ઇન્ડિયા-પાકિસ્તાન સ્પોર્ટ્સ લવ Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્ડિયા-પાકિસ્તાન સ્પોર્ટ્સ લવ

ઇન્ડિયા-પાકિસ્તાન સ્પોર્ટ્સ લવ

ક્રિકેટ મારી પ્રિય રમત છે. મેં જ્યારે થી ઉભા રેહતા શીખ્યું ત્યાર થી જ બેટ પકડતા. ક્યારેક મમ્મી જે નાના બેટ નો ઉપયોગ કપડાં ધોવા કરતી એના થી તો ક્યારેક મારા કાકા ના મોટા ક્રિકેટ બેટ થી અવાર નવાર મિત્રો સાથે ક્રિકેટ રમી લેતો. મારા કાકા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને લેફ્ટ હન્ડેડ બેટ્સમેન હતા. મને ખુબ પ્રેરણા એમના તરફ થી જ મળેલી. મોટો થતો ગયો એમ વધુ ને વધુ ક્રિકેટ રમતો ગયો. આ હતી મારા જીવન માં ક્રિકેટ ની વાત પણ આજે હું આ ક્રિકેટ ના માધ્યમ થી એક વાત રજુ કરી રહ્યો છું. એક સ્પોર્ટ્સ મેન કેવી રીતે પ્રેમ પ્રસરી સકે એ આપ સમક્ષ રજુ કરી રહ્યો છું.

***

તા. ૭/૨/૨૦૧૮

સમય : સવાર ના ૧૦:૦૦ કલાકે

સ્થળ : સેન્ટ મોટીઝ (સ્વિટ્ઝર્લૅન્ડ)

ઇન્ડિયા ના નામચીન ન્યુઝ ચેનલ આજતક ના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિક્રાંત ગુપ્તા સેન્ટ મોટીઝ ની એક હોટેલ એ પહોંચ્યા પોતાનો સમાન મૂકી ફ્રેશ થઇ ને ઇન્ટરીયું માટે કેમેરા મેન રાજીવ સાથે રવાના થયા. કોનફોરન્સ હોલ માં પહોંચતા જ એમની પેહલી નજર સુલતાન ઓફ સ્વિંગ વસીમ અક્રમ પર પડી. વસીમ અક્રમ એમના જમાના ના ખુબ જ નામચીન બોલર હતા. બોલિંગ માં સ્વિંગ ની કાબિલિયત સૌથી વધુ વસીમ અક્રમ પાસે જ હતી અને વસીમ અક્રમ પાકિસ્તાન ના એ સમય ના લીડિંગ બોલર હતા. વસીમ અક્રમ ની નજર પણ વિક્રાંત ગુપ્તા પર પડી. વસીમ અક્રમ પોતાની જગ્યા એ થી ઉભા થઇ તરત વિક્રાંત તરફ આવ્યા અને જેમ એક સગા ભાઈ ને મળે એમ હેત થી વિક્રાંત ને ગલે લગાવ્યા. વિક્રાંત એ પણ ખુબ જ પ્રેમ થી વસીમ ભાઈ કહી ને આદર કર્યો.

થોડા સમય નોર્મલ વાતો કરી ને બંને કોનફોરન્સ હોલ માં એક સાઈડ બે ચેર પર ગોઠવાયા. અને કેમેરા મેન રાજીવ એ પોતાનો કેમેરો સેટ કરી ને વિક્રાંત ને ઇન્ટરિયું ચાલુ કરવા કહ્યું. વિક્રાંત એ શરૂઆત કરી.

"દર્શકો આજે અમારી સાથે ખાસ મહેમાન છે સુલતાન ઓફ સ્વિંગ વસીમ અક્રમ. ઘણા સમય પછી આજે હું વસીમ ભાઈ ને મળી રહ્યો છું. તો ચાલો શરૂઆત કરીએ થોડા સવાલો થી.

વસીમ ભાઈ કેવું ફીલ કરી રહ્યા છો. સ્વિટ્ઝર્લૅન્ડ માં આઈસ ક્રિકેટ ૨૦૧૮ માં આવી ને?"

" વિક્રાંત પહેલા તો તારો ખુબ ખુબ આભાર કે તે મને પબ્લિક સામે આજે મારી વાત રાખવાનો મોકો આપ્યો. હા સ્વિટ્ઝર્લૅન્ડ હું ઘણીવાર આવું છું ફરવા માટે પણ ક્રિકેટ માટે પહેલીવાર આવ્યો છું. આઈસ ક્રિકેટ ખુબ જ અલગ પ્રકાર ની ક્રિકેટ છે. કેમ કે બરફ પર રમવું ખુબ મુશ્કેલ હોય છે."

"દર્શકો આપને જણાવી દઉં કે વસીમ અક્રમ અહીં આઈસ ક્રિકેટ ના મેન્ટોર અને કોમેન્ટેટર તરીકે આવ્યા છે. તો એ આ સિરીઝ માં જોવા મળશે કદાચ આપણ ને એમની બોલિંગ નો લહાવો મળી જાય. કેમ વસીમ ભાઈ?"

" અરે વિક્રાંત મારા ભાઈ આ બાવન વર્ષ ની ઉંમરે બોલિંગ ના સૂઝે. આ જૂન માં હું બાવન નો થઇ જઈશ.."

"ઓહ વસીમ ભાઈ તમે બાવન ના લગતા નથી."

"હા ભાઈ આ આજના ક્રિકેટરો સાથે સ્કોડ માં બેસવા બોડી મેન્ટેન રાખવું પડે ને. હું મારા ખાવા પર બહુ ધ્યાન આપું છું એટલે ફિટ છું.."

"સારું સારું વસીમ ભાઈ તો આપણે જાણીએ જ છીયે કે ઇન્ડિયા-પાકિસ્તાન ની મેચ માટે કેટલી આતુર તાથી આપણે રાહ જોઈએ છીયે પણ સંજોગો વસાત એ શક્ય નથી બની રહ્યું. પણ અહીં સેન્ટ મોટીઝ માં યોજાયેલી આ સ્પર્ધા માં ઇન્ડિયા - પાકિસ્તાન જોવા મળી જ ગયું. એક ટીમ ના કપ્તાન વીરેન્દ્ર સેહવાગ અને બીજી ટીમ ના શાહિદ ખાન આફ્રિદી (બૂમ-બૂમ), સેહવાગ ની ટીમ માં થોડા ભારતીય ખેલાડી છે ને શાહિદ ની ટીમ માં થોડા પાકિસ્તાની એમાં સોયબ અખ્તર પણ છે.. શું કેહવું છે તમારું આ વિશે..."

"હા વિક્રાંત દરેક ફેન ઇન્ડિયા-પાકિસ્તાન ટાકરા ની રાહ જોઈ ને બેઠો હોય છે. અમે પણ રાહ જોઈએ છીયે કે માહોલ જલ્દી સારો થાય અને એક સારી ક્રિકેટ જોવા મળે. લોકો એવું કહે છે કે સરકાર ને મનાવો. પણ બંને તરફ થી સરખી રીતે લોકો બેસી ને વાતચીત કરશે તો જ કદાચ આ શક્ય બનશે."

"વસીમ ભાઈ સાચી વાત છે. બસ અમારી પણ એ જ ઈચ્છા છે. અમે તો પાકિસ્તાન ને મિસ કરીયે છીયે. તમે ઇન્ડિયા ને કરો છો?"

"હા વિક્રાંત હું પણ ઇન્ડિયા ને ખુબ જ મિસ કરું છું. મારા ક્રિકેટ ના જીવનકાળ દરમિયાન લગભગ ૨૦૦૩-૨૦૦૪ સુધી અમે ઇન્ડિયા માં ઘણું રમ્યા ને ઘણા મિત્રો બનાવ્યા. સચિન, સેહવાગ, દ્રવિડ, ગાંગુલી, લક્ષ્મણ , ઝહિર (જેક). એ પછી મેં ઇન્ડિયન ક્રિકેટ માં ઘણું કામ કર્યું મેં ઘણા ને ઇન્ડિયા માં ફાસ્ટ બોલિંગ અને સ્વિંગ સીખવડ્યા છે. જયદેવ, ઉમેશ યાદવ , મોહમ્મદ શમી, મારા માટે ક્રિકેટ જ મહત્વ ની છે. હું કોઈ પણ પ્લેયર ને એ યુવા બોલર છે એ જ જોવું છું. એ ઇન્ડિયા નો કે પાકિસ્તાન નો એ નહિ. સાથે સાથે મેં ૧૦ વર્ષ સ્ટાર ચેનલ સાથે અને એ પછી આજતક સાથે કામ કર્યું. IPL માં કામ કર્યું KKR માટે. ઇન્ડિયા માં ઘણા મિત્રો છે. દરેક શહેર માં મારા મિત્રો છે. ક્યારેક કોચિંગ અને શો માટે છ-સાત મહિના ઇન્ડિયા રોકાતા , અલગ અલગ શહેરો માં ફરતા અલગ અલગ વાનગીઓ જમતા. હું ઇન્ડિયા ની ખુસબુ મિસ કરું છું.."

"વસીમ ભાઈ જાણી ને ખુશી થઇ, અમે પણ તમને ખુબ મિસ કરીયે છીયે. તમે મને એક પ્રોમિસ કર્યું હતું કે તમે મને પાકિસ્તાન બોલાવશો અને તમેં ઇન્ડિયા આવશો. તો જલ્દી આવો અમે તમારી રાહ જોઈએ છીયે.."

"હા મને બે વર્ષ થઇ ગયા ત્યાં મારા પોટીકાઓ જેવા લોકો છે. એમના થી દૂર રહી હું પણ દુઃખ અનુભવું છું. જરૂર કોઈ પ્રોગ્રામ માટે આવીશ.."

"વસીમ ભાઈ ઇન્ડિયા ની ટીમ હવે ખુબ સારું કરી રહી છે. ઇન્ડિયા માં સારા ફાસ્ટ બોલર આવ્યા છે. બુમરાહ, શમી , ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, ભુવનેશ્વર કુમાર જે ઇન્ડિયા અને ઇન્ડિયા ની બહાર ખુબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે.. શું કેહવું છે તમારું આ વિશે.."

"હા ઇન્ડિયા માટે આ ખુબ જ સારા સંકેત છે. ભારત એ ખુબ ક્રિકેટ માં ઇન્વેસ્ટ કર્યું છે. IPL , ફર્સ્ટ ક્લાસ , BCCI એ ખુબ મેહનત કરી છે. એટલે ખેલાડીમાં આત્મવિશ્વાસ આવ્યો છે. બધા બોલરો જુના બોલ સાથે પણ ઇન્ડિયા અને ઇન્ડિયા ની બહાર રિવેર્સસ્વીન્ગ કરે છે. "

"ઇન્ડિયા ને ઘણા સારા પ્લેયર મળ્યા. હાલ કોહલી ખુબ જ ફોર્મ માં છે. અમે પાકિસ્તાન ના તમારા શો જોઈએ છીએ , વિરાટ ની તારીફ ખુબ સાંભળવા મળે છે. હાલ તો એ આફ્રિકા સામે ખુબ જ પ્રભાવશાળી સાબિત થઇ રહ્યો છે. સેન્ચુરી પર સેન્ચુરી મારે જાય છે. શું કહો છો તમે કોહલી વિશે.."

"હા કોહલી એક સંપૂર્ણ ક્રિકેટર છે. જેને દરેક જોવાનું પસંદ કરે છે. દુનિયા ના હાલના ચાર પાંચ સારા ખેલાડી છે પણ કોહલી ટોપ પર છે. દુનિયા નો બેસ્ટ ક્રિકેટર કઈ સકાય. એની કપ્તાની પણ સારી છે. થીક સમય એ કપ્તાન બન્યો. ટીમ સારી મળી. ખુબ ફિલ્ડિંગ અને બેટિંગ માં એને સુધાર કર્યો."

"સારું વસીમ ભાઈ આપનો કિંમતી સમય આપવા બદલ, અમે ઇન્ડિયા માં તમારી રાહ જોઈએ છીયે. બસ જલ્દી આવો તમે. અને અહીં ઠંડી બહુ છે તો હું ઠંડી ના કપડાં લઇ લઉ.."

"હા ભાઈ વિક્રાંત લઇ લે, નઈ તો કુલ્ફી થઇ જઈશ.."

"સારું ચાલો તો મિત્રો આ હતા વસીમ અક્રમ, હું વિક્રાંત ગુપ્તા કેમેરા મેન રાજીવ સાથે આજતક.."

આટલું કહી વિક્રાંત એ ઇન્ટરીયું પૂરું કર્યું. અને પછી વસીમ અક્રમ ને બાય કહી પોતાના રૂમ એ પહોંચ્યો.

***

મિત્રો આ વાત થ્રુ હું એ સમજાવાની કોશિસ કરું છું કે કોઈ કલાકાર, કોઈ સ્પોર્ટ્સ મેન કે કોઈ પણ વ્યક્તિ પ્રેમ ફેલાવાનું જ કામ કરે છે. દરેક ની પાસે કંઈક ખાસ હોય છે. લોકો ને આપવા. પણ અમુક નકારાત્મક તત્વો ને કારણે આનો ભોગ બધા જ બનતા હોય છે. કાસ લોકો વાતો ને સમજે ને ખોટી અફવાઓ, વિચારો થી દૂર રહે અને દુનિયા માં પ્રેમ ફેલાવે..

બસ એજ અસ્તુ..

આપનો પ્રિય

ઈરફાન જુણેજા