Ek ichchha - kai kari chhutvani - 16 books and stories free download online pdf in Gujarati

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૬

આવું સાંભળતા જ મેં એને એક લાફો મારી દીધો । અને આગળ જે થયું એ તો હું મારી જિંદગી માં નહિ ભૂલી શકું।

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૬

હસું એ "મેરે સાંઈ" ની સંસ્થા દ્વારા ખુબ સારો આત્મવિશ્વાષ કેળવી લીધો હતો . કોઈ પણ ગરીબ જે સેવા મેળવા ઇચ્છુક હોય એને આ સંસ્થા માં વિનામૂલ્ય સેવા ઓ પ્રાપ્ત થતી . "મેરે સાંઈ " સંસ્થા હસું ની ઓળખ બની ગયી હતી , હસું એ આ સંસ્થા ને માટે જે કઈ પણ કરી શકે તેમ હતું એ બહુ જ કર્યું, ક્યાં ક્યાંથી જે કોઈ એક બીજા ને ઓળખતા પણ ના હોય એવા લોકો આ સંસ્થા માં જોડાયા , હસું એ "મેરે સાંઈ " સંસ્થા માં દાન નહિ લેવાના નિર્ણય થી લોકો માં એનું નામ કરી દીધું હતું . હસું પોતે ગામ ની બહાર જઈ ને ભણવા માંગતી હતી પણ મારા કારણે એ ની એ ઈચ્છા અધૂરી રહી ગયી હતી , એ અધૂરી ઈચ્છા એ હસું ને " એક ઈચ્છા -કઈ કરી છૂટવાની "ભાવના ને ખુબ આગળ વધારી. હસું એ અમારા ગામ માં આગળ ભણી શકાય એ માટે શાળા ખોલાવી અને એ શાળા માં એક પણ રૂપિયો લીધા વિના શિક્ષા આપવાનું નક્કી કર્યું શરૂઆત માં એને આ શાળા માટે મુશ્કેલ પણ પડી પણ સેવાભાવી માણસો જે આ સંસ્થા માં હતા એમની મદદ થી એ કાર્ય પણ પુરુ થયું.

અમારા જ ગામ માં નહિ પણ આજુ બાજુ ના દરેક ગામ માં શાળા , હોસ્પિટલ અને જરૂરિયાત મંદ બાળકો ને નિઃશુલ્ક ભોજન આપવાનું ચાલુ થયું।દાન નહિ એટલે લોકો જે મદદ કરવા માંગતા એ લોકો સ્કૂલ માટે ના સાધનો , ભોજન માટે અનાજ કરિયાણું , દવાઓ બધું જ આપતા ।એના બદલામાં હસું એ લોકો ને "મેરે સાંઈ " સંસ્થા નો એ સિક્કો આપતા ।હસું પાસે એ સિક્કો એક જ હતો અને એ સિક્કો એને આ સંસ્થા માં ઉપયોગ કર્યો હતો પણ તમને બધા ને જાણી ને નવાઈ લાગશે કે એ સિક્કા એ આજે આસપાસ ના કેટકેટલા ગામ ના લોકો ના મન માં એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાવના પેદા કરી દીધી છે ।

આટલી વાતો કરતા કરતા તો સાંજ પડી ગયી , ખુશી કે એના એક પણ મિત્ર ને ના તો ભૂખ લાગી કે ના તરશ। હસુમતિ કાકી ની આટલી બધી હતો સાંભળી ને દરેક ના મન માં કાકી માટે બહુ જ વધારે માન થયી ગયું , વાતો તો હાજી બાકી જ હતી પણ કાકા એ બીજી વાતો હવે કાલે જણાવીશ એમ કહી ને એમની વાતો પાર રાત પૂરતો વિરામ મુક્યો । હવે બધા ને રાત્રી ના જમવાની તૈયારી કરવાનું કહી ને કાકા ઉભા થયા , કાકા ઉભા થતા હતા ત્યાં નેહા બોલી કાકા ……. એ કઈ વાત આગળ કરે એ પેહલા જ હસમુખ કાકા બોલ્યા બેટા હજી આપડે વાતો બાકી છે અને તમારા સવાલો ના જવાબ પણ .

હશમુખ કાકા એ જે વાતો કરી એ વાતો થી હસુમતિ કાકી ના દુખતા દિલ પર જાણે કોઈ એ હાથ મુક્યો હોય એવું લાગતું હતું । એટલા માટે જ થયી ને કાકા કાકી કોઈ ને પોતાના વીતેલા જીવન વિષે કેહવા નું ટાળતા હતા । આ નિર્દોષ બાળકો જે એમના ઘર માં મેહમાન હતા એટલે પૂછેલા સવાલો નો જવાબ આપવો પડે તેમ જ હતું ।

