ્તવ માં લોકો એને કેમ નથી અપનાવતા? શું દીકરી સમાજમાં એક સજા છે? એ કોઈ અલગ જ પ્રાણી છે? તો પછી લોકો આટલો ભેદભાવ સાને કરતા હશે??

દરેક ધર્મ માં દીકરી ને એક સુંદર સ્થાન આપેલું છે. જેમ કે હિન્દૂ ધર્મ માં એ ઘરની લક્ષ્મી, મુસ્લિમ ધર્મ માં જો અલ્લાહ તમારા થી ખુબ જ ખુશ થાય તો તમને એક દીકરી ના રૂપ માં સંતાન આપે છે. આવા તો ઘણા ગ્રંથો હશે ને ઘણી વાતો હશે પણ લોકો કેમ આ વાત ને નથી સમજતા? કેમ એક દીકરા રૂપી સંતાન ને મેળવવા એ અબોલ નાના બાળક સાથે ના કરવાનું કરી જતા હોય છે??

જો દીકરી થાય તો એ કોઈ સ્ત્રી ના હાથ માં તો નથી ને? એતો કુદરત જ નક્કી કરે છે. અને બહુ ભણેલા હોવ ને કુદરત માં ના માનતા હોય એવા માટે પણ સાયન્સ એ પુરવાર કર્યું છે કે દીકરી કે દીકરા નો જન્મ પુરુષ ના શુક્રકોષ નક્કી કરે છે. સ્ત્રી માં તો એક્સ-એક્સ પ્રકાર ના અંડકોષ હોય છે. જયારે પુરુષ માં એક્સ-વાય પ્રકાર ના શુક્રકોષ હોય છે. જો પુરુષ માંથી વાય પ્રકાર નો શુક્રકોષ સ્ત્રી ના ગર્ભ માં પ્રેવેશે તો જ દીકરો જન્મે તો પછી લોકો એવું કેમ કહે છે કે સ્ત્રી એના પતિ કે પરિવાર ને દીકરો નઈ આપી શકે??

સમાજ માં રહેલી આ માન્યતા ભણેલા પણ કેમ દૂર નથી કરી શકતા? જો તમારી માં જ તમારી જનેતા જ દુનિયા માં ના હોત તો તમે જ ન આવ્યા હોત. દુનિયા માં ખાલી પુરુષ જ હોત તો શું બે પુરુષ મળી ને સંતાન ને જન્મ આપેત? તમારા દીકરા ના લગ્ન માટે છોકરી શોધો છો. તો પુરુષ કેમ નથી શોધતા? દીકરી ની દુનિયા માં જરૂર છે પણ દીકરી ના જન્મ સમય એ આટલી નફરત, આટલી નારાજગી, આટલા સવાલો કેમ?

સરકાર એ એક વાત તો સારી કરી છે કે ગર્ભ માં બાળક ની જાત જાણવા કે જણાવવા પર પ્રતિબંધ રાખ્યો. જેથી દીકરી ની ગર્ભ માં થતી હત્યા ને રોકવામાં મોટી સફળતા મળી, પણ એ અબોલ જીવનો એવો તો શું વાંક કે એને તમે દુનિયા માં પણ નથી લાવવા માંગતા? કેમ આવું કરે છે સમાજ, કેમ લોકો નથી સમજતા કે દીકરી જ વ્હાલ નો દરિયો છે..

લોકો દીકરા પાછળ અઢળક રૂપિયા ખર્ચે એને ભણાવે ગણાવે , લગ્ન કરાવે પોતાની બધી જ પ્રોપર્ટી એને આપે, એક સુંદર કન્યા સાથે મેરેજ કરાવે. એના સંતાન ને સાચવે પણ એ દીકરો જેટલો માં બાપ ને પ્રેમ કરે એના કરતા દીકરી વધુ જ કરતી હશે. હું એક દીકરો હોવા છતાં એ ખાતરી આપી શકુ. દીકરી જેવી મોટી થાય પોતાનું બધું જ છોડી ને સાસરે ચાલી જાય, કઈ પણ માંગે નહિ અને હંમેશા તમારી ચિંતા જ કરતી રહે. તો પણ લોકો કેમ એને એક સજા સમજે છે. કેમ લોકો આવું કરે છે??

મુસ્લિમ ધર્મમાં માં ને ખુબ જ ઊંચું સ્થાન આપવા માં આવ્યું છે. માં ના પગ નીચે સવર્ગ છે એવો કુરાન શરીફ માં ઉલ્લેખ છે. જો સ્ત્રી મહત્વ ની ના હોત તો એ પયગમ્બર જેને આપણે ખુદા ના મેસેનજર માનીએ છીયે એમને આવો ઉલ્લેખ શા માટે કર્યો હશે. મંદિર માં, મસ્જિદ માં, દરગાહ માં કે દેવી દેવસ્થાન એ જઈ ને તમે માથું ટેકવો છો પણ એ ખુદા એ આપેલા આ સંદેશા માટે કેમ તમારી આંખો બંધ છે? કેમ તમે કઈ સાંભળવા નથી માંગતા?? કેમ??

દીકરી ને બોજ બનાવનાર જ તમે છો. કોઈ પણ ધર્મ એમ જ કહે છે કે દહેજ આપવું પાપ છે. પણ સમાજ માં છોકરો માંગે એ છોકરી વાળા આપતા હોય છે. અને આ પણ એક કારણ છે કે ગરીબ કે લાચાર વ્યક્તિ પૈસા ના હોવાના કારણે છોકરી ના જન્મ પર નારાજ થતો હોય છે. શું આપણે બધા સમજી આપણા આ કુરિવાજો ને દૂર ન કરી શકીયે?

બસ મારે વધુ તો કઈ નથી કેહવું પણ જેટલું હું સમજુ છું એટલું તમે સમજો અને દીકરી ના જન્મ પર દીકરા ના જન્મ કરતા પણ વધુ ખુશ થાઓ અને એ દીકરી ને દીકરા થી પણ વધુ લાડકોડ થી ઉછેરી ને મોટી કરો. એને દીકરા થી પણ વધુ અભ્યાસ કરવો. એને પગભેર બનાવો. એને ક્યારેય તમારી જરૂર વર્તાય તો હંમેશા સાથે ઊભરહો. સ્ત્રી ને માન આપો. એને પહેરવા ઓઢવાની છૂટ આપો. એને તમારી સમકક્ષ બેસાડો, એને પણ એક દીકરા જેવો જ પ્રેમ આપો. તમારી પત્ની, તમારા દીકરા ની વહુ, કે કોઈ પણ સ્ત્રી ને તમે તમારા દીકરા ને દીકરી સમજી ને જ પ્રેમ આપો. બસ આજ એક મારુ કઠિન સપનું છે. પણ મને આશા છે કે સમાજમાં એવા લોકો છે જે આ વાત સારી અને સુંદર રીતે ફોલો કરી રહ્યા છે. પણ કોઈ જાણતા અજાણતા ના કરતા હોય તો તમારા અહમ ખોટા કુરિવાજો ને દૂર કરી આટલું જરૂર કરશો. તો કદાચ....

"દીકરી તમારું ગૌરવ બનશે.. સજા નહિ..."

અસ્તુ..

આપનો પ્રિય

ઈરફાન જુણેજા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED