Ek adhuri khwahis books and stories free download online pdf in Gujarati

એક અધૂરી ખ્વાહિશ

ધોરણ ૧૦ પછી એક નવા જ અભ્યાસ ની શરૂઆત હતી. નેહા ભણવામાં માં ખુબ હોશિયાર હતી એટલે એના પિતા એ એને વધુ અભ્યાસ માટે Information Technology માં એડમીસન અપાવ્યું હતું. પોતાના પિતાની મદદરૂપ કેમ જલ્દી થઇ શકશે એમ સમજી ને નેહા ભણવામાં ખુબ જ મન લગાવી ને ભણતી. કમ્પ્યુટર ના કીબોર્ડ પર ફરતી એની આંગળીઓ સાથે સાથે એના મનમાં પણ ઘણા સપના ઓ હતા કે પોતાના શહેર માં પણ પોતાનું જ એક ઘર હોય. સુરત શહેર ની આ નેહા રોજ કોલેજ જતા સમયે મનમાં અવનવા સપનાઓ લઈને જતી. એક દિવસ કમ્પ્યુટર લેબ માં એની નજર એક છોકરા પર પડી, નેહા ખુબ જ સાદગી ભર્યું જીવન જીવી રહી હતી પણ કેહવાય છે ને કે "દિલ એના જ માટે ધડકે જેને આપણે ખરા અર્થ માં પોતાનું બનાવવા મંગતા હોય". બસ નેહા સાથે પણ કઇક આવું જ થયું. અચાનક જ એ છોકરા ને જોઈ ને એના મનમાં કંઈક અલગ જ એહસાસ થયો. એ ગજબ જ સરમાળ હતી એટલે કોઈ ને એ કશુ કહી શકે એમ ન હતી.

રોજ સવારે કોલેજ જવાનું અને એ છોકરો આજે કૉલેજ આવ્યો હશે કે નઈ એ જ વિચારો મનમાં ચાલતા, ભણતર ની સાથે સાથે એના મન ને ખુશ કરવાનું કામ પણ નેહા સાથે કરતી. એ છોકરા ને જોઈ ને નેહા નું મન ખુશી થી પાગલ થઇ જતું અને એની ઝલક એના ચેહરા પર ક્યાંક ને ક્યાંક વર્તાતી. જેમ જેમ સેમેસ્ટર પસાર થતા ગયા એમ એમ એના મનમાં લાગણીઓ વધતી જ ગઈ.

થોડા સમય બાદ નેહા અને આનંદ ની વચ્ચે વાતો થવા લાગી. એ છોકરા નું નામ આનંદ હતું. ભણવાના કોઈ ને કોઈ કામ થી એ બે વચ્ચે વાતો થવા લાગી. છેલ્લું સેમેસ્ટર બાકી હતું પણ નેહા અને આનંદ વચ્ચે કોઈ પ્રેમ ના એહસાસ વિશે વાત નહોતી થઇ. આનંદ ને પણ ખબર હતી કે નેહા એને પસંદ કરે છે. અને નેહા ના મન માં તો આનંદ માટે અનહદ પ્રેમ હતો. પણ નેહા ના એને કઈ શકે ના આનંદ એને. છેલ્લા સેમેસ્ટર માં પ્રોજેક્ટ કરવાનો હતો બધા ના પ્રોજેક્ટસ બની ગયા હતા પણ આનંદ ને એમાં થોડી મુશ્કેલી પડી રહી હતી. નેહા આ બાબતે ખુબ જ હોશિયાર હતી એને ખબર પડતા જ એને આનંદ ના પ્રોજેક્ટ ને પૂરો કરવામાં ખુબ જ મદદ કરી. આનંદ પણ આ વાત થી ખુબ જ ખુશ થયો અને નેહા ને પણ અંદર થી ખુશી થઇ કે એને એના મનના માનેલા પ્રેમ માટે કંઈક કર્યું.

આજે એ દિવસ આવી ગયો હતો કે ડિપ્લોમા ના ત્રણ વર્ષ પુરા થવાના હતા. નેહા ખુબ જ દુઃખી હતી, એને એમ હતું કે હવે એ આનંદ ને ક્યારેય નઈ જોઈ શકે. મનમાં ને મનમાં એનું રૂદન ચાલી રહ્યું હતું. કોલેજ ના છેલ્લા દિવસે પોતાના ખાસ મિત્રો થી છુટા પાડવાનું દુઃખ પણ હરેક ને હોય જ છે. આ દિવસો અમૂલ્ય હોય છે. જીવન ની સૌથી સુંદર યાદોમાં આ એક હોય છે. કેટલાક મિત્રો ના છુટા પાડવાના દુઃખમાં તો કેટલાક પોતાના ગમતા પાત્રો ને નઈ જોઈ સકે એના દુઃખમાં તો ક્યાંક પોતાના ના પ્રેમી થી છુટા પાડવાના દુઃખમાં અને કેટલાક પ્રોફેસરો જેમના મિત્ર જેવા વાર્તાનો હવે અનુભવવા નઈ મળે એના દુઃખમાં ઉદાસ હોય છે.

કોલેજ ના આ છેલ્લા દિવસે નેહા અને આનંદ બધાં મિત્રો અને એક બીજા ને મળી ને છુટા પડયા, નેહા ને વિશ્વાસ જ નહોતો થતો કે ત્રણ વર્ષ પુરા થઇ ગયા. એને તો આ ત્રણ વર્ષ ત્રણ દિવસ જેવા લાગી રહ્યા હતા. હવે સમય હતો ડિગ્રી (મ્ઈ) માં એડમીસન લેવાનો, નેહા મનમાં ને મન માં પ્રાર્થના કરી રહી હતી કે એને ત્યાંજ એડમીસન મળે જ્યાં આનંદ ને મળે. કેહવાય છે ને કે "જબ તુમ કિસી ચીઝ કો દિલ સે ચાહો તો પુરી કાયનાત તુમ્હે મિલાને કી સાઝિશ કરતી હૈ". બસ પછી શું હતું ભગવાન એ એમની સાંભળી લીધી અને બંને ને અમદાવાદ ની એક નામચીન કોલેજ માં એડમીસન મળી ગયું.

હવે સમય હતો ફરીવાર જીવન ના અમૂલ્ય ૩ વર્ષ સાથે જીવવવાનો. નવું શહેર નવી કોલેજ અને નવા મિત્રો. સાથે સાથે ઘર થી દૂર ઁય્ માં રહેવાના અનુભવ સાથે આ પ્રેમી યુગલ નું અમદાવાદ માં આગમન થયું. શબ્દો નથી મારી પાસે એ નેહા ના એહસાસ ને વર્ણવા માટે કે એ કેટલી ખુશ હતી. જુના અને નવા મિત્રો ના સંપર્ક માં રહી નેહા એ પોતાના મન ની વાત મિત્રો ને કહી. એ આનંદ ને કહી શકે એમ નહોતી. સમય વીતતો ગયો ને મિત્રો નો કોશિશ વધતી ગઈ.

આનંદ ને એના એક મિત્ર વરૂણ એ ખુબ જ સમજાવ્યો કે તમારા બંનેની જાતિ એક છે. નેહા સુંદર છે અને હોશિયાર પણ તો તું કેમ એની સાથે જોડવામાં સંકોચ અનુભવે છે. આનંદ નો જે જવાબ હતો એ કદાચ વરૂણ ક્યારેય નઈ ભૂલી શકે. "જો વરૂણ, તારી વાત સાચી છે. તું કહે છે એ બધું જ બરાબર છે, પણ મારૂ લેવલ એના કરતા ઓછું છે, હજી હું આ ડિગ્રી સફળતા પૂર્વક મેળવી શકિસ કે નહિ એનું પણ મને કઈ સમજાતું નઈ. તું તો જાણે જ છેને કે હું ભણવામાં થોડો કાચો છું. હું એક વાર સેટલ થઇ જઇ પછી આ બાબતે વિચારી શકું" વરૂણ એની આ વાત સાથે સહમત થયો પણ એને સમજાવ્યું કે દોસ્ત પ્રેમ પૈસા કે લાયકાત જોઈ ને નઈ થતો એ તો મન અને સ્વભાવ જોઈ ને થાય છે. પણ હવે હું તને ફોર્સ નઈ કરૂં આ બાબતે પણ તું જીવન માં જયારે પણ એમ અનુભવે કે હવે તું સદ્ઘર થઇ ગયો છે, પોતાના પગ પર ઉભો છે ત્યારે નેહા ને જરૂર અપનાવજે.