આખી રાત કાકી તો પડખા ફેરવતા રહ્યા એમને ઊંઘ જ ના આવી । બધા મિત્રો પણ થોડી વાર મસ્તી કરી ને ટેન્ટ માં સુવા જવાની વાત કરી । ખુશી અને નીરવ તો જાણે વર્ષો પછી આજે મળ્યા છે એમ એક પળ પણ એક બીજા થી દૂર થવા તૈયાર નતા ।બધા પણ સમજુ હતા એટલે નીરવ અને ખુશી ને ત્યાં મૂકી ને પોત પોતાના ટેન્ટ માં જતા રહ્યા ।ખુશી અને નીરવ ને તો જોઈ તું હતું જ કે થોડા પળ એકલા વિતાવા મળે જેવા બધા ગયા એવા જ નીરવ ને ખુશી એક બીજા ની વધારે નજીક આવી ગયા । બંને નો પ્રેમાલાપ ચાલુ થયી ગયો , અંધારી રાત હતી અને એકદમ શાંત વાતાવરણ માં એ બંને નો પ્રેમ પરવાને ચડ્યો। એવા એ પ્રેમ માં ખોવાયા કે ના પૂછો વાત. નીરવ એ ખુશી ના હોઠ વારંવાર ચૂમી લીધા અને પોતાના બાહુપાશ માં ખુશી ને જકડી રાખી. આવો પ્રેમાલાપ ચાલતો હતો ત્યાં ખુશી થોડી સ્થિર થયી ને બોલી નીરવ મારે તમને કઈ કેહવું છે અને એક નિરશ શ્વાશ ફેંક્યો.

નીરવ ને એ ભાવ ના ગમ્યા અને ખુશી ને પછી પોતાની પાસે ખેંચી ને ચૂમવા લાગ્યો । ખુશી તેનાથી થોડી અળગી થયી ને બોલી તમે સાંભળો તો ખરા કે હું શું કેહવા માંગુ છું .નીરવ બોલ્યો ખુશી આપડે આજે કેટલા વર્ષ પછી ભેગા છે અને પ્રેમ ની તરફ વધ્યા છે તું આ પળ માં વાત નઈ પણ મને તને પ્રેમ કરવા દે ને .ખુશી બોલી : નીરવ પ્રેમ તો કરવા આંખી જિંદગી પડી જ છે પણ જો હું તમને આજે કશું કહેવા માંગુ છું જે મારા માટે ખુબ મહત્વ નું છે , નીરવ તરત જ ખુશી ના ખોળા માં માથું મૂકી ને બોલ્યો બોલ મારી જાન શું કેહવું છે તારે ?। ખુશી એ પોતાની વાત આગળ વધારતા કહ્યું નીરવ આપણા આગળ ના ફ્યુચર માટે તમારો શુ વિચાર છે ? આજ થી હું તમારી તન,મન,ધન થી તો થયી જ ગયી પણ મેં જે સપના જોયા છે એ હું તમને આજે કેહવા માંગુ છું .આ વાત હું બધા ની સામે નથી કહી શક્તિ અત્યારે અહીં કોઈ નથી એટલે કેહવું છે .નીરવ થોડો ગંભીર થયો ને ખુશી ની આંખ માં આંખ પોરોવી ને બોલ્યો બોલ તો સહી કે શું છે તારા સપના , હું જરૂર એ પુરા કરીશ .આટલું સાંભળતા ખુશી નીરવ ને લપેટાયી ગયી.

ક્રમશ :

ખુશી એ થોડું હસી ને બોલી હવે તો જ્યાં સુધી તમારી વાત પુરી નહિ થાય ત્યાં સુધી અમને ઊંઘ પણ નહિ લાગે . આ બાજુ હસુમતિ કાકી એ કાકા ની વાતો સાંભળી ને જાણે પોતાની પાછલી લાઈફ માં પહોંચી ગયા હતા .એ શાયદ દિલ થી દુઃખી થયી ગયા હતા. બધા પોટ પોતાના કામ માં આગળ વધ્યા પણ કાકી થોડી વાર સુધી ત્યાં જ બેસી રહ્યા , કાકા જે ઉભા થયા હતા એ પણ કાકી નો હાથ પોતાના હાથ માં લઈ ને થોડી વાર ત્યાં પાછા બેસી ગયા .ખુશી ની આતુરતા વધી રહી હતી પણ બધા ની જેમ એને કલ સુધી ની રાહ જોવાની હતી ।

સાંજ પડી એટલે જંગલ તો જાણે હરિયાળી ની સાથે સાથે અંધારા ની ચાદર ઓઢી રહ્યું હતું । બધા એ ભેગા મળી ને સરસ મઝા ની મસાલા ભાત બનાવ્યા અને એ ભાત બધા એ હળીમળી ને ખાધા , સાથે સાથે જંગલ મેં મંગલ વાળી પ્રેમ સ્ટોરી પણ જામી.નીરવ તો જાણે ખુશી ના પ્રેમ માં પાગલ હોય એમ જ એને જોયા કરતો , થોડી થોડી વારે સાયરી બોલતો ને થોડી થોડી વારે ગાયન ગાતો । બધા ને નીરવ અને ખુશી ના પ્રેમ ને જોવાની ખુબ મઝા આવતી .

જમ્યા બાદ બધા અંતાક્ષરી રમવા બેઠા.નેહા એ ચાલુ કર્યું ગાવાનું ને કાર્તિક એ એની ઉડવાનું ચાલુ કર્યું , ના ગાયિશ નેહા નહિ તો ભેંશો અહીં ભેગી થયી જશે , બીજી બાજુ ખુશી અને નીરવ તો બધું ભૂલી ને એક મેક માં ખોવાઈ ગયા હતા . નીરવ બધા થી નઝર છુપાવી ને ખુશી ને ચૂમી લેતો અને ખુશી પોતાનો પ્રેમ આંખો નચાવી ને ઈઝહાર કરતી . રાત પડી પણ બધા માંથી કોઈ એક નેય ઊંઘવાનું મન નહતું

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED