એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૫

 

ઘણા ગામ લોકો તો વાતો કરવા લાગ્યા કે લગ્ન વગર જ હસું મારી વિધવા બની ગયી।

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૫

દીકરી નું દુઃખ જોઈ એના માં બાપ ખુબ દુઃખી થયી ગયા હતા । હવે આગળ એને જ નિર્ણય લેવાનો હતો કે શું કરવું । એક દિવસ એક મહારાજ બારણે આવી ઉભા રહ્યા , મોઢા પર ખુબ ગજબ નું તેજ હતું એમને આંગણા માં આવી ને દાળ  ચોખા ની માંગણી  હસું એ દાળ ચોખા આપ્યા ને બે હાથ થી તેમને કહ્યું કે સાઈ સુખી રાખે । જેવું મહારાજ બોલ્યા કે તરત હસું ના માતૃશ્રી બોલ્યા કે મહારાજ સુખ નસીબ માં જ નથી અને પોતાના બધા દુઃખો તથા હસું અને મારા વિષે બધું જણાવ્યું ।મહારાજ એ હસું ના માથે હાથ મુક્યો ને કહ્યું કે બેટા તારું દુઃખ હું લઈ જાઉં છું અને સુખ આપી ને જાઉં છું . મારે તારી પાસે એક ઈચ્છા છે શું તું પુરી કરીશ ? આવું પૂછતાં ની સાથે હસું બોલી મહારાજ હું તમારા માટે કઈ કરી શકું તો હું ખુદ ને ખુશ કિસ્મત સમજીશ . એ મહારાજે સાઈ બાબા નો એક સિક્કો આપ્યો ને કહયું કે આ સિક્કા નો તું જે ચાહે તે ઉપયોગ કરજે અને લોકો ની મદદ કરજે . આટલું કહી હસું ને સિક્કો આપી મહારાજ જતા રહ્યા .

 

હસું એ સિક્કો જોઈ રહી અને વિચારતી રહી કે આ સિક્કા નો હું શું ઉપયોગ કરીશ? એને એ સિક્કો ઘર ના મંદિર માં મૂકી ને રોજ નો નિત્ય ક્રમ કરવા લાગી .હસું ને જયારે આગળ ભણવાની ખુબ ઈચ્છા હતી પણ મારા કારણે એ ઈચ્છા અધૂરી રહી ગયી એટલે મારા યુ એસ એ ગયા બાદ એને ખુદ જ ભણવાનું નક્કી કર્યું . એક માસ્ટર સાહેબ એ એને ચોપડી બહાર નું અને વૈદ્ય નું ભણતર શીખવાડ્યું. જોત જોતા માં તો હસું વૈદ્ય નું બધું જ શીખી ગયી . હોશિયાર એટલે ગમે ત્યાં થી જ્ઞાન મળે એ મેળવી લીધું . હસું રોજ એ સિક્કા ને જોતી એની પૂજા કરતી ને પાછો મૂકી દેતી . ફરી એક દિવસ એ મહારાજ પાછા આવ્યા અને પેહેલા ની જેમ જ દાળ ચોખા માગ્યા . આ વખતે હસું એ દાળ ચોખા આપ્યા તો મહારાજ બોલ્યા બેટા તું જે કઈ પણ ભણી છે એનો ઉપયોગ કર અને લોક સેવા માં આગળ વધ આટલું બોલી મહારાજ ચાલ્યા ગયા . હસું ને તરત જ મન માં આવ્યું કે હું આમ પણ હવે લગ્ન તો કરવાંની જ નથી તો પછી મારુ જીવન હું લોક સેવા માં જ અર્પણ કરું .

હસું હજી તો આવું મન માં વિચારતી હતી ત્યાં અચાનક વીજળી ચમકી ને જાણે આબેહૂબ સાઈ બાબા એની સામે ઉભા છે એવા દર્શન થયા . નક્કી સાઈ બાબા જ મને રસ્તો બતાવા આવ્યા હતા . હસું નાનપણ થી જ સાઈ ભક્ત હતી અને ભક્ત દુઃખી હોય તો ભગવાન આવે જ એમ હસું માટે જ સાઈ મહારાજ નું રૂપ લઇ ને આવ્યા હશે. હસું એ બધી જ વાત એના માતૃશ્રી ને કરી આમ પણ આજે આટલા વર્ષો પછી હસું ને ખુશ જોઈ એટલે એના માતા પિતા એ સહમતી આપી . હવે તો જોઈ એ શું , હસું એ વૈદ્ય નું ભણેલું બધું જ લોક સેવા માં અર્પણ કર્યું . જે લોકો પાસે પૈસા ના હોય , જે લોકો પરિસ્થિથી થી મજબુર હોય એવા બધા ને જ હસું એ ની :શુલ્ક સેવા આપી . ધીરે ધીરે હસું નો બધો જ સમય એવા માં પસાર થવા લાગ્યો . જે સિક્કો એને મહારાજ પાસે થી મળ્યો હતો એ સિક્કા ની મદદ થી હસું એ એક સંસ્થા બનાવી . જે સંસ્થા નું નામ છે "મેરે સાઈ " આ સંસ્થા માં નો એક જ નિયમ છે જે આ સંસ્થા માં જોડાય એને આ જીવન સેવા કરવાની અને બદલામાં કોઈ જ પ્રકાર નું દાન કે પૈસા સ્વીકારવા નહિ. દૂર દૂર ગામડા ઓ માંથી જુવાન ઘરડા એવા કેટ કેટલા લોકો જોડાયા . આ એક એવી સંસ્થા બની ગયી જ્યાં વગર પૈસા એ કામ થતું . આ સંસ્થા માં ઘણા લોકો એ દાન આપવાનું કહ્યું પણ હસું એ ચોખ્ખી ના પાડી કે દાન નહિ લેવામાં આવે . સેવાશ્રમ માં વળી દાન ની શું જરૂર છે .

યુ એસ એ માં લુસી સાથે જીવતા જીવતા મારુ જીવન ઝેર થયી ગયું હતું . શરીર સુખ તો મળ્યું પણ મન નું સુખ ક્યાંક ખોવાઈ ગયું . ઘણા વર્ષો તો આમ જ વીતી ગયા . હવે અંદર અંદર મને એવું લાગવા લાગ્યું કે હું સાવ એકલો પડી ગયો છું . લુસી તો યુ એસ એ ની લાઈફ માં સેટ હતી પણ હું ક્યાંય સેટ ના થયી શક્યો . શરૂઆત માં જે બધું મને ખુબ જ ગમતું હવે એ બધા થી હું ચિડાયી ગયો હતો . લુસી એ મારા પ્રેમ માં ધોકો તો ના આપ્યો પણ જયારે એને સમાચાર મળ્યા કે એ મારા બાળક ની માં બનવાની છે એને મને વગર કહે વગર પૂછે એ બાળક નું એબૉરશન કરાવી દીધું . મને જયારે ખબર પડી તો ખુબ મોડું થયી ગયું હતું , મેં જયારે લુસી ને પૂછયું તો એને જવાબ માં કહ્યું કે હું માં બનવા અત્યારે તૈયાર નથી . હજી તો મારી ઉમર નાની છે , આગળ જતા વિચારશે .મેં તો પણ સ્વીકાર્યું કે કઈ નઈ ફરી જયારે સારા સમાચાર હશે ત્યારે રાખીશુ એમ કરી મેં મારુ મન વાળી લીધું. ૨ વર્ષ આમ ને આમ જ જતા રહ્યા , હું જયારે એને અમારા બાળક વિષે વાત કરતો એ ટાળી દેતી ।કોઈ ને કોઈ બહાનું કરતી ।કંટાળી ને મેં નક્કી કર્યું કે હું અને લુસી હોસ્પિટલ માં જઈ ને ડૉક્ટર ને મળી ને ફેમિલી પ્લાંનિંગ કરીયે એના માટે પણ એ રાજી ના થયી મારા તરફ થી વારંવાર બાળક માટે એને પૂછવું એ એને સહન ના થતું , એકવાર હું એને કહ્યા વગર જ બહાર ફરવા જવા નું કહી ને સીધો હોસ્પિટલ લઇ ગયો ।પેહલી વાર તો એને થોડી આનાકાની કરી પણ પછી બહાર તમાશો ના થાય એટલે ડૉક્ટર ને મળી ને રિપોર્ટ કરાવા તૈયાર થયી।ડૉક્ટર પાસે તપાસ કરાવી ને એ મારી જોડે વાત કાર્ય વગર જ એકલી ઘરે જતી રહી।હું ત્યાં જ ડૉક્ટર પાસે રિપોર્ટ માટે રોકાયો । રિપોર્ટ જેવો ડૉક્ટર એ મને આપ્યો મારા પગ નીચે થી તો જમીન સરકી ગયી.જે મેં સપને પણ નતું વિચાર્યું કે આવું થશે. લુસી માં ના બનવા માટે ની દવાઓ લઇ રહી હતી અને એ પણ મારી જાણ બહાર . હું ગુસ્સા માં ધુંઆપુંવા થતો ઘરે પહોંચીયો . ઘરે જઈ ને મેં લુસી ને રિપોર્ટ વિષે વાત કરી અને અમારી બોલાચાલી ઝગડા માં પરિણમી. એને મને ગુસ્સા માં કીધું કે હું કોણ છું એને સવાલ પૂછવા વાળો , મેં અને કીધું તારો પતિ છું , તો એ જોર જોર થી હસવા લાગી ને બોલી કોણ પતિ કોણ પત્ની , હું કઈ તારા જેવા ગામડિયા ને પરણી ને આખી મારી જિંદગી બાગાડીશ. પાગલ મેં તો ખાલી કોન્ટ્રાક્ટ મેરેઝ કર્યા હતા એ પણ પૈસા માટે , તારી પત્ની બની ને કે તારા બાળકો ને પેદા કરવા માટે નઈ. પાછું બીજું બોલી કે હું તારા માટે કઈ મારા સપના મારી આઝાદી થોડી છોડી દઉં . આવું સાંભળતા જ મેં એને એક લાફો મારી દીધો . અને આગળ જે થયું એ તો હું મારી જિંદગી માં નહિ ભૂલી શકું.

ક્રમશ:

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Mukesh 2 માસ પહેલા

Verified icon

daveasha42@gmail.com 4 માસ પહેલા

Verified icon

Chetna Gondaliya 4 માસ પહેલા

Verified icon

Varsha 4 માસ પહેલા

Verified icon

Sonu 4 માસ પહેલા