સમય વીતતો ગયો અને નેહા એ પણ હવે વિચારી લીધું હતું કે ભલે એને રાહ જોવી પડે પણ એ આનંદ ને પામવા બધું જ કરવા તૈયાર છે. જેમ ડિપ્લોમા પૂરૂં થયું એમ ડિગ્રી પણ પૂર્ણ થઇ ગઈ. ફરીવાર એ નવા મિત્રો સાથે છુટા પાડવાના દિવસો આવી ગયા, દરેક ના મનમાં આજે પણ એજ દુઃખ નો માહોલ હતો. બધા એક બીજા સાથે અમદાવાદ ની અલગ અલગ જગ્યાઓ જેમ કે રિવરફ્રન્ટ, કાંકરિયા, હિમાલયા મોલ, લૉ ગાર્ડન, ફરી છેલ્લા દિવસો વિતાવી ને છુટા પડયા.

અમુક મિત્રો નોકરી એ લાગ્યા ને અમુક હજી પણ નોકરી શોધી રહ્યા હતા. નેહા ને પણ અમદાવાદ માં જ નોકરી મળી ગઈ હતી. એ અમદાવાદ માં નોકરી કરવા લાગી હતી આનંદ હવે ૈંહર્કદ્બિટ્ઠર્ૈંહ ીંષ્ઠરર્હર્ઙ્મખ્તઅ સિવાય કઇક કરવા માંગતો હતો. ખુશ નસીબે એને એક બેન્ક માં નોકરી મળી ગઈ. આ સમાચાર મળતા જ નેહા ખુશ ખુશાલ થઇ ગઈ. એની અધૂરી ખ્વાહિશ ફરી જાગી ગઈ હતી. હવે આનંદ જલ્દી સેટલ થઇ જશે અને એની આ ખ્વાહિશ પુરી થઇ જશે એ ખુશી માં એના ચેહરા પર નૂર આવી ગયું હતું.

પણ કુદરત હંમેશા વાત માં કંઈક બદલાવ જરૂર લાવે છે. નેહા માટે પણ જાણે કુદરતે એ આવું જ કંઈક કર્યું. એક દિવસે સવાર ના નેહા ને ખુબ જ દુઃખદ સમાચાર મળ્યા જે સાંભળી ને નેહા ના માથે આભ ફાટ્‌યું હોય અને જમીન ધસી ગઈ હોય એવો જ કંઈક એહસાસ હતો. એ ખરાબ સમાચાર હતા કે આનંદ હવે આ દુનિયા માં નથી રહ્યો. નદી ના પાણી માં એને પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા. આનંદ ખુબ જ બહાદુર હતો એટલે એને કોઈ નો જીવ બચાવવા પોતાના જીવ ની આહુતિ આપી દીધી. અને નેહા ની છેલ્લી ઉમ્મીદ પણ એ નદી ના પાણી ની જેમ વહી ગઈ.

એક વર્ષ પછી નેહા આજે રાબેતામુજ્બ નું જીવન સરૂં કરી ચુકી છે અને પિતા ને હવે મદદ રૂપ થઇ રહી છે. અમદાવાદ થી નોકરી છોડી સુરત માં એ હવે રેહવા લાગી છે. અને મિત્રો ની સાથે ખુશ રહી ને પોતાનું જીવન આગળ વધારી રહી છે. પણ એના મન ની આ "એક અધૂરી ખ્વાહિશ" હવે કોઈ પુરી નઈ કરી શકે.

લેખક : ઈરફાન જુણેજા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED