Kinnar Dada books and stories free download online pdf in Gujarati

કિન્નર દાદા

'કિન્નર દાદા'


એનો દેખાવ જ ભયાવહ હતો ખાલી એવું ન હતું, આજુબાજુના ગામોમાં એનો દબદબો હતો. લોકો એના નામથી થરથર ધ્રુજતાં. કોઈ એનો વિરોધ્ધ કરે એ એને ક્યારેય પસંદ ન આવતું.


એ કપાળની વચ્ચોવચ એક મોટો ચાંદલો કરતો. વાળ લાંબા હતાં પણ એ એને અંબોડામાં છૂપાવી દેતો. જમણી આંખની બરોબર નીચે વાગેલાનું નિશાન. હંમેશા એ લીલા કલરની સાડી પહેરતો. એ શહેરનો સૌથી બદનામ અને ભયાનક 'કિન્નર' હતો. લોકો એને 'કિન્નર દાદા'તરીકે જ ઓળખતા. મારપીટ, લોકોનાં હાથપગ તોડવા, ખુન, પોલિસ કેસ એવું બધું એના માટે સામાન્ય હતું, રોજનું હતું એવું કહીએ તો પણ ચાલે ! પણ ક્યારેય એનો ગુનો સાબિત ન થતો.


લોકોમાં એ વાત બહુ ચર્ચાતી કે એ નાનો હતો ત્યારે એના બાપે એની 'મા' ને દારૂના નશામાં સળગાવી દીધેલી. એનો બાપ 'કિન્નર દાદા' ને કાયમ નફરત જ કરતો અને એનાં આ રીતે જન્મ લેવા માટે એની માતાને જવાબદાર ઠેરવતો. એટલે જ તો એની માતાની એટલી બેરહમીથી હત્યા કરી હતી. એનું કિન્નર દાદા બન્યા પહેલાનું નામ અજય હતું, અજય પહેલેથી જ ખુબજ ડાહ્યો અને હોંશિયાર હતો પણ એણે જ્યારથી એની માતાનું ખુન સગી આંખે જોયેલું એ પણ પોતાના સગા બાપનાં હાથે, ત્યારથી જ એના સ્વભાવમાં લોકો પ્રત્યે નફરત અને ગુસ્સાની ભાવના જન્મી હતી. એણે સૌ પ્રથમ ખુન પંદર વરસે કર્યું હતું અને એ પણ એની ઉંમરથી ડબલ એવા એક વ્યક્તિનું, કારણ માત્ર એ હતુંકે એ વ્યક્તિએ એને 'બાયલો' કહીને બોલાવ્યો હતો. ત્યારબાદ એ પાંચ વરસ જેલમાં પણ રહી આવ્યો અને જેલમાં જ એની મુલાકાત એક કિન્નર સાથે થઈ હતી જેણે એને અજયમાંથી 'કિન્નર દાદા' બનાવ્યો હતો અને એ જ કિન્નરની મદદથી જ એ પાંચ વરસ પછી જેલ તોડીને ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ જ એણે એની ગુંડાગર્દીથી પોતાની ધાક જમાવી હતી. એની પોતાની કોઈ જાતિ ન હતી એટલે એ પોતે પણ પુરુષ કે સ્ત્રી જેવો ભેદભાવ રાખ્યા વગર જ લોકોને પિટતો.


ગયા અઠવાડિયે એણે એની ચાલમાં રહેતા 'શાંતા બા' જેવી એંસી વરસની ડોસીને પણ એ કારણે ઢીબી કે એનું બાઈક જતું હતું ત્યારે જ એ કેમ તેની સામે આવીને ઊભા રહી ગયા. બિચારા શાંતા બા !, બન્ને હાથપગ તૂટ્યા અને મહિનાઓ નો ખાટલો આવ્યો એ અલગથી. ચાર દિવસ પહેલાં પણ એણે હપ્તાની મગજમારીમાં ચંદુનું ખુન કર્યું જ ને ! એ પણ ધોળા દિવસે, ભર બજારે. છુરી ચલાવી દીધી એની ગરદન પર. ચંદુ એ જ સ્થળે ઢળી પડ્યો અને તેનું લોહી ઉડીને થોડે દુર ઉભેલી એની છ વરસની દિકરીના કપડાં પર ઉડયું. એ છોકરી તો બિચારી આ સ્થિતિમાં કેવો પ્રતિભાવ આપવો ખ્યાલ ન આવતા ચોધાર આંસુ એ રડી પડી પણ એવા આંસુઓથી ફરક પડે તો એ કિન્નર દાદા ક્યાંથી કહેવાતો? એ તો ખુન કરીને ત્યાંથી અટ્ટહાસ્ય કરીને નીકળી ગયો. કોઈપણ કાંઈ ના બોલ્યું ના ત્યારે કે ના પોલિસની પૂછપરછમાં.


પોલિસને ચંદુની છોકરીની સાથે કરેલ વાતચિતથી કિન્નર દાદા ને પકડવાનો મોકો મળ્યો છે. એ છ વરસની છોકરીની ગવાહી અને બજારમાં લાગેલા સી.સી.ટી.વીના ફૂટેજ પૂરતા છે કિન્નર દાદાને પકડવા માટે અને ફાંસીને માંચડે ચડાવવા માટે.


કિન્નરદાદા પણ હવે એ છોકરીની પાછળ પડ્યા છે, ફૂટેજ ગાયબ કરવી તેમના માટે રમતવાત છે પણ ચંદુની છોકરીને કઈ રીતે ચૂપ કરવી ?


કિન્નર દાદા એ એનો પણ પ્લાન બનાવી જ લીધો છે, ચંદુની છોકરી જે સ્કુલમાં ભણે છે એ સ્કુલમાં રોજ મધ્યાહન ભોજન જમાડે છે. આજે પણ એની રસોઈ બની રહી છે સ્કુલના પ્રાંગણમાં. સમય થયે બધા બાળકો લાઈન લગાવીને જમવા બેશસે, ચંદુની છોકરી પણ જમશે મધ્યાહન ભોજન !


બીજો દિવસ, કિન્નર દાદાના ઘરનો એ રૂમ કિન્નર ના અટ્ટહાસ્યથી ગુંજી ઉઠ્યો, એ હાસ્ય બહુ ભયાવહ ની સાથે સાથે ક્રુર લાગતું હતું, હાસ્ય પાછળનું કારણ ટી.વી.માં આવી રહેલાં સમાચાર હતાં અને એની હેડલાઈન કંઈક આવી હતી "મધ્યાહન ભોજનમાં જમવાના કારણે અઢીસો બાળકોના અપમૃત્યું".


-હાર્દિક રાવલ-

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED